________________
૧. પદ્યરચનાના ફેરફાર
રાસસંગ્રહ, ઠીક છે; લોકને એ રાસ ગમ્યા; સુન્દરીઓએ સારા કહ્યા, રાસરસિયેણેાએ મનમાન્યા • ઝીલ્યા. પણ સુન્દર મનેાહારી જૂના રાસેાના ઉમ’ગઉછળતા ઉપાડ એમાં નથી.’ૐ હું ઇચ્છું છું કે બીજા રાસલેખકો પણ તેમના જેટલા પેાતાની કૃતિએના ટીકાકાર થાય. અને પ્રસંગ આવતાં કહું છું, મને બહેને માફ કરશે, જૂની પર ંપરાના રાસનૃત્યનું માધુર્ય, હલક, ઉલ્લાસ, વન્તતા, સ્વાતંત્ર્ય હજી મને નવાંમાં દેખાયાં નથી. જૂનામાં સુધારાને અને પ્રગતિને ધણા અવકાશ છે તે હું કબૂલ કરું છું. પશુ તે સુધારા કે પ્રગતિ જૂનાનું જીવન્ત રહસ્ય હાથમાં આવ્યા પછી જ થઈ શકે, અને તે હજી થયું નથી. ત્યાંસુધી આપણે જે કાંઈ કરીએ છીએ તે બહારથી કરેલા પ્રયોગે છે. અને આ મારી ટીકા કાઈ વ્યક્તિ ઉપર નથી. હેાળાયેલા પાણીને બેસતાં વાર લાગે છે તેમ દરેક કલાપ્રવૃત્તિને પણ પ્રસન્ન થતાં સમય જોઈએ છીએ. અને એ પ્રસાદ આપણી કલામાં આવશે એવી મને શ્રદ્ધા છે. આપણા અત્યાર સુધીના પ્રયત્ને મને આશા પ્રેરક લાગે છે.
C
રાસ સબંધી એક વાત તરફ બધાનું ધ્યાન ખેંચવું મને જરૂરનું લાગે છે. રાસના ઉપલબ્ધ સગ્રામાં એવાં અનેક ગીતે છે કે જેને રાસ કે ગરબી કે ગરમે! ન કહી શકાય. આ તરફ પ્રસ ંગે પ્રસ ંગે મે ધ્યાન ખેચ્યું છે. રાસકુ જની સરગમ 'ની પ્રસ્તાવનામાં શ્રી. નરસિંહ. રાવે પશુ એ તરફ ધ્યાન ખેંચ્યું છે. ગરબીએ સાથે આ જંતર ગીતાની સેળભેળ થવાનું કારણુ હાલની ગરમી લેવાની પદ્ધતિ છે. હાલની એટલે શિક્ષિત બહેનેાએ લેવા માંડેલી ગરમી, અસલ ગરમી કરતાં વધારે માઁ, અને તેમાં અંગેાની ગતિ ઘણી એછી છે. હજી જો જૂની ઢબની જ વરા અને અંગનાં હલનચલન આવે તે તેમાં ખેાટી ગરી ટકી શકે નહિ. હમણાં હમણાંમાં પાછી ગરબીની અસલ રીત તરફ બહેનેાને પક્ષપાત વધા જાય છે અને તેવી બહેનેાની ગરીમાં મે ૩. રાસકુંજ, પ્રસ્તાવના, પૃ. ૫-૬