________________
૧૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય આવશ્યકતા ઉપર પું, એ બેએ પિંગલ લખ્યું ત્યાં સુધી. આપણી ભાષામાં પિંગલ હતું નહિ, એ પ્રકારના ગ્રંથ હિંદી કે ચારણીમાં હતા. કવિ દવપતરામના સમયમાં પિંગલનું અજ્ઞાન કવિતા પ્રવાહને કેટલે સુધી બાધક હતું તેને ખ્યાલ પણ અત્યારે આપણને આવે નહિ. એ મુશ્કેલીઓ એમણે સફળ રીતે ખસેડી એ હકીક્ત જ અત્યારે તેમના જમાનાની એ મુશ્કેલીને ખ્યાલ કરવામાં અંતરાયરૂપ છે. અને એ જ એમની મહત્તા છે, નર્મકવિતાની પહેલી “કેફ' વિશેની કવિતા નીચે કવિ ટીપ કરે છે, –નર્મકવિતાની ટીપે અનેક દૃષ્ટિએ બોધક છે એ કવિતા મેં સને ૧૮૫૫ ના ઑકટોબરની તા. ૨૯ મીએ બુ. વ. સભામાં વાંચી હતી. એ જેડી ત્યારે દેહરો કેમ કરવો. તે હું જાણતો નહોતો. કવિ શામળ ભટની કવિતા મેં ન્હાનપણમાં મારી મેળે ગમે તેવા ઢાળે વાંચેલી તે ધુન પ્રમાણે અને કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું જોઈ જોઈ દેહરા ચોપાઈ કર્યા હતા.” લલિત છંદ જે અત્યારે લગભગ દરેકને પરિચિત છે એટલું જ નહિ પણ અનેકવાર ચવાવાથી કઈક અપખે પડ્યો છે, તે વિશે નર્મદાશંકર શું લખે છે તે જુઓ, ૧૮૫૬ માં શ્રીમંત ને પરમાર્થ વિષે શિક્ષાની કવિતાની નીચે ટીપ કરે છેઃ “ એ ગોપગીતના ઢાળને લલિત વૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે. તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી. એ લલિત વૃત્ત બીજા હિંદુસ્તાની પિંગળામાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મેહડેથી સાંભળ્યા પછી પોતાના પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરુણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.” આ સ્થિતિ મટાડવા બને કવિઓએ પ્રયત્નો આદર્યા. કવિ દલપતરામે સને ૧૮૫૫ માં બુદ્ધિપ્રકાશ'માં કકડે કકડે પિંગલ આપવાની શરૂઆત કરી તે ૧૮૮૦ સુધી એ પ્રયત્ન ચાલુ રહ્યો.. નર્મદાશંકરે પિંગલપ્રવેશની પ્રથમ આવૃત્તિની ૫૦૦ નકલે ૧૮પમાં બહાર પાડી. આ પિંગળના પ્રથમ પ્રયત્નો તે ગુર્જર સરસ્વતીની સ્વતંત્ર રીતે વહેવાની પ્રથમ