Book Title: Arvachin Gujarati Kavya Sahitya Author(s): Ramnarayan Vishvanath Pathak Publisher: Gujarat Vidyasabha View full book textPage 7
________________ અશક્ય છે. અને સદ્ભાગ્યે, એમ કરવું આ વ્યાખ્યાનોના ઉદ્દેશને આવસ્યક પણ નથી. પહેલા વ્યાખ્યાનમાં મેં જણાવ્યું છે તેમ મારા વિષયનિરૂપણમાં મેં ઐતિહાસિક બલેને પ્રાધાન્ય આપ્યું છે અને વ્યક્તિને ગૌણ રાખેલ છે. છતાં મારા મનના સમાધાન ખાતર પણ મારે કહેવું જોઈએ કે મારા નિરૂપણમાં કેટલાંક કાવ્યો અને તેના લેખકેને હું ૨૫શું નહિ કરી શકો હોઉં; અને તેમ થવામાં કોઈ પ્રકારની અંગત અવમાનના કારણભૂત નથી, પણ વ્યક્તિની અને પ્રસંગની મર્યાદાઓ કારણભૂણ છે. આ આખી પેજના આશરે છ વ્યાખ્યાનની છે. તેમાંથી અરધોઅરધ પદ્યરચના ઉપર આપ્યાં છે. કેાઈને કદાચ લાગે કે મેં કાવ્યમાં પદ્યરચના ઉપર પ્રમાણુથી વધારે ધ્યાન આપ્યું છે. પણ આપણું અર્વાચીન કવિતા શરૂ થઈ ત્યારથી, જોશે તે, પિંગળ ઉપર કવિઓએ અને વિવેચકાએ પણ પુષ્કળ ધ્યાન આપ્યું છે એમ જણાયા વિના નહિ રહે. અને કેટલાંક એતિહાસિક બલો કાવ્યના આ અંગમાં બતાવવાથી વિષય વધારે વિશદ થાય છે. પદ્યરચનાની ચર્ચા પૂરી થતાં વિષયની એક સ્વાભાવિક અવાંતર સીમાએ પહોંચાય છે તેથી, બીજા ભાષણ તૈયાર થાય ત્યાંસુધીની રાહ ન જોતાં, ગુજરાત વર્નાકયુલર સોસાયટીના મંત્રીશ્રીની સૂચના મુજબ, આટલાં ભાષણે પ્રસિદ્ધિ માટે તૈયાર કર્યા છે. . વિષયની મર્યાદાને લીધે, અર્વાચીન કાવ્યસાહિત્યના કેટલાક ફૂટ પ્રશ્નોને હું પૂરેપૂરા ચર્ચા શક નથી. ત્યાં ત્યાં પ્રશ્નને સ્કુટ રૂપે મૂકીને અને કવચિત પૂરા નિરૂપણ વિના મારો માત્ર અભિપ્રાય ટાંકીને મેં સંતોષ માન્યો છે. અહીં ચર્ચેલા પ્રશ્નો વિદ્વાનોનું લક્ષ ખેંચી શકશે તે પણ હું મારા પ્રયત્નને સફળ થા માનીશ. ૯-૧૦–૩૩ રામનારાયણ વિશ્વનાથ પાઠક * વિષમ ની પિ૭ કિનPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 120