Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 143
________________ પાછળ રૂદન હોય! તેઓ તો સિદ્ધ બુદ્ધ થયા છે. મેતારજ તો આપણને બોધ આપતા ગયા. જાગો સંસારનું સ્વરૂપ આવું કર્માધીન છે. ધર્મ જ સ્વાધીન છે, સૌ જ્ઞાતપુત્રના માર્ગે ચાલ્યા આવો. રણમેદાનના યોધ્ધાની વીરગતિ ગણાય છે. મેતારજ મુનિ તો સિદ્ધિગતિ પામ્યા. મારા જેવો પરાક્રમી વીરયોધ્ધો પણ મોહરાજા પાસે હારીને બેઠો છે ત્યાં આ યુવાન મેતારજ તો જીવન લડાઈ જીતી ગયા. તેમને વંદો, નમન કરો. જ્ઞાતપુત્રની કૃપાથી આપણે સૌ આવું જ જીવન જીવીએ. તેમની પાછળ રડશો નહિ. થોડીવારમાં રાજસેવકો મુનિના ઓઘા સાથે સોનીને પકડી લાવ્યા. સોની ધ્રૂજતો હતો. મગધરાજે રાજસેવકોને આદેશ આપ્યો સોનીને છોડી દો. કોઈની જીવની મુક્તિ પાછળ દંડ ન હોય. તેણે મુનિનો વેશ ધારણ કર્યો છે તેને પશ્ચાતાપથી સાર્થક કરવાની તક આપો. તે સાચો સાધુ બનશે તેની મને ખાત્રી છે. જ્ઞાતપુત્રના પનોતા પગલામાં એ યોગબળ છે. આ સાંભળી સોનીનું હૃદય ખૂલી ગયું. ખરેખર પશ્ચાતાપથી જલતો તે સાચો સાધુવેશ અપનાવી જીવન મુકત થયો. મેતારજ સંસારમાં રહીને કેવળ ઉજ્વળ જીવન જીવ્યા. સંસારના સુખભોગ છતાં કયાંય ડાઘ લાગવા ન દીધો. નિઃસ્વાર્થ અને પરોપકારી જીવન જીવ્યા. મેતાર્યમાંથી મેતારજ બની શુદ્રસવર્ણ ભેદ ટાળવા અથાગ પ્રયત્નો કર્યા. મેતોને સારું શિક્ષણ આપી અને વ્યાપાર ખેડૂ બનાવ્યા. બંને પિતાને પણ સાચવી લીધા. મેતારક મુનિ મુકિત પામ્યા પૂર્વના ભાગ્યયોગે મળેલા દેવી સુખોને ભોગવ્યા અને પળવારમાં ત્યજી પણ દીધા. આ જ જન્મમાં ધર્મ અર્થ અને કામ પુરૂષાર્થને સુવ્યસ્થિતપણે જીવી અંતે મોક્ષ પુરૂષાર્થ સાધી લીધો. મુનિવેશ લઈ જ્ઞાતપુત્રની ધર્મધ્વજાને અહિંસા અને પવિત્રતા વડે ફરકાવતા જન્મ મરણથી મુકત થયા. નગરીમાં મેતારજમુનિ મુક્તિ પામ્યાના સમાચાર ક્ષણવારમાં પ્રસાર પામ્યા. મેતાર્યના લગ્નોત્સવમાં દેવોને પણ ઈર્ષા આવે તેવો અનોખી મૈત્રી ૧ ૪ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146