________________
પેલા વૃક્ષ નીચે જે શ્રમણો બેઠા છે તેમાં દેવમિત્રમુનિ છે. મેતારા રથને થોડે દૂર રાખી રથમાંથી ઉતરી ગયા. ગ્રીષ્મઋતુમાં એટલુ અંતર પણ એમની કોમળ કાયા માટે કઠણ લાગ્યું. મુનિઓ પ્રત્યે અહોભાવ ધારણ કરી તેમની નજીક ગયા, અહો ! મહામંત્રી !
નહિ, “અભયમુનિ'.
મેતારજ વંદન કરીને બેઠા. શ્રમણોની શાતા પુછી. કલ્યાણમિત્ર અભયમુનિ કહે અમે જ્ઞાતપુત્રના દર્શને જઈ રહ્યા છીએ. તમને યાદ કરી બોલાવ્યા. કહો, મેતારજ હવે વિચાર કર્યો છે? વર્ષો વીતી ગયા વિષયભોગ તો વય જણાવા નહિ દે. પણ વીત્યો સમય કંઈ પાછો નહિ મળે. વળી સંસારના પરિભ્રમણમાં તો આવું કેટલીવાર ભોગવ્યું અને છોડયું. વમન કરેલું ગ્રહણ મૂર્ખ માનવ કરે. તમે તો કુશાગ્ર છો વધુ કહેવાનું ન હોય. જે કાર્ય સફળ કરવા આ માનવદેહ મળ્યો તે કાર્ય કરવાનું રહી જશે તો આ ભવસાગરમાં પછી કયાંય આ માર્ગ શોધ્યો નહિ જડે વિચાર કરજો. આત્મ કલ્યાણ સાધી લો.
હા, દેવમિત્ર, કયારેક વિચારવમળ ઉઠે છે, બનેલી ઘટનાઓ ટંકાર કરે છે, પણ એ દૈવીમહેલની સુખભરી રચના, આઠ આઠ કોમલાંગીઓના સુખથી મોહવશ પાછો ઘેરાઈ જાઉં છું. છતાં પરમમિત્ર જરૂર વિચાર કરીશ. તમારા બોધને ભૂલી નહિ જાઉં.
અભયમુનિ તથા સૌ ઉભા થયા. તેમને આગળ વિહાર કરવાનો હતો. પસીનાથી નીતરતા, અંતરથી વિચારતા મેતારજ પણ સ્વસ્થળે જવા રથારૂઢ થઈ વિદાય થયા.
માર્ગમાં મુનિના શબ્દબોધ કર્ણમાં હજી ગુંજતા હતા. ત્યાં તો દૈવીમહેલ સુધી પહોંચ્યા અને ઝરૂખે ઉભેલી આઠ મદભરી આંખે જોતી સૌંદર્યવતીને જોતાં ઉપજેલું ત્યાગનું થોડું સાહસ મીણને ગરમી અડે અને ઓગળે તેમ ઓગળ્યું. પણ મુખ પર બોધની કંઈક છાયા ઉપસેલી તે ઉદાસીનતાને પત્નીઓ પારખી ગઈ.
તે આઠેના એકમે અનેક રીતે સેવા સુશ્રુષા કરી. તેમાં વળી મેતારજ બહારની ગરમીથી શરીરે રેબઝેબ થયેલા તેથી તે સૌ તેમને પેલા શીતળ, આકર્ષક જળકુંડ તરફ દોરી ગઈ. તે સૌ એવી ચતુર
અનોખી મૈત્રી
૧૩૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org