________________
કહેવામાં વિરૂપા પણ કંઈક પારંગત હતી. આમ વિરૂપા પોતાનું કાર્ય કાળજીપૂર્વક અને કશાય સંકોચ વગર કરતી. કયારેક ભૂદેવોના ભડકાનો ભોગ બનતી. ત્યારે પણ હસતા રમતા વાતને વાળી લેતી. વાસ્તવમાં માતંગ રાજયનો સેવક હોવાથી તેના પર રાજાની મીઠી નજર હતી. સારી કમાણી હતી. મેતના ખોરડામાં પણ તેનું ખોરડું જૂદું તરી આવતું. છતાં તે હોંશથી શેરીની સફાઈનું કામ કરતી.
વિરૂપા ભલે મેત હતી. પરન્તુ રૂપ કંઈ સવર્ણોને જ મળે તેવું વિધાન નથી. વિરૂપા વર્ષે કંઈક શ્યામ છતાં નમણી હતી. સદા પ્રસન્ન મુખી તેની આંખમાં કંઈ કામણ ખરૂં ! એ શેરીના શ્રીમંતના નબીરા પણ ઘડીભર તેને જોઈ રહેતા. છતાં એ આંખોમાં એવું તો તેજ હતું કે કોઈ તેના પ્રત્યે અઘટિત વર્તાવ ન કરતું. તેનું બોલવું, ગાવું વણિકોને ખાસ ખૂચતું નહિં પણ ભૂદેવો, બ્રાહ્મણો તેને દૂરથી જોતા, રખે તેનો પડછાયો પડી જાય. તેમ વિચારી દૂર ખસી જતા અને કંઈ બબડાટ કરી જતા.
આજે માતંગ વહેલો આવ્યો હતો, ઘર આવે કે તેના ચિત્તમાં વિરૂપા રમતી હોય. આજે હજી વિરૂપા આવી ન હતી. માતંગે ખોરડાની આજુબાજુ થોડુંક સફાઈ કામ કરવામાં ચિત્ત પરોવ્યું ત્યાં તો વિરૂપા આવી પહોંચી.
તારા કામનો પાર આવતો નથી કે પછી કોઈ સખી તને મળી જાય છે. તેમાં તું વાતો કરવામાં કેટલી મોડી આવે છે. તારા વગર તું આ ખોરડું મને ખાવા ધાય છે.
“અલ્યા શ્રમણોનો બોધ સાંભળીને તેં શું ધોળ્યું શ્રમણોએ કહ્યું છે કે મોહ શત્રુ છે મોહ ન રાખવો.’
અલી પણ હું કયાં સાધુ થયો છું કે મારો મોહ જાય. તેથી શ્રમણોના બોધ પ્રમાણે અન્ય ગુણો કેળવવાના પણ તારો મોહ નહિં છૂટે, તનેય કયાં મોહ ઓછો છે ? એક રોટલો ઓછો ખાઉં તે દિ તારૂં મુખ કેવું વિલાઈ જાય છે. અને એક રોટલો વધારે ખવડાવીને જ તું જમે છે. આમ આ દંપતિ સ્નેહપાશથી બંધાયેલા એક પણ પળ સ્નેહભીની છોડતા નહિં. કુદરત કહે છે. શુદ્ર શું સવર્ણ શું હૃદયના
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org