________________
૧. પદ્યરચનાના ફેરફાર તેમાં છન્દોનો વિકાસ અને તેના ફેરફાર અતિ પ્રાચીન કાલથી થતા આવતા જણાય છે. પણ આપણો સ્વતંત્ર બુદ્ધિને ઇતિહાસ, બંધ પડતાં, આપણે અનેક પ્રવૃત્તિઓની પેઠે, આ દિશાની પ્રવૃત્તિ પણ થીજી ગઈ હતી. ઉપર જોઈ ગયા તેમ સંસ્કૃત વૃત્તોને તો વપરાશ જ આમવર્ગમાંથી ચાલ્યો ગયો હતો. પદ્યરચનાના અખતરા માત્ર ભાટ ચારણ કરતા, પણ તેમનો કાવ્યનો વિષય અને તેમની કાલ્યની દૃષ્ટિ એટલાં સંકુચિત કે તેથી સમસ્ત સાહિત્યને ભાગ્યે જ વિશેષ ફાયદો થાય. માણભટોની દેશીઓ, વિષ્ણવ અને જૈન મંદિરનાં ગીતો, ભજનના રાહ અને ગરબો સાહિત્યના ઢાળોમાં વિકાસ થયો છે, પણ ઉપર જણાવી ગયો તેમ તે મારે વિષય નથી. જેને ચાલુ અર્થમાં પિંગલની દૃષ્ટિએ આપણે છંદો કે વૃત્તો કહીએ તેને વિકાસ અટકી ગયો હતો, અને આપણા સમયમાં તેના વિકાસને નવી જ દિશામાં બળ મળ્યું છે. આ બળની પ્રેરણું વિશેષે કરીને અંગ્રેજી સાહિત્યમાંથી અને તેથી ગૌણ રીતે મરાઠી અને બંગાળી સાહિત્યમાંથી આવી છે. આપણા કવિઓએ અંગ્રેજી કાવ્યો વાંચ્યાં, તેમાં કવિઓનું પદ્યરચના ઉપરનું પ્રભુત્વ જોયું, તેનું વિચિત્ર્ય અને સ્વાતંત્ર્ય જોયું, અને તેમને પણ એમ કરવાનું મન થયું. આ પ્રેરણા અત્યારે પણ તેટલી જ બળવાન છે. આ સાહિત્યના ક્ષેત્રમાં એવો એક પણ લેખક ભાગ્યે જ હશે જેણે પદ્યરચનાનો એકાદ પણ ન પ્રયોગ ન કર્યો હેય. આપણે કહી શકીએ કે –
નાણી વિર્ય નરં ઇન્દ્રઃ નવા છના પ્રાગોના દાખલા કવિ દલપતરામમાંથી ઝાઝા મળવા સંભવ નથી. ઉપર જણાવ્યું તેમ તેમણે સંસ્કૃત વૃત્તો, માત્રામેળ છન્દો વગેરેનો ઉપયોગ કર્યો તે તેમની આગળના જમાનાની અપેક્ષાએ નવો હતો, પણ ધીમે ધીમે સુધારાનો સાર” યાનાર છન્દોમાં પણ ધીમે સુધારે જ કર્યો છે. દલપત પિંગલના અક્ષરમેળ છન્દોમાં ૭૧ મે દલછન્દ છે તે દલપતરામને નો ફાળો ગણાય; પણ