________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય અહીં આપેલા વીરવૃત્તને પહેલો અને છેલ્લો ખંડ જેની નીચે મેં લીટી કરી છે તે ભેગા કરતાં ઉપરની લાવણું થઈ રહે છે. વચમાં કઈ પંક્તિમાં દાલદા દાલ અને કઈ માં લદાદા દાલ આવે છે એટલે એ ખંડોને અમુક વિશિષ્ટ રૂપના ન ગણતાં અષ્ટકલ સંધિઓ ગણુએ તો ચાલે. આ રચનામાં આ અષ્ટકલ સંધિઓના ઉમેરણ પૂરતી પણ નવીનતા નથી, કારણ કે એને મળતો આ લાવણીને વિસ્તાર મરાઠી સાહિત્યમાં પુષ્કળ છે અને એ રચનાનું પણ નર્મદાશંકરે અનુકરણ કરેલું છે. ઉદાહરણ પૃ. ૭૨૮ ઉપર ઃ
જનિ હરણી પેલી ત્યાંહ, ઊંટ બહુ જ્યાંય | એકલી રે નવ ખાય ઝાંખરાં તેહ | ઊંચી તે નૂરે!
દા દાદા દાદા દાલ | દાલદા દાલ | દાલદા દાદા આ લાવણમાં પણ વચમાં અષ્ટકલસંધિ છે. નર્મદાશંકરના વિરવૃત્તની નવીનતા એટલી જ કે તેમણે એકને બદલે બે અષ્ટકલસંધિ મૂક્યા, જો કે તેમ કરવામાં ઉપરની લાવણી કરતાં તેનું સંગીત ઓછું વૈવિધ્યવાળું બને છે. કવિ નર્મદાશંકર એક જગાએ (પૃ. ૨૩૧ ટીપ) કહે છે: “મારા ઘરમાં સવિતાનારાયણ એવી કકકડ રીતે લાવણી ગાતો કે તેથી લાવણીઓ ગુજરાતીમાં કરવાને મારું મન લલચાયું” સુરત કલગી તેરાની કવિતાસંસ્થાને લીધે લાવણીનું ધામ હતું,—અત્યારે એ સંસ્થા શોધવી પડે તેવી થઈ ગઈ છે. સદ્ગત મલબારી ત્યાંથી જ લાવણુઓ શીખેલા. છતાં મને વહેમ જાય છે કે આ પ્રકારની લાવણીઓ મૂળ દક્ષિણમાંથી આપણા તરફ આવી હેય.૧૦ ઉપરના પ્રકારની પદ્યરચનાઓ મરાઠીમાં ઘણી જૂની છે.
, છેલે સંધિ લદાદા દાદા ને બદલે દાલદા દાદા છે તે ઉપર જણવી ગમે તેમ સંગીતપ્રધાન રચનાની છૂટ છે. * ૧૦ આ ભાગ છપાતે હતો ત્યારે, ૧૮૬૫ માં કવિ નમશંકરે પ્રકાશિત કરેલ નર્મગદ્યની પ્રત વાંચવા મળી તેમાં કવિએ લાવણી વિશે થોડું લખ્યું છે તે જોતાં મારા આ વિધાનને ટકે મળે છે. આ ગ્રંથમાં પૃ. ૩૩૯મે