________________
૨૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ન હેઈ ગુજરાતના દેશ્ય તાલે છે તેમ આ લવણ તાલ પણ શિષ્ટ સંગીતનો ન હોઈ દક્ષિણને દેય તાલ છે. તેને તેઓ ધુમાલી તાલ કહે છે. વળી અન્યત્ર સાંભળ્યું છે કે દાદરા અને ખેમટની કુત પદ્ધતિ કરવાથી આ લાવણનો તાલ થઈ શકે છે.
નર્મદાશંકરની પેઠે નવલરામે પણ એક ન છન્દ મેઘદૂતના ભાષાન્તર માટે જો એ પણ યુગબલ બતાવે છે. ઉપર તેમનું અવતરણ આપી હું બતાવી ગયો કે તેમને દેશીઓમાં “પ્રૌઢિ’ ન દેખાઈ, અને સંસ્કૃત વૃત્તો લોકોને અપરિચિત જણાયાં તેથી તેમણે મેઘછન્દ . “ તારૂં ગોકુળ જેવાને આવ રે મથુરાના વાસી” એ પ્રચલિત ગીતની પંકિતના વિસ્તારથી તેમણે પાંચ પંક્તિની એક કડી બનાવી :–
એક કુબેર તણે ગણું રક્ષણ રોજ કરે ફુલ બાગ જે ગુણવંત સુજાણ ચતુર સ્રરંગી પ્રેમી અથાગ
સંગીત રૂપ સલુણે નિજપત્ની પદ્મિની નારનું પાળે વ્રત પેમે
છે સહજ સુગમ રહેવું સદા પ્રીતિના નેમે. આમાંની છેલ્લી બે બરાબર ઉપરના ગીતની જ પંક્તિઓ છે. ઉપરની ત્રણ પંક્તિઓમાં ત્રીજીને સ્વતંત્ર પંકિત ન ગણીએ તો ચાલે કારણ કે તે પહેલી પંકિતને દેઢાવવાથી થયેલી છે અને ગાવામાં બીજી સાથે જ ગવાય છે. શ્રીયુત નરસિંહરાવભાઈ કહે છે કે એ છન્દ એ દેશમાં બેસાડવાને પિતે સફળ થયા નથી. ૧૩ મૂળ મેં પંક્તિ જે લેકગીતની છે તે લેકગીત સાંભળ્યું નથી. પણ આ મેઘ છન્દ ગવાતો સાંભળ્યો છે અને હું માનું છું કે તે ઢાળ ખરે હશે.૧૪
૧૩. મનોમુકુર પૃ. ૩૧૩
૧૪. મેં શ્રી મહાદેવ હરિભાઈ દેસાઈને ગાતા સાંભળ્યા છે. તેઓ પિતાના પિતા પાસેથી શીખેલા અને તેમના પિતા સગત નવલરામભાઈ પાસેથી, એવી મારી ગુરુપરંપરા છે.