Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 140
________________ આવીને તેણે માર્ગે જતા મુનિને પકડી પાડયા. મુનિ, ઉભા રહો, મારી સાથે ઘરે ચાલો માટે અગત્યનું કામ છે. તેને એમ કે માર્ગમાં વળી કોઈ જૂએ અને સંકટ ઉભું થાય તેથી તે આગ્રહ કરીને મુનિને ઘરે લઈ ગયો. સોની સાથે મુનિ તેને ઘરે પહોંચ્યા. તરત જ સોનીએ ભ્રૂકુટિ ચઢાવીને કહ્યું, મુનિજી મારા સોનાના જવ આપી દો. મુનિ મનમાં, સોનાના જવ ? મુનિ મૌન રહ્યા એટલે સોનીને પૂરી ખાત્રી થઈ કે નક્કી આ જ ચોર. પુનઃ તેણે સુવર્ણજવ માંગ્યા. મુનિને તરત જ યાદ આવ્યું. ઓહ ! મેં જયારે ઘરમાં ગોચરી માટે પ્રવેશ કર્યો ત્યારે એક ક્રૌંચ પક્ષી સાચા જવ ગણીને સુવર્ણજવ ચણી ગયું હતું. જો સાચું કહે તો વૃક્ષ પર બેઠેલા પક્ષીને ગોફણથી સોની મારી નાંખે. તરત જ તેમને મહાવીરના અહિંસા ધર્મને યાદ કર્યો, છ કાય જીવની રક્ષાથી કરૂણા ઉપજી. તે મૌન રહ્યા. મુનિ તરફથી જવાબ ન મળતા સમય થઈ જવાના ભયથી સોની ખૂબ ક્રોધે ભરાયો. તેણે મુનિના પાત્ર જોયાં પણ કંઈ હોય તો મળેને? હે ચોર ! બોલ જવ કયાં છૂપાયા છે, તારા સિવાય કોઈ આવ્યું જ નથી. જવલા જાય કયાં ? મુનિ તો એ જ મૌન ધારીને ઉભા છે. સાધુવેશમાં આવા ધંધા ? ચાલ તને એવી સજા કરૂં કે ભવિષ્યમાં તને યાદ રહે. અને તરત જ તેણે સોનું ટીપવાની ચામડાની પાણીથી ભિંજાયેલી વાઘર તેમને માથે ખેંચીને બાંધી અને તડકામાં ઉભા રાખ્યા. મુનિરાજ તો દેહને એક લાકડાનું થડ જાણી જાણે જોયા કરતા હતા. કોનો દેહ ને કોની વાઘર ? હું તો શાયક છું. ગ્રીષ્મઋતુ તેમાં મધ્યાન્હના તપેલા સૂરજના કિરણોથી વાઘર સૂકાવા લાગી. કૃશકાય શરીર કેટલું સહન કરે ? શરીર ધ્રૂજવા લાગ્યું. મુનિ મનમાં સમતા ધારણ કરી રહ્યા હતા. કૌંચ પક્ષી ભલે તેનું પેટ ભરીને સુખી થાય. જો કે આ જવ તેને પચશે નહિ, બિચારૂં વેદના ભોગવશે. એમ વિચારતા કરૂણા ધારણ કરી રહ્યા હતા. સોની દૂર ઉભો જોતો હતો હવે આ ત્રાસથી મુનિચોર જરૂર અનોખી મૈત્રી Jain Education International For Private & Personal Use Only ૧૩૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146