________________
૧. યરચનાના ફેરફાર કવિઓએ પણ પ્રચલિત પરંપરામાં ફેરફાર કર્યા છે, પણ તે બધા ફેરફારો તેમને પિતાને, હાલના કવિતાલેખકને છે તેટલા, બુદ્ધિગોચર નહોતા. અને કાવ્યઘટક બલો બુદ્ધિગોચર થયાં, અને વિવેચનના સિદ્ધાન્તો જ્ઞાત થયા, એ હકીક્ત પોતે પણ એક રીતે પાછી કાવ્યઘટક થઈ છે. કાવ્યવ્યાપાર થોડે બુદ્ધિગોચર ભૂમિકા પર ચાલે
તો કવિતા ઊતરતી જ થાય એવો કોઈ નિયમ નથી એ હકીકત . અહીં સાથે સાથે નેધું છું.
હવે હું સૌથી પ્રથમ કાવ્યસાહિત્યના સ્થલ શરીરમાં આ અર્વાચીન સમયમાં, શા શા વિશિષ્ટ ફેરફાર થયા છે તે જોવા પ્રયત્ન કરીશ. કાવ્યના બાહ્યાંગને, એટલે અર્વાચીન પદ્યરચનાઓનો વિચાર કરવામાં એક ખાસ ફાયદો એ છે કે કાવ્યના એ અંગના ફેરફાર અને તેને ઘડનારાં બળો, વિષયનાં બીજાં અંગેની અપેક્ષાએ, ભૂલ હોવાથી, વધારે સ્પષ્ટ રીતે બતાવી શકાશે.
મારે અહીં જ સ્પષ્ટ કરવું જોઈએ કે આ પદ્યરચનાની ચર્ચામાં હું કાવ્યની સંગીતરચનાઓમાં થયેલા ફેરફારેનો સમાવેશ કરવા ઈચ્છતો નથી. આમ કરવાને, સંગીત એ કાવ્યથી નિરાળો સ્વતંત્ર વિષય છે, એ પૂરતું કારણ છે. પણ તેમ છતાં, સંગીતને પિંગલની બાજુ છે. આપણા દેશી ઢાળો અને ગરબાગરબીને પિંગલનાં માપમાં બતાવી શકાય એમ સત નવલરામભાઈએ કહ્યું છે અને તે સાચું છે. તેમણે પોતે પોતાની કેટલીક ગરબીઓનાં ચોચોકા છકા વગેરે માપે આપેલાં છે. સુબોધચિંતામણિનું વિવેચન કરતાં તેઓ કહે છેઃ “આ પુસ્તકમાં જે ગરબીઓ વગેરે છે તેની અમે છંદમાં જ ગણના ઉપર કરી ગયા તે જાણી જોઈને જ કરી છે, કેમકે એમાં તાલ તથા માત્રાનો નિયમ ઘણે ઠેકાણે...... છંદની પેઠે સાચવે છે. કેટલાક લોકમાં હજી એવી ઊંધી સમજ ચાલે છે કે ગરબી વગેરેમાં કાંઈ પિંગળનિયમ જ નથી, અને તે તો જેમ રાગડે કહાડીને લખીએ તેમ ચાલે પણ એ ખોટી વાત છે. જેના