________________
વિરૂની યાદમાં ભરાઈ બેઠો હશે ?
એ સુંદરવન ઉપવનની યોગ્ય જગામાં ચંદનના કાષ્ટની બે ચિતાઓ રચવામાં આવી હતી. માનવ સમૂહ ઉમટયો હતો. સૌ બંને સન્નારીઓને અંતિમ સન્માન આપી રહ્યા હતા.
આખરી ઘડીએ મહામંત્રી મેતારજનો હાથ પકડી બંને ચિતાઓ પાસે લાવ્યા. મેતારજે બંને માતાને અશ્રુભીની આંખે પ્રણામ કર્યા. ચંદનકાષ્ટની ચિતાઓ પર શુદ્ધ ઘીના ઘડા ઠલવાયા. મેતારજે આંસુ ભીની આંખે બંને ચિતાઓને અગ્નિ સંસ્કાર આપ્યા. ચારે બાજુ લોકોના ડૂસકા સંભળાતા હતા. આખરે અગ્નિએ પોતાનું કામ સમાપ્ત કર્યું. બંને સખીઓના નશ્વર દેહ રાખ બની ગયા.
પ્રજાજનો વિખરાવા માંડયા. મેતારજ સ્તબ્ધ બનીને ત્યાં જ બેઠા રહ્યા. વળી કોઈ માતંગને શોધી લાવ્યું. પડછંદ કાયાવાળો મંત્રરાજ એક ખૂણામાં ચિત્તભ્રમ જેવી દશામાં બેઠો હતો. ન બોલ્યો કે ન રડ્યો, વળી ગણગણતો વિરૂપા મને મૂકીને ન જાય. વળી ઉભો થઈને ભાગી ગયો. સ્વજનો પણ વિદાય થયા હતા.
છેવટે મહા ધર્યવાન મહામંત્રીએ ધનદત્ત શેઠને ઉભા કર્યા. મેતારજને માથે હાથ મૂકી સમજાવીને ઉભા કર્યા. તેમણે હવેલીએ પહોંચાડી મહામંત્રી ગંભીર વદને સ્વસ્થાને ગયા.
સંસારની આ અકળ કળા જ છે. પૂરી રાજગૃહી નગરી સવારે તો વાજિંત્રોથી ગાજતી, માર્ગમાં ગુલાલ પાથરતી, મેતાર્યને ચોખાથી વધાવતી, ગીતો ગાતી હતી. તે જ નગરીની સાંજ સૂર્યાસ્ત સાથે નિસ્તેજ લાગવા માંડી. વાજિંત્રોના ગુંજન બંધ હતા. ઘરે ઘરે શોકઘેરી રાત વિતી ગઈ. લગ્નના દિવસો દૂર ઠેલાતા હતા.
મહામંત્રી તો શું ભલભલા યોગીઓ પણ મુંઝાય એવા એક સાથે કેટલાયે શોચનીય પ્રસંગોના ભાર નીચે મહામંત્રી આવી ગયા હતા. મહારાજા ચેલ્લણા સાથેનું અપહરણ, તેમાં માર્યા ગયેલા યુવાન બત્રીસ સુલસા પુત્રો, રોહિણેયનો નગરી પર હૂમલો. જીવતો પકડાવા છતાં નિર્દોષ ઠર્યો. પ્રાણ સખા જેવા મેતાર્ય અને માતંગનું જીવના જોખમે પરાક્રમ, વળી મેતાર્ય મેતપુત્ર છે તેવું અચરજ ભર્યું રહસ્ય,
૧ ૧૯
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org