________________
સ્વીકારી શ્રમણ મેતારજ વન જંગલ સ્મશાનમાં ધ્યાન’ કાયોત્સર્ગ કરતા. ગામ નગરોમાં જતા ત્યારે ભગવાન મહાવીરની અહિંસાધર્મ અને સમાનતાની ભાવનાનો પ્રચાર કરતા.
તેઓ કહેતા માનવ માનવ વચ્ચે ઉંચનીચના ભેદ ન હોય. દરેક જીવોને જીવવું ગમે છે માટે કોઈના પ્રાણ લેવાનો આપણને હક્ક નથી. એક જંતુને હણવો તે પણ પાપ છે. જંતુને બચાવવા શ્રમણો પોતાનો દેહ ત્યજી દે છે. મહાવીરનો આ માર્ગ છે.
વળી તેઓ દિવસો સુધી તપારાધના માટે સ્મશાન કે વનભૂમિમાં ચાલી જતા. હૃષ્ટપુષ્ટ કાયાવાળા મેતારજ હવે જાણે હાડકાનો માળો લાગતા, ન મળે તે રૂપ ન મળે કાંતિ હા પણ સંયમનું તેજ તો મુખ પર ઝળકતું રહેતું. જાણે પૂર્વે કોઈ વિષયભોગ ભોગવ્યા જ નથી. અરે સ્મૃતિ પણ ફરકતી નહિ.
ગૃહસ્થ હતા ત્યારે સમાનતા માટે ઝઝૂમ્યા. પરોપકારાર્થે સંપત્તિનો વ્યય કરતા. કહેતા માનવે માનવના ઉત્કર્ષ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. ત્યારે પણ જ્ઞાતપુત્રના બોધનો સૌને ખ્યાલ આપતા. અહિંસા, સત્ય, આત્મસમર્પણ માનવની મૂડી છે. પહેલા પરાક્રમી, નગરશ્રેષ્ઠિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ધન વૈભવમાં અગ્રગણ્ય સ્થાને રહ્યા. તેનાથી વિશેષ મુનિપણે ચમકયા. સમતાના ભંડાર, કરૂણાથી છલકતી દૃષ્ટિ જોઈ તેમના ગુણગાન ગાઈ લોકો ધન્યતા અનુભવતા. તેમની સમાનતાની વાતો લોકોને રૂચતી.
અભયમુનિ અને મેતારજ મુનિનો આ રીતે સખ્યભાવ પ્રશંસનિય બન્યો. બંનેએ ઐશ્વર્ય અને દૈવીવૈભવને સાપ કાંચળી ઉતારે તેમ ઉતારી દીધો. હા પણ મગધનરેશ માટે તે શકય ન બન્યું. અભયમુનિ કયારેક બોધ આપતા કે ભલે તમારૂં ભાવિ નિર્માણ જ હોય તો પણ પુરૂષાર્થથી બધું જ શકય છે. તમારા શ્રદ્ધાના દીપને જલતો રાખજો. ભોગવિલાસ પાછળ પશ્ચાતાપને પણ જલતો રાખજો. એ આ ભવની ભૂલ જન્માંતરે પણ સુધારશે.
મગધરાજની પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિ
મગધરાજનો દરબાર ભરાયો છે. પડદાની પાછળ રાણી ચેલ્લણા બેઠા છે. નેપાળથી એક વ્યાપારી અતિ કિંમતી સોળ રત્ન કંબલ લઈ આવ્યો. એકની કિંમત એક લાખ સોનામહોર હતી. તે વ્યાપારીએ
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org