Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 18
________________ ૧ પલ્લરચનાના ફેરફાર પ્રતિજ્ઞારૂપ ગણવા જોઈએ. આ પિંગલની જનસમુદાય ઉપર ઘણુ મોટી અસર થઈ. તે સાથે એ બે કવિઓ ઉપર મુખ્ય અસર એ થઈ કે તેમણે બન્નેએ પિંગલમાં આવતાં ઘણું વૃત્તોના પુષ્કળ અખતરા પોતાનાં કાવ્યોમાં કર્યા. બન્નેના સંગ્રહમાં, માત્ર વિવિધ્ય માટે અને છ ઉપરનું પ્રભુત્વ બતાવવા, હરકોઈ વિષયઉપરના કાવ્યમાં અનેક છન્દોના પ્રયોગો દેખાશે ખાસ કરીને દલપતકાવ્યમાં. આમાં મનહર ઘનાક્ષરી જેવા અક્ષરમેળ છન્દો અને છપા. દોહરા જેવા માત્રામેળ છન્દ એ જૂના સમયથી હિંદીમાંથી આપણે લીધેલા હતા. પણ સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ ગુજરાતી સાહિત્યમાં અહીં નવો થયો ગણુ જોઈએ. આપણું પ્રાચીન કવિઓએ સંસ્કૃત વૃત્તો વાપર્યો છે કે નહિ એ પ્રશ્ન, પ્રેમાનંદનાં નાટકના કર્તૃત્વ સાથે સંબંધ ધરાવતો હેઈ, પરાક્ષ મહત્ત્વ પામ્યો છે. એ વિષયને મારા વિષય સાથે સંબંધ નથી. પણ એ ખરું છે કે મધ્યકાલીન ગુજરાતી કવિઓએ સંસ્કૃત વૃત્તામાં પણ કવિતાઓ કરી છે. પ્રેમાનંદને સંદિગ્ધ દાખલ ન લઈ એ તેપણ. તેના સમકાલીન રનેશ્વરે “મહિનામાં માલિની વૃત્તને સુંદર ઉપયોગ કર્યો છે તેમાં શંકા નથી. એક જ દાખલો લઉં છું: સુણ ધન મુજ વાણી, વર્ષતું રાખ પાણી, ક્ષણ ઈક થિર રેને, કૃષ્ણની વાત કેને મધુપુર થકી આવ્યા, શા સમાચાર લાવ્યા, ધુરી મુરલી મીઠે, કૃષ્ણજી ક્યાં ય દીઠે ૧૪ અને છતાં એ ખરું છે કે સંસ્કૃત તેમાં કાવ્ય કરવાની પરંપરા વિપુલ અને અતૂટ નહતી, અને દલપત નર્મદે સંસ્કૃત વૃત્તામાં ગુજરાતી કવિતા લખવાની શરૂઆત કરી તે કેાઈ પ્રાચીન ચાલતી. આવેલી પરંપરાના અનુસંધાનમાં નહિ. ૧૮૮૨માં સુબેધચિંતામણિન ૪. પ્રાચીન કાવ્યસુધા ભા. ૧ લે, પૃ. ૧૧૬

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120