Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 19
________________ ૧૨] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય વિવેચનમાં નવલરામભાઈ કહે છે કેઃ “સંસ્કૃત ઢ૫ના અક્ષર તે આપણા સમૂહને એક અજાણ્યા જ છે અને તે ગૂજરાતી ભાષાને અનુકૂળ પણ નથી.”૫ મેઘદૂત કાવ્યની પ્રસ્તાવનામાં વધારે વિસ્તારપૂર્વક કહે છે: “અક્ષર છદો (સંસ્કૃત વૃત્તિ)માં પ્રૌઢી આવે છે ખરી, પણ ગુજરાતીમાં તે કિલષ્ટ થઈ જાય છે એ સૌને જાણીતું જ છે. અક્ષરદેશમાં બીજે દોષ એ છે કે ગુજરાતમાં શાસ્ત્રીઓ સિવાય (જેમને ગુજરાતી પદ્ય વાંચવાને જ અભાવ છે.) જૂના લેકે બિલકુલ એથી અજાણ્યા છે, અને નવામાંના થોડા જ બરાબર વાંચી શકે છે.' પિંગલકાર દલપતરામને પણ પૃથ્વીન્દ્રના બંધારણ વિશે ગેરસમજણ હતી તે જાણીતું છે. ' એટલે પદ્યની દષ્ટિએ સંસ્કૃત વૃત્તોને બહોળો ઉપયોગ અને તેને પરિણામે એ તો વાપરવાની પહેલી નવી પરંપરાને આ અર્વાચીન કાવ્યનું હું એક મહત્ત્વનું લક્ષણ ગણું છું. કદાચ તેની શરૂઆત પિંગલના જ્ઞાન અને વૈવિધ્યની ખાતર તેનો પ્રયોગ કરવાની હાંસથી થઈ પણ પછી તરત જ તે પ્રયોગની સફળતાથી અને વિશેષ કરીને તે સંસ્કૃત વાડમયના નવી દૃષ્ટિના.અભ્યાસથી એ પ્રણાલિકાને ઘણું બળ મળ્યું. દલપતરામભાઈના લાંબા કવનકાળથી કવિતા વાંચનાર અને કવિતા કરનાર બન્ને વર્ગને આ છોનો એટલે અભ્યાસ થઈ ગયું કે અત્યારે સંસ્કૃત વૃત્તોને યોગ્ય રીતે પાઠ ન કરી શકે તે એટલા પૂરતો બનકેળવાયેલો જ ગણાય અને કવિતાલેખકોને પણ સંસ્કૃત વૃત્ત હવે તદ્દન સાધ્ય થઈ ગયાં છે તે આપણે હવે પછી આવવાના દાખલામાં જોઈશું. આને જ લાગતું પદ્યરચનાનું બીજું વલણ તે નવા ઇન્દો યોજવાનું, છન્દોની વૈચિત્ર્યમય રચના કરવાનું અને છન્દોનાં મિશ્રણ કરવાનું. આ વલણ હિંદના સાહિત્યના ઇતિહાસમાં કદી નહોતું એમ તો ન જ કહેવાય. પિંગલને સૂક્ષ્મ રીતે અભ્યાસ કરતાં ૫. નવલગ્રંથાવલિ શા. આ. ભા. ૨, પૃ. ૨૪ ૬. સદર ૫. ૨

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120