Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 9
________________ .૨ ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય અભ્યાસ શરૂ કરી, તેના સૂક્ષ્મ તરફ જવાની પતિ મારા ષ્ટિબિન્દુને વધારે ઉપકારક નીવડશે. તેથી હું પ્રથમ કાવ્યની પદ્યરચના પછી કાવ્યના પ્રકારે, તેની શૈલી કે રીતિ, ભાષા, અલંકાર વગેરે કલ્પનાના તરંગા, કલ્પનાને અનુકૂલ પડતા વિષયે અને છેવટે વિશાળ અમાં કાવ્યને ધ્વનિ રસ એમ અભ્યાસ કરતા કરતા આગળ જવા ઇચ્છું છું. અભ્યાસના પ્રારંભમાં પ્રથમ પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે અર્વાચીન સાહિત્ય કયારથી શરૂ થયું ગણવું જોઈ એ. અગ્રેજી રાજ્યધી પશ્ચિમની જુવાન પ્રબલ સંસ્કૃતિનું આપણી પુરાતન ગંભીર સ ંસ્કૃતિ સાથે સંઘટન થયું, તેના અસર આપણા સાહિત્યમાં, દલપત–ન દના ગદ્યપદ્યમાં પ્રથમ દેખા દે છે, એટલે એમના કવનકાલથી અર્વાચીન કાવ્યસાહિત્યના પ્રારંભ થયા મનાય છે તે યથાર્થ છે અને હું પણ તેને જ પ્રારંભકાલ ગણીશ. આ કાવ્યઘટક મલેાની ચર્ચાને અ ંગે એક બીજી વાત પણ અહી” જ તેાંધવા જેવી છે. તે એ કે આ અર્વોચીન કાળમાં જ ગુજ રાતી સાહિત્યમાં વિવેચનસાહિત્ય ઉત્પન્ન થયુ છે, અને વધતું ગયું છે. આ વિશે વિશેષ ચર્ચા કરવાને બદલે, સદ્ગત સર રમણુભાર્શ્વના “ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઊગેલા વિવેચનના અંકુર ’” ના લેખમાં પ્રથમ વાકયમાં આપેલા અભિપ્રાય જ ઉતારવા બસ થશે. તેએ! કહે છે કે “ વિક્રમ સંવતના ૧૯ મા સૈકાના અંત સુધી ગુજરાતી ભાષામાં વિવેચન (criticism )નુ સાહિત્ય હતું નહિ. અર્વાચીન કાલમાં આપણા લેખકાએ અન્ય સાહિત્યનાં વિવેચને જોયાં, અન્ય સાહિત્ય। વાંચ્યાં, અને તેથી તેમનામાં પણ વિવેચનદૃષ્ટિ જાગ્રત થઈ. આથી આપણા કાલનાં કાવ્યઘટક અલા, આપણાં કાવ્યેાની ઉત્પત્તિ સાથે સાથે, વિવેચનથી છતાં થતાં ગયાં છે, અને એ લેા બુદ્ધિની ભૂમિકા ઉપર સ્પષ્ટ થતાં; કવિએએ પેાતે પણ એ બલાને બુદ્ધિગમ્ય ભૂમિકા ઉપર રમમાણ થતાં જોયાં છે. જૂના ""

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 120