Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 142
________________ લઈ અહીંથી ભાગી જાઉં. તેણે પોતાનાં એક વસ્ત્ર સિવાય બધું જ ઉતારી નાંખ્યું. અને મુનિનો દંડ તથા ઓઘો હાથમાં લઈને ભાગી છૂટયો. રાજસેવકો જવ લેવા આવ્યા. મુનિના દેહને ધરતી પર ઢળેલો જોઈ ઉભા રહ્યા. વળી આજુબાજુથી લોકો ભેગા થઈ ગયા. ત્યાં વળી કોઈએ ઓળખી લીધા કે અરે ! આ તો મેતારજ મુનિ, મગધરાજના જમાઈ. અરે તેમને કોઈએ માથે વાઘર બાંધી ઉપસર્ગ કર્યો લાગે છે. પણ મુનિના મુખ પરની સૌમ્યતા જોઈ સૌ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. રાજસેવકોએ તરત જ મગધરાજને ખબર આપી. ત્યાં તો પ્રભુ મહાવીરના સમવસરણ તરફ જતાં કોઈ દેવે અવધિજ્ઞાન વડે મેતારજ મુનિના કેવળજ્ઞાનને જાણી તેમના સંયમધર્મવાળા દેહ પર પુષ્પવૃષ્ટિ કરી. રંગભર્યો દૈવીમહેલ તો એ જ હતો પરંતુ જાણે તેમાંથી પ્રાણ હણાઈ ગયા હોય તેવો શુષ્ક લાગતો. આઠે સુંદરીઓ મેતારજના અંતઃસ્તલથી અજાણ હતી. તે રોજ શણગાર સજી તૈયાર થતી. વાતો કરતી. આવા કોમળ સુખભોગના કામી પતિ સાધુપણાનું કષ્ટ કયાંથી સહન કરશે ? આજે કે કાલે જરૂર પાછા ફરશે. પછી તો એવા બાંધશું કે કયાંય જવાનું નામ ન લે. આવા વિચારોમાં એ વૃંદ રાચતું હતું. તેમ મહિનાઓ વીત્યા પણ મેતારજ ન જ આવ્યા. ત્યાં વીજળી ત્રાટકે તેમ ભરબપોરે સમાચાર આવ્યા કે મગધરાજ અને ચેલ્લણારાણી બોલાવે છે. તેઓ તરતજ હવેલીએથી નીચે ઉતરી. આંગણે ઉભેલા રથમાં બેઠેલા માતાપિતા સમ રાજારાણી પાસેથી સમાચાર મળ્યા કે મેતારજ કાળધર્મ પામ્યા છે. જાણે માથે આકાશ તૂટી પડયું. એ વૃંદ એક સાથે રડી ઉઠયું. રાજારાણીએ સાંત્વન આપ્યું અને સૌ ત્વરાથી સોનીના મકાન પાસે પહોંચ્યા ત્યાં કૃશકાય, તૂટેલી ખોપરી સાથે પડેલો મૃતદેહ જોઈ આઠે પત્નીઓના આક્રંદે ગગન ગજવી દીધું. ત્યાં મગધરાજ આગળ આવ્યા. પુત્રીઓ તમે તેમના મુખ પરનું અલૌકિક તેજ જુઓ. આ પુષ્પવૃષ્ટિ જુઓ, જેને દેવો પણ પૂજે અને વધાવે તેવા મુક્ત જીવ અનોખી મૈત્રી Jain Education International For Private & Personal Use Only ૧૪૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146