Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 128
________________ હજાર સુંદરીઓ તેની દષ્ટિપથ પર છવાઈ જતી. કોઈ ખંડો શિલ્પકળા વડે શૃંગારિત હતા તેમાં કયા દશ્યને નિહાળવું તેનું આશ્ચર્ય થતું. વળી એક માળ તો પૂરા બારેમાસના ખીલેલા પુષ્પોને દર્શાવતો આશ્ચર્યકારી ઉદ્યાન હતો. તેમાં સુગંધી પવન વહેતો હતો. માનવને ત્યાંથી ઉઠવાનું મન ન થાય તેવા ઉદ્યાનમાં મેતારના આઠ સુંદરીઓ સાથે કલાકો પસાર થઈ જતા. કોઈ ખંડમાં નાટક મંડળીઓને ગોઠવવામાં આવી હતી. તે નટનટીઓ પણ સુંદરતાથી ઓપતા હતા. નાટકો ખેલાતા ત્યારે રાત ક્યાંય વ્યતિત થઈ જતી. વળી કોઈ ખંડમાં નૃત્યાંગનાઓ નૃત્ય કરતી અને મધુર સંગીત રેલાવતી ત્યારે તે સ્વરોની મિઠાશમાં સૌ ખોવાઈ જતા. શયન ખંડો પણ કંઈ એક બે ન હતા. તેમાં સુંવાળા શયનના સાધનો બેઠકના ભદ્રાસનો આંખને આકર્ષે, ચિત્તને ઉત્તેજિત કરે તેવા અભૂત ચિત્રોની રચનાવાળા હતા. તેમાંય પેલો જળકુંડ તેના સ્વચ્છ જળમાં ભૂમિતળની નીલા રંગની છાયા પડતી. જળકુંડની આજુબાજુ નાના જળકુંડમાં સોનેરી માછલીઓ તરતી. સવારના સ્નાનનો સમય તો તેમને માટે જગતની વિસ્મૃતિ કરાવે તેવો હતો. આ સર્વેની વચ્ચે પુણ્યરાશિના સંચયવાળા મેતારજ સુખભોગનો સ્વામી હતા. શું ભોગવે? કેટલુંક ભોગવે? અને કેવી રીતે છૂટે? કહે છે માનવ અતિ સુખથી પણ ઉબકે છે. મેતારજ આ સુખના અતિરેકથી કયારેક વિચાર વમળમાં ગુંચવાતા ત્યારે તેમના સ્મરણ પટ પર બન્ને માતાના અચાનક મૃત્યુના ઓળા તેમને ઘેરી વળતા. માતાના સમર્પણ પછી પણ રહેલી શુદ્રોની અવનતિ તેમને ખૂંચતી. તેમાં પણ વિરૂપા વગરનો માતંગ તેમને યાદ આવતો ત્યારે તેમનું મન દુઃખથી ઉભરાઈ જતું. શુદ્રતા ભૂલીને સદાય નવજીવન જીવતા દામ્પત્યનો આવો રકાસ ? વિરૂપા વગરનું માતંગનું બેહાલ જીવન તેમની નજરે આવતું ત્યારે તેમને તેના સુખભોગ આકરા લાગતા. વળી ધનદત્ત શેઠનું સંતાન પ્રાપ્તિ પછીનું સુખભર્યું જીવન, એક પનોતા પુત્રના લગ્નોત્સવમાં ઉભી થયેલી વિટંબણા અને તેમાં પણ દેવશ્રીનું ૧ ૨૭ અનોખી મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146