________________
મુનિ પાસેથી મહેલે જવા નીકળ્યા પણ મન પરમ સખા મુનિરાજમાં હતું. તે પુનઃ પુનઃ વિચારતા હતા. કે મારા જ જીવનમાં કેવી ઘટનાઓ બની? દેવશ્રી મા અને ધનદત્ત પિતા, સંસારની દષ્ટિએ સુખની ટોચે પહોંચ્યા ત્યાં માતાના અકાળ મૃત્યુથી કેવો કરૂણ અંજામ આવ્યો.
પિતા માતંગ અને જન્મદાત્રી વિરૂપાના સ્નેહાળ દામ્પત્ય જીવનમાં તેમને વય, જાતિ, શુદ્રતા કંઈ નડયું ન હતું. સદાય પ્રસન્ન જીવન જીવતા હતા. વિરૂપાના અકાળ અવસાનથી માતંગનો કેવો કરૂણ અંજામ આવ્યો.
આર્યપુત્ર તરીકે દેશ વિદેશ પ્રશંસા પામ્યો અને મેતપુત્ર તરીકે હું જાહેર થયો. ભલે મને તેનું દુઃખ નથી પણ એ ઘટના ઘટી તો ખરી.
તુલસા શ્રાવિકાના બત્રીસ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા. પાપના ઉદયે ચંદનાનું રાજકુમારી મટી દાસી તરીકે વેચાવું. વળી પુણ્યયોગ પણ કેવા કે પ્રભુવીરના પાવન પગલાનું સદ્ભાગ્ય પામી.
કોણ જાણે પૂર્વના કયા પુણ્ય હું આ દૈવીમહેલ, આઠ ગુણવાન રૂપવાન સુંદરીઓનો યોગ પામ્યો પણ હા મિત્ર-મુનિ કહે છે, આ પુણ્યયોગ પાપમાં ફરે છે. તે ભોગ રોગ બને તે પહેલા ચેતી જા.
વળી જ્ઞાતપુત્ર કહે છે, આ સંસાર પુણ્યયોગે લોભામણો છે પણ તેનું પરિણામ બિહામણું છે. માટે ભવ્યાત્માઓ સમયસર ચેતી જાવ. ચક્રવર્તીના પુણ્ય પણ પૂર્ણ વિરામ પામે છે. તેની આગળ તમારું સુખ તૃણ જેવું છે. તેમાં કાં રાચો છો?
આ વિચાર વમળમાં મુંઝાતા મેતારજ નીલકમલ મહેલે પહોંચ્યા. પતિને આવતા વિલંબ થવાથી સચિંત સૌંદર્યવતીઓ રમણિય ઝરૂખામાં ઉભી હતી. દૂરથી અશ્વારૂઢ પતિને જોયા અને સૌ નીચે ઉતરી આવી. કોઈએ સ્નેહે હાથ પકડયો, કોઈએ ઉત્તરિય વસ્ત્ર પકડયું. કોઈ નુપૂરના ઝંકાર સાથે આગળ ચાલી કોઈ પાછળ પંખો વિંઝતી ચાલી. ચારે બાજુ સૌંદર્ય જ સૌંદર્ય. સ્નેહની વર્ષામાં મેતારજને સૌ નવરાવી રહ્યા હતા. પેલા કલાક બે કલાકનું મંથન ધોવાઈ તો ન ગયું પણ
૧૩૦
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org