Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
View full book text
________________
મેતારક મુનિવર, ધન મન તુમ અવતાર.
શમ દમ ગુણના આગરૂજી, પંચમહાવ્રત ધાર, મા ખમણને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર. મે૦-૧ સોનીના ઘેર આવિયાજી, મેતારજ ઋષિરાય, જવલા ઘડતો ઉઠીઓ જી, વંદે મુનિના પાય. મે -૨ આજ ફળ્યો ઘર આંગણોજી, વિણ કાળે સહકાર, લો ભિક્ષા છે સૂઝતીજી, મોદકતણો એ આહાર. મે૦-૩ કૌંચ જીવ જવલા ચયોજી, વહોરી વળ્યા ઋષિરાય, સોની મન શંકા થઈજી, સાધુ તણાં એ કામ. મે૦-૪ રીસ કરીને ઋષિને કહેજી, દો જવલા મુજ આજ, વાઘર શીષે વીંટિયુંજી; તડકે રાખ્યા મુનિરાજ. મેo-૫ ફટ ફટ ફૂટે હાડકાંજી, તટ તટ ગૂટે રે ચામ, સોનીડે પરિસહ દિયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મે૦-૬ એહવા પણ મોટા યતિજી, મન્ન ન આણે રોષ, આતમ નિંદે આપણોજી, સોનીનો શો દોષ ? મે૦-૭
હવા ઋષિ સંભારતાંજી, મેતારજ ઋષિરાય, અંતગડ હુવા કેવલીજી, વંદે મુનિના પાય. મે૦-૮ ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તણિ વાર, ધબકે પંખી જાગિયો જી, જવલા કાઢયા તિણિ સાર. મેo-૯ દેખી જવલા વિષ્ટામાંજી, મન લાક્યો સોનાર, ઓઘો મુહપરી સાધુનાજી, લેઈ થયો અણગાર. મે-૧૦ આતમ તર્યો આપણોજી, થિર કરી મન વચ કાય, રાજવિજ્ય રંગે ભણેજી, સાધુતણી એ સજઝાય. મે-૧૧
૧૪૪
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 143 144 145 146