Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 146
________________ || શ્રી મેતારજ મુનિની સજઝાય| વીર જીનેશ્વર ચરણ સરોરૂહ, પ્રણમી નિજ મન ભાવે, મેતારજ મુનિ ગુણ ગાતાં, શિવરમણી સુખ આવે, મહાયશ ! મેતારજ મુનિ વંદો, ગયણાંગણ જિનચંદો. મ. 1 નયરી રાજગૃહીનો વાસી, વ્યવહારી સુત સાર, દેવમુનિ પ્રતિબોધ લીધો, દુષ્કર મહાવ્રત ભાર. મ.૨ મન શુદ્ધ ચિત્ત ચોખે ચાલે, પાળે પંચાચાર, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાજિત, દશવિધ યતિધર્મ. મ.૩ બેંતાલીસ દોષે કરી વર્જિત, દેહ ધારણ લે આહાર, ગોચરીએ વિચરતો એક દિન, આવે ઘર સોનાર. મ.૪ સોની મુનિ સામો તે આવી, વંદી ઘરમાંહિ જાવે, અશનાદિક દેવાને કાજે, મને ભલી ભાવના ભાવે. મ.૫ એહવે પૂરજ ભવ કોઈ વૈરી, કૌંચ જીવ થઈ આવે, જવ સોનાના શ્રેણિક કાજે, કીધા તે ચણી જાવ. મ.૬ હવે સોનાર આવી હોરાવે, રાખી નિજ મન નિષ્કામ, વ્હોરી મુનિ જબ પાછો વળિઓ, તવ નવિ દેખે તામ. મ.૭ પાછો મુનિને તેડીને પૂછે, જવ નવિ દીસે ભાઈ, મુનિ મુખથી લવલેશ ન ભાખે, જીવદયા ચિત્ત ધ્યાયી. મ.૮ રીસ તણે વશ મુનિને સારી, વાઘર વીંટયું માથે, તડકે બેસાડે તે પાપી, વળી તર્જન કરે હાથે. મ.૯ મુનિ મનમાંહિ રોષ ન લાવે, અતિ વિમાસી નિજ કર્મ, સહે વેદન ભેદન શિર કેરી, તોડ નિકાચિત કર્મ. મ. 10 ધનઘાતિ કર્મને ચૂરી, સરી આતમ કાજ, કેવલ પામી મુક્ત પહોંચ્યા, નમીયે એ મુનિરાજ. મ.૧૧ એહવો કઠિયારો કોઈ આવી, નાંખે કાઠી ભારો, શબ્દ સુણી જવ જીવે વમીયા, તે દેખે સોનાર. મ.૧૨ ચિંતે વીર જિનેશ્વર કહેશે, વાત સકલ વિસ્તાર, તો છૂટું જો સંયમ લેવું, વલી પામું ભવપાર. મ. 13 શ્રેણિકનો ભય મનમાં આણી, જાણી અથિર ધનકાય, સંયંમ લેઈ સહુ જન સાથે, પાળી સદ્ગતિ જાય. મ. 14 પંડિત જય વિજય કેરો, મેરૂ નમે ઋષિરાય, એહવા મહા મુનિવરને નામે, લહીયે અવિચલ રાજ. મ. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146