________________
સ્થાપના કરી જગત ઉદ્ધારક થઈ તરશે અને સૌને સંસાર સાગર તરવાનો માર્ગ બદલાવશે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી
જેહસુ સબળ પ્રતિબંધ લાગો. ચમક પાષણ જેમ લોહને ખેચશે
મુકિતને તેમ તુજ ભક્તિ રાગો. આ ભક્તિ કેવી ? આત્મા-પરમાત્માથી સંસારની સર્વ સુખ સામગ્રી વ્યર્થ લાગે તેની ભક્તિ મુક્તિની દૂતી બને.
હવે કુણિકને રાજસત્તા જોઈતી હતી. તે એના પ્રપંચમાં પિતા સાથેનો આદર ચૂકી ગયો હતો. ચેલણાને સંસારનો મોહ છૂટયો હતો, મગધરાજ હજી મોહપાશમાં બંધાયેલા હતા. તે પુત્ર પિતા વચ્ચે એક સેતુ બની વ્યથિતપણે સમય પસાર કરતા હતા. છેવટે તેમણે તે પ્રયત્ન પણ છોડી દીધો અને એકાંતમાં રહેવા લાગ્યા.
મેતારજ મનિને ઘોર ઉપસર્ગ એ દિવસો ગ્રીષ્મ ઋતુના હતા. ઘણે વર્ષે મેતારજ મુનિ માસક્ષમણના પારણા માટે રાજગૃહી પધાર્યા હતા. મુનિ મધ્યાન્ડે ગોચરી લેવા નીકળ્યા. તે ફરતા ફરતા એ જ સોનીને ત્યાં પહોંચ્યા, જે સોની મગધરાજના સુવર્ણજવનો માનીતો શિલ્પકાર હતો. સોની સુવર્ણજવ ઘડી રહ્યો હતો, તેણે માર્ગ પર મુનિને જોયા. સહસા આદરપૂર્વક ઉભો થયો. તે મુનિરાજને ઘરમાં લઈ ગયો. નિર્દોષ ગોચરી વહોરી સોનીને ધર્મલાભ આપી મુનિ પાછા ફર્યા. તેમણે ઘરમાં જતા જોયું કે પેલા જવ એક ક્રૌંચ પક્ષી ચણી રહ્યું છે. પણ મુનિને તેનો કંઈ વિકલ્પ ન હોય. તે તો ગોચરી વહોરી વિદાય થયા.
સોની બહાર આવ્યો પણ અરે આ શું ! જવલા કયાં ગયા ! મુનિ સિવાય કોઈ અહીં આવ્યું નથી. ઘણી તપાસ કરી પણ જવા મળ્યા નહિ સમયસર જવ ન પહોંચે તો રાજસેવકો તેને સીધો જેલભેગો કરે.
મનમાં મુંઝાયેલો તે વિચારવા લાગ્યો નક્કી સાધુ વેશમાં કોઈ ઠગ હોવા જોઈએ. તેના સિવાય કોઈ આવ્યું નથી. તેથી તે આવેશમાં ૧૩૮
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org