________________
- વિરૂપા કંઈક ભાનમાં આવતી હતી. ત્યાં તો દેવશ્રી બોલ્યા કે વિરૂપા આંખ ખોલ, જો તો ખરી, તારી સામે કોણ ઉભું છે? તારો ‘લાલ મેતાર્ય' વિજેતા બનીને આવ્યો છે. દેવશ્રી પુનઃ બોલ્યા અને જાણે “લાલ મેતા' શબ્દો મંત્રો હોય તેમ તે સાંભળી વિરૂપાએ આંખ ખોલી, અને મારા લાલને જોવાનો પ્રયત્ન કર્યો. પૂરું ભાન આવતા જ પૂછી બેઠી કે મેતાર્ય હેમખેમ છે ને? કંઈ ઈજા થઈ નથીને? ઘણું જીવો “મારા લાલ'.
આ બધું જોઈને માતંગના સંકોચનો પાર નથી. તેમાં પણ મહામંત્રીના આગમનથી તો તે ઘણો સંકોચ પામ્યો. તે ધીમેથી બોલ્યો, ગાંડી જરા બેઠી થા, અને જો અહીં કોણ આવ્યું છે. આ સૌની સામે આમ સૂતી છે, શરમ સંકોચ રાખ અને બેઠી થા..
ત્યાં વળી શેઠાણીબા વચ્ચે બોલ્યા કે વિરૂપા સાંભળ, આજે તો મેતાર્યને મહારાજાએ ધન્યવાદ આપ્યા. પારિતોષિક આપ્યું. નગરજનો પણ મેતાર્યના વિજય પર ખુશ છે.
હવે વિરૂપા પૂરી ભાનમાં આવી હતી. તેણે ચારે બાજુ નજર નાંખી. સૌને જોઈને બેઠી થઈ ગઈ. વસ્ત્રો સરખા કર્યા. મહામંત્રી વિગેરેને જોઈને તેને ઘણી શરમ ઉપજી, એટલે ધીમેથી એક બાજુ થઈને પોતાના ઘર તરફ ચાલી ગઈ.
ટોળું વિખરાઈ ગયું. અનેક પ્રકારની ચર્ચા કરતું હતું, કે આ વિરૂપા મેત છે પણ જુદી ભાતની છે. મંત્રરાજ માતંગ જેવા પુરૂષને પણ વશમાં રાખ્યો છે. બંનેએ મહાવીરના બોધને ગ્રહણ કરેલો હોવાથી તેમના સંસ્કાર પણ અનોખા છે, છતાં છેવટે મેત તો ખરાજ.
આ બાજુ મેતાર્ય અભયમંત્રી સાથે વાત કરતા હતા. આ વિરૂપા મંત્રરાજ માતંગની પત્ની છે. અમારી હવેલી પાસે સફાઈનું કામ કરે છે. રોજે હવેલી પાસે આવતી હોવાથી મારી માતાની સાથે એને ગાઢ સખીપણું થયું છે. વળી ભગવાન મહાવીરની ભકત છે, ખૂબ સારા સંસ્કાર ધરાવે છે. આથી મારી માતાને તેના સખીપણામાં કંઈ ઉણપ લાગતી નથી. માતાના મનમાં તે ચાંડાળ જાતના છે તે વાત જ સ્થાન ધરાવતી નથી. વિરૂપા મારી માતાને ખૂબ ચાહે છે.
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org