________________
મૃત્યુ પિતાના સુખની અવધિમાં ઉપાધિરૂપ બન્યું.
આવા તરંગો ઉઠતા, પણ વળી આઠ નવયૌવનાના શૃંગારના રંગભર્યા સહવાસથી તે તરંગો શમી જતા. છતાં તેના ઘેરા પડઘા ચિત્તમાંથી નષ્ટ થયા નહોતા. કયારેક એ પડઘા ઉઠતા અને મેતારજના હૃદય તંત્રને હલાવી દેતા.
સમયનું વહેણ વહ્યું જાય છે. મેતારજથી વિશેષ અભયમંત્રીની મનોદશા વધુ વ્યથિત છે. તેઓ હવે પ્રૌઢતામાં પ્રવેશી ચૂકયા છે. રોહિણેયના પ્રસંગથી તેમના મન પર ઘેરી અસર ઉપજી હતી. મેતારજની માતાઓના મૃત્યુની પૂરી ઘટના પણ તેમને વિચારવમળમાં ગૂંચવતી. ઉંચનીચના ભેદના પ્રગટ થયેલા એ રહસ્યથી તેમની ઉદાસીનતા ઘેરી બનતી. એકવાર તેમણે મહારાજા પાસે મહામંત્રીપદેથી મુક્ત થવાની ભાવના જણાવી, કહ્યું કે હવે પોતે જ્ઞાતપુત્રના શરણે રહી જીવન સાર્થક કરવા ઈચ્છે છે.
મહામંત્રી આગળ કંઈ બોલે ત્યાં તો મહારાજા આસન પરથી ઉભા થઈ ગયા.
અભયમંત્રી! તે વાત અશકય છે. મારા જીવતા તમારે આ વાત ઉચ્ચારવી નહિ, મારી આજ્ઞા વગર એ વિચાર પણ ન કરશો. મહામંત્રી આ સાંભળી મૌન થયા પણ એ મૌન પાછળ ઘેરી વેદના હતી. પુનઃ પુનઃ વિચાર કરતા, મારા જેવા અચિંત્ય બુદ્ધિમાન, પરાક્રમી, વિચક્ષણ વ્યકતિને રોહિણેય છેતરી ગયો. પરંતુ જ્ઞાતપુત્રની વાણીના સ્પર્શમાત્રથી બૂઝયો. પિતાની પ્રતિજ્ઞા ભંગ કરી તેના મોહનો નશો છોડી, રાજય સ્થાપવા જેવા મનોરથો ત્યજી જ્ઞાતપુત્રને શરણે બેસી ગયો અને મહાન પ્રતિભા ધરાવતો હું આ પિતૃમોહ ત્યજી શકતો નથી ? આ ગહન વિચારમાં પોતે દિવસો વ્યતિત કરતા હતા. તેની અંતરભાવના સાચી હતી તેથી સંયોગો આવી મળ્યા.
ચેલુણારાણી પણ જ્ઞાતપુત્રના ભકત તો હતા જ. વળી પ્રત્યક્ષ બોધ પ્રાપ્ત થયા પછી, અભયકુમારની ભાવના જાણ્યા પછી સુનંદારાણીની પણ સંસારત્યાગની ભાવના જાણી પોતે મનોમંથનમાં હતા. પરંતુ મહારાજની આજ્ઞા વગર તે શકય ન હતું. વળી મહારાજ
૧ ૨૮
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org