Book Title: Arvachin Gujarati Kavya Sahitya Author(s): Ramnarayan Vishvanath Pathak Publisher: Gujarat Vidyasabha View full book textPage 8
________________ અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય - પદ્યરચનાના ફેરફારે વર્તમાન કાવ્યસાહિત્યના અનેક દૃષ્ટિએ અભ્યાસ થઈ ચૂક્યો છે. મુખ્ય મુખ્ય દરેક કવિ વિશે ઘણું કહેવાઈ ગયું છે. મુખ્ય મુખ્ય કવિઓની ટીકા થઈ ગઈ છે. હમણાં જ છે. બલવંતરાય ઠાકરે આધુનિક કવિઓનાં પ્રતિનિધિકાવ્યો લઈ તે ઉપર વિદ્વતાપૂર્ણ ચર્ચા કરી છે. તે સિવાય સદ્ગત નવલરામે, સર રમણભાઈએ; મણિશંકર રત્નજી ભટ્ટ, મણિલાલ નભુભાઈએ, રણજીતરામ વાવાભાઈએ પ્રસંગોપાત્ત પોતાના સમકાલીન સાહિત્ય ઉપર વિવેચના કરી છે. શ્રીયુત નરસિંહરાવભાઈ, પ્રો. બલવંતરાય ઠાકર અને આચાર્ય આનંદશંકરભાઈ ઘણાં વરસોથી એ પ્રમાણે વિવેચન કરતા આવ્યા છે. હાલ લગભગ બધાં માસિકેમાં, પ્રસિદ્ધ થતાં પુસ્તકનું અવલોકન થાય છે. પાઠ્ય પુસ્તકે માટે પ્રસિદ્ધ થતા ગદ્યપદ્યના સંગ્રહમાં પણ, સંગૃહીત લેખના લેખકે વિશે કંઈક કહેવાનો રિવાજ છે. આ રીતે આ ઠીકઠીક ખેડાયેલો વિષય છે. આ સ્થિતિમાં કેવળ પુનરાવર્તન ન થાવું એટલા માટે, મારા નિરૂપણમાં, હું, આપણી રસવૃત્તિ અને કાવ્યરુચિ કઈ કઈ દિશાઓમાં પ્રવૃત્ત થાય છે, આપણા કાવ્યસાહિત્યને ઘડનારાં કયાં ક્યાં બળે છે તે જોવાનો પ્રયત્ન કરીશ. જોકે એમ કરતાં પણ, ઘણાએ કહેલ એવા ઘણાનું મારે પુનઃકથન કરવું પડશે.' આ દૃષ્ટિએ જોતાં હું કાવ્ય કરનાર વ્યક્તિને પ્રાધાન્ય ન આપતાં એતિહાસિક બલેને પ્રાધાન્ય આપવા ઇચ્છું છું–જોકે હજી અિતિહાસિક બેલાને યથાર્થ સમજવા જેટલું કાલનું અંતર થયું નથી. કાવ્યના અમુક દૃષ્ટિએ વિભાગે કે પ્રકારે પાડી તેને તે તે વિભાગ વાર અભ્યાસ કરવા કરતાં, હું માનું છું, કાવ્યના સ્થૂલથીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 120