Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
Catalog link: https://jainqq.org/explore/001990/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ " (મુનિ મેતારજની કથાની વિશેષતા સાથે) - સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ અનોખી મેત્રી આ (મુનિ મેતારજની કથાની વિશેષતા સાથે) સુનંદાબહેન વોહોરા સર્વ જીવોના શુભ ભાવનાના પ્રભાવે જ્યાં જ્યાં શુભ થાય છે, ત્યાં ત્યાં તે શુભચિંતકોનો હિસ્સો જમા થાય છે જે તેને યથાસમયે વ્યાજ સાથે મળી રહે છે. જેમાં સ્વ-પર શ્રેય છે. -પૂ.પં. ભદ્રંકરવિજ્યજી Page #3 -------------------------------------------------------------------------- ________________ છે ૐ શ્રી સદ્ગુરુ દેવાય નમઃ | પ્રકાશક : આનંદ સુમંગલ પરિવાર અમદાવાદ - અમેરિકા. લેખિકા : સુનંદાબહેન વોહોરા પ્રેરક : યોગદાન શ્રી ચંદ્રકાંતભાઈ દોશી, ઓરલાન્ડો, અમેરિકા. પ્રકાશન વર્ષઃ વીર સંવત ૨૫૩૪, ઈ.સ. ૨૦૦૮ નકલ : ૭પ૦ પ્રાપ્તિ સ્થાન : સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, ગુજરાત. ફોન : (૦૭૯) ૨૬૫૮૯૩૬૫ સમય : સાંજે ૬ થી ૮ મુદ્રક : પરાગભાઈ શાહ શાલિભદ્ર ઓફસેટ પ્રિન્ટર્સ ૨૩૭-૨૩૮, પહેલે માળ, ગંજબજાર, જુના માધુપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : (૦૭૯) ૨૨૧ ૨૧ ૦૨૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગોચિત મુનિ મેતારજનો પ્રસંગ તો કથાના અંતમાં આવશે. તે પહેલા આ અનોખી મૈત્રીનું મૂળ પાત્ર વિરૂપા નામની વિરલ વ્યક્તિત્વ ધરાવતી એક નારી છે. તેનું નામ સતી કે મહાસતીની હરોળમાં નથી છતાં તે એક મહિમાવંત નારી જરૂર હતી. તેથી મુનિ મેતારજની કથાની વિશેષતા છતાં આ કથામાં વિરૂપાની અનોખી મૈત્રીની પણ વિશેષતા રહી છે. વિરૂપા કોણ હતી ! મેતાર્યની જન્મદાત્રી, દેવશ્રી શેઠાણીની ખાસ સખી, માતંગ મંત્રરાજની ગુણિયલ પત્ની. યદ્યપિ વિરૂપાનું કુળ-જાતિ મેત (ચાંડાલ) હતા, છતાં તેનું હૈયું, તેના સંસ્કાર ઉત્તમ કુળ-જાતિ દર્શાવતા હતા. શ્રેષ્ઠિઓની હવેલીઓની સફાઈ કરતા તે એક હવેલીના અતિ શ્રીમંત શેઠાણીના પરિચયમાં આવી. તે પરિચય ગાઢ સખ્યભાવમાં પરિણમ્યો કે જેમાં શુદ્ર સવર્ણના ભેદ ન હતા. દેવશ્રી સ્વયં આવા ભેદ કે નિંદાથી પર હતા. વિરૂપાના વ્યકિતત્વથી તેઓ પ્રભાવિત હતા. મુનિ મેતારજના પ્રસંગ સાથે વિરૂપાનું આત્મસમર્પણ ઈતિહાસના પાને અમર બન્યું. એ આત્મ સમર્પણની ઘટનાને લક્ષ્યમાં રાખી આ કથામાં વિરૂપાની ગરિમાની વિશેષતા લાગે તેવી છે. જો વિરૂપાને બાદ કરીએ તો આ કથા ફકત પાંચ સાત પાનામાં સમાઈ જાય તે વાચકો જોશે. પાત્ર પરિચય આ કથાના પાત્રોમાં દરેકની વિશિષ્ટતા રહી છે. વીતરાગમાર્ગ અન્વયે જોઈએ તો તે પાત્રો મુક્તિને વર્યા છે અને વરશે. વિરૂપા-દેવશ્રી અનોખી મૈત્રીના આ બે મુખ્ય પાત્રો. વિરૂપા મેત છતાં ઉચ્ચ સંસ્કારયુક્ત. દેવશ્રી, શુદ્ર-સવર્ણના ભેદરહિત વિરૂપા સાથે સખ્યભાવ. તેને અંતઘડી સુધી દિપાવી ચિરવિદાય સાથેજ લીધી. વિરૂપાએ એ સખ્યભાવના ઋણના બદલામાં શેઠાણીબાના શોક્યના દુઃખને દૂર કરવા પોતાનો પુત્ર અર્પણ કર્યો. મહાઅમાત્ય બુદ્ધિનિદાન અભયકુમાર અને મેતારજનો પરમસખ્યભાવ ગૃહસ્થદશામાં દરેક પ્રસંગે હારોહાર રહી મૈત્રી માણી અને આખરે મુનિપણે મૈત્રી નિભાવી વીરપ્રભુના માર્ગે સાથેજ મહાપ્રયાણ કર્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ મેતારજ ઃ જન્મદાત્રીના આત્મસમર્પણના ભાવને સમજી પોતે જાતેજ જાહેર કર્યું કે પોતે વિરૂપા-માતંગનું સંતાન છું તેનું મને ગૌરવ છે. મેતાર્ય નહિ હું મેતારજ મેતકુળનો છું. પુણ્યયોગે દૈવી સુખને માયા. તેને અંતે તુચ્છ જાણી પળવારમાં ત્યજી દીધા. સોનીએ કરેલા ઘોર ઉપસર્ગને સમતા અને અહિંસા ભાવે સહી આત્મભાવના વડે મુક્તિ વર્યા. માતંગ મંત્રરાજ, મેત છતાં જાણે જુદી જ માટીનો પ્રરાક્રમી છતાં વરણાગિયો વર. વિરૂપા સાથે અતિ સ્નેહભર્યું જીવન જીવ્યો કયારેય તેને શુદ્રપણું નડયું નથી. નિઃસંતાનપણાની વ્યથાથી સંયમ ગુમાવી મેતાર્યના અતિભવ્ય લગ્નોત્સર્ગમાં રંગમાં ભંગ પાડયો. આખરે શ્રમણોના બોધ-સમાગમથી શાંતિ પામ્યો. ધનદત્ત શેઠ : મેતાર્યના પાલક પિતા દેવશ્રીના સંતાનો મૃત્યુ પામતા. વારસદારને ઝંખતા હતા. ગુપ્ત રહસ્યરૂપ.મેતાર્યની પુત્ર પ્રાપ્તિ થતાં. સુખની અવધિને માણતા હતા. છતાં લખ્યા લેખ પ્રમાણે છેવટે નિઃસંતાન જાહેર થયા. આખરે વિરપ્રભુના બોધથી, શ્રાવકાચાર ગ્રહણ કરી જીવન સાર્થક કર્યું. રોહિણેય ઃ શુદ્ર ગોપદાદાનો પૌત્ર જન્મથી જ દાદા પાસેથી શુદ્ર જાતિના ઉત્થાન માટે ચોરી લૂંટફાટનો અવળો માર્ગ પકડ્યો, ભયંકર લૂંટારા તરીકે જાહેર થયો. પૂર્વ પુણ્યયોગે જ્ઞાતપુત્રની દિવ્યધ્વનિનો સ્પર્શ થતાં બોધ પામી ખૂની મટી મુનિ બન્યો. જીવન સાર્થક કર્યું. ચલ્લણાસતી : મગધરાજ્યના મહારાણી તરીકે તેમના પનોતા પગલાથી વીર પ્રભુનો ધર્મ પ્રસાર પામ્યો. મગધરાજ જૈનધર્મના મર્મને પામ્યા. છેક સુધી મગધરાજની પડખે રહી તેમની ધર્મભાવના દઢ કરી અંતે ઉત્તમ શ્રાવિકા ધર્મ પાળી જીવન સાર્થક કર્યું. મગધરાજ : રાજા શ્રેણિક અંત સુધી રાજ્યસત્તા અને સ્ત્રી સંગના અભિલાષી રહ્યા. ચારિત્રમોહનો ભયંકર ઉદય છતાં તેમની વિરપ્રભુની અજોડ ભક્તિના પરિણામે ભાવિ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી વિરપ્રભુની ધર્મધ્વજાને દિપાવી જીવન સાર્થક કર્યું. -સુનંદાબહેન Page #6 -------------------------------------------------------------------------- ________________ કથાની પૂર્વભૂમિકા ભારત ભૂમિનું અધ્યાત્મ ક્ષેત્ર વિશિષ્ટ છે. જે માનવને પશુતામાં પરિણમતા બચાવી માનવ થવાનું કે પ્રભુ થવાનું ઓજસ આપે છે. મહામાનવોએ એ અધ્યાત્મને જીવનની ધરા પર લાવવા ભગીરથ પુરુષાર્થ કર્યો છે. તેવા મહામાનવોના એ પુરુષાર્થના પ્રસંગોને ચિત્રિત કરવા એટલે ધર્મકથા દ્વારા જીવોને બોધ આપવો, તે હેતુની મુખ્યતા છે. જૈન કે જૈનેતર દર્શનોમાં અઢળક અને અનુપમ ધર્મકથાની સંપત્તિ શાસ્ત્રમાં ગૂંથાયેલી છે. સંભવ છે કે ચોથા આરામાં બનેલી ઘટના પાંચમા આરા-વર્તમાન યુગના જીવોને કાલ્પનિક લાગે. જો કે કથાનુયોગમાં એવું મિશ્રણ અને વિરોધાભાસ રહેવાનો, તો પણ વર્તમાનનો બુદ્ધિમાન માનવી જે કથા જે યુગની હોય તે યુગના દૃષ્ટિકોણને લક્ષ્યમાં રાખે તો તેનો તર્ક સુતર્ક બની કથા બોધદાયક બને. જ્ઞાનીઓ કહે છે તારા જીવનમાં સંકટ, સંઘર્ષ, સંતાપ કે સૂનકારની ઘડીઓ આવે ત્યારે તને આ મહામાનવોની કથા, પ્રસંગો, સ્મરણો સમાધાન આપશે. હા પણ તેમાં એટલી મર્યાદા ખરી કે જીવે છે તે કથાના પાત્રોમાં સહૃદયથી શ્રદ્ધા રાખવી જોઈએ. જેમકે ચક્રવર્તીને હજારો રાણીઓ હતી. કોઈ રાજપુત્રને બત્રીસ પત્નીઓ, કોઈને આઠ સ્ત્રીઓ, વળી તેમના વૈભવમાં નવનિધિ અને આઠ સિદ્ધિઓ, ચંદ્રકાન્ત મણિથી થતી ઠંડક સૂર્યકાંત મણિ દ્વારા થતી ગરમી. આજના જેવા અદ્યતન સાધનની સરખામણીથી પણ વધી જાય, તેવા પ્રયોગોનું વર્ણન તે કાળે તેવી જીવન વ્યવસ્થા હતી. આપણે થોડા જ વર્ષોમાં બળદ ગાડાને બદલે હેલિકોપ્ટર જેવો વિકાસ જોઈએ છીએ અને તેને માનીએ છીએ. તેમ આ પ્રકારો શાસ્ત્રગમ્ય માનવા અને કથાનું હાર્દ વિચારી જીવનમાં પ્રકાશ મેળવવો. તમને કોઈ પૂછે કે તમને કેટલી કથાઓ આવડે છે, આંગળીથી બતાવો. કેટલી આંગળી ઊંચી કરશો? જવાબ શૂન્યમાં આવશે ? ખેર કથાઓના માધ્યમથી તમને તત્વજ્ઞાન પ્રત્યે જવાની સરળતા રહેશે. માટે જીવનમાં કેવળ અનોખી મૈત્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ ધનાદિને પ્રાધાન્ય આપવા સાથે આ કથાવૈભવને પણ માણજો. આ અનોખી મૈત્રીમાં વિરલ વ્યકિતત્ત્વ ધરાવતી સન્નારી વિરૂપાની વિશેષતા છતાં મુનિ મેતારજનું કથાનક મુખ્ય છે. આ લેખકનો તો અનુભવ જ છે કે જયારે જયારે જીવનમાં તકલીફો આવી ત્યારે ત્યારે તેને કથાઓએ મિત્રો જેવો જ સહારો આપ્યો છે. તેથી કહ્યું છે કે જૈન દર્શનમાં સાડા ત્રણ કરોડ કથાઓનો વૈભવ છે. તેમાંથી તમે કોઈ તુલસા, ચંદના, તારામતી, દમયંતી, કલાવતી, મદનરેખા, અંજના કે કોઈ સુદર્શન, નાગદત્ત, મેતારજ, શાલિભદ્ર કોઈને તમારી હૃદય તિજોરીમાં ભરી રાખો. સમય આવે તે તમને તે તે પ્રકારે અંતરથી સાદ આપશે. યદ્યપિ આપણી શ્રદ્ધા પાંખી છે એટલે આપણે આ કથાઓ જાણવા છતાં તેને કેવળ શ્રવણ સુધી સીમિત કરી છે. પરંતુ અંતરભાવનામાં તેને આકાર આપ્યો નથી. ચાલો થઈ તે થઈ હવે જાગ્યા ત્યાંથી સુપ્રભાત. આ કથા મળતાં અગાઉ તમને સુલસા કથાનક મળ્યું હશે. આશા છે કે તમે તે માર્યું હશે. હવે તમારા હાથમાં આવશે વિરલ વ્યક્તિત્વ ધરાવતી વિરૂપા સાથે મુનિ મેતાર્ય અથવા મુનિ મેતારજ કથાનક. મેત એટલે શુદ્ર (ચાંડાલ) ગાંધીયુગમાં તેઓ હરિજન કહેવાયા. નામ બદલાયું પણ લોકમાનસ બદલાયું? યુગોથી સામાજિક વ્યવસ્થાને નામે એક આખી માનવજાત દુનિયાભરમાં શુદ્ર તરીકે નિર્મિત થઈ ગઈ. મેત એટલે શુદ્ર અને આર્ય એટલે સવર્ણ એનો જાણે સુમેળ હોય તેમ આ મેતાર્ય નામ પાછળ જ આ કથાનક નિર્માયુ છે. જે ઘણું ગુપ્ત રહ્યું છે. જૈન સમાજમાં પણ મેતારજ મુનિના ઉપસર્ગનો એક પ્રસંગ બાદ કરીએ તો તેમને વિષે કંઈ વિશેષ જાણવાનું મળતું નથી. ભારતના મહાન સાહિત્યસર્જક શ્રી જયભિખુના વરદ હસ્તે આ કથા લખાઈ. છે. તેઓ પણ લખે છે કે આવા મહાન મહર્ષિની કથા માટે કોઈ સજઝાય કે કયાંક ગ્રંથોમાં સમતાધારક મુનિ એટલા બે પાંચ વાક્યોના પરિચય સિવાય કાંઈ મળતું નથી. જો કે છતાં તેમણે આ કથાને ઘણી વિસ્તૃત અને રસપ્રદ કરી છે. અનોખી મૈત્રી Page #8 -------------------------------------------------------------------------- ________________ મુનિ મેતારજ, ભગવાન શ્રી મહાવીરના કાળમાં થયા હતા. તેમના સમયના ઘણા મુનિઓની કથાઓના વિસ્તાર અને મહિમા આજે પણ જાણવા મળે છે. પરંતુ આ મુનિ મેતારજના દીક્ષા ઉપસર્ગ અને કેવળજ્ઞાનના અછડતા બે ચાર પ્રસંગ સિવાય કંઈ જાણવા મળતું નથી. છતાં સાહિત્ય સર્જકની અપ્રતિમ એવી કલમ દ્વારા એક આશ્ચર્યજનક અને રસપ્રદ કથાનું નિર્માણ કર્યું છે. તે તથા સજઝાયો અને અન્ય વ્યાખ્યાનોમાં સાંભળેલા કેટલાક પ્રસંગોને આશ્રીને આ સંક્ષિપ્ત કથા લખાઈ છે. સુલતાની કથામાં લખ્યું છે કે મારી આ આદત છે. તે છૂટતી નથી. હું પણ શું કરું? થોડો સમય થાય ને કોઈ પૂછતું આવે હમણાં શું લખો છો ! તમે લખો અમારે લખાવવું છે કે પ્રકાશિત કરવું છે. શિરો ભાવતો હતો વૈદ્યરાજે પથ્યમાં શિરો ખાવાની છૂટ આપી ભાવતું હોય અને વૈદ્યરાજ કહે એવું મારું છે. એટલે વળી આ કથાનું આલેખન પ્રગટ થયું. ગતિ ઘણી ધીમી રહી છે. પાછા વળી કોઈ પૂછે પછી પેલી કથાનું શું થયું અને કલમ ઉપડે. આમ આ કથા લેખનમાં શ્રી ચંદ્રકાંત દોશીનો ઉલ્લાસ અને યોગદાન મળી ગયું. જૈન સમાજના ધર્મરસિકજનો મેતાર્ય કે મેતારજ મુનિના નામથી પરીચિત છીએ તે કાળે તે સમયે આ નામ પાછળ મોટો ઈતિહાસ તે લગભગ જાણતા નથી. શુદ્ર અને સવર્ણના મિશ્રણવાળા મેતાર્ય નામની પાછળ શું ભેદ હતો. તે વાત નગણ્ય બની ગઈ છે. આ મેતાર્ય શુદ્રનો બાળક શ્રેષ્ઠિને ત્યાં જન્મેલો મનાયો, અને મહારાજા શ્રેણિકના જમાઈ ! આ મેળ બેસાડવો બુદ્ધિમતાનું કામ નથી. તે માટે તો આ કથાનકને જાણવું અને માણવું જોઈશે. આ કથા જયારે મેં આ દેશ કે પરદેશમાં કહી ત્યારે સૌ કહેતા આ મુનિની કથા પાછળ આ રહસ્ય હજી સુધી જાણ્યું નથી. આપણે ભગવાન મહાવીરનું શુભનામ, સકલ જંતુ હિતકારક તેમનું કામ, ચોથા આરાની જેવા ઠામ (કાળ) રાજગૃહી નગરી જેવું ધામ વિગેરેથી પરિચિત છીએ. તે કાળમાં મેતાર્ય નામની વિભૂતિ થઈ હતી. વળી વિરલ વ્યક્તિત્વ ધરાવતી વિરૂપા પ્રભુવીરની ભક્ત હતી. અનોખી મૈત્રી Page #9 -------------------------------------------------------------------------- ________________ લગભગ પચીસસો ઉપરાંત વર્ષો પહેલા એટલે હમણાં હમણાં જ ભગવાન શ્રી મહાવીરના પવિત્ર ચરણથી ધરા પણ પવિત્ર બનતી તેવા સમયે રાજગૃહી નગરમાં મગધસમ્રાટ (બિંબિસાર) શ્રેણિક રાજા રાજય કરતા હતા. જે રાજગૃહીમાં ભગવાને ઘણા ચાતુર્માસ કરી રાજગૃહીની જનતાને ધર્મના રંગે રંગી હતી. તેમાં રાજવંશીઓ શું, સવણ કે ક્ષત્રિયો શું ? બ્રાહ્મણો શું કે શુદ્રો શું ? ભગવાનનાં સમવસરણમાં કોઈ ભેદ ન હતો. જયાં વાઘ બકરી, સાપ નોળિયા મિત્રો બની બેસતા. શત્રુમિત્ર ક્ષણ માત્રમાં સૌને મિત્રભાવે જોતા. જાણે અભેદનું દર્શન થતું. વિશ્વવ્યાપકતાની ગરિમા ધરાવતો જૈનધર્મ આજે વિશાળતા પામ્યો છે અને કેટલેક અંશે સીમિત વાડામાં પુરાયો પણ છે. વિશ્વના જે ખૂણે જૈન વસે છે ત્યાં દયાદિ પરોપકાર જેવા કાર્યો જીવંત રહે છે. જયારે તેના ત્યાગ અને વૈરાગ્યના કારણે સીમિત પણ થયો છે. જેમ બજારમાં ઝવેરીની દુકાનો જુજ હોય તેમ માનવું રહ્યું, ખેર. છતાં જેમ ગૌમુખથી ભવ્યાતિભવ્ય રીતે નીકળેલી ગંગા ધરતી પર નાના મોટા વહેણ રૂપે વહે છે. છતાં જયાં તે વહે છે ત્યાં લોકો વસે છે. તેમ મહાવીરના વીતરાગ માર્ગને પામેલા જૈન કે ત્યાગી વૈરાગી જયાં હશે ત્યાં આ ધર્મ પહોંચી જાય છે, જશે. એ તેની ખૂબી છે અને તે કારણે જગતમાં પવિત્રતાનું માનવતાનું દર્શન સતત વધ્યા કરે છે. મહાવીર જેવા વીતરાગી જે આપી ગયા તે ચિરસ્થાયી રહેવાનું છે. તેમના જ્ઞાનબળ, તપોબળ, વૈરાગ્યબળ અને કરૂણામાંથી જે સ્ત્રોત વહ્યો તેમાંથી કેવા રત્ન શિરોમણિ પેદા થયા જેને કારણે ધર્મકથાનુયોગનું એક મહાન સર્જન થયું. જે જીવતી મહાશાળાઓની જેમ કાર્યશીલ બન્યું છે. તેને જૈન જગતના સેવકોએ સીમામાંથી બહાર કાઢી લોક હૃદય સુધી પહોંચાડવાની છે. યદ્યપિ તે માટે મહામાનવો પ્રયત્નશીલ હતા અને છે. આ કથાઓ નવલકથા નથી હોતી. પરંતુ જીવનના સાફલ્યની કેડીઓ છે. જેમાં સંઘર્ષ સત્તાલોલુપતા, સંતાપ અને સ્વાર્થ ન હતા, અનોખી મૈત્રી Page #10 -------------------------------------------------------------------------- ________________ તેવું નથી. છતાં તે તે કથાઓના પાત્રો એ સંઘર્ષોમાંથી સમાધાન મેળવતા અને મેળવે છે. એટલું જ નહિ પણ તે તે મહા-મહામાનવોએ તે સંઘર્ષોને કાયમ માટે ધરતીના પેટાળમાં પધરાવી દીધા. તેની કળા હસ્તગત કરી જે ઘટનારૂપે જગત સમક્ષ પ્રગટ થઈ તેથી તે પવિત્ર કથાનક કહેવાય છે. તે તે કાળે ભરત ચક્રવર્તી બાર વરસ ભાઈ સાથે યુદ્ધ ચઢયા, મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામાયણનું ઘોર યુદ્ધ સર્જાયુ. નેમિનાથના સમયમાં ધર્મ ખાતર ભારે અધર્મ અને મહાહિંસક એવું મહાભારત યુદ્ધ ખેલાયું. અરે મહાવીરના સમયમાં ચંડપ્રદ્યોત, શતાનિક કે અશોક જેવા રાજાઓએ ભીષણ યુદ્ધો કર્યા. આજે તે પ્રકારો અન્ય રીતે પ્રગટ થતા રહ્યા છે. માનવની આ યુદ્ધચ્છા ખતરનાક છે. છતાં તેનો અંત જણાતો નથી. બીજી બાજુ મહા અહિંસક ઋષભદેવથી માંડીને કરૂણાના અવતાર મહાવીર, બુદ્ધ પણ અસ્તિત્વમાં આવ્યા વળી આ ભારતની ધરતી પર વર્તમાનમાં ગાંધીજી અને વિનોબાજી પણ આવ્યા. આ પૂર્વના મહામાનવોની પવિત્રતાનું વહેણ છે. જેના વડે પ્રેમ, અહિંસા જેવા તત્ત્વો અસ્તિત્વ ધરાવે છે. વાસ્તવમાં માનવનો જન્મ અનેક નિમ્ન સ્તરેથી વિકૃત થતો થતો આવ્યો છે. જયાં કેવળ વિવેકહિનતાની ભૂમિકા હતી. પશુતા, વર, પરસ્પરનું જીવન ઘર્ષણ જેવા સંસ્કારોની જડ ઘણી ઊંડી ગયેલી છે. તેમાં કયાંક માનવદેહ મળે પણ પેલા સંસ્કારો તો પશુતાના જ ને? હા છતાં આ જ ધરતી પર મહામાનવોએ મહાનતાને જીવનના ભોગે પ્રગટ કરી. તેવાં બે નારી- રત્નોની આ કથા પ્રેમથી વાંચજો. સાથે મોક્ષમાર્ગી મેતારજ મુનિની કથા વાંચજો. રોહિણેયના ગોડદાદા આ કથા ભગવાન મહાવીરના સમયની છે જયારે મગધના સામ્રાજયમાં રાજા શ્રેણિકની આણ પ્રવર્તતી હતી. રાજા શ્રેણિક પરાક્રમી હતા તેવા જ પ્રજાવત્સલ હતા. તે કાળે જનસમૂહ પ્રચારક્ષક રાજામાં પ્રભુના દર્શન કરતી. એવી પરસ્પર પ્રણાલિ ભગવાન ઋષભદેવના અનોખી મૈત્રી Page #11 -------------------------------------------------------------------------- ________________ વખતથી ચાલી આવતી. રાજાઓના રાજય વિસ્તારની તૃષ્ણાએ યુદ્ધ થતાં, તેમાં પ્રજા સ્વીકાર્ય સમજી લેતી. અરે રાજાઓ કન્યાઓ મેળવવા, અંતઃપુરમાં રાણીઓની વણઝાર જેવી આકાંક્ષાઓ પણ યુદ્ધને નોતરતી ત્યારે પ્રજા તે કાર્ય પણ ફરજ રૂપે ગણતી. મગધના સામ્રાજયમાં રાજગૃહી નગરી, મંદિર ઉપર સુવર્ણ કળશ જેવી દીપતી હતી. વ્યાપાર વિગેરેથી ધમધમતી એ મહાનગરી હતી. પ્રભુ મહાવીરના પગલે નગરીમાં ધર્મનો પ્રવાહ લોકમાનસ સુધી પહોંચ્યો હતો. એટલે એ નગરી ધર્મસ્થાનોથી પણ જાજવલ્યમાન હતી. જો કે પરાપૂર્વથી ચાલી આવતી વ્યવસ્થા પ્રમાણે પ્રજા ચાર વર્ગોમાં વહેંચાઈ હતી. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર. ક્ષત્રિય પ્રજાનું રક્ષણ કરે, વૈશ્ય લોકોની સુખાકારી સાચવે. બ્રાહ્મણ વિદ્યા પ્રાપ્ત કરે, અને અન્યને પ્રદાન કરે. શુદ્ર સેવા કરે. દરેક જાતિમાં ભાવના સેવાની જ રહેતી. પણ શુદ્રોને માથે હલકા ગણાતા કાર્યો, ગંદકી સાફ કરવી, મળમૂત્ર ઉપાડવા અને તેના નિકાલની જયાં વ્યવસ્થા હોય ત્યાં જ તેમને રહેવાનું. વળી આ વર્ગ અછૂત મનાતો આવ્યો. આજે આ મેત-ચાંડાલોના નામનું પરિવર્તન થયું પરંતુ જીવન ધોરણમાં તેમના તરફની લોકભાવના અંશતઃ નહિવત્ જ પરિવર્તન પામી છે. પરાપૂર્વથી ચાલી આવેલી આ પ્રથા પ્રમાણે રાજગૃહી નગરીના છેડે મેતવાસમાં આ મેતના ખોરડાઓ હતા. નગરની ગંદકીની સ્વચ્છતા કરી તે બધી જ ગંદકીના ટોપલા આ ખોરડાની નજીક ખડકાતા તે સર્વે તેનાથી ટેવાઈ જતા કે શું પણ જયારે રોગચાળો નગરમાં બળ પડકતો ત્યારે આ મેત વર્ગ ઘણું ખરું અરક્ષિત રહેતો. તેમનું ભાગ્ય તેમને બચાવતું નગરના કોઈ પ્રસંગોમાં તેઓ અછૂત જ રહેતા. સવર્ણોની દયા પર નભતા છતાં જાણે તેમણે તે હકીકત સ્વીકારી લીધી હતી તેથી તે તે પ્રસંગોમાં નગરને સ્વચ્છ રાખવું, છેડે બેસવું અને વધુ ઘટયું ભોજન મળતું તેમાં તેઓ સંતોષ લેતા. તેમાં કોઈ બુદ્ધિમાન જિજ્ઞાસુ ભગવાન મહાવીરની ધર્મસભામાં જતા તો પણ લગભગ ૧૦ અનોખી મૈત્રી Page #12 -------------------------------------------------------------------------- ________________ એક છેડે બેસતા, કોઈક જો સંસારનો ત્યાગ કરતો તે પ્રથમ તો નગણ્ય મનાતો પણ પછી પ્રભુના બોધના કારણે સૌમાં સન્માન પામતો. આમ વાચકે મુનિ મેતારજની કથા પહેલા ઘણું બધું જાણવું પડશે. કર્મની પદ્ધતિમાં પણ ઉચ્ચનીચ ગોત્રનું નિર્માણ છે તે કર્મ આધારિત સમજી શુદ્રો સ્વીકારી લેતા છતાં જયારે આત્મવિકાસનો ક્રમ આવે છે. ત્યારે ગોત્ર ગૌણ થાય છે તે આપણે આ કથા પરથી જોઈશું. આ શુદ્રોની વસ્તીની વસાહત અલગ હતી. આ વસાહતના ખોરડાઓમાં એક બુદ્ધિમાન, પરાક્રમી નિર્ભય ગોપશુદ્ર વસતો હતો. પૌત્ર રોહિણેયના કારણે તેને સૌ દાદા કહેતા. જો ક્ષત્રિયના સાહસોની સાથે તેને સરખાવો તો તેનામાં બધા જ લક્ષણો હતા. કોઈ મહાન યોદ્ધા જેવી તેની પાસે તીરંદાજી, ઘોડેસ્વારી જેવી વિદ્યાઓ હતી. મંત્ર વિદ્યા યુક્ત સંસ્કારે તે ઘણી ઉચ્ચતા ધરાવતો. રાજ્ય તરફથી કોઈ પ્રસંગે તેનું અપમાન થયું અને તેનામાં રહેલી બુદ્ધિ પ્રતિભા અને પરાક્રમે તેના અંતરને વલોવી નાંખ્યું. આથી તેણે એક મનસૂબો કર્યો કે અમારી જાતિના લાયક માણસને યોગ્ય સ્થાન મળવું જોઈએ. પ્રથમ તેણે ઉપદેશકો કે પંડિતો સાથે ચર્ચા કરી પણ શુદ્રતા એ પૂર્વકર્મના પાપ છે, ભોગવી લો, એવા આશ્વાસનો મળતા. જેનાથી ગોપદાદાને સંતોષ ન થયો. ભલે જ્ઞાતપુત્રે સૌને સરખા સ્થાન આપ્યા હોય છતાં પ્રણાલિ તો આજ રહી હતી. તેથી તેનું મન સમાધાન પામતું નહિ. એણે આ વસાહતમાં રહેતા કેટલાક યુવાનોને ભેગા કર્યા અને પોતાનું મંતવ્ય જણાવ્યું. માનવ માનવ વચ્ચે આવી અસમાનતા ? ભલે ધર્માચાર્યો સમાનતામાં માને છે, તો પણ આપણો સ્વીકાર તો શુદ્ર તરીકે જ થાય છે. માટે આપણે હવે સજ્જ થવું અને કોઈપણ ભોગે આપણો વિકાસ કરવો. વાસ્તવમાં ગોપદાદા મોટો રાજા થાય કે નહિં, પણ કોઈ નગરના સૂબો થવા જેટલી સર્વ કુશળતા તેનામાં હતી. તે સૌ જાણતા છતાં સંયોગાધીન તેની વાત સૌને વધારે પડતી લાગતી. અનોખી મૈત્રી ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગોપદાદા એકવાર શ્રાવસ્તી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના દર્શન કરી આવ્યો હતો. તેમની કરૂણા અને સૌ જીવો પ્રત્યેના સમભાવથી પ્રભાવિત થયો હતો. તેને લાગતું આ જ્ઞાતપુત્રના પરિચયમાં આવેલા તેન વશ થઈ વર્તે તેવો અજબ તેમનો પ્રભાવ છે. એને પોતાને પણ લાગતું કે જો તેમની વાણી વધુ સાંભળીશ તો મારું ધારેલું કાર્ય મારાથી થશે ? પછી એ મહાત્માઓને મળ્યો. તેઓ કહેતા કે કુળભેદ પરંપરાથી ચાલી આવ્યો છે. આ જન્મ નીચકુળ ભોગવી લો. આથી એનું સમાધાન થયું નહિ. એટલે તેણે નક્કી કર્યું કે જ્ઞાતપુત્રના દર્શન કરવા નહિ. તેની વાણી સાંભળવી નહિ. ભલે શ્રમણો સમાનતાની વાત કરે પણ છેવટે આ ભેદ તો દૂર થવાના નથી માટે આપણે જ પરાક્રમ કરવું. મંગરાજ માતંગ અને ગુણવતી વિરલ વિરૂપા આ જ વસાહતમાં માતંગ નામે મંત્ર વિદ્યાપારંગત વસતો હતો. તેના બાપદાદા હિમાલયમાં કોઈ યોગી પાસે કેટલીક વિદ્યાઓ શીખી આવ્યા હતા. માતંગને તેના બાપદાદા પાસેથી આવી વિદ્યાઓ મળી હતી. તેના વડે તે બાળકોના રોગો દૂર કરી શકતો, ભૂતપ્રેતની છાયાથી માણસોને છોડાવી શકતો. અમૂક વનસ્પતિ કે પાણીને મંત્રીને તે ઝેર ઉતારી શકતો. માતંગ તેની આવી વિદ્યા બળે વસાહતમાં માનભર્યું સ્થાન ધરાવતો, વળી રાજ બગીચાનો રખેવાળ સફાઈ કામદાર બન્યો હતો. તેમાં પણ તે પારંગત હતો. તેની રખેવાળી નીચેનું ઉદ્યાન જીવંત સૃષ્ટિ જેમ સોળે કળાએ ખીલી ઉઠતું. આવો વિદ્યાકુશળ છતાં તેણે પોતાની મેત તરીકે મર્યાદા સ્વીકારી હતી. તેથી તે ગોપદાદાના વિચારથી જૂદો પડતો. આખરે ગોપદાદા કેટલાક સાથીદારોને લઈને દૂર જંગલમાં પોતાનું આગવું સ્થાનપલ્લી બનાવી સાથીદારોને શસ્ત્રવિદ્યા શીખવતો. સમય આવે રાજયના વિસ્તારમાં ચોરી લૂંટફાટ કરતો. માર્ગમાં સાર્થવાહને લૂંટતો અને ધન ભેગું કરતો. માતંગ એ જ ખોરડામાં રહીને પોતાને યોગ્ય કાર્યો કરતો. ભાગ્યયોગે તેની જ જાતિની છતાં રૂપવાન અને ગુણીયલ એવી વિરૂપા ૧ ર અનોખી મૈત્રી Page #14 -------------------------------------------------------------------------- ________________ સાથે તેના લગ્ન થયા. માતંગ જેમ અમૂક વિદ્યામાં પારંગત હતો તેમ વિરૂપા શ્રમણોના બોધને ઝીલીને આવી હતી. તે માતંગને કહેતી કે શ્રમણો કહે છે કે માનવ ગમે તે જાતિમાં હોય તે પ્રેમથી સૌને જીતી શકે છે. ભગવાનના સમવસરણમાં સિંહ અને સાપ પણ પ્રેમથી વશ થાય છે. માનવ પણ માનવને પ્રેમથી વશ કરી શકે છે. માતંગ આ સાંભળીને કહેતો જો ને આવો પરાક્રમી હું જ વિદ્યાવ્યાસંગી છતાં તને વશ થઈ ગયો છુંને ! અને વિરૂપા અમી જેવી નજરથી માતંગને જોઈ રહેતી, ત્યારે માતંગ જાતિનું શુદ્રપણું ભૂલી જતો અને પ્રેમસાગરમાં ડૂબકી મારી લેતો. પ્રેમ સાગરમાં કોણ શુદ્ર અને કોણ સવર્ણ ? આમ બન્ને એક કાયાની બે છાયા જેવા બનીને જીવન જીવતા હતા. તેમને શુદ્રકુળ નડતું ન હતું. તે વખતે હજી જ્ઞાતપુત્ર છદ્મસ્થ દશામાં મુનિવેશમાં હતા. તેમણે મૌન ધારણ કર્યું હતું. અને ગામાનુગામ વિહરતા હતા. પરંતુ તેમની સૌમ્યતા, ભયંકર ઉપસર્ગો સામે સમભાવ, કરૂણા, સૌ પ્રત્યે સમાનદૃષ્ટિ તેઓ મૌન છતાં ભવ્યજીવોને ઘણો ઉપદેશ મળતો. વળી જ્ઞાતપુત્ર કેવળજ્ઞાન પામ્યા ન હતા તેથી સંઘ રચના થઈ ન હતી. પરંતુ પરંપરાથી દીક્ષિત શ્રમણો આ નગરીમાં આવતા ઉંચનીચના ભેદ રહિત ઉપદેશ આપતા. તત્ત્વનો બોધ આપતા તે શ્રમણો પાસેની બોધનો લાભ વિરૂપાને મળ્યો હતો. વળી તે કુશળતાથી તે બોધને બરાબર સમજતી, વિચારતી. જ્ઞાતપુત્રની ચર્ચાનું શ્રવણ કરતી તેથી તેના હૃદયમાં જ્ઞાતપુત્ર પ્રત્યે અહોભાવ પેદા થયો હતો. માતંગ રાજયના ઉદ્યાનનો સફાઈદાર હતો. વિરૂપા એજ નગરીની ધનાઢયોની-શ્રેષ્ઠિઓની હવેલીથી શોભતી શેરીનું સફાઈ કામ કરતી હતી. તત્વના બોધના પરિણામથી એને કોઈ અજંપો ન હતો. શેરીની સફાઈનું કામ પણ તેને માટે તો ગૌરવવાનું હતું. માતંગ વિરૂપા મેત જાતિનાં હતા. પણ માતંગ મંત્ર વિદ્યાઓ દ્વારા અને શ્રમણોના બોધ દ્વારા સંસ્કારિત હતો. વિરૂપા જન્મથી જ સંસ્કારિત હતી. સમૃદ્ધ, સંપન્ન અને સવર્ણ ગણાતા વર્ગના દંપતિમાં પણ આવો મનમેળ, વિચારોની ઉત્તમતા દુર્લભ લાગે તેવું આ યુગલ મસ્તીમાં જીવતું હતું. અનોખી મૈત્રી Page #15 -------------------------------------------------------------------------- ________________ વિરૂપાને કામેથી આવતા વિલંબ થાય અને માતંગ તો કામ પત્યું કે વિરૂપાના સાન્નિધ્ય માટે દોડતો ઘરે આવે ત્યારે કહેતો મારી તો ઘડી વર્ષ જેવી ગઈ. તને તો કયાં કોણ મળી જાય છે તે આટલી મોડી આવે છે ? તેનો જરા અવાજ મોટો થઈ જાય પણ જયાં વિરૂપાની આંખો તેની આંખો સામે મળે કે માતંગ હિમ જેવો ઠંડો થઈ તેને વહાલ કરી લે. કોઈ વાર અંતઃપુરના ફુલને પ્રમાર્જન કરતા થોડા ફૂલો વધે તો ઘરે લાવી સુંદર વેણી બનાવે પોતાને હાથે વિરૂપાના અંબોડે બાંધે અને જાણે રાજરાણી હોય તેમે ઘડીભર નીરખી રહેતો. ત્યારે વિરૂપા કહેતી, માતંગ શ્રમણો કેવો બોધ આપે છે કે સ્ત્રી પ્રત્યે વધુ રાગ કરવો નહીં અને તું તો દિવસે દિવસે ઘેલો થતો જાય છે. માતંગ કહેતો શ્રમણો કહે છે તે સાચું છે, પણ તારા અપલક્ષણ જ એવા છે કે હું તે બોધ ભૂલી જાઉં છું. સારૂં ચાલ હવે જલ્દી રોટલા પકવી દે સાથે જ જમીએ. રોજ સવારે બન્ને ઉઠીને પ્રાતઃક્રિયાથી પરવારી, અવનવી સુખભરી વાતો કરતા અને હસતા કૂદતા સૌના કામે નીકળી જતા. માતંગને માટે વિરૂપા કોઈ સ્વર્ગની પરી ઉતરી આવી હતી. તો વિરૂપા માટે પડછંદ અને પરાક્રમી યૌવનભર્યો માતંગ દૈવી લાગતો. આવી આ જોડી નગરમાં સૌને માટે એક કૌતુક જેવી હતી. સૌ કહેતા હાંકોટા દેતો આ માતંગ વિરૂપાથી વશ થઈ ગયો છે. વિરૂપા કોઈ વિલક્ષણ સ્ત્રી છે. રાજગૃહી નગરની ધનાઢયોની એ શેરીમાં સૂર્યોદય થતો અને ચારે બાજુ પક્ષીઓના મીઠા કલરવ સંભળાતા, મંદિરોના ઘંટનો રણકાર ગૂંજતો, સ્નાન કરવા જતા બ્રહ્મપુત્રોના મુખેથી પવિત્ર શ્લોકોનો ગૂંજારવ ગૂંજતો. પૂરી નગરીમાં અને આ શેરીમાં રાતની શાંતિ ભેદીને ઉષારાણી વિવિધ રંગો સાથે પ્રગટ થતી. તેવા સમયે વિરૂપા હાથમાં સૂંડલો અને સાવરણો લઈ આ શેરીમાં પ્રવેશ કરતી. કેટલીક સ્ત્રીઓ તેની સાથે વાતો કરી લેતી. શ્રમણોની વાત ૧૪ અનોખી મૈત્રી Page #16 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં વિરૂપા પણ કંઈક પારંગત હતી. આમ વિરૂપા પોતાનું કાર્ય કાળજીપૂર્વક અને કશાય સંકોચ વગર કરતી. કયારેક ભૂદેવોના ભડકાનો ભોગ બનતી. ત્યારે પણ હસતા રમતા વાતને વાળી લેતી. વાસ્તવમાં માતંગ રાજયનો સેવક હોવાથી તેના પર રાજાની મીઠી નજર હતી. સારી કમાણી હતી. મેતના ખોરડામાં પણ તેનું ખોરડું જૂદું તરી આવતું. છતાં તે હોંશથી શેરીની સફાઈનું કામ કરતી. વિરૂપા ભલે મેત હતી. પરન્તુ રૂપ કંઈ સવર્ણોને જ મળે તેવું વિધાન નથી. વિરૂપા વર્ષે કંઈક શ્યામ છતાં નમણી હતી. સદા પ્રસન્ન મુખી તેની આંખમાં કંઈ કામણ ખરૂં ! એ શેરીના શ્રીમંતના નબીરા પણ ઘડીભર તેને જોઈ રહેતા. છતાં એ આંખોમાં એવું તો તેજ હતું કે કોઈ તેના પ્રત્યે અઘટિત વર્તાવ ન કરતું. તેનું બોલવું, ગાવું વણિકોને ખાસ ખૂચતું નહિં પણ ભૂદેવો, બ્રાહ્મણો તેને દૂરથી જોતા, રખે તેનો પડછાયો પડી જાય. તેમ વિચારી દૂર ખસી જતા અને કંઈ બબડાટ કરી જતા. આજે માતંગ વહેલો આવ્યો હતો, ઘર આવે કે તેના ચિત્તમાં વિરૂપા રમતી હોય. આજે હજી વિરૂપા આવી ન હતી. માતંગે ખોરડાની આજુબાજુ થોડુંક સફાઈ કામ કરવામાં ચિત્ત પરોવ્યું ત્યાં તો વિરૂપા આવી પહોંચી. તારા કામનો પાર આવતો નથી કે પછી કોઈ સખી તને મળી જાય છે. તેમાં તું વાતો કરવામાં કેટલી મોડી આવે છે. તારા વગર તું આ ખોરડું મને ખાવા ધાય છે. “અલ્યા શ્રમણોનો બોધ સાંભળીને તેં શું ધોળ્યું શ્રમણોએ કહ્યું છે કે મોહ શત્રુ છે મોહ ન રાખવો.’ અલી પણ હું કયાં સાધુ થયો છું કે મારો મોહ જાય. તેથી શ્રમણોના બોધ પ્રમાણે અન્ય ગુણો કેળવવાના પણ તારો મોહ નહિં છૂટે, તનેય કયાં મોહ ઓછો છે ? એક રોટલો ઓછો ખાઉં તે દિ તારૂં મુખ કેવું વિલાઈ જાય છે. અને એક રોટલો વધારે ખવડાવીને જ તું જમે છે. આમ આ દંપતિ સ્નેહપાશથી બંધાયેલા એક પણ પળ સ્નેહભીની છોડતા નહિં. કુદરત કહે છે. શુદ્ર શું સવર્ણ શું હૃદયના અનોખી મૈત્રી ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્નેહપાન સૌને માટે સમાન છે તેમાં કયાં મહેલની મહેલાતોની કે ઝવેરાતની જરૂર છે ? સાધન સંપત્તિની જરૂર છે ? માનવજીવનમાં પ્રેમની એકતામાં ઊંચનીચપણું નથી. માતંગ અને વિરૂપાનું જીવન ઉચ્ચકુળમાં જન્મેલા દંપત્તિને પણ દુર્લભ એવું જીવન સુખ હતું. માતંગ રાજસેવક હતો તેથી તેને લક્ષ્મીની પણ કંઈ ખોટ ન હતી. માનભર્યું તેનું સ્થાન હતું. સમય આવે અંતઃપુરની બહારની રખેવાળી તેને સોંપવામાં આવતી બન્ને કામથી ઘરે આવે અને તેમનું ખોરડું આનંદ કિલ્લોલથી ગાજી ઉઠતુ. આવા સુખભર્યા દિવસો વિતતા હતાં. માતંગને મનમાં એક સંતાપ હતો કે વર્ષો થયા છતાં હજી પોતે નિઃસંતાન છે. તેનો આ સંતાપ પણ હવે દૂર થયો હતો. વિરૂપાને સીમંત હતું. માતંગના સુખની અવિધ હતી. તે કયારેક વહેલો આવતો વિરૂપાની ખૂબ સંભાળ રાખતો. આમે તે વિરૂપાના ગુણને રૂપને વરેલો હતો. તેમાં વિરૂપાને સીમંત, એટલે વિરૂપાના બધા જ કોડ દોહદ પૂરા કરે યદ્યપિ શુદ્ધ જાતિને દોહદનો પણ અધિકાર ! પરન્તુ વિરૂપાના ઉદરમાં કોઈ ઉચ્ચ જીવનું અવતરણ હશે તેથી તેને દુર્લભ દોહંદ થતાં. વિરૂપાનો દોહદ એકવાર વિરૂપાનું મુખ કરમાયેલું જોઈ માતંગ સર્ચિંત થઈ ગયો. ત્યારે વિરૂપાએ કહ્યું કે મને કમોસમે આંબાનું ફળ ખાવાની ઈચ્છા થઈ છે. તે કેવી રીતે પૂરી થાય ? માતંગ પણ કંઈ મુંઝાયો છેવટે તેને યાદ આવ્યું કે કામ જોખમી છે પણ વિરૂપાને માટે પ્રાણ પાથરવા તૈયાર માતંગે તે કામ પાર પાડયું. રાજાના એક ઉદ્યાનમાં દેવ અધિષ્ઠિત આંબાનું એક વૃક્ષ બારે માસ આંબો આપતું. માતંગ પાસે અદૃશ્ય થવાની વિદ્યા હતી. તેથી તે રોજ એક આંબો લાવતો વિરૂપાને પ્રેમથી આપતો. આમ વૃક્ષ પર આંબા ઓછા થતા ગયા. ઉઘાનપાલકે રાજાને સમાચાર આપ્યા. અભયમંત્રીની કુશાગ્રબુદ્ધિથી આંબાચોર પકડાઈ ગયો. રાજાઓ હંમેશા ઉતાવળા હોય, મંત્રીઓ શાણા હોય. શ્રેણિક ૧૬ અનોખી મૈત્રી Page #18 -------------------------------------------------------------------------- ________________ મહારાજાએ આવેશમાં માતંગને ફાંસીની સજા જાહેર કરી. અભયમંત્રીએ રાજાને વિનંતિ કરી કે ફાંસી દેવાથી તેની વિદ્યા પણ નષ્ટ થશે. પ્રથમ તેની પાસે વિદ્યા છે તે ગ્રહણ કરી લેવી. આવી વિદ્યાનો નાશ થાય તે બરાબર નહિ. રાજાએ તે વાતનો સ્વીકાર કર્યો. વિદ્યા ધારણ કરવા રાજા નીચે આસન પર બેઠા અને માતંગ સિંહાસન પર બેઠો. તેણે પૂરા ભાવથી રાજાને મંત્ર આપવા પ્રયત્ન કર્યો. પણ મંત્ર માટે જે ભાવ પવિત્રતા જોઈએ તે રાજામાં કયાંથી હોય? જો કે માતંગ તો પૂરા ભાવથી મંત્ર બોલતો હતો. આ ક્રિયા પૂરી થઈ ત્યારે કુશાગ્ર એવા અભયમંત્રીએ કહ્યું કે મહારાજા વિધા આપનાર ગુરૂ કહેવાય તેને ફાંસી આપવાથી ગુરૂ હત્યાનું મહાપાપ થાય. મહારાજનો આવેશ શમી ગયો હતો. તેઓ માતંગ પર પ્રસન્ન થયા અને યોગ્ય ભેટ આપી વિદાય કર્યો. વિરૂપાનો દોહદ પૂર્ણ કરવામાં રાજદરબારમાં માતંગના મૃત્યુનો ઘંટ વાગ્યો પણ અભયમંત્રીના સબુદ્ધિબળે માતંગ ફાંસીના માચડાને બદલે સિંહાસન પર બેઠો, જીવતદાન મળ્યું. જો કે માતંગના મનમાં તો વિરૂપાની ઈચ્છા પૂર્ણ થઈ એનો જ આનંદ હતો. વળી આ પ્રસંગ પછી રાજાના અને અંતઃપુરના સૌના મનમાં માતંગનું સ્થાન વધુ ગૌરવપૂર્ણ બન્યું. માતંગ જેવો પરાક્રમી હતો તેવો શીલ સંપન્ન હતો. તેથી અંતઃપુરમાં વિશ્વસનીય હતો. રાજકુમારી તળાવે સ્નાન ક્રીડા કરવા જાય તો ચોકીદાર તરીકે માતંગની હાજરી માન્ય ગણાતી. રાજદરબારે બનેલા પ્રસંગના પરિણામથી માતંગ પ્રસન્ન હતો. ભેટ સોગાદ સાથે પોતાને ખોરડે પહોંચ્યો. વિરૂપા રોટલા ઘડીને નવરી પડી આરામ કરતી હતી. ભેટ સોગાદો જોઈ વિરૂપાએ માતંગને પૂછયું આ ભેટ શું છે ? તેણે રાજદરબારનો પ્રસંગ કહ્યો. ફાંસીની સજામાંથી અભયમંત્રીએ કેવો ઊગાર્યો ! પણ વિરૂપા ખરેખર મારી મંત્ર વિદ્યા એવી કે મને દેવો જ સહાય કરે પછી ફાંસીની સજા કેવી રીતે થાય ? પ્રથમ તો વિરૂપા મુંઝાઈ કે અરે મેં માતંગને કેવા જોખમમાં અનોખી મૈત્રી Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉતારી દીધો. પણ પૂરો પ્રસંગ સાંભળ્યા પછી માતંગની વિદ્યા પર તે વારી ગઈ. બન્ને પ્રસન્નતાથી અન્યોન્ય ભેટી પડયા. અને એ દોહદની પણ પૂર્ણાહૂતિ થઈ. આમ ગરીબની અછૂતની આ વસાહતમાં એક નાના ખોરડામાં પ્રેમનો વૈભવ સદા રેલાતો રહેતો. કોઈવાર લાગે કે અંતઃપુરની વિલાસી જીવન જીવતી રાણીઓ કે તેમના અલંકારોનો વૈભવ અહીં ઝાંખો પડી જાય. સ્નેહની સરિતાને ઊંચ શું નીચ શું ? તેમાં પણ પ્રભુના બોધ પામેલા આ દંપત્તિમાં શીલનું સત્વ પણ અજબનું હતું. ગોપદાદા જેવો અજંપો આ માતંગને હતો નહિં. પોતે શુદ્ર છે તેવું કયારેય આ દંપત્તિ અનુભવતા નહિં, તેમના જીવનની મમતા મસ્તી જ તેમને શુદ્રતાનું ભાન કરાવતી જ નહિં. વળી રાજદરબારમાં માન ધરાવતા માતંગને સૌ માનભરી દષ્ટિથી જોતું અને વિરૂપાનું તો વ્યક્તિત્વ જ એવું હતું કે શ્રેષ્ઠિના યુવાન સંતાનો પણ ઘડીભર તેને જોઈ લેતા. બન્નેની જીવનશૈલી જ એવી હતી. તેથી લાગે કે જાણે વિરૂપાના ઉદરમાં કોઈ ઉત્તમ જીવનું અવતરણ થયું હોય ! કયારેક બન્ને ભાવિ સંતાનની મીઠી ગોષ્ટિ કરતા. માતંગ કહેતો પુત્ર જ જન્મશે અને તે મારા જેવો હશે. તેને મારી બધી વિદ્યા શીખવાડીશ. વિરૂપા કહેતી ભાલ તારા જેવું હશે પણ તારા જેવા ફુલેલા નાકના ટોપચા શોભે નહિં. મારા જેવી તેની નાસિકા હશે. વળી ભગવાન મહાવીરનું તત્વજ્ઞાન પણ તેને આપીશું. માતંગ કહેતો મારી મંત્રવિદ્યા પણ શીખવીશુંને ? આમ ભાવિ તરંગોમાં ખોવાયેલા તેઓ પ્રસન્નતાથી સુખદ રાત્રિ ગાળી નિદ્રાવશ થયા. એ સમયે શુદ્રોની સામાજિક સ્થિતિ એ સમયે શૂદ્રોને ઘણી હીણપત અનુભવવી પડતી હતી. વિરૂપા મર્યાદા જરૂર રાખતી. પણ લાચારી તેને સ્પર્શતી જ નહિ. હંમેશા પોતાનું ગૌરવ સાચવી લેતી. એકવાર સફાઈ કરતી હતી અને પવન ફૂંકાયો, તે જ વખતે એક ભૂદેવ સ્નાન કરીને મંત્રોચ્ચાર કરતા આવતા હતા. “અરે ! ચાંડાલણી મને અપવિત્ર કર્યો, જરા સંભાળીને કામ કર.’’ ત્યાં વળી ૧૮ અનોખી મૈત્રી Page #20 -------------------------------------------------------------------------- ________________ કોઈ બોલ્યું કે ભૂદેવ ! ચાંડાલ માણસ છે તેનો તિરસ્કાર ન કરો. ભૂદેવ તો ગજર્યા, અલ્યા શ્રમણનો ચેલો થયો છું? તમે જ આ ચાંડાલોને બગાડી નાંખ્યા છે. હીનવ ગયા જનમના પાપ ભોગવે છે અને નવા કર્મો બાંધે છે. વળી આ વિરૂપાનો ધણી મંત્ર તંત્ર જાણે છે એટલે એ વધારે બહેકી છે. ત્યાં વિરૂપા વચ્ચે બોલી “ભૂદેવ માફ કરો, તમને અપવિત્ર કર્યા પણ તેમાં મારો વાંક નથી. આ પવન જુઓને ભેદ રાખ્યા વગર વહે છે. તેની રજથી તેણે તમને અપવિત્ર કર્યા, તમે કોઈ મંત્ર તંત્રથી તેને વશમાં કરો.” ભૂદેવનો અવાજ વધુ તીવ્ર બન્યો. જોયું આ પેલા શ્રમણોએ આ શુદ્રોને કેવા ભ્રષ્ટ કર્યા છે. વિવેકહીન થયા છે. ખરેખર આ શ્રમણનો નેતા મહા પાખંડી છે. ભૂદેવ મહાવીર નામ બોલતા પણ અસ્પૃશ્યતા અનુભવતા હતા. “અરે ભૂદેવ તમે તેને પાખંડી કહો છો એ તો આ જગતના ઉંચ નીચના ભેદ વગરના સૌના તારણહાર છે.” વળી વિરૂપા ત્વરાથી પોતાને કામે લાગી. શુદ્ર છતાં આકર્ષક રૂપ, વિણાના સ્વર જેવી વાણી, ખાનદાન કુટુંબના સંતાન જેવી વિવેકી, માતંગ જેવા શુદ્ર પણ મંત્ર તંત્રના ઉપાસક, પરાક્રમી, ઉદ્યાન પાલકની પત્ની, છતાં તે કાળના સમાજના બંધારણે તે અછૂત હતી. એટલે કયારેક આવા અપમાન થતા છતાં તત્ત્વનો બોધ પામેલી મીઠાશથી પ્રત્યુત્તર આપતી. જો કે એ શેરીમાં સૌને વિરૂપા માટે પ્રગટ કે અપ્રગટ સભાવ જરૂર હતો. દેવશ્રી અને વિરૂપાની મૈત્રી. મને વહાલું લાગે મહાવીરનું નામ, એના નામનો મહિમા અપાર. મને વહાલું લાગે મહાવીરનું નામ. આ જગની જૂઠી છે માયા, પાપ કરાવે આ ભૂંડી કાયા, તમે ધરમના કરજો કામ, મને વહાલું લાગે મહાવીરનું નામ, મને તો મહાવીરના રખવાળા, વરના નામની જપું માળા, વીર કહે છે તમે કરજો સારા કામ મને વહાલું લાગે મહાવીરનું નામ, અનોખી મૈત્રી ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ વીર કહે છે તમને મળ્યો છે માનવદેહ, સૌની સાથે રાખજો નેહ, આ ભવ તરી જવાનોં છે એ નેમ, મને વહાલુ લાગે મહાવીરનું નામ. આ ગીતના ધીમા ગુંજારવ સાથે વિરૂપા શેઠાણીબાની હવેલી પાસે સફાઈ કરતી હતી. ત્યાં તેણે અવાજ સાંભળ્યો. ‘સુરૂપા’ ! વિરૂપાએ ઉંચે જોયું. હવેલીના નકશીદાર ગવાક્ષમાં એક લાવણ્યમયી, સુંદર શણગાર સજ્જ પ્રૌઢ સ્ત્રી ઊભી હતી. તે વિરૂપાને જોઈને નીચે આવી. અને દિવાલ પાસે ઊભી રહી ગઈ. બંને સ્ત્રીઓ સામ સામે ઉભી હતી. કુદરતને શુદ્ર શું સવર્ણ શું? અલબત્ત એક સ્ત્રીએ સોળ શણગાર સજયા હતા, એટલે રૂપ પણ સોળે કળાએ ખીલ્યું હતું. બીજી સ્ત્રી પાસે કુદરતનો શણગાર હતો. એટલે બંને પોત પોતાની રીતે શોભતા હતા. હવેલીના દેવશ્રી શેઠાણી કહે, “સુરૂપા તું તો કેવી શોભે છે ! હું તને સુરૂપા કહીશ.’’ “અરે બા અમે તો જાતે ચાંડાલ અમને એવા નામ ન શોભે. અમારો પડછાયો પણ તમને અપવિત્ર કરે !” “અરે સુરૂપા તમે શ્રમણોનો બોધ સાંભળો છો છતાં હજી કંઈ સમજયા જ નથી, આટલી હલકી મનોવૃત્તિ કયાં સુધી રાખશો ?’ હા, બા ભગવાનના દરબારમાં કોઈ ઉંચ નીચ નથી. સર્વે સમાન છે. સુરૂપા હવે તું સમજી. હું તને સુરૂપા કહેવાની. આપણે હવે મૈત્રી ભાવે રહેવાનું છે. આમ આ બંનેની મૈત્રી ઘણા સમયની હતી. ત્યાં તો શેઠાણીની નજર વિરૂપાના પુષ્ટ થયેલા દેહ પર ગઈ. ‘‘સુરૂપા તું તો કંઈ ફૂલીફાલી છું.” "" “હા બા મને સાત પૂરા થયા, પણ બા તમને પણ.’ હા સાત પૂરા થયા, પણ મારું તો શું ઠેકાણું ? બોલતા બોલતા શેઠાણીનો કંઠ રૂંધાઈ ગયો. થોડી વાર પછી બોલ્યા, સુરૂપા મારે તો આ પાંચમો પ્રસંગ છે. પણ કોઠાની ગરમી એવી છે કે બાળક જન્મીને મરણ પામે છે અને શેઠાણીના નયન સજળ બન્યા. ૨૦ અનોખી મૈત્રી Page #22 -------------------------------------------------------------------------- ________________ વળી શેઠાણી બોલ્યા આ પ્રસંગ મારે માટે હવે છેલ્લો છે. જો બાળક જીવ્યું તો સુખ. અને મર્યું તો મારે માથે સપત્ની આવશે. કારણ કે આ અઢળક ધન સમૃદ્ધિનો વારસદાર જોઈશેને ! આવી ચિંતાથી મારી તો ઉંઘ ઉડી ગઈ છે. વડીલોની સલાહથી વારસ માટે શેઠ નવી સ્ત્રી લાવે પછી મારી દશા શી થશે ? વિરૂપા મનમાં બોલી “ઓહ આ શણગાર પાછળ આવો સંતાપ?” ઊંચા કુળમાં સમૃદ્ધિના વારસદારની આવી ઝંખના? માતંગ અને વિરૂપાના લગ્નને ઘણા વર્ષો વિત્યા પણ માતંગ તો નિઃસંતનનો સંતાપ મનમાં સંગ્રહી રાખતો. વિરૂપાને દુઃખી ન કરતો. વિરૂપાને હંમેશા સુખી જોવામાં તેના જીવનની ઉમેદ હતી. તેમાં વળી વિરૂપાને સીમંત છે જાણી તે તો સ્વર્ગમાં ઝૂલવા લાગ્યો હતો અને અહીં આવો સંતાપ હતો ! સજળ નયનયુકત શેઠાણીની વાત સાંભળી વિરૂપાના નયનો પણ સજળ બન્યા. હવેલીના ગવાક્ષમાંથી ઉતરી શેઠાણી નીચે આવ્યા. વિરૂપાના ચિત્તમાં એક ઝબકારો થયો. મૈત્રીભાવનું ઝરણું જાણે ફુટયું. બા તમે પાછળ ઉદ્યાનમાં આવો. વિરૂપા તેમની પાછળ ઉદ્યાનમાં ગઈ. તેણે ચારે બાજુ જોઈ લીધું. પછી શેઠાણીની નજીક સરી, અને પૂછવા લાગી બા તમે તો અનુભવી છો તમે કહો મને કેવું બાળક થશે? તારું રૂપ અને સજ્જનતા જ એવા છે કે તારૂં બાળક તારા અને માતંગ કરતા પણ સવાયું થશે. અને મારા બાળકની મેં તને વાત કહીને ચાર સંતાન તો પરવરી ગયા અને શેઠાણીથી એક નિસાસો નિંખાઈ ગયો. એક ગૂઢ સંકેત બા, એક વાત પૂછું, દૈવયોગે તમારા બાળકને કોઈ મારી ગોદમાં મૂકે અને મારા પેટે જન્મેલું બાળક તમારી ગોદમાં મૂકે તો તમને કેવું લાગે ? અલી તને આવી ઘેલી કલ્પના ક્યાંથી આવી? વિરૂપા શેઠાણીની વધુ નજીક ગઈ અને ધીમેથી બોલી બા આ મારા અંતરની વાત છે. જો તમારી ચિંતા ટળતી હોય, સપત્નીનું દુઃખ ટળતું હોય, સમૃદ્ધિનો અનોખી મૈત્રી ૨ ૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ વારસ મળતો હોય તો આજે આપણી વચ્ચે આ વાત પાક્કી કે આપણા બાળકની અદલા બદલી કરી લેવી. આ આપણો સખ્યભાવ છે કોઈ બદલો નથી. અંતરનો સર્ભાવ છે. શેઠાણી સાશ્ચર્ય વિરૂપા સામે જોઈ રહ્યા. શું આ વાત શકય છે? કશાય બદલા વગર આવું સાહસ ? મા જન્મેલા બાળકને, પોતાના દેહની સંપત્તિરૂપ દોલતને અન્યને સોંપી દે ? સુરૂપા તું શું વાત કરે છે? મારો સંસાર સુધારવા તારા સંસારને ઉજ્જડ કયાં બનાવવો ? - “બા તમે સખ્યભાવ આપો છો, પૂરા સમાજમાં તમે મને મેતના ભેદ રાખ્યા વગર મિત્ર તરીકે અપનાવી છે, તેનું ઋણ હું અદા કરું છું. મને તો બીજું સંતાન પણ થશે, હું કયાં હજી ઘરડી થઈ છું? પણ માતંગ જાણે તો તને જ કાઢી મૂકશે. બા માતંગ આમાં શું સમજે, એ ભલો એની રખેવાળી ભલી અને મારા પ્રત્યે તો બા એની નજર એવી કુણી છે કે મારા વગર રહી શકે તેમ નથી. શેઠાણી એ કહ્યું, છતાં તને કંઈ સંકટ આવે તો? માટે જવા દે મને મારા કર્મ ભોગવવા દે. ના બા હવે વધુ ન બોલતા, આપણી વાત પાકી. દેવયોગે સમયસર બધું પતી જશે. મારો આત્મા કહે છે કે આમાં કોઈ દેવનો સંકેત છે માટે તમે નિશ્ચિત રહેજો. બંને સરખી દશાવાળી સુંદર સ્ત્રીઓ એક બીજા સામું અમીભરી નજરે જોઈ રહી. શબ્દ પણ ત્યાં શાંત થઈ ગયા. વાતાવરણમાં જાણે કંઈ નવો પ્રકાશ રેલાયો હોય તેમ સૂર્યદેવ પણ ગગનમાં ઉચેથી વધુ તેજકિરણો પ્રસરાવતા રહ્યા. - શેરીમાં અવર જવરનો સંચાર વધ્યો. પક્ષીઓ પણ ગગનવિહારે જવા લાગ્યા. મંદિરમાં ઘંટારવ ગાજતા હતા. બંનેને ખ્યાલ આવ્યો. ઘણો સમય વીતી ગયો છે. વિરૂપા ઝટપટ ઉદ્યાનની બહાર નીકળી પોતાનો સુંડલો અને સાવરણી લઈ માર્ગે ચઢી. શેઠાણી અનેક વિકલ્પોથી ઘેરાયેલા છતાં નિશ્ચિત મને વર્ષોનો ભાર ઉતર્યો હોય તેમ પુન: ૨ ૨. અનોખી મૈત્રી Page #24 -------------------------------------------------------------------------- ________________ પોતાના કક્ષમાં આવ્યા. તેમના ચિત્તમાં ઘણા વિકલ્પો ઉઠયા પરંતુ મનમાં નિરાંત અનુભવાતી હતી. વિરૂપા ઘરે પહોંચી ત્યારે ઘણો વિલંબ થયો હતો. માતંગ ઘરે આવી ગયો હતો. મનમાં બબડતો હતો આ બૈરાંની જાત મોઢે ચઢાવી ખોટી, જો ને એને કંઈ ભાન છે, પેટમાં ભાર છે છતાં કોણ જાણે કયાં સુધી આ સુંડલો સાવરણી લઈ શેરીઓ વાળે છે. માતંગ રાજ્યના માર્ગોનો સફાઈદાર હતો. અને તેની કુશળતામાં મહારાજા અને મંત્રીના મનમાં તેનું માનભર્યું સ્થાન હતું. તેની પાસે સંપત્તિ પણ હતી. મંત્ર વિદ્યાનો જાણકાર, પોતાની જાતિના લોકોના ભૂતપ્રેત કાઢનાર, બાળકોની નજર ઉતારનાર જેવા કાર્યોથી પોતાના વાસમાં પણ તેનું માનભર્યું સ્થાન હતું. પરાક્રમી પણ તેવો જ હતો. આમ મનમાં કંઈક બબડતો હતો ત્યાં વિરૂપા આવી. તેની સામે નજર મળીને શાંત થઈ ગયો. મનમાં વિચારવા લાગ્યો હવે વિરૂપાને થાક લાગે છે. કાલથી કામે જવાનું તેને બંધ કરાવી દઉં. વિરૂપાના મનમાં શેઠાણી સાથેની વાતો ઘૂમરાતી હતી. તે તો સાવરણી સુંડલો મૂકી સીધી રસોઈ કરવા લાગી. માતંગ ઉઠયો વિરૂપા સામે આવીને ઉભો, તેના મો પર ઉદ્વેગ હતો. તે જોઈ વિરૂપા કામ પડતું મૂકી તેની પાસે આવી. કેમ તું આજે આવો ઉદાસ છે ? આ તારા પેટ સામે જોઉં છું અને તને થાકેલી જોઉ છું, એની મને ચિંતા થાય છે કે તું કામ મૂકી આરામ કરે તો સારું. ઘણા સમયે સીમંત છે, વળી આ તારું રૂપ ખિલ્યું છે તે તો જો. કોઈની નજર લાગી જશે. તેની મને ચિંતા થયા કરે છે. તું મારી વાત તો સાંભળતી જ નથી. બૈરાની જાતને ચઢાવો એટલે તેમનું પોત પ્રગટ થયા વગર રહે નહિં. તુંય તારી મા જેવી જ જબરી છું હો. અલ્યા જો મારી માનું નામ લીધું તો આ રોટલા રોટલાની જગાએ રહેશે. બંને ઝઘડી પડયા, અંતે મીઠા ઝઘડાને સમાવી પાછા પોતાની મસ્તીમાં આવી ગયા. રોટલા તૈયાર થયા, એકજ થાળમાં પ્રેમથી જમ્યા. જાણે સ્વર્ગ ઉતરી આવ્યું ન હોય ! અનોખી મૈત્રી ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ - વિરૂપાનો ગર્ભ વૃદ્ધિ પામતો હતો. માતંગે શેરી સફાઈની બીજી વ્યવસ્થા ગોઠવી હતી. વિરૂપા આરામ કરતી. કયારેક શેરીમાં જઈ આવતી. શેઠાણીબાને મળી લેતી. માએ દિકરાને વેચ્યો, ‘હે રાજગૃહીમાં શ્રેણિક રાજાએ ભવ્ય રંગશાળાનું આયોજન કર્યું હતું. કામ પૂર્ણ થવા આવ્યું, પરંતુ દરવાજો બંધાય અને તૂટી પડે. બે ચાર વાર આવું થયું ત્યારે રાજાએ કોઈ નિમિતજ્ઞને આનું કારણ પૂછ્યું. - રાજાજી આ ભૂમિમાં કયાંય પ્રેતનું સ્થાન છે. ભૂમિ શોધન કરવા છતાં તેની અસર રહી ગઈ છે. તેથી બત્રીસ લક્ષણા બાળકને હોમવામાં આવે તો આ પ્રેતની અસર દૂર થાય તે પછી દરવાજો ઊભો થશે. રાજાએ સેવકોને ગામમાં ઢંઢેરો લઈને મોકલ્યા કે રાજયના કામ માટે જે બાળકને બલિ માટે આપણે તેને અઢળક સોનામહોરો મળશે. રંગશાળાની ભીંત ચણવામાં બાળકનો બલિ આપવાનો છે. - એ ગામમાં એક ગરીબ બ્રાહ્મણી રહેતી હતી. તેને ચાર બાળકો ન હતા તે સૌની હાલત ભૂખમરા જેવી હતી. બ્રાહ્મણીએ વિચાર્યું કે બધા ભૂખે મરે છે તેને બદલે નાનાને આપી દઉં તો આ દરિદ્રતા ટળે અને સૌ સુખેથી રહી શકીશું. નાનો બાળક અમર તે જંગલમાં કોઈ શેઠના પશુ ચરાવવા જતો. ત્યારે એક વાર મુનિને તેને ભયંકર ઠંડીમાં કાયોત્સર્ગ ધ્યાને ઉભેલા જોયા. તેને મનમાં વિચાર્યું કે મારી કામળી તેમને ઓઢાડી દઉં? અને તેણે કામળી મુનિને ઓઢાડી. મુનિ તો નિશ્ચલ ધ્યાનમાં હતા. - અમર ત્યાંથી વિદાય થયો. બીજે દિવસે આવ્યો ત્યારે મુનિતો એજ દશામાં હતા. કામળી નીચે પડી હતી. નિદોર્ષ બાળક બોલ્યો તમે આ કામળી કેમ ઓઢતા નથી? મુનિએ આંખ ખોલીનિર્દોષ બાળક પ્રત્યે દ્રષ્ટિ કરી કરૂણાથી તેને નવકાર મંત્ર શીખવ્યો. અને આકાશગામી હોવાથી આકાશ ગમન કરી ગયા. અમર આશ્ચર્યથી આ જોઈ રહ્યો. અને નવકાર ગણતો ઘરે પહોંચ્યો. તેણે માન્યું કે અનોખી મૈત્રી ૨૪. Page #26 -------------------------------------------------------------------------- ________________ નવકાર ગણવાથી આકાશમાં ઉડી શકાય. આમે રૂપાળો વહાલો લાગે તેવો પણ પૂર્વના કર્મના ઉદયે સોનામહોરાના સાટે વેચાયો. તે માને ઘણું કરગર્યો, સૌને કરગર્યો પણ હવે વેચાઈ ગયો હતો. કોઈ તેને સહાય કરે તેમ ન હતું. રૂપ તો હતું તેમાં બલિ તરીકે શણગારવામાં આવ્યો. દરવાજામાં એક નાનું સુંદર સિહાસન ગોઠવીને તેને બેસાડવામાં આવ્યો. તેણે જોયું કે તેને કોઈ બચાવે તેમ નથી. ત્યાં એને મુનિએ આપેલો નવકાર યાદ આવ્યો. તેણે પૂરા ધ્યાનપૂર્વક નવકાર મંત્રનો જાપ કર્યો મનમાં એમ કે મુનિ નવકાર ગણીને આકાશમાં ઉડી ગયા તેમ હું પણ ઉડી જઈશ. પણ આ શું? દરવાજો ચણનારા બધા જ થંભી ગયા. અભયમંત્રીને સમાચાર મળ્યા. તેઓએ આ બાળકને તરત જ મુકત કર્યો. અને કુશાગ્રતાથી અન્ય વિધિ પતાવી દરવાજાનું કામ સમાપ્ત કરાવ્યું. બાળક તો નવકાર ગણતો વિચારવા લાગ્યો હવે માને ત્યાં જવાનો અર્થ નથી. જેના આપેલા મંત્રથી બચ્યો તે મંત્રનો અને તેમનો જ આશરો લઉં, આમ વિચારી અન્ય મુનિ પાસે તેણે મુનિવેશ ગ્રહણ કર્યો. માતંગ ઘરે જવા નીકળ્યો હતો ત્યાં તેણે માર્ગમાં આ બનાવ સાંભળ્યો. માએ બાળકને વેચ્યો. તેના વિચારમાં તે ઘરે આવ્યો. વિરૂપા હજી આવી ન હતી. થોડી વારમાં વિરૂપા આવી. માતંગ મનમાં કંઈ બબડતો હતો. કેવી મા કે પુત્રની દયા ના આવી? વિરૂપાએ કહ્યું અલ્યા આજે તું શું બબડે છે? માતંગ કહે નગરમાં એક આશ્ચર્ય બન્યું. માએ દીકરાને વેચ્યો. હે! માએ દીકરાને વેચ્યો, ના બને. વિરૂપાના મનમાં ફાળ પડી કે માતંગ મારી અને શેઠાણીની વાત કોઈ વિદ્યાથી જાણી ગયો નહિ હોય ને? એક બ્રાહ્મણીએ દુઃખના માર્યા સોનામહોરો લઈ રૂપાળા બાળકને બલિ ચઢાવવા વેચ્યો. વિરૂપાએ પૂછયું સોનામહોરો લઈને વેચ્યો ? અનોખી મૈત્રી - ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ પેલા બાળકને કોઈ મુનિએ નવકાર મંત્ર પમાડેલો તેના જાપથી બધા કારીગરો થંભી ગયા. અને અભયમંત્રીએ આવીને બાળકને મુક્ત કર્યો. પછી કારીગરો મુક્ત થયા. ભગવાનના આ નવકાર મંત્રનો કેવો મહિમા છે ! બીજા મંત્રો એની આગળ વ્યર્થ. તું યે ભારે પંડિતા લાગે છે. રસોઈ કરીશ કે વાતો જ કરીશ! વિરૂપાને હવે નિરાંત થઈ કે વાત બીજી છે. માતંગ કહે બ્રાહ્મણી સવર્ણ છતાં પુત્રની દયામાયા ન મળે. બલિને સ્વર્ગ મળે તે કેવી ખોટી માન્યતા છે? પેલો બાળક ત્યાંથી 'મુક્ત થયા પછી ઘરે ન ગયો તેણે મુનિ પાસે જઈ મુનિવેશ ધારણ કયો. વિરૂપાએ ઝટપટ રોટલા ઘડી લીધા. આજે બંને સાથે એક ઠામમાં જન્મ્યા અને પાછા પ્રસન્ન થઈ ગયા. સમયનું વહેણ વહ્યું જાય છે. વિરૂપા અને શેઠાણીના ગર્ભપાલનના દિવસો પૂર્ણ થવાની તૈયારીમાં છે. માતંગ વિરૂપાની સંભાળ રાખે છે. શેઠ આશામાં દિવસો વ્યતીત કરે છે. શેઠાણીએ પોતાની અંગત જૂની નંદા દાસીને પેલી ગૂઢ વાત કહી રાખી છે. દાસીએ પણ શેઠાણીને ધરપત આપી નિશ્ચિત રહેવા કહ્યું છે તે પણ શેઠાણીના સુખમાં રાજી હતી. ગોપદાદાની પલ્લીમાં જતાં શું બન્યું મેતસમાજથી છૂટા પડેલા ગોપદાદાએ નદીને પેલે પાર પોતાની એક પલ્લી બનાવી હતી. સાથીદારોને શિક્ષણ આપતો કે આપણો પણ હક્ક છે કે સવર્ણોની જેમ ઉચ્ચ સ્થાન પામીએ. તેની વિચારણા કરવા સૌને નિમંત્રણ હતું. તેમાં માતંગને પણ આમંત્રણ હતું. રાજમહેલથી આવતા મોડું થયું હતું. તેથી જલ્દી ભોજન કરીને જવા તૈયાર થયો. જો કે આજે વિરૂપાના શરીરે અસુખ હતું. પણ વિરૂપાએ કળાવા દીધું નહિ, જેથી માતંગ નિરાંતે જઈ શકે. વીરૂ, કદાચ રાતને બદલે સવારે આવવાનું થશે. બાજુમાંથી કોઈને બોલાવી લેજે. અને માતંગ હથિયાર વિગેરે લઈ જવા તૈયાર થયો. અનોખી મૈત્રી ૨૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિરૂપા : માતંગ જો દાદા સાથે ઉગ્ર થઈ ચર્ચા ન કરતો. તેની જે માન્યતા હોય તે આપણે તો ભગવાનના બોધ પ્રમાણે શાંત રહેવું. દાદાએ એકવાર શ્રાવસ્તીમાં જ્ઞાતપુત્રના દર્શન ક્યાં છે. તેને લાગે છે કે જ્ઞાતપુત્રની વાત સાચી, પણ જયાં સુધી ઉંચ નીચના ભેદ ન ભૂલાય ત્યાં સુધી તેમની વાતોથી ભરમાવું નહિ, તેમ તે માને છે. પૂર્વ કર્મથી નીચ ગોત્ર મળ્યું છે. ભોગવી લેવું તે વાત દાદાના ગળે ઉતરતી નથી. તેથી તેણે તો નક્કી કર્યું છે, આ બધી વાતો પંડિતાઈની છે. માટે જ્ઞાતપુત્રનો સંપર્ક રાખવો નહિ અને આપણે પુરુષાર્થ કરીને આપણા સમાજને ઉંચે લાવવો. સવર્ણની જેમ રાજકાજ કરવા. તેમની વાત શાંતિથી સાંભળી લેજે. - હવે તારી પંડિતાઈ કયાં સુધી કરીશ, મારામાં અક્કલ છે. હું બધું જોઈ વિચારીને કરીશ. તું ચિંતા શું કામ કરે છે? મને આવતા સવાર થશે. અને માતંગ મોટા જોડા પહેરી ખભે ડાંગ, કમરે તીક્ષ્ણ શસ્ત્ર ભેરવીને મોટા કદમ ભરતો વિદાય થયો. વિરૂપા આવા પરાક્રમી ગૌરવવંત પરૂષને જતાં જોઈ રહી. છતાં વિચારમાં પડી કે તેનો પુત્ર પણ આવો જ જનમશે. પણ, હા એ પુત્રના લાડકોડના એના સ્વપ્ના અધૂરા રહેશે? વળી વિરૂપાએ મનને તરતજ વાળી લીધું કે મને વળી પુનઃ સંતાન પ્રાપ્તિ થશે એટલે માતંગના સ્વપ્રા પૂરા તો થશે. માતંગે ગંગાતીરે શું જોયું ? માતંગને જંગલ વટાવી ગંગાની તીરે સામે પાર પહોંચવાનું હતું. રાત્રિ છતાં એ નિર્ભયતાથી ચાલી જતો હતો. ત્યાં તેણે નદી કિનારા તરફ જતા માર્ગમાં ચાંદની રાત્રે એક આકૃતિ જોઈ. તે એવી સ્થિર કે જાણે પાષાણની મૂર્તિ. તે કિનારા તરફ આગળ વધ્યો. ત્યાં વળી નદી કિનારે એક હોડી આવીને ઉભી. તેણે વિચાર્યું કે તેને લેવા આ હોડી આવી હશે. પણ ત્યાં તો તેણે જોયું કે હોડીમાંથી કાળા વેશમાં કોઈ સ્ત્રી ઉતરી આવી. માતંગ પાસેના વૃક્ષ પાછળ લપાઈ ગયો. * તેણે જોયું કે સામે એક મુનિ નિશ્ચળપણે ધ્યાનમાં ઉભા છે. તે અનોખી મૈત્રી Page #29 -------------------------------------------------------------------------- ________________ જ પેલી પાષાણ જેવી મૂર્તિ. તેના મનમાં ભાંજગડ ચાલતી હતી કે એક બાજુ પેલા મૂર્તિ જેવી મુનિની આકૃતિ, બીજી બાજુ આ ડાકણ જેવી આકૃતિ ? આમાં શું ભેદ હશે? કોઈ પ્રેમી યુગલનો આ કંઈ સંકેત હશે ? એ કંઈ નિર્ણય કરે ત્યાં તો પેલી સ્ત્રી પેલા મૂર્તિમંત મુનિ પાસે પહોંચી. મુનિને બાથમાં લીધા. માતંગને લાગ્યું કે નક્કી આ પાખંડ છે. હજી તે કંઈ વિચાર કરે તે જ વખતે તેણે જોયું કે સ્ત્રીનો ચમકતા છરાવાળો શસ્ત્રધારી હાથ ઉચકાયો અને જોરથી મુનિની છાતીમાં ઘા કર્યો. બે ઝાટકામાં તો મુનિ ધરતી પર ઢળી પડયા. સમતાભાવે મૃત્યુને ભેટયા. માતંગથી ચીસ પડાઈ ગઈ “ખૂન ખૂન'એ ચીસના પડઘા સાંભળી પેલી સ્ત્રી ઝડપથી નાસવા લાગી. માતંગ તેને પકડવા પોતાના શસ્ત્ર - સાથે વૃક્ષની બહાર નીકળ્યો. ત્યાં તેણે સિંહનો ઘૂઘવાટો-મોટી ત્રાડ સાંભળી. સ્ત્રીના શરીર પર મુનિહત્યાના પ્રતિક રૂપે રકત સ્ત્રાવ છંટાયો હતો. સિંહને માનવ લોહીની ગંધ મળી પછી તો તે પોતાની પૂંછડી પછાડતો બેતાજ બાદશાહની જેમ પુનઃ ગજર્યો અને નાસતી સ્ત્રીની નજીક આવી એક પંજો ઉપાડયો, અને ગળેથી પકડી એકજ ચીસ અને સ્ત્રીનું પણ પ્રાણ પંખેરૂ ઉડી ગયું. વનરાજે ધરાઈને આહાર કરી લીધો બાકીના નિર્જીવ દેહને એક ખાડામાં પધરાવીને ઉદરપૂર્તિનો ઓડકાર લઈ સ્વસ્થાને ગયો. માતંગ હથિયાર તૈયાર રાખી વૃક્ષની બહાર નીકળ્યો. આવું ભયંકર દશ્ય જોઈ તે ત્યાં થંભી ગયો. એક બાજુ લોહીથી ખરડાયેલું મુનિનું શબ, બીજી બાજુ સિંહે ફાડેલું હાથ પગ ખાઈ લીધેલું વિચિત્ર સ્ત્રીનું શબ, ચારે બાજુ લોહીની જાણે નીક વહેતી હતી. ઘનઘોર રાત્રિનું આવું ભયાનક દશ્ય જોઈ સામાન્ય માનવી સ્વયં શબ બની જાય. માતંગ પરાક્રમી હતો. તો પણ હેબતાઈ ગયો. તેના પગ ધરતી સાથે જડાઈ ગયા. જંગલમાં નિર્ભય રીતે ભમતો વનરાજ જેવો પરાક્રમી આ પુરુષ આ દશ્યથી ક્ષોભ પામી ગયો. આખરે તેણે વિચાર્યું કે હવે ધરાયેલો વનરાજ તો હમણા પાછો આવશે નહિ. કંઈક સાહસ કરી તે આગળ ૨૮ અનોખી મૈત્રી Page #30 -------------------------------------------------------------------------- ________________ વધ્યો. ત્યાં વળી વિચાર આવ્યો કે આ સ્ત્રી કોણ હશે ? ચાંદની રાત હતી તેથી હિંમત કરી તે મનમાં મંત્રનું રટણ કરતો સ્ત્રીના શબ પાસે ગયો. ઓહ ! આ તો પેલી બ્રાહ્મણી હતી. અને આ પેલા બાળ અમરમુનિ. ચિરનિદ્રામાં સૌમ્યભાવે પોઢયો હતો. અરે ! એક તો બાળકને વેચ્યો અને પાછો મુનિવેશે રહેલા બાળકની હત્યા ? જગતમાં સગપણનું આવું બેહૂદુ સ્વરૂપ ? તેને ભગવાનનો બોધ સાંભળ્યો. આ સંસાર સ્વાર્થી છે. કર્મની ભયંકર વિચિત્રતા છે. પૂર્વના વેરઝેર ઉદયમાં આવે ત્યારે કોણ મા અને કોણ પુત્ર? સાહસિક જેવા માતંગની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડયા. તે અત્યંત ક્ષોભ પામી ગયો. માનવના લોહીની ગંધથી વળી કોઈ વન્ય પશુનો પગરવ સંભળાતા માતંગ હાથમાં હથિયારને સજ્જ કરી ભાગ્યો. ચારે બાજુ ગજબનો સુનકાર હતો. ભડવીર પણ છળી ઉઠે એવું ભયંકર વાતાવરણ હતું. હવે મોડું પણ થયું હતું. એટલે માતંગે દાદાની પલ્લીમાં જવાના બદલે પોતાના ઘર તરફ જવા પગ ઉપાડયા. જો કે પગની તાકાત હણાઈ ગઈ હતી. છતાં હાથમાં હથિયારની હિંમતથી મંત્ર ગણતો ઝડપથી ઘર ભણી ચાલવા લાગ્યો. હજી અંધારું હતું. થોડો માર્ગ પસાર કર્યો ત્યારે કૂતરાને ભસતા સાંભળી તેણે કંઈ રાહત અનુભવી, કે હવે વસ્તીમાં આવી પહોંચ્યો છું. કંઈ હળવાશ અનુભવી પોતાના ખોરડા બાજુ પગ ઉપાડયા. પ્રભાતના આછા અજવાળામાં તેણે પોતાના ખોરડા પાસેથી ઝડપથી નંદાને જતી જોઈ. નંદા તું અહીં કયાંથી? વિરૂપાને અસુખ હતું તેથી શેઠાણીબાએ ખબર લેવા મોકલી હતી. વિરૂપાએ તો લક્ષ્મીને જન્મ આપ્યો છે. “લક્ષ્મી એટલે?' વિરૂપાએ દીકરીને જન્મ આપ્યો છે, એટલું બોલીને નંદા ત્વરાથી પસાર થઈ ગઈ. વિરપાને દીકરી જન્મી ? માતંગનું મન ક્ષોભ પામેલું તો હતું. તેમાં તેના મનમાં પુત્ર પ્રાપ્તિના મનોરથ પર એક ઘા પડયો. દીકરીનો જન્મ? તે વિરૂપા અનોખી મૈત્રી ૨૯ " Page #31 -------------------------------------------------------------------------- ________________ પાસે આવ્યો. વિરૂપા, દીકરી જન્મી ? તેમાં તું શું મુઝાઈ ગયો ? દીકરી જન્મી તો મારી સાવરણી સૂંડલો ઉપાડશે. અને પરણાવીશું એટલે જમાઈ આવશે. બધી રીતે બહાવરો બનેલો માતંગ વધુ વિચારી ન શક્યો. થાકેલો ખાટલામાં લાંબો થઈ સૂઈ ગયો. વિરૂપા પણ સૂતિકા કર્મને સરખું કરી પ્રસૂતિની વેદનાથી થાકેલી ઉંઘી ગઈ. મોડી સવારે બંને જાગ્યા. પ્રાત:વિધિ પતાવી વળી માતંગનો અંદરનો સંતાપ કે દીકરી જન્મી? મને તો પુત્ર થાય તો કેવી વિદ્યાઓ આપવાના કોડ હતા ! હવે મારી વિદ્યા અને રાજકાજના માન શા કામના ? વિરૂપાઃ અલ્યા દીકરી છે તો જમાઈ આવશે તેને વિદ્યા આપજે અને તને હજી હું ઘરડી થઈ ગઈ લાગું છું; બીજું સંતાન નહિ થાય? માતંગ હંમેશા વિરૂપાની વાતોથી સમાધાન પર આવી જતો. પડોશમાં રહેતા સ્ત્રીને સમાચાર મળ્યા. તેણે વિરૂપાને મદદ કરી સઘળું કાર્ય પતાવ્યું. માતંગ દીકરી તો દીકરી મનમાં એવો સંતોષ માની વિરૂપાના સંગમાં સ્વસ્થ થઈ ગયો હતો. ત્યાં તો બરાબર છ દિવસ પૂરા થયા અને રોગીષ્ટ દીકરી અવસાન પામી. વિરૂપાને તો આમ બનશે તેની ખબર હતી. પરંતુ માતંગ તો તદ્ન હતપ્રભ થઈ ગયો કે લગ્ન પછી ઘણા વર્ષે દીકરી જન્મી, તેમાં સમાધાન માન્યું. પણ તે મૃત્યુ પામી! માતંગ ઘણો હતાશ થઈ ગયો. જાણે જુવાન દિકરો ગુજરી ગયો હોય તેમ તેણે પોક મૂકી રડી ગયો. પડોશના સૌ ભેગા થઈ ગયા. માતંગને સમજાવ્યો. અને અંત્યેષ્ટિ વિધિ પતાવી. વિરૂપાએ મન પર પ્રભુના બોધને બરાબર બેસાડી દીધો હતો. તે કહેતી માતંગ ભાગ્યમાં લખ્યું હોય તેમ થાય. ભગવાને પણ કર્યા કર્મ ભોગવ્યા હતા તો આપણે કોણ માત્ર ? માતંગ કહે તો હું કંઈ તત્ત્વજ્ઞાની કે શ્રમણ નથી. મને તો હજી આવા મનોરથ છે. સંપત્તિને ભોગવનાર સંતતિ પણ જોઈએ. દીકરીથી .૩૦ અનોખી મૈત્રી Page #32 -------------------------------------------------------------------------- ________________ મન વાળ્યું તે પણ ન છાપું ? આમ માતંગ પરાક્રમી છતાં અસ્વસ્થ થઈ જતો. વિરૂપા તેને સ્નેહથી સમજાવી લેતી. વિરૂપાના મનમાં કંઈક મથામણ થતી. છતાં શેઠાણીની સાથેના સખ્યભાવથી તેને સંતોષ હતો. વળી પૂરા હવેલીના વિસ્તારમાં શુદ્રના ભેદભાવ વગર શેઠાણીએ તેને હંમેશા મૈત્રી ભાવે પ્રેમ આપ્યો હતો. તેથી તેને શેઠાણી પ્રત્યે અતિ સભાવ હતો. તેને બીજા બાળકની આશા હતી. જો કે મનમાં વિચારતી કે હજી પ્રાપ્ત બાળકનું મો પણ જોયું નથી. કારણકે આ બધું એટલું ઝડપથી બની ગયું કે બાળકને હાથમાં લઈ તેના માથે હાથ ફેરવે તેના પોયણા જુએ, સ્પર્શે તે પહેલા તો નંદા દાસીએ બાળકી સોડમાં મૂકી પુત્રને ઉપાડી લીધો. માતંગ આવતા પહેલા આ કામ પતાવી દેવાનું હતું. વિરૂપાને પુત્ર દર્શન ન થયું તેનો રંજ હતો. છતાં જાણીને સમજીને કરેલા કાર્યમાં સંતોષ માનતી વળી પુત્રને ઉત્તમ કુળ અને શિક્ષણ મળશે એમ વિચારીને શાંત થઈ જતી. કયારેક પ્રભુના બોધને ધારણ કરી સંતાપ મુક્ત થતી. આ બાજુ વિરૂપાને મળેલી દીકરી મરણ પામી હતી. બીજી બાજુ હુષ્ટ, પુષ્ટ જન્મેલો બાળક નિર્વિદને ઉછરતો હતો. શેઠાણીને પુત્રની પ્રાપ્તિ થતાં કુટુંબમાં આનંદ મંગળ વર્યો. ઢોલ શરણાઈઓ વાગતી. સગા સ્વજન હરખ મનાવવા આવવા લાગ્યા. શેઠનો આનંદ અમાપ હતો. જો કે શેઠાણી ઘડીભર વિકલ્પમાં પડે છે. પણ સ્વાર્થ કહો સંયોગ કહો એવા છે કે શેઠાણીનો સપત્નીનો સંતાપ દૂર થવાથી શેઠાણી આનંદમાં રહેતા. પુત્રની નામકરણ વિધી અગ્યાર દિવસ પછી પુત્રના નામકરણની વિધિ કરવાની હતી શેઠે સમગ્ર નગરીમાં મિઠાઈ વહેંચી હતી. સગા સ્વજનોને ભોજન માટે બોલાવ્યા હતા. વાજા વાજિંત્રો વાગતા હતા. હવેલીમાં મોટો ઉત્સવ મનાઈ રહ્યો હતો. નામ કોણ પાડે, શું પાડવું? તેની વડીલો સાથે ચર્ચા ચાલે છે. શેઠાણીના મનમાં પેલો વિરૂપાનો સખ્યભાવ ઝબકે છે. તેમણે જાહેર અનોખી મૈત્રી ૩૧ . Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્યું કે મારા ખોટના દિકરાનું નામ વિરૂપા પાડશે. સૌના મોંમાથી શબ્દ સરી પડયો. વિરૂપા? અરે મેત ?” શેઠાણી : મારે તો આ સાત ખોટનો દિકરો છે. કોઈનાથી નજરાઈ ન જાય માટે મેત પાસે નામ પડાવવું છે. તેનું નામ આપણી શેરીમાં જાણીતું છે તે વિરૂપા નામ પાડશે. જોશી મહારાજ પાસે રાશિ જોવરાવશો નહિ. જોષી મહારાજે બાળકનું લલાટ જોઈ ભાવિ ભાગ્યું કે પુત્રને રાજવંશી જેવો યોગ છે. મહા તેજસ્વી અને બુદ્ધિશાળી થશે. સંપત્તિ તો તેને શોધતી આવશે. અને વળી આત્મ કલ્યાણનું કાર્ય પણ સાધી લેશે. ' ' - વિરૂપા, બિચારી ! તે પણ પ્રસુતા હતી તે પ્રમાણે શરીરની વ્યવસ્થા તો થતી રહે. સ્તન દૂધથી ભરાઈ જતા ત્યારે મનોમન બે હાથ ઉંચકાઈ જતા બાળકને ખોળામાં લઈ સ્તનપાન કરાવવાની પ્રકૃતિ થઈ આવતી. પણ હાથ-ખોળો ખાલી રહેતા. મનના વહેણને મનમાં જ વાળી લેવાનાં હતાં. વળી કલ્પનામાં રાચતી ખરેખર માતંગ જેવું તેનું કપાળ હોવું જોઈએ. અને નાક તો મારા જેવું તીણું હશે. તેના હાથ માતંગ જેવા લાંબા હશે. મારો બાળ કેવો નયન રમ્ય હશે. હા પણ હવે કોનો બાળ અને કોનો લાલ? મનમાં જાણે વાત્સલ્યની સરવાણીઓ ઉઠતી અને સમાઈ જતી. ભ્રમમાં વળી હાલરડું ગાતી અને રાજી થતી. પાછી વાસ્તવિકતા પર આવીને શાંત થતી. - ત્રણ ચાર દિવસ પછી ધીમે ધીમે ઘરકામે લાગી. ત્યાં એક દિવસ નંદાદાસી આવી. માતંગ ઘરે ન હતો. તેણે પુત્રના રૂપ સૌષ્ઠવની વાત કરી. વિરૂપા સાંભળે અને મનમાં કંઈક ઉદ્વેગ આવે વળી આનંદ પણ થાય. થોડી વાર પછી નંદા કહે, હું તો ખાસ વાત કરવા આવી હતી તે તો ભૂલાઈ ગઈ. વિરૂપા, સાંભળ, અગિયારમે દિવસે બાળકનું નામ પાડવાનું ૩૨ - અનોખી મૈત્રી Page #34 -------------------------------------------------------------------------- ________________ છે. શેઠાણીબાએ તારી પાસે નામ પડાવવાનું નક્કી કર્યું છે. જોષી મહારાજને રાશિ કહેવાની પણ ના પાડી છે. તારે નામ નક્કી કરવાનું અને પાડવાનું છે. વિરૂપા પ્રથમ તો ક્ષોભ પામી ગઈ. પછી કહે પણ સવર્ણ સમાજમાં હું આવું તે કેવી રીતે બનશે? શેઠાણીબાએ સૌને કહ્યું છે કે મારે સાત ખોટનો દિકરો છે નજરાય નહિ તેથી મારે તો મેત વિરૂપા પાસે જ નામ પડાવવું છે. શેઠ અને સગા કંઈક અકળાયા પણ દિકરાને કંઈ થાય તેવા ભયથી સૌએ આ વાત કબુલ કરી છે તો તું તૈયાર રહેજે. હું લેવા આવીશ. આજે શેઠની હવેલીએ સગા, સ્વજનો, વડીલો સૌનો માહોલ જામ્યો હતો. શેઠે તિજોરી, ધન ધાન્યના કોઠારો ખૂલ્લા મૂકી દીધા છે. પુત્રનું નામકરણ કરવાનું છે. શેઠાણીએ સીમંત વખતે આપેલી સુંદર સાડી અને શણગાર સજીને વિરૂપા તૈયાર થઈ. ખરેખર તે સુરુપાની જેમ શોભતી હતી. તેને બાળક જોવાની ઈચ્છા હતી. તે આ રીતે પૂરી પડશે. તેથી આનંદમાં હતી. નંદાદાની સાથે વિરૂપા હવેલીએ પહોંચી. સ્વજનોની ભીડની અંદર નંદા વિરૂપાને લઈને હવેલીમાં દાખલ થઈ. વિરૂપાના સંકોચનો પાર નહિ. નંદા વિરૂપાને શેઠાણીના ઓરડામાં લઈ ગઈ. શેઠાણીએ તેનો હાથ પકડી આવકારી, વિરૂપા સંકોચાઈને બેઠી. | મુહૂર્ત સાચવવા શેઠાણીએ બાળકને વિરૂપાના ખોળામાં મૂક્યું અને સ્વજનોમાં કંઈક બડબડાટ થયો. મેતના ખોળામાં બાળક ! ખોળામાં લીધેલા બાળકની સામે જોઈ વિરૂપા સહજ રીતે બોલી ઉઠી. “મારા લાલ અને તેની સામે જોઈને બોલી, બા, બરાબર તેનો ભાલ પ્રદેશ તો શેઠના જેવો જ છે. અને આ કુમળા હોઠ તો તમારા જેવા શોભી રહ્યા છે. મનમાં તો વિચારતી હતી કે મારા અને માતંગના રૂપનું મિશ્રણ હોય તેવો લાગે છે. આવા મનોભાવથી તેના સ્તનમાં દૂધના ઉભરા થવા લાગ્યા. જાણે હમણા શેરો ફૂટશે. તેમાં બાળકના હાથ પગ ઊંચા નીચા થતાં. તેના સ્તનને સ્પર્શતા ત્યારે તો વિરૂપા હતમાં ખોવાઈ જતી. અનોખી મૈત્રી ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ બા, બાળ તો તમારા કુળ પ્રમાણે ખૂબ જ સંસ્કારી બનશે. પ્રભુ તેને દીર્ધાયુ આપે. વિરૂપા બોલતી જ રહી. ત્યાં તો જોષી મહારાજ બોલ્યા નામકરણનો સમય થઈ ગયો છે. શેઠાણી કહે, વિરૂપા, હવે નામ બોલ. બા, અમે મેત તમે આર્ય બીજાં શું નામ બોલું? આ બાજુ વિરૂપાની વાત્સલ્યની છોળો ઉછળે છે. જાણે સ્તનમાંથી હમણાં દૂધ ઝરવા માંડશે અને વિરૂપા નામ માટે વિચારે એવી સ્થિતિ પણ કયાં હતી? તેના મુખમાંથી એકાએક નીકળી ગયું કે “મેતાર્ય'. અને તેને બાળકને શેઠાણીના ખોળામાં મૂકીને જુગ જુગ જીવો “લાલ' તેમ બોલી ત્યાંથી ઉભી થઈને બહાર નીકળી ગઈ. મેતાર્ય” સગા સ્વજનો બબડયા આ તે કંઈ નામ છે? શેઠ પણ વિચારમાં પડ્યા, ત્યાં શેઠાણી બોલ્યા, ખોટના દીકરાના નામ આવા હોય. સૌ શાંત થઈ ગયા. પોતાનું ખોરડું એજ હતું. વિરૂપા હવેલીએથી જાણે દોડતી ભાગતી ઘરે પહોંચી. માતંગ ઘરે ન હતો. વિરૂપાને આજે ખોરડું ખાવા ધાતુ હતું. એક પ્રકારનો બહાર અને અંદર શૂનકાર વ્યાપ્યો હતો. વિરૂપા બેચેન બની ગઈ હતી. બાળકના મુખના દર્શન કર્યા અને મનમાં રહેલી વાત્સલ્યધારા દુઃખ સાથે પ્રગટી. છેવટે કુમળી ડાળ જેવી આ નારી ? બીજું શું વિચારે ? મનમાં ગણગણતી હતી. બરાબર ભાલ પ્રદેશ તો માતંગ જેવો અને નાકના ટેરવા પણ માતંગ જેવા ફૂલેલા હતા. અને આંખો તો મારા જેવી હતી. મારો લાલ કેવા હાથપગ ઉછાળતો હતો. અને તેના હાથ મારા સ્તનને સ્પર્યા ત્યારે મારા મનમાં કેવું તોફાન જાગ્યું હતું. તેના ધબકાર હજી સંભળાતા હતા. “મારો લાલ'! મા તે મા જ. વળી તેને યાદ આવ્યું. એકવાર આ જ બાબતમાં તે અને માતંગ કેવા ઉગ્ર થઈ ગયા હતા. માતંગ કહે બાળક મારા જેવું થશે. વિરૂપા કહે તારા જેવું ફુલેલું નાક કંઈ શોભા આપે એવું નથી. એટલે નાસિકા તો મારા જેવી થશે. આમ વિચાર તરંગે હિલોળા ખાતું તેનું મન બેચેન બની અનોખી મૈત્રી ३४ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગયું. ત્યાં તો તેણે દૂરથી માતંગને આવતો જોયો અને સાવધ બની ગઈ. ભગવાન મહાવીરને યાદ કરી પોતાની જાતને સંભાળી લીધી અને વિચારવા લાગી કે કોના માને બાપ કોના છોરૂ, વાછરું ! આ એક ભવની સગાઈ અને ભવાઈ માટે જ ભગવાન કહે છે કે માનવો તમે મોહ છોડો મોહ જ દુઃખનું કારણ છે. માટે મારે આવો મોહ ન રાખવો. માતંગ ઘરમાં આવ્યો ત્યાં તો તે પૂરી સ્વસ્થ થઈ ગઈ. માતંગને આજે ગોપદાદાની પલ્લીએ જવાનું હતું. દાદાની આખરી ઘડીઓ ગણાય છે, તેવા સમાચાર મળ્યા હતા. તેથી માતંગને ત્વરાથી જવાનું હતું. વિરૂપાએ તરત જ રોટલા તૈયાર કર્યા અને માતંગ ઝડપથી ખાવાનું પતાવી ઉપડયો. વિરૂપા જતા માતંગને જોઈ રહી. વળી કહેવા લાગી કે ત્યાં કંઈ તારું ડહાપણ ન બતાવતો શાંત રહીને કામ કરજે. માતંગ ઉતાવળમાં હતો તેથી જવાબ આપ્યા વગર ચાલતો થયો. આજે વિરૂપાને એકાંત જોઈતું હતું. તેથી વળી પુનઃ તરંગે ચઢી. પુનઃ પુનઃ પુત્રદર્શન યાદ આવતું વળી બાળક ભલે વિરૂપાનો હતો. પણ ઘણું પુણ્ય લઈ જન્મ્યો હતો. તેથી શરીરનું રૂપ પણ દીપી ઉઠે એવું હતું. શત્રુને વ્હાલ ઉપજે તેવું તેનું ઘાટીલું શરીર અને મુખની કાંતિ હતી. વિરૂપાએ નવ માસ ઉદરમાં ધારણ કર્યો હતો. પોતાનો લાલ પોતાને વિશેષ રૂપવાન લાગે તેમાં નવાઈ શી? છેવટે કઈ ગીત ભજનો ગાઈ. શ્રમણોમાં બોધમાં મન પરોવીને શાંત થઈ. એનો લાલ મેતાર્ય દિવસરાતના ભેદ વગર વધતો જતો હતો. સાથે શેઠાણીના સન્માન પણ વધી ગયા હતા. હવેલીને ભવ્ય રીતે શણગારી હતી. હજી ગામ પરગામથી વધામણે સૌ આવતા હતા. ધનદત્ત શેઠ તો જાણે સ્વર્ગ પૂરીમાં રાચતા હતા. સંસારની કેવી વિચિત્રતા છે. સંતાન સુખની કેવી ઝંખના ! ઉત્તમ જીવના પગલાથી કે શું પણ શેઠનો વૈભવ પણ વધતો જાય છે. રાજવંશીની જેમ ધાવમાતાઓ રાખવામાં આવી હતી. અનોખી મૈત્રી ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષિઓએ નક્ષત્ર વગેરે જોયું અને બાળકનું ભાવિ ભાખ્યું કે પુત્ર રાજયોગ અને પરમાર્થ યોગ વાળો છે. રાજવંશી જેવા સુખ ભોગવીને મોક્ષ પુરુષાર્થ પણ સાધશે. નામને અમર કરી જશે. શેઠજીને મોક્ષ માર્ગમાં રસ નહતો. પણ પુત્રના ઉત્તમ ગ્રહાદિ સાંભળી તે ખૂબ પ્રસન્ન થયા. જોષીઓને ખૂબ ધન આપી સંતુષ્ટ કર્યા. પુત્ર તો એક જ પણ વૈભવ અનેક ગણો છે. મા, પાંચ પાંચ ધાવમાતાઓ અનેક દાસ, દાસીઓ, શેઠનું હેત, સગા, સ્વજનોના શુભ ભાવ સૌને લાગતું આખરે ભગવાનની દયા વરસી, શેઠ શેઠાણીની ઈચ્છા પૂરી ગઈ. આમ સમયનું વહેણ વહેતું રહ્યું. એક માસ પૂરો થયો. વિરૂપાને થયું, હવે કામે લાગી જવું. એ જ શેરી, એ જ હવેલીઓ વળી શેઠાણી સખીની હવેલી પાસે ખાસ સફાઈ કરવાની. વિરૂપા એજ પૂરાણી ટેવ પ્રમાણે સુંડલો સાવરણી લઈ મનમાં ગણગણતી શેરીમાં પહોંચી. મારા વીર કહે છે સંસાર એ તો સુખ દુઃખનો સાર છે. જયાં કોઈ કોઈનું નથી એવો એ વિષમતાનો ભાર છે. વીર કહે છે મનવા મનને મોહથી પાછો વાળ. મહામૂલા માનવ-ભવને ધરમની પહેરાવી દે માળ. વીર કહે છે તે જીવ મરણ નજીક જાણી સુધારી લે બાજી. વખત વહ્યા પછી તારા હાથમાં રહેશે નહી બાજી. મહાવીર કહે છે સંસાર એ તો સુખ દુઃખનો સાર છે. શેઠાણીએ તરત જ વિરૂપાનો અવાજ સાંભળ્યો અને મેતાર્યને લઈને ગવાક્ષમાં આવ્યા કે ભલે વિરૂપા તેના લાલને નિરખે. વિરૂપાએ બે હાથ લમણે લગાડી ઓવારણા લીધા. જુગ જુગ જીવો “મારા લાલ” બસ ત્યારથી એક નિત્યક્રમ થઈ ગયો. વિરૂપાનું હવેલી પાસે આવવું. મારા લાલને જોવો, આમ તેને કઈ સંતોષ લાગતો. કોઈ વાર ઉદ્વેગ થતો ત્યારે મેતાર્યના ઉછેરનો વૈભવ જોઈ. સખીની સુખદ દશા જોઈ સંતોષ માનતી. ભાવિમાં પોતાને સંતાન થશે તેમ આશા સેવતી પ્રસન્ન રહેતી. ગોપદાદાની અંતિમ ઘડીએ શું બન્યું માતંગ ઘરેથી નીકળ્યો. ઝડપથી નદી તીરે ઉભેલી હોડીમાં બેસી ગોપદાદાની પલ્લીએ પહોંચ્યો ત્યારે પલ્લીમાં આજુ-બાજુના લોકોની ભીડ જામી હતી. દાદાની મૃત્યુની ઘડીઓ ગણાતી હતી. અનોખી મૈત્રી Page #38 -------------------------------------------------------------------------- ________________ તેની પડછંદ કાયા ખાટલે પડી હતી. કયારેક આંખ ઉઘડતી ત્યારે તેમાં કંઈ ચમકારો ચમકી જતો. સૌના મનમાં હતું કે હવે આપણા નેતાની આખરી ઘડીઓ ગણાય છે. જો કે આ મરણ પથારીએ પડેલો માનવી તથા શુદ્રકુળના સ્ત્રીપુરુષો પલ્લીમાં આવીને વસ્યા ત્યારથી તેમણે મોતને તો મિત્ર બનાવ્યું હતું. લૂંટફાટ કરવી જીવ સટોસટના દાવ ખેલવા તે તેમનો મહાવરો હતો. મરવું કે મારવું તે તેમને માટે બહુ મહત્વનું ન હતું. વળી દાદાએ આંખ ખોલી, જાણે કંઈ કહેવા માંગતા હોય તેમ લાગવાથી ટેકો આપી બેઠા કર્યા. તેણે બોલવાનું શરૂ કર્યું. હું તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. મને મરવાનો ડર નથી. મને કંઈ લક્ષ્મીનો પણ મોહ નથી. આ પલ્લીમાં ખજાનો તો ઘણો ભર્યો છે. રાજા શ્રેણિક અને સૈનિકો તેની સેના મારા નામથી આજેય ધૂજે છે. પણ મારું કાર્ય જે શુદ્રતાના ભેદ નહિં પણ સમાનતાનું હતું તે અધુરૂં રહ્યું છે. હવે તે કોણ કરશે ? તેની મને ચિંતા છે. આપણું પણ એક રાજ હોવું જોઈએ. મારો પૌત્ર રોહિણેય તૈયાર થયો છે. તેને સાથ આપી તમે તે કાર્ય પુરૂં કરશો તેની મને ખાત્રી છે. પણ તેમાં મને એક શંકા છે કે કદાચ પેલા જ્ઞાતપુત્રના ઉપદેશથી તમે ભોળવાઈ જઈને આ કાર્ય પડતું ન મૂકો. તે માટે તમે સૌ પ્રતિજ્ઞા લો કે અમે એ જ્ઞાતપુત્રનો ઉપદેશ નહિ માનીએ તેના દર્શન નહિ કરીએ. જ્ઞાતપુત્ર અને તેના સાધુઓ ભલે કહે કે વૈશ્ય શું કે બ્રાહ્મણ શું? સૌ સરખા છે. પરંતુ પાછા કહે છે કે ઊંચ-નીચ એ પૂર્વ કર્મનું ફળ છે. એટલે આપણને જૂદા જ માને છે. તમે ભોળવાઈ ન જશો. અને સમાનતાની ભીખ ન માંગશો પણ પરાક્રમ કરી, ભલે લોકોને લૂંટવા પડે તો લૂંટીને પણ તમે તમારું સ્થાન મેળવજો. દાદા એક શ્વાસે આ બધુ બોલી ગયો. તેથી હાંફવા લાગ્યો. આથી કોઈ આગળ આવ્યું. તેને સુવાડી દીધો અને કહ્યું કે દાદા તમે શાંતિ રાખો, તમારું અધુરું કાર્ય અમે પૂરું કરીશું અને જ્ઞાતપુત્ર કે તેમના સાધુઓની ઉપદેશની જાળમાં અમે ફસાઈ નહિ જઈએ. પથારીમાં પડયો પડયો એ વૃદ્ધ બોલ્યો પણ તમે પ્રતિજ્ઞા લો તો જ ૩૭ અનોખી મૈત્રી Page #39 -------------------------------------------------------------------------- ________________ મને ખાત્રી થાય. ત્યાં તો માતંગ ઉભો થઈ ગયો કે દાદા તમને મરતાં મરતાં પણ આવી કુબુદ્ધિ કેમ સૂઝે છે ! જ્ઞાતપુત્રે સૌના કલ્યાણની વાતો કહી છે. કેટલાયે પાપીઓને સન્માર્ગે વાળ્યા છે. તમે શા માટે પ્રતિજ્ઞાનો આગ્રહ રાખો છો. સૌને યોગ્ય લાગશે તેમ કરશે. આ વાત સાંભળી દાદો છેલ્લા શ્વાસે પણ બેઠો થઈ ગયો, જુઓ મારી શંકા સાચી છે ને? ટોળામાં ગણગણાટ શરૂ થયો. પ્રથમ સૌને દાદાની વાત સાચી લાગી, પ્રતિજ્ઞા લેવા તૈયાર થયા પણ માતંગની દઢતાપૂર્વકની વાત સાંભળી કેટલાક લોકો વિચારમાં પડી ગયા. આમ ટોળામાં બે ભાગ પડી ગયા. માતંગના કથને ઉગ્ર ચર્ચાનું રૂપ પકડયું. રોહિણેય દાદાના મૃત્યુની ચિંતામાં ખાટલા પાસે શાંતિથી નીચું જોઈને બેઠો હતો. તેણે જોયું કે ટોળામાં ક્યાંક મારામારી થશે તો દાદાનું મૃત્યુ બગડશે. તે તરત જ ઉભો થઈ ગયો અને બોલ્યો. સૌ શાંત થાઓ દાદાની અંતિમ પળે આવા ઝઘડા આપણને શોભે નહિ. તે પછી તેણે ધ્રુજતા વૃદ્ધ દાદાને સંભાળીને સુવાડી દીધા. તે છેલ્લા શ્વાસ પર હતા. તેણે કહ્યું દાદા, તમે પલ્લી મિલકત અને આ જનતા મને સોંપતા જાઓ છો ને ? તમારી અંતિમ પળ અકારણ બગાડો નહિ. આ ધનમાલનો માલિક મને જાહેર કર્યો છે તો મને જ પ્રતિજ્ઞા આપો. સૌની વતી હું જ પ્રતિજ્ઞા લઈ જીવ માટે પણ તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. હા, બેટા, તારા પરાક્રમમાં અને બુદ્ધિબળમાં મને શ્રદ્ધા છે. ભૂલે ચૂકે પણ તું એ જ્ઞાતપુત્રના દર્શન કરીશ નહિં. એનો એક પણ શબ્દ સાંભળીશ નહિં. તેની માયાજાળમાં ફસાઈશ નહિં. - રોહિણેય બે હાથ જોડી દાદા અને સૌની સમક્ષ પ્રતિજ્ઞા લીધી, કે દાદાની અંતિમ ઈચ્છા પ્રમાણે હું જ્ઞાતપુત્રના દર્શન કરીશ નહિ કે તેમની વાણીનું શ્રવણ કરીશ નહિં અન્યને પણ તેમ કરતા રોકીશ. દાદાએ સોપેલી આ પલ્લી તમારા સૌના સહકારથી તેની શોભામાં વૃદ્ધિ કરીશ. ૩૮ અનોખી મૈત્રી Page #40 -------------------------------------------------------------------------- ________________ દાદાએ રોહિણેયની દેઢ પ્રતિજ્ઞા સાંભળી શાંતિ અનુભવી તે મૃત્યુની નજીક જતો હતો. માતંગને લાગ્યું કે તેણે કંઈક ઉતાવળ કરી છે. સારું થયું કે રોહિણેયે બાજી સુધારી લીધી છે. જ્ઞાતપુત્રના બોધથી તેનામાં કરૂણા હતી. તેને થયું કે મરતાને શાતા પહોંચાડવી તે ધર્મ છે. તે દાદાની નજીક ગયો. દાદા તમે શાંત થાઓ. રોહિણેયની ચિંતા ના કરશો આ પલ્લીવાસીઓ અને અમે સૌ તેના સ્વજનો છીએ. માતંગના ભાવભર્યા શબ્દોથી દાદાના મુખ પર શાંતિ છવાઈ ગઈ. અને તેજ પળે તેણે છેલ્લો શ્વાસ લીધો. રોહિણેય પોકે પોકે રડયો. માતા-પિતાની છાયા ગુમાવ્યા પછી દાદા તેને માટે સર્વસ્વ હતા. સૌએ તેને શાંત કર્યો. સૌ અંતિમ વિધિ કરી વિદાય થયા. માતંગ પણ પાછો ફર્યો. કાળનું વહેણ અવિરતપણે વહ્યું જાય છે. પુત્ર પાપા પગલી પાડતો થયો છે. ચાલે ત્યારે પગે બાંધેલા ઝાંઝર સાથે નાચતો હોય તેવું લાગે છે. ત્યારે શેઠ શેઠાણીના હૈયા પણ નાચે છે. કયારેક ગવાક્ષમાં મેતાર્યને આ રીતે પગલી ભરતો જોઈ વિરૂપા ઓવારણા લે છે. તે બીજુ શું કરે ! પુત્રનો અવર્ણનીય ઉછેર જોઈ તેનું પણ હૈયું આનંદિત થઈ ઉઠે છે. હવે તેનું મન આ રીતે ટેવાઈ ગયું છે. એક વરસ પૂરૂ થયું ને પુત્રનો જન્મ દિવસ ઉજવાતો હતો. વિરૂપાને આમંત્રણ હોય પણ દૂર રહેવાનું તો ખરું. છતાં રોજ પુત્રને નિહાળવાનું સદ્ભાગ્ય છે. તેમ માની વિરૂપા હવે નિશ્ચિત થઈ છે. કયારેક કામનું ભારણ વિશેષ હોય કે હવેલીઓમાં વિશિષ્ટ પ્રસંગ હોય ત્યારે વિરૂપાની મદદે કે ખાસ આમંત્રણથી માતંગ આ શ્રેષ્ઠિઓની હવેલીએ આવતો. ત્યારે વિરૂપા તેને ધનદત્ત શેઠની હવેલી પાસે ખાસ લઈ જતી. ત્યારે શેઠાણી ગવાક્ષમાં મેતાર્યને લઈને અચૂક આવતા. વિરૂપા તેના ભાવ મુજબ “મારો લાલ' કરીને ઓવારણા લેતી. આમ બે-ચાર વાર બન્યા પછી માતંગ કહેતો કે વિરૂપા તું તો મેતાર્ય પાછળ ઘેલી છે. ૩૯ અનોખી મૈત્રી Page #41 -------------------------------------------------------------------------- ________________ વિરૂપા કહેતી શેઠાણીબા મારી પર સખી જેવું હેત રાખે છે. પછી મને તેમના લોડફોડના પુત્ર પ્રત્યે ભાવ તો થાય ને ! અને તું કયાં શેરીના છોકરાઓને બેટા બેટા કહીને બોલાવતો નથી ? વાસ્તવમાં બન્નેના અંતરમાં સંતાનભૂખની વાત હતી. પરંતુ મનને વાળી લીધું હતું. કયારેક આવી વાતોમાં બન્ને મીઠી તકરાર કરી લેતા ! પણ પાછા જ્ઞાતપુત્રના બોધને યાદ કરી શાંત થતાં. વિરૂપા કહેતી કે ભગવાન કહે છે કે સંસારમાં મોહ ન રાખવો. પણ વિરૂપા મને તો તારો મોહ છૂટતો નથી. માતંગના મુખે એવું સાંભળી વિરૂપાનું મન પણ રાજી થતું. આમ બન્ને અન્યોન્ય સ્નેહપાશમાં નિઃસંતાનનું દુઃખ ભૂલી જતાં. મેતાનું શિક્ષણ મેતાર્ય હવે આઠ વર્ષનો થયો હતો. અભયમંત્રીનું કામ હીરા પારખવાનું. સુલતાના બત્રીસ પુત્રોને પારખી શિક્ષણ આપ્યું. તેમ તેમણે મેતાર્યને પારખ્યો. અને શેઠની પાસે પ્રસ્તાવ મૂક્યો. તમે આ પુત્રને રાજવંશના રાજકુમારો શિક્ષણ લે છે તેની સાથે શિક્ષણ આપો. મેં તે માટે બધો પ્રબંધ કર્યો છે. શેઠને તો પુત્ર હજી ભણવા જેવો મોટો લાગતો જ ન હતો. પરન્ત શેઠાણીએ તેમને સમજાવ્યા કે આવી મોટી સમૃદ્ધિના વારસને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ. વળી કંઈ પરદેશ તો મોકલવાનો નથી. અને શેઠ-શેઠાણીની વાતમાં સંમત થયા. મેતાર્યનું શિક્ષણ ગુરુકુળમાં રાજવંશી પદ્ધતિથી શરૂ થયું. તેમાં ધર્મ શાસ્ત્રો ભાષા શાસ્ત્રો સાથે અસ્ત્ર શસ્ત્રની વિદ્યા, ઘોડે સવારી જેવા પરાક્રમોનો સમાવેશ હતો. કર્મની વિચિત્રતા પ્રમાણે મેતાર્ય ભલે શુદ્રાણીના હાડમાંસના ગર્ભમાં રહ્યો હતો. તેના જન્માંતરીય સંસ્કાર તો ઉત્તમ હતા. વળી માતંગ વિરૂપા ભલે શુદ્ર જાતિમાં રહ્યા પણ ભગવાન મહાવીરના બોધથી ભિજાયેલુ તેમનું જીવન હતું. અને તે સંસ્કારે વિરૂપાના ગર્ભમાં બાળકને તેનું સિંચન થયું હતું. તે એક આશ્ચર્યજનક ઘટના હતી. રાજકુમારો સાથે શિક્ષણમાં મેતાર્ય રાજકુમારોથી જરાય ઉતરતો પૂરવાર થતો નહિ. એમ કરતાં દસ, પંદર અને અઢાર વર્ષ તો પૂરા થઈ અનોખી મૈત્રી ૪૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ ગયા. મેતાર્યનું શિક્ષણ પૂરું થયું. હવે તો તેને તે શિક્ષણ પ્રમાણે કાર્યશીલ થવાનું હતું. વિરૂપાએ નામ પાડયું મેતાર્ય ગુરૂકુળમાં મિત્રો બોલતા મિત્રાર્ય, મેતાર્યે સ્વયં નામ ધારણ કર્યું તે મેતારજ જોકે કથાનકમાં મેતાર્ય કે મેતારજનો ઉલ્લેખ છે. - એકવાર રાજ દરબારથી મળેલી મિઠાઈ સાથે માતંગ પોતાની વસાહતમાં આવ્યો. નાના બાળકોને રમતા જોઈ ઘડીભર થંભી ગયો સ્નેહથી તે રમત જોતો જ રહ્યો. અને બાળકોને રમાડી વ્હાલ કરી મિઠાઈ વહેચતો ગયો. તેના અંતરમાં એક જાતનો સંતોષ થતો હતો. અને વળી નિઃસંતાન છું તેવા વિચારે સંતપ્ત પણ થતો. કયારેક આવું દશ્ય જોઈ વિરૂપાના મનમાં બંડ ઉઠતું કે આવા માતંગ જેવા નિઃસ્વાર્થ પ્રેમાળ પતિને મેં છેતર્યો છે ! બાળકી ગુજરી ગયે ઘણા વર્ષ થઈ ગયા. સંતાન થવાના કોઈ ચિન્હો જણાતા ન હતા. વળી વિરૂપા સખ્યભાવના સંતોષથી અને પોતાનો લાલ કેવી સુંદર રીતે હર્યા ભર્યા વૈભવમાં ઉછરી રહ્યો છે. તેનો સંતોષ માણતી અને માતંગને વધુ ને વધુ સ્નેહથી નવાજતી. મેતાર્યનું શિક્ષણ રાજકુમારો સાથે આયોજિત થયેલું હોવાથી મેતાર્ય ઘણું ખરું રાજમહેલમાં રહેતો, વળી તેમના રમતગમતના મેદાનની સફાઈનું કામ માતંગ કરતો. વિરૂપા સાથે હવેલીએ કયારેક મેતાર્યને જોયેલો એટલે અહિં મેદાનમાં અન્ય રાજકુમારો સાથે મેતાર્યને જોતા તરત જ ઓળખી લેતો અને (કુદરતી રીતે) તેને તેના તરફ વહાલ થતું. મનમાં વિચારતો કે મારે જો એક પુત્ર હોત તો તેને આવું શિક્ષણ આપી શકયો હોત. એ વાતને એ મનમાં સમાવી દેતો. માતંગ વિરૂપાનું જીવન અજબના સ્નેહથી રસભર્યું હતું. છતાં, નિઃસંતાનપણું કયારેક અકળાવતું. જો કે માતંગ જ્ઞાતપુત્ર બોધથી હવે કંઈક ઠર્યો હતો. એટલે વિરૂપાને કહેતો આપણા ભાગ્યમાં સંતાનયોગ નથી પછી સંતાપ શા માટે ? વિરૂપા, તને એક વાત કહું હમણાં ધનદ શેઠનો પુત્ર રાજમહેલમાં રહીને ભણે છે. મેદાનમાં રમવા આવે ત્યારે જોઉં છું. અનોખી મૈત્રી Page #43 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મને તારી જેમ એના પર બહુ પ્રેમ આવે છે. એકવાર તો નજીકથી જોતો હતો ત્યારે લાગ્યું કે જાણે તેના હોઠ અને ચીબૂક તારા જેવા જ છે અને તે ઊઠીને વિરૂપાની સોડમાં બેઠો. હવે તું ઘરડો થયો, કેટલા થયા તને ! કયાં સુધી આવા ચસકા કર્યા કરીશ. તને જયાં ત્યાં હું જ દેખાઉં છું. મેતાર્ય તો બરાબર ધનદત્ત શેઠ જેવો જ છે. અને ચિબૂક તો શેઠાણી જેવી છે. તને મારા તરફના મોહને કારણે બધે હું જ દેખાઉં છું. મારો મોહ હવે છોડ. માતંગ કહેતો “શ્રમણોએ પરસ્ત્રીનો ત્યાગ કહ્યો છે. સ્વસ્ત્રીનો ત્યાગ કયાં કહ્યો છે ? સ્વસ્ત્રીમાં સંતોષ કહ્યો છે. તેમાં મારી કોઈ ખામી છે ? “શ્રમણોએ સ્ત્રી પુત્રાદિ સૌનો મોહત્યાગ કરવાનો બોધ આપ્યો છે અને તારો મોહ તો દિવસે દિવસે વધતો જાય છે.” હા પણ સાંભળ મેતાર્ય તો અઢાર વિદ્યામાં પારંગત થયો છે રાજા શ્રેણિક અને મહામંત્રી તો તેના પર અતિ પ્રસન્ન છે. સુનંદા રાણી તો કહેતા હતા કે મારી પુત્રી ભવિષ્યમાં મેતાર્ય સાથે પરણાવવી આ વાતો કરવામાં કેટલો વખત વહી ગયો. માતંગ તો હકીકતથી અજાણ હતો. પણ કુદરતના ક્રમમાં કોણ બાકાત છે. જાણે અજાણે તેના હૈયામાં મેતાર્ય માટે હેત ઉભરાતું. વિરૂપા એ હેતને હૈયામાં જ સમાવી દેતી. આવા નેહભર્યા સંવાદમાં માતંગને યાદ આવ્યું કે આજ તો રાજય તરફથી ક્રિીડા મહોત્સવ છે. તેમાં નગરમાં અનેક પ્રકારના ખેલ થવાના છે. તેમાં દેશ વિદેશના રાજકુમારો મહા અમાત્ય સાહસિક યુવાનો ભાગ લેવાના છે. તેણે વિરૂપાને યાદ દેવરાવ્યું અને બન્ને ઉતાવળા તૈયાર થઈ બહાર નીકળ્યા. રાજ્ય તરફથી ક્રીડા મહોત્સવમાં શું બન્યું ? રાજય તરફથી આયોજિત આ પ્રસંગે નગરનો માહોલ જામ્યો હતો. જયાં જુઓ ત્યાં જાણે કીડીયારૂ ઉભરાયું હોય તેમ માનવો ઉમટયા હતા. વ્યવસ્થા પ્રમાણે માતંગ-વિરૂપાએ યોગ્ય જગ્યાએ સ્થાન લીધું. અનોખી મૈત્રી ૪૨ - Page #44 -------------------------------------------------------------------------- ________________ વિશાળ એવા ક્રિીડા ક્ષેત્રમાં પ્રથમ અશ્વમેલની હરિફાઈ હતી. સેકડો યુવાનોના ઘોડાના હણહણાટથી ગગન ગાજતું હતું. ઘોડા પણ જાણે સમયની ઉતાવળમાં હોય તેમ તેમના કાન ઊંચા થતા હતા. અશ્વારોહિઓ પણ સજ્જ હતા. વિરૂપાની આંખો શોધતી હતી એના “લાલ'ને અને એકાએક તેણે માતંગને કહ્યું જો જો એ રહ્યો “મારો લાલ’ મેતાર્ય. સેકડોમાં જૂદો તરી આવે છે. બીજી પણ સ્ત્રીઓ સેંકડો યુવાનોમાં પોતાના પ્રિય પાત્રનું પરાક્રમ જોવા આતુર હતી. અને વિરૂપા તો બોલતીજ રહી. એજ શ્વેત અથવાળો “મારો લાલ'. “વિરૂપા સંભાળીને બોલ, તારી વાત કોઈ સવર્ણ સાંભળશે તો તને પથરા મારશે. પણ, વિરૂપા તો મસ્તીમાં હતી. અરે, તું જો તો ખરો રાજકુમારોની હારમાં શ્વેત અશ્વ ઉપર બરાબર ત્રીજા નંબરે છે. જોયો “મારો લાલ’ કેવો શોભે છે ? હા, જોયો, પણ હવે આપણે શું ? બીજા પણ એવા સેંકડો અશ્વારોહિઓ શોભી રહ્યા છે. માતંગ તને ખબર છે આ તો મારી સખી શેઠાણીબાનો પુત્ર, વળી હર્ષાવેશમાં બોલતી ગઈ કે તને ખબર પણ નથી શેઠાણીબાએ એનું નામ મારી પાસે પડાવ્યું હતું. મેં જ મેતાર્ય એવું નામ પાડયું હતું. માતંગને આમાં કંઈ રસ ન હતો. એટલે શીધ્રગતિની શરતનો આદેશ થતા ઘોડાઓ ત્વરાથી દોડયા તે જોવામાં તે એકતાન હતો. ઘોડાદોડમાં કોઈ આગળ થતું કોઈ પાછળ થતું પ્રજા પણ ઉત્સાહમાં શાબાશ શાબાશ ઉચ્ચાર વડે અશ્વારોહિઓને ઉત્સાહિત કરતી. અશ્વારોહિઓ પ્રથમ નંબર લેવા જીવ સાટે ઘોડાને દોડાવતા હતા. તેઓ અશ્વોની પીઠ પર એવા ચોંટી ગયા હતા તે એવું લાગતું કે અશ્વ અને અશ્વારોહિઓ એક જ છે. પોતાના સ્વારની મનોકામના જાણતા હોય તેમ સો ઘોડા તીરની માફક તીવ્ર વેગથી દોડતા હતા. જો કે તેમાં કેટલાયે પડયા, કેટલાયે ઉછળીને ગુલાંટ ખાઈ ગયા. અનોખી મૈત્રી ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ કોઈ તો એવા પછડાતા કે પ્રજાના મુખમાંથી મર્યો મર્યોની ચીસ નીકળી જતી. કેટલાક પાછા ઉભા થઈ, અશ્વારોહણ કરતા અને અશ્વોને તીરની જેમ દોડાવતા. લક્ષ્ય સ્થાનની નજીક જતાં, હવે માંડ દસ બાર અશ્વારોહિઓ રહ્યા હતા. તે પણ પટકાયા, પાછા પડ્યા. હવે ફકત બે જ રહ્યા હતા. જે ઓળખતા હતા તે તો બોલી ઉઠયા, અરે લાલ અશ્વ જેનું નામ અહિછત્ર હતું, જેના પર આરૂઢ રાજગૃહીના મહામંત્રી અભયકુમાર છે, એ જ શરત જીતશે. પ્રૌઢ છતાં યુવાનની જેમ અશ્વને દોડાવી રહ્યા છે. પણ બીજો શ્વેત અથવાળો પણ બરાબર ટકયો છે, તે છે ધનદત્ત શેઠનો પુત્ર મેતાર્ય. મયુર નામના અથવાળો તે જ પ્રથમ નંબરે આવશે. અરે આ કેવું એક પ્રૌઢ અને એક યુવાન બે વચ્ચે આખરી દોડ. બંને ઘોડા તીર વેગે દોડતા હતા. ત્યાં તો પ્રજાના મુખમાંથી અરેરાટી ભરી ચીસો નીકળી પડી. મર્યો, ગયો. શ્વેતઘોડાને પગે ઠોકર લાગતા અશ્વારોહિ મેતાર્ય પીઠ પરથી જરા ગબડ્યો. હમણાં પટકાશે પછી શું થશે તેમ માની લોકો ભયના માર્યા ક્ષણભર આંખ બંધ કરી ગયા. અદ્ધર શ્વાસે આ દૃશ્ય જોઈ રહેલી વિરૂપાના મુખમાંથી “મારો લાલ' શબ્દ નીકળતાની સાથે જ તે તો બેભાન થઈને ધરતી પર પછડાઈ ગઈ. આ બાજુ મેતાર્યે પોતાની કળાને અનુસાર ક્ષણભર ઘોડાની પીઠને વળગી રહ્યો, અને એક છલાંગ મારી પાછો અશ્વારૂઢ થઈ એજ તીવ્રતાથી ઘોડાને દોડાવી મૂક્યો અને અભયકુમારના અશ્વની સાથે થઈ ગયો. તેનો અશ્વ પણ પોતાના પ્રાણ સાટે દોડ્યો. આમ આખરે લાલ અશ્વ અહિછત્ર અને શ્વેત અશ્વ મયુર બંને ગંતવ્ય સ્થાને સાથેજ પહોંચ્યા. એક નહિ પણ બે શ્રેષ્ઠ વિજેતા નીવડયા. પ્રજાની આનંદભરી ચિચિયારીઓ તાળીઓએ શાબાશ શાબાશ ઉચ્ચારોએ બંનેને વધાવ્યા ત્યારે જાણે ગગન હર્ષનાદથી ગાજી ઉઠયું. મહારાજા શ્રેણિક સ્વસ્થાનેથી આનંદભેર ઉભા થઈ ગયા. તરત બંને વિજેતાઓની પાસે આવ્યા. બંનેને ધન્યવાદ આપ્યા. વિજેતા બે છે, પારિતોષિક તો એકને જાહેર કરવાનું હતું. ४४ અનોખી મૈત્રી Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રજામાંથી પણ સાદ સંભળાતો, કોઈ કહે, મહાઅમાત્ય જીત્યા ગણાય. કોઈ કહે મેતાર્ય વિદન છતાં પણ પહોંચી ગયા તેથી તે જીત્યા ગણાય. મેતાર્ય આવીને મહારાજાને નમ્યો. મહારાજે તેને ધન્યવાદ અને પૂરા હેત સાથે આલિંગન આપ્યું. મેતાર્ય : મહારાજ જીત તો મહામંત્રીની જ ગણાય, હું એકવાર લથડયો એટલી શરતમાં મારી ખામી ગણાય. ત્યાં તો મહા અમાત્ય આગળ આવ્યા, “ના મહારાજ જીત તો મેતાર્યની ગણાય, લથડયો છતાં શરતના સ્થાને સાથે જ પહોંચ્યો.” બંને વિજેતાની આવી ઉદારતા જોઈ પ્રજા તો ઠરી જ ગઈ. મહારાજ બંનેની આવી નિખાલસતાથી ગદ્ગદ્ થઈ ગયા. યુવાનો, હું યોગ્ય ન્યાય આપીશ. આ વિજય માત્ર તમારો નથી. પણ એમ માનો કે પૂરી મગધની પ્રજાનો છે. જે રાજયમાં આવા નિઃસ્વાર્થ મહાન મહારથીઓ છે તેને શું ઈનામ આપું? અને મહારાજની ડાબી જમણી બાજુએ ઉભેલ બંને વિજેતાને મહારાજે પોતાના બંને બાજુમાં સાથે લઈને આલિંગન આપ્યું. જાણે બંનેને સરખું જ પારિતોષિક આપતા ન હોય ! તેવું દશ્ય સર્જાયું. પ્રજાએ પણ બંને વિજેતાઓને તાળીઓથી દિલથી સત્કાર્યા વધાવ્યા. વળી અન્ય વિવિધ જાતના ખેલ હજી બાકી હતા. તેમાં સૌ પ્રવૃત્ત થયા. અનેક રમતો રમાઈ ગઈ. સૌની યોગ્યતા પ્રમાણે પારિતોષિક જાહેર થયા. રાજા પ્રજા સૌ ખૂબ આનંદમાં હતા. અનેકવિધ વાતો કરતાં આનંદ માનતા સૌ વિખરાતા હતા. આ બાજુ વિરૂપા બેભાન હાલતમાં પડી હતી. કોઈને કંઈ મુશ્કેલી ન પડે તે રીતે પડછંદકાય એવા માતંગે વિરૂપાને ઉપાડીને દૂર એક વૃક્ષની છાયામાં સૂવાડી. વળી બબડવા લાગ્યો. આ વિરૂપા બૈરીની જાત કયારે મારી વાત માને નહિ. બની ઠનીને બહાર નીકળે. નાગની ફણા જેવો કાળો લાંબો કેશનો અંબોડો તેમાં લાલ ફૂલ નાંખે. હું ઘણીવાર ના પાડતો હવે આ નખરા છોડ. નજર લાગશે, તો જીવથી જઈશ, પણ માને નહિ. અનોખી મૈત્રી ૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ વળી તેણે પોતાના મંત્રની વિદ્યા અજમાવી. પાણી લાવીને છાંટયું પણ વિરૂપા હજી ભાનમાં ન આવી. ભારે નજર લાગી છે. એમ બોલતો માતંગ વળી બીજા ભારે મંત્રો ગણતો જાય હાકોટા કરતો જાય. મંત્રેલી તામ્ર મુદ્રિકા આંગળી પરથી કાઢી વિરૂપાના વાળની લટ સાથે બાંધી, મંત્રો વડે દેવોને આહવાન કર્યું પણ વિરૂપા તો હજી બેશુદ્ધ હતી. માતંગ મનમાં મુંઝાતો હતો. કોઈ જબરી શાકીનિ વળગી લાગે છે. આ બાજુ રમતોની પૂર્ણાહૂતી થઈ હતી. માનવમેદની ઘર તરફ વળતી હતી. આ વૃક્ષ પાસેથી રાજમાર્ગ જતો હતો. ત્યાંથી શ્રેષ્ઠિઓ અને રાજવંશીઓ પસાર થતા હતા. ત્યાં તો તેણે એકાએક અવાજ સાંભળ્યો. માતંગ! કેમ વિરૂપા આમ જમીન પર સૂતી છે ? માતંગે જોયું કે આ તો શેઠાણીબા છે. “શેઠાણીબા એને કોઈની મેલી નજર લાગી છે. હમણા મંત્રો દ્વારા તે નજર ઉતારી દઉં છું. તમે ફિકર ન કરો. તમે હવેલીએ પહોંચો.” અરે, મારે ઉતાવળ શી છે? અને તેમણે પોતાની શિબિકામાંથી ઉત્તમ પાથરણું માતંગને આપ્યું. માતંગ આ પાથરણા પર વિરૂપાને સુવાડી દે. આમ ધૂળમાં ના રખાય.” બા તમે શા માટે ચિંતા કરો છો, તકલીફ લો છો ? હમણાં નજર ઉતરશે એટલે સારૂ થઈ જશે. તમે પધારો, નગર લોક નિંદા કરશે. - “માતંગ અમારી તો સાચી મિત્રતા છે. તેથી અમે નિંદાથી પર થઈ ગયા છીએ અને શેઠાણીબા દેવશ્રી વિરૂપાની નજીક આવી ગયા. લોકો કુતુહલથી ટોળે વળ્યા. દેવશ્રીની પાછળ જ મેતાર્ય અશ્વ પર આવી રહ્યો હતો. માતાને ટોળામાં ઉભેલા જોઈ તેણે અશ્વને તે બાજુ લીધો. ટોળાએ તરત જ જગા કરી દીધી. વળી પાછળ મહામંત્રી આવતા હતા. તેમની મર્યાદા જાળવવા ટોળું વિખરાઈ ગયું. વિરૂપા પણ આંખ ખોલતી વળી બંધ થતી. ૪૬ અનોખી મૈત્રી Page #48 -------------------------------------------------------------------------- ________________ - વિરૂપા કંઈક ભાનમાં આવતી હતી. ત્યાં તો દેવશ્રી બોલ્યા કે વિરૂપા આંખ ખોલ, જો તો ખરી, તારી સામે કોણ ઉભું છે? તારો ‘લાલ મેતાર્ય' વિજેતા બનીને આવ્યો છે. દેવશ્રી પુનઃ બોલ્યા અને જાણે “લાલ મેતા' શબ્દો મંત્રો હોય તેમ તે સાંભળી વિરૂપાએ આંખ ખોલી, અને મારા લાલને જોવાનો પ્રયત્ન કર્યો. પૂરું ભાન આવતા જ પૂછી બેઠી કે મેતાર્ય હેમખેમ છે ને? કંઈ ઈજા થઈ નથીને? ઘણું જીવો “મારા લાલ'. આ બધું જોઈને માતંગના સંકોચનો પાર નથી. તેમાં પણ મહામંત્રીના આગમનથી તો તે ઘણો સંકોચ પામ્યો. તે ધીમેથી બોલ્યો, ગાંડી જરા બેઠી થા, અને જો અહીં કોણ આવ્યું છે. આ સૌની સામે આમ સૂતી છે, શરમ સંકોચ રાખ અને બેઠી થા.. ત્યાં વળી શેઠાણીબા વચ્ચે બોલ્યા કે વિરૂપા સાંભળ, આજે તો મેતાર્યને મહારાજાએ ધન્યવાદ આપ્યા. પારિતોષિક આપ્યું. નગરજનો પણ મેતાર્યના વિજય પર ખુશ છે. હવે વિરૂપા પૂરી ભાનમાં આવી હતી. તેણે ચારે બાજુ નજર નાંખી. સૌને જોઈને બેઠી થઈ ગઈ. વસ્ત્રો સરખા કર્યા. મહામંત્રી વિગેરેને જોઈને તેને ઘણી શરમ ઉપજી, એટલે ધીમેથી એક બાજુ થઈને પોતાના ઘર તરફ ચાલી ગઈ. ટોળું વિખરાઈ ગયું. અનેક પ્રકારની ચર્ચા કરતું હતું, કે આ વિરૂપા મેત છે પણ જુદી ભાતની છે. મંત્રરાજ માતંગ જેવા પુરૂષને પણ વશમાં રાખ્યો છે. બંનેએ મહાવીરના બોધને ગ્રહણ કરેલો હોવાથી તેમના સંસ્કાર પણ અનોખા છે, છતાં છેવટે મેત તો ખરાજ. આ બાજુ મેતાર્ય અભયમંત્રી સાથે વાત કરતા હતા. આ વિરૂપા મંત્રરાજ માતંગની પત્ની છે. અમારી હવેલી પાસે સફાઈનું કામ કરે છે. રોજે હવેલી પાસે આવતી હોવાથી મારી માતાની સાથે એને ગાઢ સખીપણું થયું છે. વળી ભગવાન મહાવીરની ભકત છે, ખૂબ સારા સંસ્કાર ધરાવે છે. આથી મારી માતાને તેના સખીપણામાં કંઈ ઉણપ લાગતી નથી. માતાના મનમાં તે ચાંડાળ જાતના છે તે વાત જ સ્થાન ધરાવતી નથી. વિરૂપા મારી માતાને ખૂબ ચાહે છે. અનોખી મૈત્રી Page #49 -------------------------------------------------------------------------- ________________ વિરૂપાને જેવો મારી માતા પ્રત્યે પ્રેમ છે એવો જ મારા પ્રત્યે છે, તે મને બાળપણથી જ “મારો લાલ' કહે છે. રોજે હવેલીએ આવે મને જૂએ કપાળે, હાથ લગાડી ઓવારણા લે છે અને બોલે જુગ જુગ જીવો “મારા લાલ' મને પણ વિરૂપા માટે વડીલ જેવું માને છે. મહામંત્રી : તે મંત્રરાજ માતંગની પત્ની છે? માતંગ તો એક ઉત્તમ નરવીર છે. આવા જીવો જોઉં ત્યારે મને તો આ જાતિભેદની વાતો શૂદ્ર જાતિ કરતાય શુદ્ર લાગે છે. જ્ઞાતપુત્રના દરબારમાં આવા ભેદ નથી. આ માતંગ પોતે જ શ્રમણોનો બોધ સાંભળે છે. આમ વાતો કરતા છેવટે સૌ સ્વસ્થાન તરફ વળ્યા. રોહિણેય અને રાજગણિકા દેવદત્તા મહારાજાની ન્યાયપૂર્ણ નીતિ અને મહામંત્રીની અજોડ બુદ્ધિ પ્રતિભાથી રાજ્યમાં શાંતિ પ્રવર્તતી હતી. છેલ્લા ક્રીડા મહોત્સવથી પ્રજામાં ઉત્સાહભર્યો પ્રસંગ પૂર્ણ થયો હતો. આ બાજુ ગોપદાદાના મરણ પછી પલ્લીમાં સૌ શાંતિથી રહેતા હતા, હા પણ એમની પલ્લીની ચારે બાજુ ખીણો અને ગાઢ જંગલોથી તેઓ સુરક્ષિત હતા. તેમની આજુબાજુ કોઈ સાર્થવાહ સલામત પસાર થઈ શકતા નહિ. દાદાનું શિક્ષણ હતું કે સવર્ણોને લૂંટવા પાપ નથી. આપણે આપણું રાજય નિર્માણ કરવાનું છે ત્યાં દયામાયા કેવી ? વળી રાજયના ભડવીરો પણ આ પલ્લી પસાર કરતા મૂંઝાતા હતા. મહારાજા અને મહામંત્રી પણ સચિંત હતા. - રોહિણેયે દાદાને વચન આપેલું તેથી તેને જંપ ન હતો. તે રાજયનો ખજાનો લૂંટીને બે દિવસ રાજસિંહાસન પર બેસી પરાક્રમ બતાવવા તલસી રહ્યો હતો. પરંતુ રાજયનો ખજાનો કંઈ નોંધારો ઓછો હોય? તે લૂંટવા તો કેવું મોટું આયોજન કરવું પડે, સાથીદારોને સજ્જ કરવા પડે. ઘણી બધી બાતમી મેળવવી પડે. આમ તો તેણે ચારે બાજુ પોતાના સાથીદારોને છૂપાવેશે ગોઠવ્યા હતા જે પાકા સમાચાર મેળવીને તેને પહોંચાડે. આમ ઘણા દિવસો પસાર થઈ ગયા. - રોહિણેયે મનમાં કંઈક અનોખો નિર્ધાર કર્યો અને એક રાત્રે પોતાના નિવાસેથી બહાર નીકળ્યો. પગદંડી વગરની ગાઢ વનરાજી, અનોખી મૈત્રી ४८ Page #50 -------------------------------------------------------------------------- ________________ વન્ય પશુઓનો પાદસંચાર, ઊંડી ખીણો પણ આ તો મહા નિર્ભય અને આ સ્થળોનો પૂરો જાણકાર, દેહે પણ જોરાવર, લાંબી છલાંગો ભરતો દોડતો ગંગાને કિનારે આવીને ઉભો. રાજયની અને ગિરિકંદરાઓ તથા વનરાજીના ગાઢ જંગલો વચ્ચે ગંગા નદી સદાયે વહેતી રહેતી. આ નદીમાં ફરતી હોડીઓમાં રોહિણેયની એક આગવી હોડી હતી. તેના અમુક પ્રકારના અવાજથી એક હોડી આવી. તે નાવિકે તેને એક પોટલું આપ્યું. તેમાં રાજવંશીને શોભે તેવો પહેરવેશ હતો. તે તેણે સજાવી દીધો. શરીર સૌષ્ઠવથી ભરપુર, હજી યુવાનીમાં માંડ પ્રવેશતો રાજવંશી પહેરવેશમાં તે ખૂબ દીપી ઉઠયો. પોતાની નાવ તેણે છોડી દીધી અને કિનારેથી બીજી નાવમાં તે બેઠો. તે કાળે રાજયના કે કોઈ પણ જાતના વિશેષ સમાચારો મેળવવા રાજ ગણિકાઓનું સ્થાન અગ્રેસર મનાતું. રોહિણેયને રાજયના સમાચાર મેળવવા હતા. તેણે નાવિકને પૂછયું, હમણાં ઉત્તમ ગણિકા કોણ છે? અરે મારા શેઠ ! તમે પરદેશથી આવતા લાગો છો. દેવદત્તા એ તો હજાર ગણિકાના રૂપને ભેગું કરો એવું તેમનું રૂપ છે. કેટલાયે આંટા કર્યા પછી રાજા મહારાજાઓ તેના પગના દર્શન કરી શકે છે. કેટલુંએ ઝવેરાત મૂકયા પછી તેના નાચ ગાન જોઈ શકે છે. તેના દર્શન કરવા મળે છે. તે તો રાજગણિકા હોવાથી તેનો સંસર્ગ તો દુર્લભ જ છે. તેના ભવ્ય આવાસ આ ગંગાતીરે જ છે. તમને હું ત્યાંજ ઉતારીશ. નવા આગંતુકે નાવિકને સોનામોહરોની એક થેલી આપી. નાવિક તો ખુશ થઈ ગયો. પૂરો જાણકાર હતો એટલે બરાબર ગણિકાના આવાસ પાસે તેને મૂકીને બીજી પણ કેટલી માહિતી આપતો ગયો. રોહિણેય આવાસમાં પ્રવેશ્યો ત્યાં એક સુંદર દાસી ઉભી હતી. સામાન્ય માણસો તો ત્યાં જ છળી જતા. પણ આ તો અગત્યના કામ માટે આવ્યો હતો, એટલે મનનો તો જાણે મુનિ જોઈ લો. દાસીને સોનામહોરની એક થેલી આપી. દાસી પણ સમજી ગઈ કે કોઈ મોટો રાજવંશી છે. એટલે કશી રૂકાવટ વગર જયાં દેવદત્તાનું આજનું અદ્ભુત નૃત્ય ચાલતું હતું ત્યાં લઈ ગઈ. રોહિણેયને આ નૃત્યમાં કે દેવદત્તામાં અનોખી મૈત્રી ४८ Page #51 -------------------------------------------------------------------------- ________________ કંઈ રસ ન હતો. મનનો અડગ એવો એ સૌંદર્યથી લોભાયો નહિ. તેને મહા પરાક્રમ કરવાનું હતું. તે માટે ઘણી માહિતી અહીંથી મેળવવાની હતી. તેથી અત્યંત સાવચેત હતો. - રોહિણેય નૃત્ય જોવાને બદલે ચારે બાજુ જોવા લાગ્યો. જો કે અહીં તેને ઓળખે તેવું કોઈ ન હોય તે સ્વાભાવિક હતું. તેણે દાસીને કહેલું હું તો પરદેશી છું આ બધા કોણ છે તેની મને ઓળખ આપ. ભોગી જીવો તો દેવદત્તાની હાવભાવભંગી, દેહ સોંદર્ય જોવામાં મશગુલ હતા. ત્યાં આ જુદી માટીનો માનવ સૌની ઓળખ માંગી રહ્યો હતો. દાસી તો પ્રથમથી જ સોનામહોરોની થેલીથી ખુશ હતી. તેણે રસપૂર્વક ઘણાની ઓળખ આપી. - સેનાપતિઓની, મોટા ધનિક શ્રેષ્ઠિઓની, અન્ય પરદેશીઓની, રોહિણેયને તો ભાવી લૂંટફાટમાં શું શું ઉપયોગી થાય તેમાં જ રસ હતો. વળી અનોખી નૃત્યભંગી કરતી દેવદત્તા પર તેની નજર ગઈ અને ઘડી ભર તેનું પૌરૂષ અંદરથી ચમકી ઉઠયું. પણ તેણે તરત જ પોતાની જાતને સંયમમાં લીધી. ત્યાં તો નૃત્ય પુરું થયું. સૌએ અનોખી ભેટો ધરી વિદાય લીધી. - દેવદત્તા વસ્ત્ર પરિધાન બદલવા માટે તે સ્થાને જતી હતી. દાસી પેલી થેલીથી ખુશ હતી તેથી તરતજ આ નવા સાર્થવાહને દેવદત્તા પાસે લઈ ગઈ જે અન્ય રાજવંશી માટે પણ મુશ્કેલ હતું. તેણે સાર્થવાહની ઓળખ આપી કે તેઓ પ્રથમવાર જ આવે છે પણ જુના સ્વજન હોય તેવું તેમનું ભાવભર્યું વર્તન છે. દેવદત્તાએ એક ઝીણી નજર નાંખી અને પ્રથમ દર્શને તે યુવાનના દેહ સૌષ્ઠવ પર મોહી પડી. તેના મનમાં કોઈ અનેરો ભાવ જળ્યો. યુવાન સાર્થવાહે સુંદરી સામે જોઈને કહ્યું કે મગધ સામ્રાજયની પ્રસિદ્ધ માત્ર દેવદત્તાના મેળાપ માટે હું ભાગ્યશાળી છું. અમારા દેશમાં ધન સંપત્તિની છોળો ઉછળે છે. નૃત્ય ભવનો પણ છે. હા પણ તમારા જેવા નૃત્ય અને નૃત્ય સુંદરીઓની ખોટ છે. દેવદત્તાએ ઘણા રાજા મહારાજાઓના મુખેથી તેના નૃત્યની અને સૌંદર્યની પ્રશંસા સાંભળી હતી. પણ તેની પાછળ કેવળ કામુકતા જ ૫૦ અનોખી મૈત્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ હતી. ત્યારે અહીં એણે સ્વાભાવિકતાનો અને સ્વસ્થતાનો ગુંજારવ અનુભવ્યો. એટલે પ્રથમ દર્શને જ તે સાર્થવાહને પોતાનું મન આપી બેઠી. તે વસ્ત્ર પરિવર્તન કરી, કમનિય એવા અંગ ઢાકવા પૂરતા ઝીણા વસ્ત્ર પરિધાન કરીને આવી. પણ યુવાન તો ભારે સંયમી હતો. - દાસી પાસે તેણે સૂરા અને તાંબૂલ મંગાવ્યું. સાર્થવાહ ખૂબ જાગૃત હતો. તેણે સૂરાને હાથ લગાડ્યો નહિ ફકત તાંબૂલ લઈને તે થાળમાં સોનામોહરો ગોઠવી દીધી. સુંદરી અને દાસી આ જોઈ પુનઃ મુગ્ધ થઈ ગયા. અનેક પુરૂષના પરિચય અને સ્પર્શથી થાકીને તે તરફ નફરત ધરાવતી આ દેવદત્તાને આ યુવાન સાર્થવાહના સ્વસ્થ પરિચયમાં, તેના સહવાસથી સહજ આકર્ષણ પેદા થયું. તે ધીમેથી સાર્થવાહની નજીક બેઠી. જો કે સાર્થવાહ જાગૃત હતો. જાણે નિષ્કામી હોય તેમ તે સ્પર્શથી થોડો દૂર થઈ ગયો. અરે જેના સ્પર્શ માટે રાજાઓ પગે પડે તે સુંદરીના સ્પર્શથી આ યુવાન દૂર ભાગે છે. દેવદત્તાએ વિચાર્યું કે પરિચય વધશે તેમ ક્ષોભ દૂર થશે. આમ ઘણી રાત્રિ પસાર થઈ, ત્યાં સાર્થવાહે રજા માંગી. પુનઃ આવવા મનોમન ભાવ સાથે સાર્થવાહ વિદાય થયો. તે રોજ રાત્રે નિયમિત આવતો. સમય થતા ગંગાતીરે આવી એક હોડીમાં બેસી અંધારી રાત્રે તે સ્વસ્થાને પહોંચી જતો. આ જ રીતે તે દિવસો સુધી રાત્રે આવતો, દેવદત્તાની સાથે ઘણો સમય ગાળતો. દેવદત્તા તેનું નજીકનું સાન્નિધ્ય ઈચ્છતી પરંતુ દઢ મનવાળો તે ધારેલા કામના આયોજન માટે સદાય જાગૃત રહેતો. અવનવી સજાવટ સાથે આવતો. તેનું મોહક રૂપ જોઈ દેવદત્તા તેના સહવાસમા આનંદ માણતી. તેના સ્ટેજ સ્પર્શમાત્રથી સુખનો અનુભવ કરતી. સાર્થવાહ દર વખતે સોનામોહરોના ઢગલા કરતો. જો કે દેવદત્તાને તેના પૌરૂષમાં જ સુખ લાગતું એટલે હવે તેને આ ઢગલામાં કંઈ રસ ન હતો. છતાં કયારે તે અને દાસી વિચારમાં પડતા કે આ સાર્થવાહ રાત્રે હોડીમાં આવે છે, મોડી રાત્રે જ પાછો જાય છે. અઢળક ધન આપે છે. કોણ છે તે કળાતું નથી. પણ તેની સ્વાભાવિક સ્વજનના અનોખી મૈત્રી ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ જેવી વર્તણુંક જોઈ કંઈ પૂછવાનું સાહસ તે કરતી નહિ, કારણકે તેના સહવાસમાં તેને આનંદ હતો. વળી યુવાનની નિખાલસતા, ઉન્માદરહિત નિરાળુ વ્યક્તિત્ત્વ તેમની શંકાઓને દૂર હડસેલી દેતું. આમ ઘણી રાત્રિઓ પસાર થઈ ગઈ. એક દિવસ સાર્થવાહે દેવદત્તાને કહ્યું કે મારું કામ પૂર્ણ થયું છે. હું હવે જવાની તૈયારી કરી રહ્યો છું. તમારા સહવાસના આનંદમાં મેં આ દેશની કંઈજ વિગત જાણી નથી. તો તમે મને કંઈ જણાવશો ? જરૂર, સાર્થવાહ આ સામ્રાજયની દરેક વાતોથી મારે પરિચય રાખવો પડે. અરે અંતઃપુરની વાતો પણ મારાથી છૂપી ન હોય. તમને એ વાતો કહેવાનો શું વાંધો હોય. તમને પણ તેમાં ઘણું જાણવા મળશે. તેમાંની કેટલીક વાતો ગુપ્ત રાખજો. અમારા આ સામ્રાજયના મહારાજા (બિંબિસાર) શ્રેણિક મહા પરાક્રમી છે. સાર્થવાહ અજાણ્યો થઈને પૂછે છે. શ્રેણિક કોણ છે ? અરે તમે તેમને જોયા નહિ હોય ! જેવા પરાક્રમી તેવા રૂપવાન તેમને ચાર રાણીઓ, તેમાં સુનંદાનું સ્થાન મોખરે અને તેનો પુત્ર અભયકુમાર બુદ્ધિમાન, શૌર્યવાન, નીતિમાન. જે હાલ મગધના સત્તાધીશ મહામંત્રી છે. પૂરા સામ્રાજયની વ્યવસ્થા નિપૂણતાથી સંભાળે છે. મહારાજાના પરાક્રમથી અને મહામંત્રીના સાથથી મગધ સામ્રાજય વિસ્તાર પામ્યું છે. મગધની પ્રજાના મહાભાગ્ય છે, કે તેમને આવા મહારાજ અને મહામંત્રી મળ્યા છે. રાજકાજ ઉપરાંત અભયમંત્રી ધર્મક્ષેત્રે પણ નિપૂણ અને ઉદાર છે. એટલે વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે સંસ્કૃતિ આ સામ્રાજયમાં ત્રિવેણી સંગમની જેમ વહી રહી છે. છતાં એ બધામાં શ્રેષ્ઠતા જ્ઞાતપુત્રના સમાનતાના બોધની છે. તેમણે સૌને સરખા સ્થાન આપી પ્રેમથી સૌને સ્વીકાર્યા છે. જ્ઞાતપુત્રનું નામ સાંભળી રોહિણેય સજાગ થઈ ગયો. દેવદત્તા ધર્મની વાતોનો ન્યાય તોળવો આપણા માટે દુષ્કર છે, કોણ શ્રેષ્ઠ કોણ કનિષ્ઠ ? એટલે એ વાત જવા દે. કોઈ રસપ્રદ વાત હોય તે જણાવ. ૫૨ અનોખી મૈત્રી Page #54 -------------------------------------------------------------------------- ________________ યુવાન સાર્થવાહ એક તાજો જ પ્રસંગ છે. જે અતિ ગુપ્ત છે. તે પ્રગટ કરનારનું શીર સલામત નથી. વાતને વધુ ઉત્તેજવા માટે સાર્થવાહ પ્રેમપૂર્વક બોલ્યો, દેવદત્તા તો પછી એ વાત જવા દે. તારા જેવી અદ્વિતિય એવી સુંદરીનું મસ્તક હોડમાં મૂકવાની આવશ્યકતા નથી. સાર્થવાહના આવા પ્રેમભર્યા શબ્દબાણથી સુંદરીનું મન વિંધાઈ ગયું. અરે પ્રિય સખા ! તારા તરફ મારું દિલ ઝૂકી ગયું છે. હું ઘણા પુરૂષના પરિચયમાં આવી પણ તારું પુરૂષત્ત્વ આકર્ષિત છે. ઘણું બધું તને કહ્યું છે, હવે આ એક વાતનું જોખમ ખેડવાનો મને વાંધો નથી. એક ગુપ્ત રહસ્ય પ્રગટ થયું દેવદત્તા ! તારા આ પ્રેમનો શું બદલો આપું ? હું તો ફરતો મુસાફર છું. કાલે વિદાય થઈ જવાનો છું. હે પ્રિય, ભલે તું વિદાય થાય પણ મને, તારી પ્યારી દેવીને ભૂલતો નહિ. તું કાલે વિદાય થશે. હું પણ કાલે અગત્યના કામે દૂર દેશ વૈશાલી જઈશ. તેમાં શું પ્રયોજન છે તે ગુપ્ત છે છતાં કહું છું. વૈશાલી રાજા ચેટક કર્મવીર અને ધર્મવીર છે. તેઓ પ્રભુ મહાવીરના પરમ ભકત છે. રોહિણેય મહાવીરનું નામ સાંભળતાંજ કાને હાથ મૂકયા. દેવદત્તા આ ગુપ્ત વાત કહેવાના ઉત્સાહમાં હતી. તેણે આગળ ચલાવ્યું. મહારાજા ચેટકને સાત પુત્રીઓ છે. તેમાં પાંચના લગ્ન યોગ્ય રાજકુમારો સાથે થઈ ગયા છે. દરેક કન્યાઓ ઉત્તમ શિક્ષણ પામેલી છે. રાજા ચેટકે વિદુષી પુત્રીઓને રાજના સંબંધો વિસ્તારવા માટે પરણાવી ન હતી. તેમના શિક્ષણને યોગ્ય રાજકુમારો શોધ્યા હતા. હવે બે પુત્રીઓ બાકી હતી. પરંતુ રાજા ચેટક હવે ધર્મમાર્ગે વળ્યા હતા. એટલે રાજકાજ અને આવા વ્યવહારથી અલિપ્ત હતા. આથી તેમની રાણીને માથે આ જવાબદારી હતી. રાણી પણ મહાવીરના ભક્ત હતા એટલે રાજ સંબંધો સાચવવા દુઃશીલ કે કામી જેવા રાજકુમારોને તેઓ કન્યા ન આપવા સજાગ હતા. રાજા રાણી પર જ્ઞાતપુત્રના બોધની ભારે અસર હતી. અનોખી મૈત્રી ૫૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ “જ્ઞાતપુત્ર જબરો જાદુગર લાગે છે.' પ્રિય, એ જ્ઞાતપુત્રનું વર્ણન કર્યું તો વળી બીજી રાત જોઈએ. માટે મૂળવાત કહું તે સાંભળ.” છેલ્લી બે કુંવારી રાજકન્યા તે ચેલ્લણા અને સુજયેષ્ઠા. એક વાર એક તાપસી સુજયેષ્ઠાનું ચિત્ર લઈ રાજમહેલમાં આવી ચઢી. રાજા શ્રેણિક એ ચિત્ર જોઈ મુગ્ધ થઈ ગયા. ' અરે અંતઃપુરમાં આટલી રાણી છતાં આ નરવીર રાજા એક ચિત્ર કન્યા પાછળ મુગ્ધ બન્યો ? દેવદત્તાએ વાત આગળ વધારી. રાજા શ્રેણિકે તરત જ વૈશાલી એક દૂત મોકલી કન્યાની માંગણી કરી. પરંતુ રાજા ચેટકે કહ્યું કે મારા કુળ કરતાં શ્રેણિકનું કુળ હલકું છે, માટે મારી કન્યા હું નહિ આપું. દૂત પાસેથી આ સમાચાર સાંભળી શ્રેણિકરાજા ક્રોધે ભરાયા. અભયમંત્રીએ આ વાત જાણી તે ચેટકના પરાક્રમ, શસ્ત્ર વિદ્યા, અને સૈન્યથી પરિચિત હતા. તેથી તેમણે આ કામ યુદ્ધથી નહિ પણ કુશળતાથી કરવાનું નક્કી કર્યું, અને પિતાને સાંત્વન આપ્યું. તમારા મહામંત્રી બુદ્ધિના ભંડારને આવા પ્રસંગે વાપરે છે? ' અરે ! રાજા ચેટકની પુત્રી પ્રભુ મહાવીરના માર્ગને અનુસરે છે એટલે આવું કન્યારત્ન રાજગૃહીમાં આવે તો અંતઃપુરમાં અને રાજયમાં સુંદર સંસ્કૃતિ નિર્માણ થાય. તે રહસ્ય હે સાર્થવાહ! તમે નહિ સમજી શકો. મહામંત્રી ખૂબ વિચારીને કાર્ય કરે તેવા છે. ટૂંકમાં હવે હું તથા મહામંત્રી વૈશાલી જઈશું. સુરંગ દ્વારા માર્ગ બનાવ્યો છે. સૈન્ય પણ હાજર રાખવામાં આવશે અને સુજયેષ્ઠાનું રાજા સુરંગ માર્ગે અપહરણ કરી પાણિગ્રહણ કરશે. ચાર પાંચ દિવસનું આ કામ છે. રાત ઘણી વિતી ગઈ હતી. સાર્થવાહ ઉભો થયો. દેવદત્તાની પ્રેમપૂર્વક વિદાય માંગી. ઘણા અભિવાદન આપ્યા. આ તેની અંતિમ રાત હતી. તેણે વિદાય લીધી. જાણવા જેવું જાણી લીધું. તેને તો આગળ પરાક્રમ કરવાનું હતું. તેથી દેવદત્તાથી જરા પણ લોભાયો નહિ. દેવદત્તાને લાગ્યું કે સાર્થવાહ તેનું કશુંક લઈ ગયો અને વિદાય ૫૪ અનોખી મૈત્રી Page #56 -------------------------------------------------------------------------- ________________ થયો. તે વિચારતી હતી કે અજબનો યુવાન હતો. તેના રૂપથી જરાયે લોભાયો નહિ. સ્પર્શથી તો દૂર જ રહ્યો. દેવદત્તાને એના પ્રત્યે ગજબનું આકર્ષણ થયું હતું. તે કોણ છે, શા માટે આવ્યો છે. અર્ધ રાત્રિએ ગંગાતીરેથી નૌકામાં કયાં જાય છે એવા પ્રશ્નો થતાં પરંતુ તેના પ્રત્યેના આકર્ષણે તે પ્રશ્નો શમી જતા. બીજા દિવસના પ્રભાતે દેવદત્તા વૈશાલી પહોંચી. તેને સુજયેષ્ઠાને સમાચાર આપવાનું કાર્ય કરવાનું હતું. અભયમંત્રી પણ વૈશાલી પહોંચ્યા. મુખ્ય સૈન્ય ત્યાં પહોંચ્યું હતું. મહારાજા શ્રેણિક બત્રીસ સુલસા પુત્રો સાથે સુરંગના દ્વારે પહોંચ્યા હતા. અભયમંત્રીના આયોજન પ્રમાણે બધું જ ગોઠવાઈ જતાં સુજયેષ્ઠાને સમાચાર મળ્યાં. સુજયેષ્ઠા અને ચેલ્લણા બંને બહેનોમાં ગાઢ સ્નેહ હતો. સુજયેષ્ઠાએ ચેલ્લણાને આ સર્વ બીના કહી કે હું તો શ્રેણિકરાજાને મનથી વરી ચૂકી છું. પિતાજીની સંમતિ ન હોવાથી શ્રેણિકરાજા મને અપહરણ કરીને લઈ જશે. આ સાંભળી ચેલ્લણા વિચારમાં પડી. સુજયેષ્ઠાને પણ થયું કે બંને બહેનો છૂટા પડીશું. તો ભલે ચેલ્લણા પણ સાથે આવે. તેને શ્રેણિક જેવા પરાક્રમી અને રૂપવાન જેવો રાજા કયાં મળશે ? તેણે ચિંતામાં પડેલી ચેલ્લણાને વાત કરી. તું પણ મારી સાથે ચાલ. શ્રેણિક રાજા મારી સાથે તારો પણ સ્વીકાર કરશે. આપણી પ્રીતિ પણ જળવાશે. ચેલ્લણા સુજયેષ્ઠા સાથે જવા તૈયાર થઈ. મહામંત્રી તરફથી સમાચાર આવતા બંને બહેનો ગુપ્ત રીતે નીકળી સુરંગવાળા મેદાનમાં પહોચી ત્યાં સુજયેષ્ઠાને યાદ આવ્યું કે પોતાને મનગમતા અલંકારનો ડબ્બો તૈયાર કરેલો રહી ગયો છે. તેણે ચેલ્લણાને કહ્યું તું રથમાં બેસતી થા હું ડબ્બો લઈને આવું છું. સુજયેષ્ઠાને તેના ભાવિએ ભૂલાવી. અરે ! શ્રેણિકના ખજાનામાં અલંકારની કયાં ખોટ હતી. ચેલ્લણા રથમાં બેસી બોલતી રહી કે સુજયેષ્ઠા આવે છે. ક્ષણનો વિલંબ પણ પરવડે તેમ ન હતું. રથના ઝણઝણાટના અવાજમાં ચેલ્લણાનો અવાજ સંભળાય તેવો ન હતો અનોખી મૈત્રી ૫૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ રાજાની આજ્ઞા થતાં રથ ત્વરાથી સુરંગની બહારથી આગુળ વધ્યો. પાછળ સુલસાના બત્રીસ પુત્રો રક્ષણ માટે તૈયાર હતા. આમ બધુ આયોજન સફળતાથી ગોઠવાયું હતું. છતાં રાજા પોતાના રાજયમાં પહોંચવાની અને બત્રીસ સુલસા પુત્રોના પાછળ આવવાના વિચારમાં સચિંત હતા. તે સમજયા કે સુજયેષ્ઠા આવી ગઈ છે. માર્ગમાં બ્રાહ્મણની પાસે પાણિગ્રહણની વિધી કરી. રાજા શ્રેણિકે જયારે સુજયેષ્ઠાને સંબોધન કર્યું ત્યારે ચેલ્લણાએ કહ્યું કે હું તેની નાનીબહેન ચેલ્લણા છું. ત્યારે જ ખ્યાલ આવ્યો કે આ તો ચેલ્લણા છે. સુજયેષ્ઠા તો ત્યાં રહી ગઈ છે. ચેલ્લણા પણ સુજયેષ્ઠા જેવી જ સૌંદર્યવાળી હતી તેથી રાજાએ સંતોષ માન્યો. સુજયેષ્ઠા અલંકારનો ડબ્બો લઈને આવી ત્યારે મેદાન સાફ હતું. ન મળે રથ કે ન મળે કોઈ સૈનિક. તે ક્ષોભ પામી ગઈ અને રડતી બૂમો પાડતી મહેલમાં પહોંચી. ચેલ્લણાનું અપહરણ થયું છે. તરત રાજા ચેટક આવી પહોંચ્યા. ‘ચેલણાનું અપહરણ' ? કોણે અપહરણ કર્યું ? ‘“રાજા શ્રેણિકે”. ચેટક રાજા અતિ કોપાયમાન થયા, અને તલવાર લઈ ઉભા થઈ ગયા. મારી રાજકન્યાનું અપહરણ કરનારને હણી નાંખું. ત્યાં તો સેનાપતિ આવ્યા, તેમણે કહ્યું કે આપ ધીરજ રાખો હું તે કામ પતાવી હમણાં જ આવું છું. સુજયેષ્ઠાએ બતાવેલા સ્થળે તેઓ સુરંગ આગળ પહોંચ્યા. મહારાજાનો રથ તો આગળ નીકળી ગયો હતો, ત્યાર પછી ક્રમમાં સુરંગમાંથી બત્રીસ રથો નીકળતા હતા. સેનાપતિએ પાછળથી એક તીર છોડયું. છેલ્લા રથીને વાગ્યું. તે મરણ પામ્યો. તેની સાથે બાકીના રથીઓ રથમાં ઢળી પડયા. મૃત્યુને આધીન થયા. હવે આ સર્વે રથો બહાર કાઢયા વગર સુરંગ માર્ગે થઈ જઈ શકાય તેવું રહ્યું નહિ. તેથી સેનાપતિ પાછા ફર્યા અને રાજા પાસે નિવેદન કર્યું. શું ચેલ્લણા પાછી નથી આવી ? અને કોપાયમાન થઈ રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. સુજયેષ્ઠા આ પ્રસંગથી વૈરાગ્ય પામી હતી. તેથી સુજયેષ્ઠાએ રાજાને સમજાવ્યા કે હવે ચેલ્લણા તો શ્રેણિકને પરણી ચૂકી છે. પાછી પદ અનોખી મૈત્રી Page #58 -------------------------------------------------------------------------- ________________ લાવીને શું કરશો ? જે થયું તે થયું. અને હવે હું તો ભગવાન મહાવીર પાસે પ્રવજયા ગ્રહણ કરીશ. તમે શાંત થાઓ. ભગવાન મહાવીરના બોધને યાદ કરી યુદ્ધના વિચારો ત્યજી દો. રાજા ચેટક શાંત થયા. સુજયેષ્ઠા પ્રભુ પાસે દીક્ષિત થઈ. અરે ! અભયમંત્રીએ કરેલા આયોજનમાં કેવું અવળું થયું. સુજયેષ્ઠાને બદલે ચેલ્લણા આવી, એક સાથે સુલસાના બત્રીસ પુત્રો મરણ પામ્યા. તેનું ગૂઢ રહસ્ય તે જાણતા ન હતા. આ બાજુ રાજયમાં આનાથી ભયાનક તો શું બન્યું કે અભયમંત્રીની અજોડ કુશાગ્રતાને પણ ઝાંખી પાડી દીધી તે હવે જોઈએ. રોહિણેય દાદાને આપેલા વચનને વિસર્યો ન હતો. ઉપરથી પાણી શાંત જણાતું હતું. પરન્તુ વચન પાળવાની દઢતા માટે તે કુશળતાપૂર્વક આયોજન કરતો હતો. મુખ્ય રાજયનો ખજાનો લૂંટવાનો તેનો આશય હતો. તેમાં રાજકાજની અંદરની માહિતી મેળવવી જરૂરી હતી. તેથી તેણે રાજય નિર્મિત ગણિકા દેવદત્તાનો સંપર્ક સાધ્યો. એ કાળે રાજગણિકાઓ વિશ્વાસુ જાસુસી જેવા અનેક કાર્ય કરતી. એટલે રાજકાજના અંદરના ગૂઢ કાર્યોથી પણ માહિતગાર રહેતી. રાજગણિકાનું રાજ્યમાં માનવંતુ સ્થાન રહેતું. રોહિણેય કુશળ હતો. તેણે દેવદત્તાનો વિશ્વાસ સંપાદન કર્યો. ધન વેરવામાં ખૂબ ઉદાર રહ્યો. અને દેવદત્તાના ઘણા પ્રયત્ન છતાં તેના પ્રત્યે કામાતુર થયો નહિં. સંયમ રાખી અંતે જાણવા જેવી વિગત જાણી લીધી કે ચાર દિવસ મહારાજા, મહામંત્રી, ચુનંદા સૈનિકો, મહારાજાના અંગરક્ષક બત્રીસ સુલસા પુત્રો વગેરે રાજયની બહાર છે. રાજાને પ્રજાને પરાક્રમ બતાવી પોતાનું કાર્ય કરવાના આ દિવસો તેને માટે મહત્વના હતા. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દેવદત્તાના નિવાસેથી નીકળી સ્વસ્થાને પહોંચ્યો. બીજે દિવસે મહારાજા વગેરેએ વૈશાલી તરફ પ્રયાણ કર્યું. તે તકનો લાભ લઈ તે પોતાના સાથીઓ સાથે રાજગૃહી પર તૂટી પડયો. સમયનો વિલંબ કર્યા વગર સવારથી જ તેણે સાથીઓને નગરી લૂંટવાનો આદેશ આપ્યો. પોતે અંતઃપુરની દિશામાં વળ્યો. અનોખી મૈત્રી ૫૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ મહારાજા અને મહામંત્રીની ગેરહાજરીમાં અંતઃપુરની આજુબાજુના ઉદ્યાનની રક્ષાનું કાર્ય માતંગને સોંપ્યુ હતું. માતંગ અન્ય સૈનિકોને જવાબદારી સોંપી ઘેર ભોજન લેવા આવ્યો હતો. તેણે વિરૂપાને ઉતાવળ કરવાનું કહ્યું. એવું શું ઉતાવળનું કામ છે ? એ વાત ગુપ્ત છે. બૈરાની જાતને ગુપ્ત વાત ન કહેવાય. એમ કહી તેણે વિરૂપાની સામે જોયું. વિરૂપાના આશ્ચર્યજનક મુખભાવ જોતાં વળી કહી દીધું. કે જો આજે મહારાજા અને મહામંત્રી તથા મુખ્ય સેનાપતિ વૈશાલી ગયા છે. મારે અંતઃપુરની નજીકના ઉદ્યાનની ચોકી કરવાની છે. આમ વાત કરે છે તેટલામાં તો તેણે કાને માનવોના ભયજનિત અવાજો સંભળાયા. સાથે સાથે બીજા પ્રચંડ અવાજો આવવા લાગ્યા. રોહિણેયનો અંતઃપુર પર હુમલો માતંગ ખોરડાની બહાર ગયો. ત્યાં તો તેણે સાંભળ્યું કે નાસો ભાગો લૂંટારાઓ રાજગૃહીના શ્રેષ્ઠીઓની હવેલીઓ લૂંટે છે. માતંગ આ અવાજો સાંભળી ચેતી ગયો, કે મહારાજા અને મહામંત્રીની ગેરહાજરીમાં કોઈ જાણ ભેદુએ નગરી લૂંટવાની તક લીધી છે. પોતાના હથિયારો લઈને તે બહાર નીકળ્યો. વિરૂપા : માતંગ, જાળવજે ઉતાવળ કરીને ખોટું જોખમ વહોરતો નહિં. માતંગને વિરૂપાના શબ્દો સાંભળવાના અત્યારે હોશ કયાં હતા. તે તો હથિયાર લઈને મોટી છલાંગો ભરતો દોડયો. તેણે જોયું ઘડીકવારમાં શ્રેષ્ઠીઓના ધન દોલત મધ્ય ચોકમાં ઠલવાતા હતા. જો કોઈ માલમિલકત બચાવવા પ્રયત્ન કરતું તો તેના પ્રાણની હત્યા થતી. હવેલીઓમાંથી બચાવો બચાવોના ભયજનિત અવાજો આવતા હતા. સ્ત્રીઓ હેબતાઈને ધ્રૂજતી હતી. ધનપતિઓ જાતે જ મિલ્કત ધરી દેતા. ધનદત્ત શેઠે તો પોતાના ભંડારો સ્વેચ્છાએ ખૂલ્લા મૂકી દીધા ! લઈ જાઓ તમે પણ ધનવાન બનો ! લૂંટારા શ્રેષ્ઠિઓના ધન લૂંટીને કંઈ ધરાયા ન હતા. હવે તેઓ અંતઃપુર તરફ વળ્યા. મગધનો ખજાનો લૂંટી મગધની કીર્તિને પણ તેઓ લૂંટવા માંગતા ૫૮ અનોખી મૈત્રી Page #60 -------------------------------------------------------------------------- ________________ હતા. રોહિણેય તો બે દિવસ માટે રાજ સિંહાસન પર બેસવાના મનોરથ કરતો હતો. આ દેખાવ જોઈને માતંગ સમજી ગયો કે રોહિણેયની પલ્લીના લૂંટારાઓએ નગરમાં લૂંટ ચલાવી છે. ક્યાંકથી મહારાજા વિગેરેની ગેરહાજરીના સમાચાર મેળવીને પલ્લીના લૂંટારાઓએ નગરીને ઘેરી લીધી છે. વળી તેને કાને શબ્દો પડ્યા કે “પલ્લીપતિ રોહિણેય મહારાજની જય હો.” આ બાજુ મેતાર્યને સમાચાર મળ્યા કે લૂંટારા રાજમહેલ તરફ ગયા છે. મેતાર્ય હથિયાર સજીને દોડવા લાગ્યો. માતાપિતાએ વાર્યો પરંતુ તે તો ત્વરાથી દોડી ગયો. બીજી બાજુ માતંગે પણ તરત જ અંતઃપુર તરફ દોડવા માંડયું. તે રાજમહેલે પહોંચ્યો ત્યાં તો તેણે ભયંકર દશ્ય જોયું. મેતાર્ય રોહિણેયની સામે ઝઝૂમી રહ્યો છે. ત્યાં તો રોહિણેય અને મેતાર્ય સામ સામે આવી ગયા. મેતાર્ય ગર્જયો, રોકાઈ જાવ એક ડગલું પણ આગળ ન વધશો. બન્ને વચ્ચે ઝપાઝપી ચાલી. મેતાર્ય ખૂબ ઘવાયો છતાં હાકોટા દેતો. રોહિણેયને રોકવા પ્રયત્ન કરતો હતો. માતંગે જોયું કે અરે, આતો વિરૂપાનો લાલ મેતાર્યકુમાર તે તો મગધરાજની કીર્તિ માટે મોતને ભેટવા સજ્જ હતો. માતંગ તો આ ઘાયલ કુમારને જોઈને હેબતાઈ ગયો. ધનદ શેઠનો એકનો એક કુળદીપક હમણાં હોમાઈ જશે. ત્યાં તો બીજા સૈનિકો અને માતંગ વચ્ચે તૂટી પડયો અને તાડૂકયો. હે, રોહિણયા આવો કાયર, નામર્દ, આવી રીતે રાજમહેલ પર છૂપો હૂમલો કરતા શરમાતો નથી. તે લોઢાના બખ્તરથી સજજ અનેક હથિયારો કમ્મરે વીંટાળેલા હતા. વળી પીઠ પર તીર કામઠા હતા. માર્ગમાં આવતા કેટલાય સૈનિકોને મોતને ઘાટ ઉતારી તેણે રાજમહેલમાં પ્રવેશ કર્યો હતો. બીજી બાજુ મેતાર્ય અને માતંગ તો હાથમાં આવ્યા તે સામાન્ય હથિયારો સાથે તેની સામે પડયા. અનોખી મૈત્રી ૫૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ માતંગનો અવાજ સાંભળી રોહિણેય પણ તાડૂકયો. માતંગ આપણે એક કુળના છીએ. તું વચ્ચેથી ખસી જા. મને સાથ આપ. ' અરે, રોહિણેય શ્રેષ્ઠીઓનું ધન લૂંટી તે તારૂં બળ વાપર્યું છે. ઘણું ધન મળ્યું છે. હવે અહિંથી પાછો વળ. મગધની કીર્તિ સામે બાથ ભીડવામાં સાર નહિં. અરે, માતંગ મારૂં પરાક્રમ જ આજે અહીં બતાવવાનું છે. માટે તે વચ્ચેથી ખસી જા. મારે ધનની જરૂર નથી. તારે મગધની કીર્તિ બચાવવી છે. મારે મગધનો ખજાનો લૂંટી કીર્તિ મેળવવાની છે. માટે ખસી જા. અને તે રાજમહેલમાં આગળ વધ્યો. એક બાજુ મેતાર્ય બીજી બાજુ માતંગ અભૂત રીતે લડી રહ્યા હતા. બીજા સૈનિકો પણ ઝઝૂમતા હતા. રોહિણેયના સૈનિકો ખૂવાર થઈ ગયા હતા. માતંગ મેતાર્યની વચ્ચે રોહિણેય ઘેરાઈ ગયો હતો. મેતાર્યએ પૂરા સાહસથી ભાલો ફેંકયો પણ કુશળ રોહિણેયે ઘા ચૂકવી દીધો તે ઘાથી તેનો અશ્વ ધાયલ થઈને પડયો. તેણે સામો ઘા કર્યો તેમાં મેતાર્ય ઘાયલ થયો. છતાં તે બહાદુરીથી રોહિણેયની સામે ધસ્યો. મેતાર્યને અશ્વ પર વેગથી સામે આવતો જોઈ રોહિણેય હવે મૂંઝાયો. તેણે દોડીને ભાગવા માંડયું. આ બાજુ સૈનિકો સાથે લડવામાં માતંગ ખૂબ ઘાયલ થઈને પડયો હતો. રોહિણેયને ભાગતો જોઈ ઘાયલ મેતાર્ય બહાદુરીપૂર્વક તેની પાછળ પડયો. રોહિણેયને અશ્વારૂઢ મેતાર્યપકડી પાડે તેટલી જ વાર હતી ત્યાં તો રોહિણેયે એક છરો ફેંક્યો. મેતાર્યનો ખભો ઘવાયો. અશ્વ પણ ઘાયલ થઈ ગયો. તેથી મેતાર્ય અશ્વ પરથી ઉતરી ગયો. અને પગપાળા રોહિણેયની પાછળ પડયો. મોટી છલાંગો મારતો રોહિણેયને પકડવો મુશ્કેલ હતો. છતાં મેતાર્ય દોડતો જ રહ્યો. બન્ને મેતના ખોરડા આગળ આવી પહોંચ્યા. રોહિણેયે જોયું કે હવે બચવું મુશ્કેલ છે. તેણે તરત જ કમ્મરેથી છરો કાઢી હાથ ઉચક્યો. મેતાર્ય ખૂબ ઘાયલ થયેલો થાકયો હતો. આંખની પલકમાં તેનું ભાન જાય તેવું ભયાનક દશ્ય હતું. ત્યાં તો તેણે જોયું કે એક સ્ત્રી અનોખી મૈત્રી ૬૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ મેતાર્યને વીંટળાઈને ઉભી છે. રોહિણેયે ગર્જના કરી. અરે, મૂર્ણ સ્ત્રી ખસી જા. નહિં ખસું તું નિરાંતે મારા પર ઘા કર, તારી કીર્તિમાં સ્ત્રી હત્યાથી વધારો થશે. સ્ત્રી અને બાળ વધ માટે વજર્ય છે. તને નહિ મરાય. માટે ખસી જા. પણ આ સ્ત્રી ગભરાઈને ખસે તેવી ન હતી. તેથી રોહિણેય અકળાયો અને રોકાવામાં જોખમ હતું એટલે ત્વરાથી ભાગ્યો અને પોતાની ગિરિકંદરા તરફ પ્રયાણ કરી ગયો. બચેલા સૈનિકો તેને અનુસર્યા તે પણ પલાયન થઈ ગયા. મેતાર્ય-માતંગની ગંભીર માંદગી. તે સ્ત્રી એટલે વિરૂપા, રોહિણેય અને મેતાર્યના હાકોટા સાંભળી તે બહાર આવી. ત્યારે તેણે ભયંકર દશ્ય જોયું. મેતાર્ય ખૂબ ઘાયલ થયો હતો. કંઈ પણ વિચાર ર્યા વગર તે મેતાર્યને વળગીને વચમાં ઉભી રહી ગઈ. રોહિણેય વિદાય થયો. મેતાર્યના ખભામાંથી ઘણું લોહી વહી ગયું હતું. તેથી તે લગભગ બેભાન જેવો થઈ ગયો હતો. વિરૂપા તેને પકડીને ઘરમાં લઈ ગઈ. તેને ખાટલામાં સુવાડયો. તેના ઘા પર તેલના પોતા મૂકતી હતી. મેતાર્યની કંઈક સારવાર કરે ત્યાં તો રાજસેવકો ઘવાયેલા બેભાન હાલતવાળા માતંગને લઈને આવ્યા. વિરૂપાએ તેને બીજા ખાટલામાં સુવાડયો. માતંગની દશા ગંભીર હતી. વિરૂપા ઘવાયેલા માતંગને જોઈને ગભરાઈ ગઈ. વિરૂપા કુશળ હતી. તેણે તરત જ રાજસેવકની મદદ લઈ ઘા ધોયા. તેલના પાટા બાંધ્યા. માતંગ વચ્ચે વચ્ચે હજી યુદ્ધ લડતા સૈનિકની જેમ હાકોટા પાડતો હતો. તે ઘાના દર્દના ન હતા પણ રોહિણેયની સામે ઝઝૂમવાના હતા. મેત વસાહતમાં આ હકીકત તરત જ પ્રસરી ગઈ અને લોકો ભેગા થવા લાગ્યા. ધનદત્ત શેઠને હવેલીએ ખબર પહોંચ્યા તેથી તેઓ અને શેઠાણી હાંફળા, ફાંફળાં દોડી આવ્યા. વળી નગરમાં પણ મેતાર્યના શૌર્યની વાત પહોંચી ગઈ હતી. સહુના પ્રાણ જેવો શેઠ અનોખી મૈત્રી ६१ Page #63 -------------------------------------------------------------------------- ________________ માં કોઈ છૂપું શેઠાણીનો કુળદીપક મોતની નજીક પહોંચ્યો હતો. વળી બે વીરોએ અંતઃપુરને બચાવી નગરની કીર્તિ જાળવી હતી. આ પરિસ્થિતિમાં બ્રાહ્મણ શુદ્રના ભેદ ભૂલીને સૌ મેત વાસમાં ધસી આવ્યા. રાજસેવકો રાજના વૈદ્ય જીવનને લઈને તરત જ આવી ગયા. વૈદ્યરાજે બન્નેને તપાસ્યા. તેમનું મુખ ગંભીર બની ગયું. તે જોઈને શેઠ શેઠાણી તથા વિરૂપા ખૂબ ગભરાઈ ગયા. શેઠ વૈદ્યની નજીક આવી ગયા. વૈદ્યરાજે કહ્યું જુઓ હાલ તો મેતાર્યકુમારની સ્થિતિ ગંભીર છે. એટલે થોડા દિવસ આજ સ્થળે રાખવા પડશે. - ત્યાર પછી વૈદ્યરાજે માતંગને તપાસ્યો. તેઓ વધુ ગંભીર થઈ ગયા. માતંગનું શરીર ઘાથી ચારણી જેવું થઈ ગયું. તેમાં ઝેર પ્રસરતું હતું. કુશળ વૈદ્યરાજે માતંગની ગંભીર સ્થિતિનો ખ્યાલ આપી ઔષધ વિગેરે અને કેટલીક સૂચનાઓ આપી વિદાય લીધી. આ પ્રસંગ દુઃખદાયી અને ગંભીર હતો. છતાં કેટલીકવાર દુઃખદ પ્રસંગમાં કોઈ છૂપું સુખ છૂપાયેલું હોય છે. તેવું આજે વિરૂપાના જીવનમાં બન્યું હતું. મેતાર્યનું આ ઘરમાં હોવું. ઘવાયેલા લાલની નજીક વહાલપૂર્વક સેવા ચાકરી કરવી. પરિસ્થિતિ ગંભીર છતાં વિરૂપાના હૃદયમાં ઊંડે ઊંડે જાણે સ્વર્ગનું સુખ ઉતરી આવ્યું હોય તેવા તેના ભાવ ઉઠતા હતા. વળી માતંગની હાલત જોઈ ગભરાઈ જતી. મેતાર્યનો જન્મ કહો કે અનામી બાળકીનું મૃત્યુ કહો ત્યાર પછી આશાવંત એવા આ દંપતિ નિઃસંતાન જ હતા. કયારેક વિરૂપાને તેના ઘેરા સંતાપમાં મનોમન ખેદ વ્યાપી જતો. મન હારી જતું. તેમાં આ પ્રસંગે દુઃખમાં પણ તે સુખનો અનુભવ કરતી. દુ:ખદ છતાં સુખદ ! આ નાના સરખા ખોરડામાં બે ખાટલામાં ભયંકર રીતે ઘવાયેલા વીર પુરૂષો પડયા હતા. એક તેનો પ્રાણસખા, પળેપળ સ્નેહ આપનારો પતિ માતંગ હતો. બીજો ભલે તેણે તેને શેઠાણીને સખ્યભાવે અર્પણ કર્યો છતાં તે તેના ગર્ભમાં રહેલો પ્રાણ સમો લાલ' હતો. બન્નેની સ્થિતિ ગંભીર હતી. છતાં વિરૂપા આ દિવસોમાં એક પ્રકારની ધન્યતા અનોખી મૈત્રી કે આ ઘરમાં હોબીર છતાં વિરૂપાના ૬ ૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ અનુભવતી. દિવસ અને રાત એક ક્ષણના પણ વિરામ વગર તે બન્ને ખાટલાની આજુબાજુ સેવા કાજે ઘુમ્યા કરતી ન થાક, ન ઊંધ, ન ભૂખ, ન તરસ. જાણે તેના શરીરમાં કોઈ દૈવી શક્તિનો સંચાર થયો હોય તેમ તે સેવા સુશ્રુષા કરતી. સચિંત છતાં તેના હૃદયના મેતાર્યની નિકટતાથી તેના પેટાળમાં કોઈ સુખના દીવા ટમટમતા અનુભવતી. ધનદત્ત શેઠ, દેવશ્રી શેઠાણી, નંદાદાસી તથા બીજા અનેક દાસદાસીઓ છતાં સેવા સુશ્રુષા, ઔષધ આપવા, પાટાપીંડી કરવાનું કામ તે કોઈને સોંપતી નહિં. મેતાર્યની સેવા કરી તેના શરીરને પંપાળી, વળી તરત જ તે માતંગ પાસે પહોંચી જતી, તેને પૂરા હેતથી પંપાળી પાછી મેતાર્ય પાસે જતી. કોઈ દાસ દાસી અરે ખુદ શેઠાણી કંઈ ઔષધ આપવા પ્રયત્ન કરતા તો તે તેમને પણ રોકતી. બા, એ કામ મને જ કરવા દો. આવી ગંભીર સ્થિતિમાં કંઈ ભૂલ થાય તેનું જોખમ છે. શેઠાણી પણ એની વાત માની જતા. ત્રણ દિવસ પસાર થાય છે. મેતાર્યને કંઈ કળ વળતી જાય છે. ત્રણ દિવસ પછી તેણે જરા આંખ ખોલી, પણ વળી વેદનાથી પાછો બેભાન થઈ જતો. ચીસ સાંભળી વિરૂપા તરત જ “મારા લાલ” કહીને તેને પંપાળતી ત્યારે તેના પૂરા શરીરમાં પ્રેમથી રોમાંચ ખડા થતા. વૈદ્યરાજે ત્રીજે દિવસે જણાવ્યું કે મેતાર્યને વેદના છે. પરંતુ તેની સ્થિતિ સુધરતી જાય છે. છતાં હમણાં તો આ જ સ્થિતિમાં અહીં જ રાખવા પડશે. શેઠ શેઠાણી મેતાર્યને હવેલીએ લઈ જવા ઈચ્છતા હતા. પણ વૈદ્યરાજની સૂચનાથી મૌન રહ્યા. જો કે આ સાંભળીને વિરૂપાનું હૃદય નાચી ઉઠયું કે મારો લાલ' હજી મારી નજર સમક્ષ થોડા દિવસ રહેશે. મારા હેતને માણશે. હું તેના સંસર્ગને પામીશ. - ત્યાર પછી વૈદ્યરાજ માતંગ પાસે ગયા. તે હજી ભાનમાં આવ્યો ન હતો. વૈદ્યરાજે કહ્યું તેની નાડી વિગેરે સ્વસ્થ છે. હવે ચિંતાનું કારણ નથી. તે બેભાન રહેશે. કારણ કે ઘાની વેદના ઘણી છે. તેથી બેભાન છે તો કંઈ ચિંતાનું કારણ નથી. આમ બન્ને વીરોના વેદ્યરાજના અભિપ્રાય પછી વિરૂપા નિશ્ચિત થઈ. અનોખી મૈત્રી Page #65 -------------------------------------------------------------------------- ________________ - આ દિવસોમાં થોડાક માણસોને બાદ કરતા મેતવાસમાં જાણે એક મેળાનો માહોલ બન્યો હતો. પૂરી નગરીમાંથી ભેદવગર સૌ વિરૂપાના ખોરડે આવતા. પ્રભુને પ્રાર્થના કરતા કે આ વીરોને પ્રભુ હેમખેમ રાખે. વળી ગ્રામજનો માટે આ પ્રસંગ મોટી ચર્ચાનો વિષય બની ગયો હતો. મેતના ઘરમાં મેતાર્યને રાખવો તે સવર્ણોને અજૂગતુ લાગતું હતું. પરંતુ મેતાર્યના મહા પરાક્રમે સૌના મુખ બંધ થઈ જતા. તેમાં પણ જયારે વૈદ્ય જાહેર કર્યું કે ઘાયલ મેતાર્યને જરા પણ ખસેડવાની કોશિષ કરશો નહિ. આ કારણથી સૌના મુખ એ બાબતમાં સિવાઈ ગયા હતા. ધારો કે મેતાર્ય આ ખોરડામાં જન્મીને રહ્યો હોત અને લગ્ન લેવાયા હોય તો પણ આવો માહોલ મંડાયો ન હોત. પ્રસંગ દુઃખદ હતો. પણ લોક સમુદાયથી મેતવાસ ગાજતો હતો. મેતોનો પણ ગર્વ સમાતો ન હતો. તેઓ તો પુનઃ પુનઃ દુહરાવતા આ માતંગે જો રોહિણેયને અંતઃપુરમાં જતો રોકયો નહોત તો આજે મગધની કીર્તિના કાંગરા તૂટ્યા હોત અને આ વિરૂપા ધન્ય છે. રોહિણેયના કાતિલ ઝેરવાળા છરાના ઘાની પરવા કર્યા વગર મેતાર્યને વળગીને બચાવી લીધો. કોઈ બટકબોલો બોલ્યો, વળી એ તો એનો “લાલ” પણ ખરો. મેત એટલે કંઈ મન થોડા શુદ્ર હોય છે. ક્ષત્રિય બધા જ કંઈ ઓછા પરાક્રમી હોય છે ? તેમ મેત હોય તેથી શું? છતાં જે મેતની પ્રશંસા સહી શકતા નહિ તેવા બોલી ઉઠતા સોનાની ખાણમાં કંઈ બધું જ સોનું ના હોય. કોઈ એક નારી વિરૂપા જેવી કે કોઈ માતંગ જેવું પરાક્રમ કરે એટલે બધા જ મેત સોના જેવા ના હોય. સૌને સરખા માનવાની વાતો આ પેલા શ્રમણોએ કરીને મેતોને ચઢાવ્યા છે. માટે ભાઈ માટી તે માટી અને સુવર્ણ તે સુવર્ણ. કોલસો કંઈ ધોળો થવાનો નથી. શાસ્ત્રકારોએ આવી વ્યવસ્થા સમજીને કરી છે. શ્રમણો આવ્યા અને સમાનતાની વાતો લાવી મેતોને બહેકાવ્યા છે. પછી તો ચર્ચાએ જોર પકડયું. માતંગના ખોરડાની બહાર જાણે ૬૪ અનોખી મૈત્રી Page #66 -------------------------------------------------------------------------- ________________ મોટી સભા હોય તેવું વાતાવરણ થઈ ગયું. આ ઘોંઘાટ સાંભળી શેઠ બહાર આવ્યા સૌને સમજાવ્યા કે આ ચર્ચાનો પ્રસંગ નથી. સૌ શાંત રહો, તો દર્દીને શાંતિ મળે, વળી સૌ હવે વિદાય થાઓ તે ઉચિત છે. સાંજ પડે નગરજનો વિદાય થયા. વૈદ્ય રોજે નિયમિત આવતા હતા. હજી માતંગ વારંવાર મૂછિત થઈ જતો. મેતાર્ય હવે કંઈક આંખ ઉઘાડતો પણ દર્દથી કણસાઈને પાછો આંખ બંધ કરી દેતો. વૈદ્ય માતંગને તપાસીને કહ્યું મૂછ વળતા હજી વાર થશે પણ હવે ચિંતાનું કારણ નથી. મૂછ ઘાની વેદનામાં સારી છે. વિરૂપા એ સાંભળીને કંઈ નિશ્ચિંત થઈ. - વૈદ્ય મેતાર્યને જોઈને કહ્યું કે ઘણો સુધારો છે. છતાં બધા ઉપચાર ચાલુ રાખવા. શેઠને એમ કે હવે હવેલીએ લઈ જઈએ પણ વૈધે તેમ કરવામાં હજી જોખમ છે તેમ જણાવતા તેઓએ મન વાળી લીધું. વૈદ્ય વિદાય થયા. રાત થઈ હતી એટલે વિરૂપાએ શેઠ શેઠાણીને કહ્યું કે બન્ને આરામમાં છે વૈધે પણ હવે જોખમ નથી તેમ જણાવ્યું છે. તો હવે તમે હવેલીએ જઈને આરામ કરો. શેઠાણીનું મન માનતું ન હતું. પણ શેઠ તૈયાર થઈ ગયા એટલે શેઠાણી પણ તૈયાર થયા. નંદાદાસી તથા બીજા દાસ દાસીને મૂકીને તેઓ વિદાય થયા. જતાં જતાં સૌને સૂચના આપતા ગયા. વિરપાનું મનોમંથન વિરૂપા : બા જરાય ચિંતા ન કરશો. હું બરાબર જાગતી જ રહીશ. રાત્રિએ અંધકારની ચાદર સર્વત્ર પથરાઈ હતી. નગરવાસીઓ જંપ્યા હતા. થોડા ચોકીદારો લૂંટના બનેલા બનાવ પછી જાગતા નગરમાં ફરતા હતા. પશુ પંખીઓ સૌ જંપી ગયા હતા. દાસ દાસીઓ ખોરડાની અંદર બહાર જયાં જગા મળી ત્યાં સૂઈ ગયા હતા. એકલી વિરૂપા જાગતી હતી. દુઃખદ છતાં તેને માટે આ રાત્રી અમૂલ્ય હતી. એટલે બંન્ને દર્દીઓને ખૂબ સાવધાન રહી સાચવતી. બન્નેના ખાટલા વચ્ચે ઉઠ બેસ કરતી હતી. દાસ દાસીઓ તો ઘોરતા હતાં. નંદા દાસી પણ નિદ્રાવશ થઈ હતી. અનોખી મૈત્રી ૬૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ મેતાર્યના ખાટલા પાસે જતાં તેણે જોયું કે ખાટલા પાસેની બારીમાંથી મેતાર્યના મુખ પર પૂનમના ચંદ્રનો પ્રકાશ પડી રહ્યો છે. આમ ઘાયલ મેતાર્યના પોતાના જ ઘરમાં આવવું તેની સાથે આટલી નિકટતાથી રહેવું તે વિરૂપા માટે અકલ્પનીય આનંદ હતો. દુઃખદ છતાં તેને માટે માની લાગણીયુક્ત સ્વર્ગ રચાયું હતું. મોહરાજાની સવારી પર વિરૂપા આરૂઢ થઈ હતી. તે ચંદ્રના પ્રકાશમાં મેતાર્યનું મુખ નિહાળી ભાવાવેશમાં આવી તેના મુખને જોતી રહી ત્યાં તો મેતાર્ય પાસુ બદલવા જતાં ઘાના દર્દથી ચીસ પાડી ઉઠયો. ઓ મા..... આ ‘મા’ શબ્દ સાંભળી વિરૂપાનો ભાવાવેશ ઉછળ્યો. તે મેતાર્યના મુખ પર ઝૂકી, બોલી હા બેટા આ રહી. મેતાર્થે જરા આંખ ખોલી વળી દર્દથી બોલી ઉઠયો ‘મા’ વિરૂપા : હા બેટા તારી ‘મા’ જ છું. એમ કહીને તેના લલાટે હાથ ફેરવી. વાળની લટ સરખી કરીને ગાલે ગાલ લગાડીને વહાલ કરવા લાગી. બેટા તારી ‘મા’ જ છું’. દર્દથી ઘેરાયેલા મેતાર્યે વિરૂપાના લલાટે ફરતા હાથને પકડી લીધો. અને વિરૂપા જાણે ભાન ભૂલી. આ પ્રાણ સમા મેતાર્યથી વિશેષ મારે માટે શું હોય ! જાણે મારો પ્રાણ. ત્યાં તો મેતાર્યે હાથને વધુ દબાવ્યો. ‘મા, મા' વિરૂપાના વર્ષોના લાગણીના બંધ તૂટી ગયા. હા બેટા હું જ તારી મા. મેતાર્ય કંઈક ભાનમાં આવવા લાગ્યો હતો. થોડી આંખ ખૂલી હતી. વિરૂપા લલાટે વહાલ ભર્યો હાથ ફેરવતી ગઈ. બેટા તારી મા છું. મેતાર્યો તો દેવશ્રીને માતાના રૂપમાં જોયેલી હતી. તેનું આછું સ્મરણ થતાં વળી પૂછ્યું. તું જ મારી મા ? વિરૂપા : હા બેટા તારી સાચી મા છું. તે વિસરી ગઈ કે આજુબાજુ દાસદાસીઓ સૂતા છે. નંદાદાસીની હાજરી છે. નજીકમાં સૂતેલી નંદાદાસી કંઈક ગણગણાટ સંભળાતા જાગી ઉઠી અને તેના કાને શબ્દો પડયા, ‘હા બેટા તારી સાચી મા છું.' તે તરત જ ખાટલા પાસે આવી. ૬૬ અનોખી મૈત્રી Page #68 -------------------------------------------------------------------------- ________________ વિરૂપા તું શું બોલી રહી છું તેનું ભાન છે ? વળી દર્દી સાથે વાત કરવાની મનાઈ છે. આનું પરિણામ શું આવશે ? બધું ધૂળ મેળવવા બેઠી છું. જા હવે સૂઈ જા. વિરૂપા નંદાદાસીના કઠોર શબ્દોથી હેબતાઈ ગઈ જાણે તે સ્વર્ગથી પછડાઈને ધરતી પર પડી હોય તેમ તરત જ ઉભી થઈ ગઈ. અને માતંગના ખાટલા પાસે જઈ તેની સંભાળ લઈ રડતી રડતી વિચાર કરતી હતી. એક બાજુ પ્રાણ સમો મેતાર્ય જેને અન્યત્ર સુપ્રત કર્યો હતો. બીજી બાજુ મારા માટે પ્રાણ પાથરનાર આ માતંગ જેણે સંતાનની ઝંખનાના દુઃખને-દર્દને મનમાં ભરી રાખ્યું હતું, તેને મેં આ પુત્ર સુપ્રતની વાતથી અજાણ રાખી છેતર્યો ! પણ હા, દેવ બીજા સંતાનની આશામાં મેં કેવળ સખ્યભાવની પ્રેરણાથી કોઈ અન્ય અપેક્ષા વગર આ પગલું ભર્યું હતું. પરંતુ દેવ રૂઠયો ત્યાં શું થાય! આવા વિકલ્પોથી વ્યાકુળ, ઘણા દિવસથી થાકેલી વિરૂપા ઉંઘી ગઈ. આકાશમાં સૂર્યદેવની પધરામણી થતા ઉષારાણી પ્રગટ થયા હતા. પ્રકાશના કિરણો ધરતીને સ્પર્શવા લાગ્યા હતા. દેવશ્રી શેઠાણી રાત્રે હવેલીએ ગયા હતા. પણ કંઈ નિરાંત ઓછી હોય ! તેથી સવાર થતાં તે વિરૂપાના ખોરડે આવી પહોંચ્યા. મેતાર્ય હજી તંદ્રાવસ્થામાં હતો, તેણે જરાક આંખ ખોલી. શેઠાણીએ લલાટે હાથ ફેરવ્યો. કેમ છે બેટા? મેતાર્યો ફરી આંખ ખોલી, હજી તેની સ્મરણ શક્તિ પૂરી સતેજ થઈ ન હતી. દર્દના કારણે બોલી ઉઠયો, મા કયાં છે ? શેઠાણી તેના ખાટલામાં જ જરાક ટેકો દઈને બેઠા, “આ રહી બેટા તારી પાસે જ બેઠી છું.” મેતાર્યની નબળી પડેલી સ્મરણ શક્તિમાં હજી સમજાતું ન હતું કે રાત્રે સાવ સાદા છતા નમણા મુખવાળી રૂપાળી સ્ત્રી કોણ હતી, જે તારી મા છું એમ કહેતી હતી, અને શણગાર સજ્જ આ સ્ત્રી કોણ છે? મેતાર્ય કંઈ વધુ વિચાર કરી શકે તેમ ન હતો. વળી દર્દને અનોખી મૈત્રી Page #69 -------------------------------------------------------------------------- ________________ કારણે તંદ્રામાં ખોવાઈ ગયો. સૂર્યની પધરામણી સાથે સૌ સક્રિય બન્યા હતા. રડતી ઉંઘેલી વિરૂપા જાગી ત્યારે વરના વચનને યાદ કરી સ્વસ્થ થઈ ઉઠી. “ભોર ભયો ને શોર થયો ત્યાં કોઈ હસે, કોઈ રૂએ ન્યારું, સુખીયો સૂએ, દુઃખીયો રૂએ, અકળ ગતિ છે વિચારું.” વિરૂપાની દશા દયનીય હતી. માનસિક રીતે દુ:ખદ સુખદ પ્રસંગમાંથી ચાર દિવસ પસાર થયા હતા. જો કદાચ તેણે મેતાર્યને શેઠાણીને અર્પણ કર્યા પછી તે આ નગરીને બદલે અન્યત્ર હોત તો કદાચ તેને આટલી આકૂળતા ન થાત. વળી એજ હવેલીએ જવાનું, રોજ લાલને જોવાનો અને છતાં અળગા રહેવાનું, પારકા બનવાનું. તેમાં પણ જો તેને બીજું સંતાન થયું હોત તો આ વાત સુખરૂપે સમાપ્ત થઈ હોત, પરંતુ દેવે કંઈ જુદુ જ ધાર્યું હતું. તે કળવાનું માનવીનું શું ગજું? વળી તેને વારંવાર એ સંતાપ થતો કે તેને માટે પ્રાણ આપનાર, તેનો પડયો બોલ ઉપાડનાર ભડવીર એવા માતંગને તેણે આ ગુપ્ત રહસ્યથી છેતર્યો હતો. તેમાં વળી દેવે પૂરી કસોટી કરી બિમારીના નિમિત્તે મેતાર્યને તેના ખોરડામાં તેને વહાલ કરવાનો મોકો આપ્યો પણ પછી શું ? સંતાપ ? આ સંયોગમાં એક સ્ત્રીહૃદય માતૃત્વના ભાવોથી હાલી ઉઠે તેમાં આશ્ચર્ય શું ? યદ્યપિ તેને પુત્રને સખીને અર્પણ કર્યાનો અફસોસ ન હતો. તેમાં તેને સંતોષ હતો. કથંચિત પ્રિય સ્વજન મૃત્યુ પામે, દુઃખ લાગે પરંતુ નજર સામે ન હોય તો તે દુઃખ ક્રમે ક્રમે દૂર થઈ જાય છે. કયારેક પ્રસંગે યાદ આવે તો પણ મન અતિ સંતપ્ત થતું નથી. વિરૂપાને રોજે જ નજરે ચઢતો “લાલ' તેમાં વળી આ પ્રસંગે તો સતત હાજરીમાં રહેવાનું અને પાછો છોડી પણ દેવાનો. નાનું સરખું વિરૂપાનું હૃદય આવા કપરા સંયોગમાં વ્યાકુળ થઈ ઉઠતું. છતાં વીરના બોધને યાદ કરી મન વાળતી. મનને શાંત કરવાનું એ એકજ સાધન તેની પાસે હતું. પ્રગટ રીતે તો કયાંય મુખ ખોલી શકે તેમ હતી નહિ. સ્ત્રીસહજ વાત્સલ્યના ભાવ તેના મનના ઉંડાણ સુધી હતા. તેથી તે વિચલિત થઈ જતી. ૬૮ : અનોખી મૈત્રી Page #70 -------------------------------------------------------------------------- ________________ રાતના બનાવ પછી તે સવારે ઉઠી ત્યારે તેના મન પર જાણે પહાડ ઉભો હોય તેવો ભાર હતો. ઉઠી, શેઠાણીબાને મળી મેતાર્યને જોયો, વળી કામે લાગી. મેતવાસમાં મહારાજની પધરામણી ત્યાં તેણે મેત વાસમાં કંઈ કોલાહલ સાંભળ્યો. મહારાજા શ્રેણિક, રાણી ચેલ્લણા સાથે ગાંધર્વ વિવાહ કરી ચાર દિવસ પછી રાજગૃહી પધારી રહ્યા હતા. પણ ચેટક રાજાની કન્યા સાથે પાણિગ્રહણ કરવાના ઉત્સાહ આડે ઘણા વિઘ્નો આવીને ઉભા થયા. અંગરક્ષક તરીકે સેવા બજાવતા તેજસ્વી બત્રીસ સુલસા પુત્રો હણાઈ ગયા હતા. રોહિણેયે નગરીને લૂંટી હતી. શુભ પ્રસંગે પ્રવેશતા મહારાજાના સ્વાગત માટેની તૈયારી ચાલી રહી હતી. ત્યાં તો સમાચાર આવ્યા કે સ્વાગત ઉત્સવ બંધ છે. સુલતાના બત્રીસ પુત્રો હણાઈ ગયા છે. તેનો શોક જાહેર કરવામાં આવ્યો રહી હતી અને હતો. સુલસા નાગરથિ આ સમાચારથી પ્રથમ તો હેબતાઈ ગયા. પરન્તુ આ મહાન પ્રજાવત્સલ રાજાની સેવામાં પુત્રો ખપી ગયા તેમ વિચારી તાત્કાલિક મન વાળ્યું. મહારાજાએ નગર પ્રવેશ કરી પ્રથમ તો તુલસા નાગરથિના આવાસે પહોંચી તેઓ પાસે ખેદ વ્યક્ત કરી તે દંપતિની ક્ષમા માંગી. સાથે સાથે મહામંત્રીએ સુલતાની પાસે અત્યંત ખેદ વ્યક્ત કરી આશ્વાસન આપ્યું. મહારાજાએ કહ્યું કે હું રાજા છતાં મારી આકાંક્ષાની પૂર્તિ માટે તમારા પુત્રોનો ભોગ લેવાયો છે, તેની ક્ષમા માંગુ છું. નાગરથિ મહા બળવાન હતા અને આવા ઘણા પ્રસંગોમાંથી પસાર થયા હતા. પ્રથમ તો પોતે ગૌરવ માન્યું કે મારા પુત્રોએ મહારાજાની સેવા સાર્થક કરી છે. હવે અંત્યેષ્ટિ ક્રિયા કરવાની હતી. શબવાહિનીઓ હજી આવવાની હતી. પરતુ બીજી બાજુ રાજગૃહીમાં રોહિણેયે લૂંટફાટ કરી નગરને ઉજ્જડ બનાવ્યું હતું. વળી મેતાર્ય જેવા ધનદત્તના એકનો એક કુળ અનોખી મૈત્રી ૬૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ દીપક જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો માંડ બચ્યો હતો. જયારે અંતઃપુરના ઉદ્યાનની રખેવાળી કરતો મંત્રરાજ પરાક્રમી માતંગ હજી બેશુદ્ધ અવસ્થામાં હતો. આ સર્વ સમાચારથી મહારાજા અને મહામંત્રી વ્યથિત હતા. તેથી મહારાજાને અને મહામંત્રીને મેતાર્ય ને માતંગની પાસે જવાનું હતું. સુલસા અને નાગરથિ તેમની સાથે મેતવાસમાં જવા તૈયાર થયા. મહારાજા અને નવા મહારાણી મેતવાસમાં પધારે છે. આ સમાચાર નગરીમાં અને મેતવાસમાં પહોંચી વળ્યા. રાજા-પ્રજાની આવી ન્યાય ન્યોછાવરી જોવા નગરવાસીઓ પણ ઉમટી પડ્યા. મેતવાસમાં મેતજનોના હર્ષની અવધિ ન હતી. તેઓ આંગણાને રંગોળીથી સજાવી રહ્યા હતા. વિરૂપાના નાનકડા વાંસ માટીના ખોરડામાં મહારાજા અને મહામંત્રી પધારી રહ્યા છે. જાણે આકાશના દેવતાઓ ઉતરી આવવાના હોય તેમ મતવાસનો પૂરો માર્ગ સાફ સૂથરો થઈ ગયો હતો. પૂરા માર્ગમાં અબીલ ગુલાલ આકાશને પણ રંગી દેતા હતા. મેતોએ રાજાના આવવાના માર્ગમાં સર્વત્ર સુંદર ચાદરો પાથરી હતી. જે મેતોનો પડછાયો કોઈ લેતું ન હતું તેજ વાસમાં આજે ભેદ રહિત માનવ મેળો ઉમટયો હતો. આ બનાવે ઊંચ-નીચના યુગ જૂના ભેદ ભૂંસી નાંખ્યા હતા. મગધ સમ્રાટ પધારે ત્યાં જવામાં દરેક મોટાઈ માનતા, કોઈક ભૂદેવો સંકોચાયા તો પણ આ માહોલમાં ભળ્યા. ભલે મેતવાસની બહાર ઉભા રહ્યા. મેતજનોએ પણ પૂરા ઉમંગથી મેતવાસ એવો શણગાર્યો હતો કે સૌ ભૂલી જાય કે આ મેતવાસ છે કે સવર્ણોના રંગભર્યા આંગણા છે ! વિરૂપાનું ખોરડું જીવનમાં પ્રથમવાર જ તેને નાનું લાગ્યું. શેઠ શેઠાણીએ પૂરા વૈભવથી, તોરણોથી ખોરડું સજાવ્યું હતું. શણગાર ઘણા અને જગા સીમિત, છતાં એક એક ખૂણો શણગારથી ભરપૂર હતો. મગધનાથના પુણ્ય બળે રાજમાર્ગથી છેક મેલ આવાસ સુધીનો માર્ગ પણ આંખની પલકમાં અનેકવિધ રચનાઓથી ભરપૂર હતો. જળાશયો, આહારના સ્થાનો, ફૂલહારની દુકાનો, અબીલ ગુલાલના ૭૦ અનોખી મૈત્રી Page #72 -------------------------------------------------------------------------- ________________ પડીકા, સ્વાગતના સ્થાનો જાણે સાંકડા થઈ ગયા હોય તેવું લાગતું હતું. મહારાજા પાણિગ્રહણ કરીને પધારવાના હતા. તેથી નગરીને સજ્જ કરવામાં આવી હતી. જે શોકના આદેશથી અધુરી હતી. છતાં પુણ્યવંતા મગધસમ્રાટ જ્યાંથી પસાર થયા તે માર્ગો શોભાયમાન કરવામાં હતા. શેઠ શેઠાણી તો મહારાજાની આગળ પોતાના સેવકો સાથે રહીને મોતીનો વરસાદ વરસાવી મગધરાજને આવકારી રહ્યા હતા. ચારે બાજુ વાજિંત્રોના નાદ ગુંજી રહ્યા હતા. એક બાજુ બત્રીસ અંગરક્ષકોનું દુઃખદ સમૂહ મૃત્યુ બીજી બાજી મેતાર્ય અને માતંગની ઘાયલ દશા. છતાં પ્રજામાં આવો ઉલ્લાસ. એની પાછળ મહારાજા અને મહાઅમાત્યની પ્રજા પ્રત્યેની વત્સલતા નહિ તો બીજું શું હોઈ શકે? - રાજા, રાણી મેતવાસ પાસે આવ્યા તેઓ સેચનક હાથી પરથી નીચે ઉતર્યા, અન્ય સૌએ તેમનું અનુકરણ કર્યું. મેતોએ પાથરેલી ચાદર પર મહારાજા, મહારાણી અને મહામંત્રીના પનોતા પગલાં પડયા ત્યારે સૌના હૈયા નાચી ઉઠયા. તેઓ સૌ વિરૂપાના સજ્જ ખોરડા આગળ આવ્યા ત્યારે શેઠ શેઠાણીએ હીરા મોતીથી વધાવ્યા અને ઓવારણા લીધા. મનમાં ધન્યતા અનુભવતી વિરૂપા એક બાજુ ઉભી હતી. અન્ય અગ્રગણ્ય નગરજનો મહારાજાને ફૂલોથી વધાવી રહ્યા હતા. મહારાજાએ સૌના હાર્દિક સ્વાગતને અમી ભરી નજરે નિહાળી બંને હાથ જોડી અંજલિ વડે નમસ્કાર કર્યા. એ પ્રસંગ અવર્ણનિય હતો. મહારાજા મગધનરેશની જય હો, જય હો' સૌના પ્રતિસાદથી ગગન પણ ગાજી ઉઠયું. મહારાજા અને મહા અમાત્યે સુશોભિત ખોરડામાં પ્રવેશ કર્યો અને બહાર રહેલી પ્રજાના જયનાદથી પુનઃ ગગન ગાજી ઉઠયું. મગધનરેશની જય હો, મહારાણી ચેલ્લણાની જય હો. મહાઅમાત્યની જય હો અનોખી મૈત્રી - ૭૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ વીર મેતાર્યને ધન્યવાદ હો, વીર માતંગને ધન્યવાદ હો. અરે વિરૂપાને કાં ભૂલો એ જો વચમાં પડી ન હોત તો મેતાર્ય જેવો વીર મોતને ભેટ્યો હોત. વિરૂપાને ધન્યવાદ હો. મગધનરેશ અને મહામંત્રી મેતાર્ય પાસે આવ્યા. અશકત પણ પૂરા ભાનમાં આવેલા મેતાર્યો સૂતા સૂતા અંજલિ જોડી મહારાજા અને મહામંત્રીને પ્રણામ કર્યા. મહારાજાએ તેના બંને હાથને પૂરા હેતથી પોતાના હાથમાં પકડી લીધા. સ્વયં ગદ્ગદ્ થઈ ગયા, પિતૃવાત્સલ્ય પ્રગટ થતું લાગ્યું. મહામંત્રીએ પ્રણામ કર્યા અને બોલ્યા મહામંત્રીના ભૂલ ભરેલા કારભારને મેતાર્ય તમે ખરા પરાક્રમથી બચાવી લીધો, લાજ રાખી. મેતાર્ય ધીમા અવાજે બોલ્યો અમે, તમે, મગધની કીર્તિ શું જુદા છીએ ? ત્યાં મહારાજા બોલ્યા હવે મહામંત્રીને ખરી ફરજ બજાવવાની હા, મહારાજ હું પ્રતિજ્ઞા લઉં છું કે ભયંકર લૂંટારા રોહિણેયને તથા તેના સાથીઓને પકડીને રાજ દરબારમાં લાવી હાજર ન કરૂં તો મહામંત્રીપદનો ત્યાગ કરીશ. આ મેતાર્યને બચાવનાર વીર નારી વિરૂપા કયાં છે ? વિરૂપા શેઠાણીની પાછળ ઉભી હતી. તેને શેઠાણીએ આગળ કરી. વિરૂપાએ મગધનરેશને દૂરથી પ્રણામ કરી ત્યાં જ ઉભા ધરતીની રજ મસ્તકે ચઢાવી. મહારાજા : મંત્રરાજ માતંગની પત્ની પણ તેના જેવી પરાક્રમી હોય, વિરૂપા તને ધન્યવાદ છે. | વિરૂપાનું મન, પૂરૂં શરીર આ શબ્દ શ્રવણથી નાચી ઉઠયું. જાણે રાતની પીડાનું બધું જ દુઃખ દૂર થયું. તેની કાયા રોમાંચિત થઈ ઉઠી. પછી મગધરાજ માતંગના ખાટલા પાસે ગયા, તેના શરીરનું કોઈ અંગ ઘા વગર બાકી ન હતું. છતાં તેની પડછંદ કાયા તેનું સૌષ્ઠવ પ્રગટ કરતી હતી. હજી તે મૂછવશ હતો. મહારાજાએ તેના શરીર પર પ્રેમપૂર્ણ હાથ ફેરવ્યો. લલાટે હાથ મૂક્યો. તેમનું દિલ અનોખી મૈત્રી ૭૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ ગદ્ગદ્ થઈ ગયું. મહામંત્રી ! આ માતંગને પૂરી સારવાર મળે એવી કાળજી રાખજો અને માતંગના મસ્તક પર વાત્સલ્યથી પુનઃ હાથ ફેરવ્યો. હાજર રહેલા સવર્ણના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓમાં કંઈ ગણગણાટ થયો. મગધરાજ મેહનો સ્પર્શ કરે ? સોનાની મોજડી પગે પહેરાય, કંઈ મસ્તકે ચઢાવાય? થોડો ગણગણાટ થયો. પરંતુ તે ગણગણાટનું કંઈ મૂલ્ય ન હતું. તેમાં વળી મહારાજાની પાછળ ઉભેલા નવા મહારાણી ચેલ્લણાએ વિરૂપાને માથે હાથ મૂકી આશિષ આપ્યા. ત્યારે કેટલાક મનમાં મૂંઝાયા, પણ ખસીને ભાગે કયાં ? જયારે મગધરાજ, મહારાણી, મહામંત્રી સૌ અત્યારે ભેદરહિત સહજ ભાવને પ્રદર્શિત કરતા હતા ત્યાં એવા માનવોની વાચા કેવી રીતે ખૂલે ? આથી સૌ મૂંગા મૂંગા આ દેશ્ય નિહાળી રહ્યા. સમજદાર કહેતા ભાઈ કોણ ઉંચ કોણ નીચ? સમય સમયને માન છે. મગધરાજના અને આગામી મહારાણીના પનોતા પગલા મેતવાસમાં થયા પછી તેઓનું સૌભાગ્ય પ્રગટ થાય તેમાં નવાઈ શું? - વિરૂપાના ધન્ય બનેલા ખોરડામાંથી બહાર નીકળી મગધરાજે વસાહત તરફ એક નજર કરી. જ્ઞાતપુત્રથી બોધ પામેલા મગધરાજના હૃદયમાં કરૂણા પ્રગટી. તેમણે મહામંત્રીને કહ્યું કે આ વસાહતનું નવનિર્માણ કરો. તે વખતે ત્યાં ઉભેલા ધનદત્ત શેઠે અંજલિ જોડી મગધરાજને વિનંતિ કરી કે તેમાં આ સેવકને પણ યાદ રાખજો. મારા કુળ દીપકને પ્રગટેલો રાખવામાં વિરૂપાની સાથે આ ક્ષેત્રનો ઘણો ઉપકાર છે. કોઈ ચૂસ્ત બ્રહ્મદેવો ને લાગતું કે વિરૂપા અને માતંગના કાર્યથી તમામ પ્રજાને માપવી અને તેમને સુવિધાઓ અને અનેક પ્રકારના હક્ક આપવાનું પરિણામ ભાવિમાં કેવું આવશે તેનો વિચાર કરવો જોઈએ. પરંતુ મહારાજા અને મહારાણીના જયજયકાર વચ્ચે આવો ગણગણાટ કયાંય શમાઈ ગયો. વળી મહારાજાએ મહામંત્રીને કહ્યું કે તમે નગરમાં જાહેર કરજો અનોખી મૈત્રી Page #75 -------------------------------------------------------------------------- ________________ કે કોઈએ મેતનું અપમાન કરવું નહિ, તેમજ તેમના પર કંઈ જોરજુલમ કરવો નહિ. તેમ કરનાર દંડને પાત્ર થશે. આ જાહેરનામું સાંભળી ઘણા ચમકયા, બબડયા. આ જ્ઞાતપુત્રે સમાનતાની વાતો કરી તેમાં મહારાજા પણ ભોળવાઈ ગયા છે. પરંપરાથી ઋષિમુનીઓએ જે ધર્મ અને સમાજ વ્યવસ્થા કરી છે તેમાં આવી સુધારણાઓથી શુદ્રો બહેકી જશે. છેવટે હલકી જાત તે કેટલું જીરવી શકે. પણ સત્તા આગળ આપણું શાણપણ શા કામનું? વિરૂપાને આંગણે આ બધું ખૂબ ત્વરાથી બની ગયું. માતંગ બેશુદ્ધ હતો. વિરૂપાને લાગ્યું કે તેના પર પ્રભુકૃપા વરસી ગઈ. તેવા ભાવમાં વિભોર બનેલી, સૌના વિદાય થયા પછી એજ ખોરડાની ધરતી પર આવી ગઈ, જો કે હજી ખોરડો શણગારથી સજ્જ હતો. મેતાર્ય ભાનમાં હતો. તેના મનમાં પણ મહારાજા મહામંત્રીના મિલનથી આનંદ હતો. માતંગ હજી દર્દથી કણસતો બેશુદ્ધ હતો. આ સર્વ આશ્ચર્યજનિત ઘટના પળવારમાં સમાપ્ત થઈ હોય તેવું લાગતું. મગધરાજે ધનદત્ત શ્રેષ્ઠિ અને મહામંત્રીને માતંગ, મેતાર્યની પૂરી કાળજી રાખવા જણાવી, મઘમઘતી સુવાસ મૂકી ખોરડાની બહાર નીકળ્યા અને સજ્જ સેચનક હસ્તી પર આરૂઢ થયા ત્યારે પુનઃ જયનાદથી ગગન ગાજી ઉઠયું. “મગધનરેશની જય હો.' બત્રીસ પુત્રોના મરણના અત્યંત દુઃખના ઘાને જીરવી બૈર્યવાન નાગરથિ મગધરાજ પાસે આવ્યા અને વિનંતિ કરી કે નગરમાં શોક જાહેર કર્યો છે તે પાછો ખેંચી ઉત્સવ જાહેર કરાવો. કારણકે ચેલ્લા જેવી નારીરત્નનું સ્વાગત થવું જોઈએ. મગધનરેશ મહામંત્રીને જવાબદારી સોંપી. બાકી રહેલી નગરી પુનઃ સુશોભિત કરવામાં આવી. વાજિંત્રોના નાદથી નગરી ગાજી ઉઠી. અને અબીલ ગુલાલથી માર્ગો છંટાઈ ગયા. સૌના જયનાદ ઝીલતા નવા મહારાણી સાથે મગધનરેશ નગરીને પ્રદક્ષિણા આપી અંતઃપુર પ્રત્યે પ્રયાણ કરી ગયા. પ્રજાનોનાદ ચાલુ હતો. “મગધરાજની જય હો, મહારાણી ચેલણાની જય હો.' આ સર્વ પ્રસંગ નિહાળતા ચલ્લણા રાણી વિચારતા હતા કે આ અનોખી મૈત્રી ७४ Page #76 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ, આ ધરા, આ પ્રજા કયા કારણે હલકા કૂળના ગણી શકાય ? પિતાએ જો આ દશ્ય જોયું હોત તો તેમની માન્યતા બદલાઈ જાત! - રોહિણેય કે તેના દાદાએ જો આ હેત પ્રીતને માતંગની જેમ પારખ્યા હોત તો લૂંટના પ્રયોગને બદલે હક્ક માટે કોઈ અન્ય પ્રયોગ થઈ શક્યો હોત. રાજા પ્રજાની પ્રીત આજના પ્રસંગે પ્રગટ થઈ તે અવર્ણનીય હતી. તેમાં પણ જયારે મહારાજા માતંગના શરીર પર હાથ ફેરવે. લલાટે હાથ મૂકે હાર્દિક ભાવનાં તેના સ્વાથ્ય માટે ગદ્ગદ્ ભાવે વ્યક્ત કરે તે પ્રસંગ મહિમાવંત હતો. મહારાજાના પુણ્યબળનું એવું પ્રવર્તન થયું કે પ્રજાને લાગતું કે જાણે કોઈ દેવના પગલા પડી રહ્યા છે. હાજર રહેલા સૌ ધન્યતા અનુભવવા લાગ્યા. એક કરૂણ અંજામ મગધરાજનો તથા મહારાણીનો નગર પ્રવેશ સઉલ્લાસપૂર્ણ થયો. છતાં મહારાજા અને મહામંત્રીના મનમાં ઘણી મોટી મનોવ્યથા હતી તે હવે પછી સુલસાપુત્રોની પ્રભાતમાં અંત્યેષ્ટિ ક્રિયા કરવાની હતી. સુલસા નાગરથિના બત્રીસપુત્રોની શબવાહિનીઓ હવેલીના પ્રાંગણમાં ગોઠવાઈ હતી. જે હવેલીનું પ્રાંગણ, બત્રીસ યુવાનો અશ્વારૂઢ થઈને થનગનતા આવતા જતા ત્યારે આનંદથી ગાજતું તેજ પ્રાંગણમાં આજે ત્યાંના વૃક્ષો, પક્ષીઓ સૌ શોકમય જણાતા હતા. વળી શોકગ્રસ્ત મુખવાળા નગરજનોથી વાતાવરણ ઘેરા શોકમય બન્યું હતું. મગધરાજ તથા મહામંત્રી, અન્ય રાજવંશીઓ અને અંતઃપુરની રાણીઓ વિશાદભર્યા મુખે આવી ગયા હતા. આ એજ હવેલી છે જયાં ગણત્રીના વર્ષો પહેલા બત્રીસ પુત્રોનો બત્રીસ સોંદર્યવાન સ્ત્રીઓ સાથે અતિભવ્ય લગ્નોત્સવ ઉજવાયો હતો. એ જ મહારાજા, મહામંત્રી વિગેરે અતિ ઉલ્લાસથી ઉપસ્થિત હતા. આ એ જ પ્રાંગણ છે, કેવળ શોકભર્યા વાતાવરણથી સ્તબ્ધ બનેલું. કર્મની આ ગહન વિચિત્રતા નહિ તો શું છે? આ જ તો સંસારનું સુખદુઃખ સંયોગજનિત સ્વરૂપ છે. જ્ઞાનીજનો આ ભેદ કળી ગયા છે તે આવા સંસારથી મુક્ત થઈ સમાધિસુખને પામ્યા છે. માનવને ગમે કે ન ગમે, મન સ્વીકારે કે ના સ્વીકારે પણ અનોખી મૈત્રી ૭૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતાને સ્વીકારવી જ પડે છે. વીરભકત સુલસા, નરવીર જેવો નાગરથિ ઘણી હિંમત રાખી રહ્યા હતા. પરંતુ જયારે મહામંત્રી બંનેને જયારે ચિરનિદ્રામાં સૂતેલા બત્રીસ પુત્રો પાસે લાવ્યા ત્યારે બંને આક્રંદ કરી ઉઠયા. મહામંત્રીના તથા સૌના હૈયા રડી ઉઠયા. બંનેને એક એક પુત્ર પાસે લાવવામાં આવ્યા. સુલસા સૌના માથા સુંઘે છે, પણ તેમાં સુગંધ કયાં મળે? અને આક્રંદ કરે છે, બેટા બોલો એકવાર બોલો. મહામંત્રી તેમને સમજાવી આગળ લઈ ગયા પણ નાગરથિ પુત્રોને જોઈને પૂછે છે, બે ચાર પણ જીવતા નથી? થોડાક ડગલા ભરીને પુનઃ એ જ પ્રશ્ન, એક પણ જીવીત નથી ! આખરે તેમનું મન ભાંગી પડે છે, તેઓ બેભાન થઈ ગયા. અતિ કરૂણદશા તો હવે જોવાની છે. બત્રીસ પુત્રવધુઓ કે જેઓએ પતિની રાહ જોઈ હજૂ શણગાર ઉતાર્યા ન હતા તેમને લઈને રાણીઓ શબવાહિની પાસે લાવ્યા ત્યારે બત્રીસ મુખમાંથી આઝંદનો અવાજ ગગનને પણ ભેદી રહ્યો હતો. નબળા મનના કેટલાક સ્વજનો પણ મૂછમાં આવી ગયા ભડવીર મહામંત્રી પણ ક્ષોભ પામી ગયા. અંત્યેષ્ટિ ક્રિયા કરાવનાર બ્રહ્મદેવો અવાક હતા છતાં સમયસર વિધિ કરવી જરૂરી હતી. તેમણે મહામંત્રી પાસે આવી નિવેદન કર્યું. મહામંત્રી મનોબળ મેળવી સૌની પાસે આવ્યા. સૌને યોગ્ય સ્થળે બેસાડી દીધા. બ્રહ્મદેવોએ મંત્રોચ્ચાર સાથે અગ્નિસંસ્કાર કર્યો. આ એજ બ્રહ્મદેવો હતા કે જેમણે આ જ પુત્રો અને પુત્રવધુઓનો મંત્રોચ્ચાર વડે હસ્ત મેળાપ કર્યો હતા. તેઓ પણ બોલી ઉઠયા હા કાળ, દુર્દેવ તને પણ બે ચારને બાકી રાખવાની દયા ન આવી. છેવટે અગ્નિએ પોતાનું કાર્ય પૂરું કર્યું. સૌ બોલતા આશ્ચર્ય, બત્રીસમાં એકનેજ તીર વાગ્યું અને સ્નેહની ગાંઠથી જાણે બંધાયેલા બાકીનાએ પ્રાણ ત્યજી દીધા. આ અંગેનું ગુપ્ત રહસ્ય જુલસાએ અપ્રગટ રાખ્યું હતું. દેવે અનોખી મૈત્રી Page #78 -------------------------------------------------------------------------- ________________ આપેલી બત્રીસ ગૂટિકા ક્રમમાં લેવાની હતી તે તેણે એક સાથે લીધી હતી તેથી બત્રીસ ગર્ભ એક સાથે ગ્રહણ થયા ત્યારે તેને દેવે કહ્યું હતું કે તે ગંભીર ભૂલ કરી છે. હવે કોઈ ઉપાય નથી. તને બત્રીસ પુત્રો જન્મશે પણ તે મૃત્યુ પણ એક સાથે જ પામશે. આ વાત તેણે છેલ્લે સુધી અપ્રગટ રાખી હતી. નાગરથિ પણ જાણતા ન હતા. વિરૂપાને આશ્વાસન લેવાનું આ સબળ કારણ મળ્યું હતું. તેથી મન મનાવી લેતી કે તુલસાના બત્રીસ યુવાનપુત્રો એક સાથે મરણ પામ્યા. પતિનું દુઃખ અને પુત્રવધુઓના કારમા દુઃખ પાસે મને તો કંઈ જ દુઃખ નથી. વળી મારો પુત્ર દૂર પણ હયાત છે. ઉજ્જવળ કારકીર્દિને વરેલો છે. મને દુઃખ શું? મેતાર્ય માતંગની બિમારી જાણે એક અદ્વિતિય ઘટના બની ગઈ. વળી બંને માતાની સેવાથી મેતાર્ય જલ્દી સાજો થઈ રહ્યો હતો. આ માંદગીએ મેતાર્યના સ્વજનો વધી ગયા હતા. પૂરી નગરીમાં તે સન્માનીય વિરકુમાર તરીકે પંકાઈ ગયો. વૈદ્યરાજે મેતાર્યને ઉઠવાની અને હવેલીએ જવાની રજા આપી હતી. વિરૂપાએ સુલતાના બત્રીસ પુત્રોની આહુતિના સમાચારથી સાંત્વન મેળવ્યું હતું. તેણે કરેલા વિકલ્પો નબળા મનના હતા. એમ જાણી વિખેરી નાંખ્યા. સમર્પણની ભાવનાને દઢ કરી, મેતાર્યને પ્રસન્ન મુખે વિદાય આપી. શેઠ શેઠાણી ઉલ્લાસિત ચિત્તે મેતાર્યને લઈને વિદાય થયા. માતંગ હજી પથારીવશ હતો. શેઠના બેત્રણ સેવકોની સાથે વિરૂપાની વ્હાલભરી અવિરત સેવા, વૈદ્યરાજના ઔષધ, મહા અમાત્યની પણ વારંવાર પૃચ્છાના કારણે તે સાજો થયો. પથારીમાંથી ઉઠયો, હરતો ફરતો થયો. આ પરાક્રમની નિશાની તરીકે કપાળમાં લાંબા ઘાનો ચીરો કાયમ માટે તેના પરાક્રમને છતો કરવા એક નિશાની બની રહ્યો. માતંગ વળી પાછા ઉચિત કાર્યોમાં જોડાઈ ગયો. માતંગને રાજ તરફથી હળવું કામ કરવાનો આદેશ હતો. મહારાણીના આશીષ મળ્યા પછી વિરૂપાને પણ હવેલીના માર્ગોની સફાઈનું કામ છોડાવ્યું હતું. અનોખી મૈત્રી Page #79 -------------------------------------------------------------------------- ________________ આ બંને કંઈ નવરા બેસે તેવા ન હતા. વળી પ્રૌઢતા પણ દેખાતી હતી. વિરૂપા તો મેતવાસની સ્ત્રીઓને ભેગી કરી જીવન સુસંસ્કાર પાઠો શીખવતી. વીરનો બોધ સંભળાવતી, ભજનો શીખવતી, એમ જીવનને આનંદપૂર્ણ બનાવતી. હવે મહામંત્રીએ માતંગને નિવૃત્ત કરી વર્ષાસન આપી મુકત કર્યો હતો. તે પણ મેત વાસના બાળકોને અને યુવાનોને સવર્ણોને છાજે તેવું શિક્ષણ આપતો. ગોપદાદાએ લૂંટવાનું શીખવીને હક્ક જમાવ્યો હતો. માતંગે વફાદારી અને સજ્જનતાના પાઠો શીખવી સૌના માટે સ્થાન મોકળું કરતો હતો. જો કે જે સામાજિક ભેદ હતા તે સાવ ભૂલાઈ ગયા ન હતા. છતાં તે સૌને સંતોષ હતો. મેતાર્ય યુવાન હતો. ઘણી ઝડપથી સ્વસ્થ થઈ ગયો હતો. શરીરમાં હવે કશી જ તકલીફ ન હતી. આ ઘટના પછી મેતાર્ય ધનદત્ત શેઠની સાથે ધંધા વ્યાપારમાં ગુંથાઈ ગયો હતો. તેમાં વળી તેણે વિચાર કર્યો કે આ તો પિતાની કમાઈ છે. મારે પણ કંઈ પુરૂષાર્થ કરવો જોઈએ. તેથી તેણે પરદેશ ખેડવાનો વિચાર કર્યો. માતા-પિતા પાસે પ્રસ્તાવ મૂક્યો. પ્રથમ માતા તો મુંઝાઈ ગયા. પણ મેતાર્યો માતાને યુવાનીમાં માનવે પુરૂષાર્થ કરવો જોઈએ એમ વાત સમજાવી. આખરે કચવાતે મને માતા-પિતાએ રજા આપી. ધન સંપત્તિ તો અઢળક હતી તેથી માતા-પિતા સચિંત હતા છતાં પુત્રના પુરૂષાર્થના ભાવને કારણે સંમત થયા. કુમાર મેતાર્યનો પુરૂષાર્થ પ્રેરક પ્રવાસ મેતાર્યો હવે દેશ વિદેશ જવાની તૈયારી શરૂ કરી લીધી હતી. આમે તેમનો વ્યાપાર અનેક દેશોમાં ખેડેલો હતો. વળી શેઠ ધર્મ ભાવનાવાળા હતા. તેથી અતિ હિંસાયુક્ત વ્યાપારનો ધનપ્રાપ્તિ છતાં તેનો નિષેધ હતો. ધર્મની મર્યાદામાં રહીને નીતિથી ધંધો કરતા. મેતાર્ય તેમને અનુસરતો, તેને ધનની લોલુપતા ન હતી. તેથી ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરતા. કયારેક કોઈને છેતરવા કે અછતનો લાભ ઉઠાવી ભાવ વધારો કરતા નહિ. કયારેક વ્યાપારીઓને વિરોધ ખમવો પડતો. પણ તેમના પુણ્ય લક્ષ્મી તેમને ત્યાં વૃદ્ધિ પામતી. ૭૮ અનોખી મૈત્રી Page #80 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય પિતાની જેમ નીતિથી ધંધો કરતો. તેથી તેમની ખ્યાતિ વૃદ્ધિ પામતી હતી. એટલે દેશ અને પરદેશથી ઉત્તમ કુળની રૂપવાન કન્યાઓના માંગા આવતા. શેઠ શેઠાણીને મેતાર્યને જલ્દી પરણાવવાની ભાવના હતી પણ મેતાર્યને સ્વયં પરદેશ જવાની ઈચ્છા હોવાથી તેઓએ વિચાર્યું કે ભલે પરદેશ ફરીને જાતે જ કન્યાઓને પારખે. તે બાબતમાં મિત્રસમા મહામંત્રીની સંમતિ પણ મેળવી લીધી. મેતાર્યના પરદેશના પ્રવાસ માટે કુશળ ભોમિયા, સારા સેવકો તેમાં વળી મહામંત્રીએ નાનું સૈન્ય આપ્યું. એક શુભ દિવસે શુભ મુહૂર્તે મેતાર્યને મહામંત્રી તથા નગરીના જનસમૂહે પણ હાજર રહી શુભ ભાવનાઓ સાથે વિદાય આપી. મેતાર્ય વિવિધ દેશોમાં પ્રવાસ ખેડતો, ત્યાં તેને પુણ્ય યોગે નગરના સ્થાનિકજનો ખૂબ આવકાર આપતા. ધનશ્રેષ્ઠિઓની ભીડ રહેતી. વ્યાપાર તો બેવડાઈ જતો. ઉપરાંત પુણ્યશાળી એવા મેતાર્યને ઉંચા ધનશ્રેષ્ઠિઓ પોતાની કન્યા આપવાની ઈચ્છા રાખતા. કુમારનો એક જ જવાબ, હું તો પુરૂષાર્થ કરવા પ્રવાસે નીકળ્યો છું. વળી લગ્ન જેવી બાબતમાં મારા માતા પિતાની સંમતિ અત્યંત જરૂરી હોવાથી હું તો સ્વદેશ પહોંચી પછી તમારી વાતનો વિચાર કરીશ. - કુમાર ધનકુબેરની રૂપવાન કન્યાઓના માંગા સ્વીકારતો નહિ ત્યારે સાથીઓ સલાહ આપતા કે પરદેશનો પ્રવાસ કેવળ ધન પ્રાપ્તિ માટે નથી હોતો પણ કુળલક્ષ્મીની પ્રાપ્તિ સાથે હોય છે. કુળલક્ષ્મી વગરની કેવળ ધનલક્ષ્મીનું શું મૂલ્ય છે? વળી કન્યા ગ્રહણથી સંબંધ વિસ્તાર પામશે. જેમાં વ્યાપારમાં પણ લાભ છે. તમારી વાત સાચી છે પણ હું કેવળ કન્યા ગ્રહણના માધ્યમથી વ્યાપાર વિકસાવવા માંગતો નથી. આપણા સ્નેહથી સૌ આપણા બને છે. વળી હું માતા પિતાની સંમતિનો આદર્શ રાખું છું. માટે કન્યા ગ્રહણની ઉતાવળ કરવી નથી. વ્યાપાર અર્થે નીકળી કુમારે વારાણસી, મિથિલા, કંચનપુર, કોશલ, ચંપાપુરી વિગેરે દેશોમાં ખેડાણ કરી સૌની સાથે સ્નેહના અનોખી મૈત્રી ૭૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ ઝરણા વહાવી દીધા. લક્ષ્મી તો જાણે તેના ચરણમાં વસી હતી. આ પ્રવાસ દરમ્યાન કૌશાંબીના રાજા શતાનિક અને મહારાણી મૃગાવતીનું આમંત્રણ મળ્યું. મેતાર્યો તેનો સહર્ષ સ્વીકાર કર્યો. અને બીજે જ દિવસે કૌશાંબી તરફ પ્રયાણ કર્યું. રાજા શતાનિકે નગરના છેલ્લા દરવાજાથી રાજ બરબાર સુધી પૂરી નગરી શણગારી હતી. પૂરા સન્માનથી કુમારનો નગર પ્રવેશ થયો. અન્યોન્ય ભેટ વિધિ થઈ. અંતઃપુર પહોંચ્યા પછી સૌ સુખાસને બેઠયા. મૃગાવતીએ કહ્યું કે ચેલ્લણા મારી નાની બહેન છે. તમારા રાજયની મહારાણી છે. વળી મારી બીજી બહેન ધારિણી હતી. દધિવાહન રાજાની રાણી હતી. પણ આ રાજકાજ ભંડા. અમારા મહારાજે તે દેશ પર લડાઈ કરી દધિવાહન માર્યા ગયા. મારી બહેન અને ભાણી કોને ખબર કયાં છે તેનો કંઈ પત્તો નથી. મેતાર્ય: માનવને ધનનો સત્તાનો સંતોષ નથી તેથી આવા બનાવો બને છે. માનવ પોતાનો ધર્મ ભૂલી જાય છે. છેવટે બધું અહીંજ મૂકીને જાય છે પણ સત્તાનો મદ ભંડો છે. હા, કુમાર તમારી વાત સાચી છે. પણ મોહનું બળ જીવને ભૂલાવે છે. હે કુમાર અમારી નગરીમાં એક આશ્ચર્યકારી ઘટના ઘટી છે. તે તમારે જાણવા જેવી છે. જ્ઞાતપુત્રનો અભિગ્રહ રાણી કહે જ્ઞાતપુત્ર મહાવીર અમારા આંગણે પધાર્યા છે પણ દિવસો થયા, ભિક્ષા માટે નીકળે છે અને પાછા ફરે છે. પૂરી નગરીના સૌ ભાવિકો ચિંતિત છે કે જ્ઞાતપુત્રના ચિત્તમાં શું અભિગ્રહ છે તે સમજાતું નથી. તેઓનું પારણું કયારે થશે ? મહારાણી હું તેમના નામથી પરિચિત છું પણ મેં પ્રત્યક્ષ જોયા નથી. જો આ નગરીમાં મને તેમના દર્શન થાય તો મારા ધનભાગ્ય. રાજા, રાણી અને મેતાર્ય વાતો કરતા હતા ત્યાં તો દાસદાસીઓ દોડતા આવી ગયા, રાણી સાહેબ પેલા યોગી તો કંઈ પણ સ્વીકારતા અનોખી મૈત્રી ૮) Page #82 -------------------------------------------------------------------------- ________________ નથી. આ બધા પકવાનોના થાળ રોજ રોજ અમે પાછા લઈને આવીએ છીએ. યોગી ગજબ છે આજે પાંચ માસ ઉપરાંત સમય થઈ ગયો પણ તે તો કંઈ જ લેતા નથી. ઘરે ઘરે ફરે છે અને પ્રસન્ન વદને પાછા ફરે છે. રાણી આ હકીકત સાંભળી દુઃખી દુઃખી થઈ ગયા અને બોલી ઉઠયા જો કાલે યોગી ભિક્ષા ગ્રહણ ન કરે તો મારે પણ ભોજન ત્યાગ મેતાર્ય આ યોગીના દર્શન કરવા ભવ્ય રાજમહેલમાં રોકાઈ ગયા. દેશ દેશની ચર્ચાઓ કરી. સૌ રાત્રિના આરામ માટે ઉઠયા. રાજા રાણીએ મેતાર્યના સ્વાગત માટે કશીજ મણા રાખી ન હતી. મેતાર્ય પણ રાજા રાણીના પ્રેમથી અત્યંત આનંદમાં હતો. બીજા દિવસના પ્રભાતે એ યોગીના પારણા માટે કેટલાયે શ્રેષ્ઠીઓ પોતાના આંગણે રાહ જોતા હતા. યોગી નીચી નજરે ધીરા પગલાં ભરતાં ત્યાંથી પસાર થઈ ગયા. રાજમહેલ પાસેથી પસાર થઈ ગયા. દરેક સ્થળે જરા ઉંચી નજર કરે અને તરતજ નયનો નીચા ઢાળી યોગી આગળ ચાલ્યા જાય. રાણીના નયનો સજળ થયા કે અમે કેવા હતુભાગી છીએ કે આટલો વૈભવ છતાં આ યોગી અમારા આ પકવાન પ્રત્યે નજર પણ માંડતા નથી. અમારા વૈભવની કેવી નિરર્થકતા છે ! યોગી રાજમહેલની આગળ ચાલ્યા. એક શ્રેષ્ઠિની હવેલીના ઉંબરામાં એક બાળા ઉભી હતી તે બેડીથી જકડાયેલી, માથે મૂંડણવાળી, સુધાથી મુખ મ્યાન થયેલી. તેના હાથમાં પૂરાણા સૂપડામાં થોડાં અડદના બાફેલા દાણા હતા. તે ખાઈને ક્ષુધા શાંત કરવાના વિચારમાં તે ઉંબરામાં ઉભી હતી. ત્યાં તો તેણે આશ્ચર્યથી જોયું એ યોગી તેની સામે આવી ઉભા હતા. એક દિવસો પહેલા જોયેલા અમીભરી નજરોવાળા એજ યોગી અને તેના નયનોમાં હર્ષાશ્રુ ઉભરાયા. યોગીનો અભિગ્રહ પૂરો થયો હતો. યોગીએ તેની સમક્ષ પોતાના બે હાથને પસાર્યા. અને બાળાના હસ્તે પેલા બાકળા સ્વીકારી ત્યાંજ તેનો ઉભા ઉભા આહાર કર્યો. અનોખી મૈત્રી ૮૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તો દેવોએ પંચ દિવ્ય કર્યા. ધનવૃષ્ટિ થઈ. કર્ણ ઉપકર્ણ આ વાત થોડિક ક્ષણોમાં નગરમાં ગુંજી ઉઠી અને રાજા રાણી નગરજનો સૌ ત્યાં દોડી આવ્યા. જ્ઞાતપુત્રનો જય જય કાર થઈ રહ્યો. પણ આ શું જ્ઞાતપુત્રે લગભગ છ માસે રાજા રાણી, અનેક શ્રેષ્ઠીઓએ ધરેલા પકવાનનો અનાદર કર્યો અને આ દાસીના હાથના બાફેલા અડદના બાકળા સ્વીકાર્યા ? અને આ દીન હીન દાસી પણ કેવી પગે બેડીઓથી જકડાયેલી, માથે મૂંડન, સુધાથી પિડિત, તેના હસ્તે મૂઠીભર બાકળામાં આ યોગીને શું મળ્યું.? એ જ તો ચંદનાના ત્રણ દિવસના સમતાભર્યા વીરના સ્મરણનું રહસ્ય હતું. જ્ઞાતપુત્ર પાછા ફરતા બાળા સામે અમીભરી દૃષ્ટિ નાંખી અને એક આશ્ચર્ય પ્રગટ થયું. બાળાની પગની બેડીઓ તૂટી ગઈ હતી. માથે કેશ કલાપ દીપી ઉઠયો હતો. બાળા પ્રસન્ન થઈ ઉઠી. જાણે તેનું જીવન આ એક અમી દૃષ્ટિથી ધન્ય બની ગયું. તે પોતાનું સર્વ દુઃખ ભૂલી ગઈ. મેતાર્યની નજર આ તેજપૂર્ણ યોગી પર ઠરી ગઈ. જાણે તેને તેમાં અનૂપમ દેહધારી પ્રકાશ પૂંજના દર્શન થયા! તેનું મન નાચી ઉઠયું. ધન્યતા અનુભવવા લાગ્યો. પુનઃ પુનઃ વંદન કરતો રહ્યો. લોકોના ટોળામાંથી ગણગણાટ થયો અરે આ તો ધનાવહ શેઠની દાસી, ચંપાનગરીના યુદ્ધની જીત પછી સુભટ તેને ગુલામ તરીકે વેચવા લાવ્યો હતો. તે શેઠે ખરીદી હતી. મેતાર્ય બોલી ઉઠયો અરે માતાના સ્થાનને શોભાવતી સ્ત્રીનું વેચાણ ! તેણે રાજાની સામે જોયું. રાજા શરમથી નીચું જોઈ ગયા. શું માનવો પશુની જેમ બજારમાં વેચાય છે? આપણા રાજ્યોની કેવી શરમજનક કથની છે ! - રાજા શતાનિક ગહન વિચારમાં પડી ગયા. આ એક ગુલામ સ્ત્રી નહિ. પણ આવા તો કેટલાય માનવો ગુલામ બન્યા હશે. વેચાયા હશે. મર્યા હશે. કેટલા બલિદાન અને છેવટે મળવાનું શું? પણ હવે તે વિચારવા માટે રાજા ઘણા મોડા હતા. ૮૨ અનોખી મૈત્રી Page #84 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તો એક અજાણ્યો માનવ આગળ આવ્યો. અરે, આ તો અમારા રાજા દધિવાહનની રાજકન્યા છે. તેની આવી દશા ! તે સ્વયં રડી પડ્યો. એ ચંપાનગરીનો રાજસેવક ભાગીને બચી ગયો હતો. તેના મુખથી આ ઉદ્ગાર સાંભળી રાણી મૃગાવતી દોડી આવ્યા. ' અરે, મારી ભાણી વસુમતી ! તેને વળગી પડયા અને રડવા લાગ્યા. મહારાજા આ તો મારી વ્હેનની રાજકન્યા. સત્તાના મદમાં તમે ચંપાનગરી જીતી ને કેવા પરિણામો નીપજાવ્યા. રાણીનું રૂદન ચાલુ હતું. રાજા પણ ભારે ગ્લાનિ અનુભવી રહ્યા. અરે મારા પાપે કેટલાય જીવો આમ દુઃખી થયા હશે. આ કુમળી કળી જેવી રાજકન્યાને માથે શું શું વીત્યું હશે ? ચંદના દાસીએ સૌને શાંત કર્યા. જ્ઞાતપુત્રની પધરામણી મારે માટે સ્વર્ગરૂપ છે. તમે રૂદન કરો નહિં. મારા જન્મોના દુઃખ ટળી ગયા છે. હું ગુલામ દાસી નથી. પ્રભુ ચરણની સેવક છું. રાજા રાણી સાથે મેતાર્ય આગળ આવ્યા, તેણે આદરપૂર્વક ચંદનાને વંદન કરી ચરણરજ લીધી. પછી તો નગર વાસીઓએ તેનું અનુકરણ કરી ચંદનાની ચરણરજ લઈ ધન્ય બન્યા. દાસી ચંદના નગરમાં પૂજનીયતા પામી એ સર્વે જ્ઞાતપુત્રની કૃપા હતી. રાજા રાણીના પ્રેમાળ આવકાર પામેલા મેતાર્યો થોડા દિવસ રોકાઈ આગળના પ્રવાસ માટે રજા માંગી વિદાય થયો. મનમાં તે જ્ઞાતપુત્રના દર્શનની પાવનતા અનુભવતો. ચંદનાની મીઠી સ્મૃતિને વાગોળતો આનંદ માણતો હતો. - મિથિલા, ચંપા, તામ્રલિપ્તિ, કંચનપુર, કાંડિલ્ય, કાશી, કોશલ, સૌરાષ્ટ્ર વિગેરે આઠ દસ પ્રદેશોમાં વિવિધ વ્યાપાર કરી, લક્ષ્મીને ચોગુણી કરી કીર્તિ કળશ લઈ, દેશ વિદેશની કન્યાઓના માંગાને યોગ્ય જવાબ આપી મેતાર્ય સફળ સફર કરી પોતાના વતન પાછો ફરતો હતો. થોડાક માણસોને આગળથી મોકલી માતા પિતાને સમાચાર આપ્યા હતા. મેતાર્યના અંતઃપુરને બચાવ્યાના પ્રસંગ પછી વળી વ્યાપાર ક્ષેત્રે કુશળ અને નીતિમત્તાને કારણે હવે તેઓ રાજ્યમાં અને નગરમાં અનોખી મૈત્રી ૮૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ જનપ્રિય થઈ ગયા હતા. આથી તેમના આગમનના સમાચાર જાણી તેમના સ્વાગત માટે મહામંત્રીના આદેશથી પુરૂં નગર શણગારવામાં આવ્યું હતું. એવી માનનિચતાની યોગ્યતા તે ધરાવતા હતા. ધનશેઠના અને દેવશ્રીના આનંદના તો ચારે બાજુ ઝરણા વહેતા હતા. દેવશ્રીના હેત પ્રીતની કોઈ સીમા હોય ! હવેલીના અને શેરીના શણગારમાં તો જાણે સ્વર્ગ ખડું કર્યું હતું. તેમાંય સેવકો પાસે મેતાર્યના વ્યાપારની, દેશદેશમાં તેમના માન, યશની, કન્યાઓના માંગાની વાત સાંભળી માતા-પિતાના સુખની અવધિ શું રહે ! મેતાર્યનું પુણ્ય પણ પૂનમના ચાંદની જેમ સોળે કળાએ પ્રગટયું હતું. મેતાર્યનો રાજગૃહીમાં ઉત્તમ સ્વાગત સાથે પ્રવેશ થયો. હવેલીએ માતાએ કંકુ અને મોતીએ વધાવ્યો. રાત્રિ દિવસ પુત્રની સફળ યાત્રાની વાતો સાંભળી માતા પિતા પ્રસન્ન થતા હતા. મહારાજા અને મહામંત્રીએ મેતાર્યનો રાજસભામાં સ્વાગત સમારંભ યોજાયો હતો. મેતાર્યો જયારે દેશદેશના વ્યાપાર સમૃદ્ધિ, અનેકવિધ નવાઈભરી રચનાઓ તેમાં પણ દરેક દેશની સુંદર સ્ત્રીઓનું રસભર્યું વર્ણન કર્યું ત્યારે સૌ હર્ષથી રોમાંચિત થઈ ઉઠયા. અંતે મેતાર્યો જયારે જ્ઞાતપુત્રના દર્શન અને ચંદનાને આંગણે થયેલા છે માસના પારણાનું ભાવભર્યું વર્ણન કર્યું ત્યારે સૌ પેલી શૃંગાર કથા ભૂલી ગયા. સૌની નજરમાં જ્ઞાતપુત્રના દર્શનની સ્મૃતિ તાજી થઈ. સૌ એ પ્રસંગ સાંભળવામાં ભાવવિભોર બની ગયા. હે, સભાજનો! આ તો મેં તમને એક પ્રસંગ કહ્યો પણ તે સમયે જ્ઞાતપુત્રનું પ્રસન્નવદન, તેજસ્વી કાયા, દીર્ઘ તપ છતાં સૌમ્યતા નિહાળીને ધન્ય બની ગયો. તેમાંય જયારે છ માસના ઉપવાસ પછી ચંદનાને આંગણે આવ્યા ત્યારે તેમની કરૂણાભીની દષ્ટિમાં તો જાણે વિશ્વકલ્યાણની ભાવના દશ્ય થતી હતી. આહારમાં સૂકા અડદના બાકુળા મળ્યા છતાં તેમની મુખમુદ્રામાં પ્રસન્નતા ઝરતી હતી. તે દેશ્ય તો કોઈ અનુપમ હતું. તેનું વર્ણન કરવાની પણ મારી શક્તિ નથી. નગરજનો ઃ છ માસના ઉપવાસ ! અરે, ઉપવાસ એ જ જાણે તેમની ઉપાસના હતી. તેમનું મૌન ८४ અનોખી મૈત્રી Page #86 -------------------------------------------------------------------------- ________________ મહા પ્રેરક હતું. તેમના પગલે પગલે પ્રભુતા પ્રગટતી હતી. સૂર્ય જેવું પ્રકાશિત ભાલ, સાગર સમા ગંભીર, ચંદ્રના જેવું શીતળ મુખાવિંદનુ શું વર્ણન કરવું. ! વળી કુમારે જયારે બેડી જડેલી ચંદનાનું વર્ણન કર્યું ત્યારે સૌના નયન સજળ બન્યા. પ્રભુ ચંદનાના આંગણે પધાર્યા તે સમયનો પ્રસંગ તે સર્વેને આશ્ચર્ય પમાડી ગયો અને બેડીઓ તૂટી કેશકલાપ દીપી ઉઠયો એ દિવ્યતા અદ્ભૂત હતી. રાજા પ્રજા સૌ બોલી ઉઠયા મેતાર્ય તમારા પ્રવાસના પુરૂષાર્થને ધન્ય છે. તેમાં પણ તમને જ્ઞાતપુત્રના દર્શન થયા સ્વચક્ષુ વડે નિહાળેલા પ્રસંગનું, પ્રભુની ગરિમાના અદ્ભૂત વર્ણને અમને પાવન કર્યા. ધન્ય મેતાર્યકુમાર. હવે તે માનનિય થઈ ગયા. મહારાજા, મહામંત્રી અનુક્રમે સૌના ક્રમ પ્રમાણે સૌએ મેતાર્યનું અભિવાદન કર્યું. ધનદત્ત અને દેવશ્રીના હૈયા નાચી રહ્યા હતા. દિવસો સુધી આ ધર્મ સહિતનું અર્થકામનું વર્ણન વિદેશની સુંદરીઓનું રસપ્રદ વર્ણન. તેમાં અંતે જ્ઞાતપુત્રના દર્શનનું વર્ણન લોકોના મુખે પ્રગટ થતું રહ્યું. મેતાર્ય થોડા દિવસ માન સમારંભોના કાર્યો, વ્યાપારના કાર્યોથી વિરામ પામ્યા. ત્યાં તો વિદેશથી જે જે કન્યાઓના કહેણ હતા તે સૌ કન્યાઓના ચિત્રો અને વર્ણનો આવતા રહ્યા. માતા પિતા તે સર્વ જોઈ આનંદિત થયા. તેમાં સાત કન્યાઓની પસંદગી કરી વળતા જવાબ આપ્યા. એ પ્રસંગની લગભગ છ માસ સુધીમાં તૈયારી કરવાની હતી. શેઠ શેઠાણી તે અંગેની અનેકવિધ તૈયારી કરવામાં જોડાયા હતા. શેઠ વ્યાપારથી નિવૃત્ત થયા હતા. તેથી મેતાર્ય પોતે સઘળો વ્યાપાર સંભાળતા હતા. વળી લગ્નની તૈયારી પણ ચાલતી હતી. અભયમંત્રીનો રાજયના સંબંધે અને મૈત્રીભાવે પૂરો સહકાર હતો. એટલે લગ્નોત્સવમાં શું મણા રહે ? પૂરા નગરમાં મેતાર્યના લગ્નનો ઉત્સાહ હતો. તે માટે અનેક ચર્ચાઓ થતી હતી. લગ્ન પ્રસંગમાં કેવા ઉત્સવો થશે. સાત કન્યાઓ કેવી સૌંદર્યવાન અનોખી મૈત્રી ૮૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ હશે ! વળી મેતાર્ય કુમારની કીર્તિના કારણે રાજા મહારાજાઓ આવશે. લોકો કહેતા મેતાર્ય મહા પુણ્યશાળી છે ! રોહિણેયનું અધુરું શમણું ? રોહિણેયે મહારાજા આદિની ચાર દિવસની ગેરહાજરીમાં શ્રેષ્ઠિઓના ધન લૂંટયા. પણ રાજ ખજાનો લૂંટી, બે દિવસ રાજ સિંહાસન પર બેસવાનું શમણું તો અપૂર્ણ રહ્યું. તેનો તેને રંજ હતો. લૂંટ વખતે માતંગ-મેતાર્યના પરાક્રમથી અંતઃપુરમાં પ્રવેશ કરી ન શકયો. અને ભાગી છૂટયો. પરન્તુ તેના ચિત્તમાંથી હજી પેલું શમણું શક્યું ન હતું. રોહિણેયને ફકત ખજાનાની લૂંટ કરવી ન હતી. એ લૂંટમાં ધન તો અઢળક મેળવ્યું હતું. છતાં તે એ વસ્તુને નિરર્થક માનતો હતો. તેને તો મગધરાજની અનઉપસ્થિતિમાં નગરીમાં એવો પ્રભાવ પાડવો હતો કે તે સિંહસાન પર બે દિવસ બેસીને પોતાના નામનો મહારાજ તરીકે જય જયકાર થાય. તેની તે આશા અધૂરી રહી. છતાં તે નિરાશ થયો ન હતો. વળી કંઈક યોજનાઓ ઘડતો હતો. તેને હતું કે જો હું એકવાર સિંહાસન પર બેસું તો પછી અમારી જાતિમાં એ પરંપરા ચાલુ થશે. અને દાદાની ઈચ્છા પ્રમાણે અમારૂં એક રાજ અસ્તિત્વમાં આવશે. સાથીદારો કહેતા, અમે તમારી સાથે છીએ. એટલે આપણું કાર્ય સિદ્ધ કરીને જ રહીશું. સૌ ભેગા મળી રોજ અવનવા પ્રયોગોનો વિચાર વિમર્શ કરતા હતા. જો કે મહામંત્રી રાજયમાં અતિ કુશાગ્રતાથી કારભાર કરતા હતા. તેથી રોહિણેયને સહેલાઈથી સફળતા મળે તેમ ન હતી. વળી મહામંત્રી પણ તેને જીવતો પકડવાની પેરવી કરતા હતા. રોહિણેયને પકડવો તે મહામંત્રી માટે મોટો કોયડો હતો. આખરે તેમણે આયોજન કરીને પલ્લીને ઘેરી લીધી. નદી કિનારાના રોહિણેયના સૈનિકે દોડતા આવીને રોહિણેયને ખબર આપી કે મહામંત્રીએ પલ્લીને ઘેરી લીધી છે. હું ઘાયલ થઈને માંડ માંડ અહીં પહોંચ્યો છું. રોહિણેય ચમકયો, શું મહામંત્રી જાતે જ મારી સામે યુદ્ધે ચઢવા ૮૬ અનોખી મૈત્રી Page #88 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છે. તેણે અમુક અવાજ કરી સાથીઓને ભેગા કર્યા. નિકટના સાથી કેયુરે કહ્યું તમે સુરક્ષિત જગાએ પહોંચો અમે મહામંત્રીને પહોંચી વળીશું. કેયુર કેટલાક સાથીઓ સાથે સ્વયં મહામંત્રી પાસે હાજર થયો. તે સૌને જેલમાં મોકલી આપવામાં આવ્યા. - રોહિણેય એમ પાછો શા માટે પડે? તે સજ્જ થઈને નીકળ્યો ત્યાં મહામંત્રીનો ભેટો થઈ ગયો. બન્નેએ સામ સામે તીરનો વરસાદ વરસાવ્યો. બન્નેના ઘોડા ઘાયલ થઈ ગયા. બન્ને પગપાળા આગળ પાછળ દોડતા હતા. ગિરિકંદરાનો પરિચિત રોહિણેય મોટી છલાંગો મારી દૂર નીકળી જતો. મહામંત્રી પણ જીવ માટે પગપાળા દોડતા રહ્યા. તેમને માટે આ ભૂમિ અજાણી હતી. છતાં રાજયના સૈનિકોની મદદથી તે રોહિણેયની નજીક આવી ગયા હતા. મહામંત્રીના તીરથી રોહિણેય પગે ઘાયલ થયો. તીરને ખેંચીને દોડતો રહ્યો. ત્યાં તેના પગે શૂળ વાગી. છતાં તે દોડતો રહ્યો. પણ શૂળની વેદનાથી તે હવે દોડી ન શકયો. એટલે તે શૂળો કાઢવા નીચે બેઠો ત્યાં તેને કાને કોઈ મધુર અવાજ આવ્યો, ઓહ આતો જ્ઞાતપુત્રની વાણીનો અવાજ આવ્યો. તે સમયે અપાપાપુરીમાં જ્ઞાતપુત્ર મહારાજ કેવળજ્ઞાન પામ્યા હતા. દેવ રચિત સમવસરણમાં તેમની દિવ્યધ્વનિના પડઘા એક યોજન સુધી પથરાઈ જતા હતા. પ્રથમ તો તેણે કાનમાં આંગળી ખોસી દોડવા માંડયું. પણ વેદનાને કારણે દોડી ન શકયો. એટલે આંગળીઓ કાઢીને શૂળ કાઢવા નીચે બેઠો ત્યાં તેણે માત્ર સાંભળ્યું કે દેવ જમીનથી અદ્ધર ચાલે, દેવને પરસેવો ન વળે. તેમની આંખની પાંપણોની પલક ન થાય. તેમની માળા ન કરમાય. વળી દેવલોક્ના સુખના વૈભવનું વર્ણન સાંભળ્યું. - આ શબ્દો કાને પડતા રોહિણેયને પોતાની જાત માટે પ્રતિજ્ઞાભંગથી ધિક્કાર છૂટ્યો. શૂળના દર્દથી તે ઉભો થઈ ન શકયો. નજીક આવેલા મહામંત્રીના સેવકોએ તેના ગળામાં દૂરથી દોરડાનો ફાંસલો નાંખી તેને પકડી લીધો. આમ રોહિણેય જીવતો પકડાયો હતો. રોહિણેયને પકડયા પછી મહામંત્રીએ રાજસેવકોને નગર તરફ મોકલી સમાચાર મોકલાવ્યા કે રોહિણેયને જીવતો પકડી મહામંત્રી ૮૭ અનોખી મૈત્રી Page #89 -------------------------------------------------------------------------- ________________ આવી રહ્યા છે. પૂરા ગામમાં વાત જાહેર થતાં કૂતુહલભર્યા નગરજનોના ટોળા ચારેબાજુ ભેગા થયા હતા. રોહિણેયનો નાટકિય પરચો રોહિણેય પકડાઈ ગયો, તે વિચારતો હતો, દાદાએ કહ્યા પ્રમાણે રાજ સ્થાપવું દૂર રહ્યું પણ હવે ફાંસીને માંચડે ચઢવું પડશે. ત્યાં તેને પોતાની રૂપ બદલવાની વિદ્યા યાદ આવી. તેણે મંત્ર સાધ્ય કરી પોતાનું રૂપ બદલી નાંખ્યું. પાતળા દૂબળા ખેડૂત જેવું રૂપ કર્યું. સૈનિકો તો રોહિણેયને જીવતો પકડવાના ગેલમાં હતા. તેઓ આવી કંઈ વિધિ જોઈ શકયા નહિં. ફાંસલો ભરવેલા રોહિણેયને આગળ રાખી તેઓ પાછળ ચાલતા હતા. મહામંત્રી ખુશમાં હતા. રોહિણેયનો વરઘોડો હોય તેમ તેને લઈ મહામંત્રી તથા સૈનિકો આવી રહ્યા હતા. માનવમેદની રોહિણેયને જોવા, મહામંત્રીનો જયકાર કરવા ઉસ્તુક હતી. પણ આ શું ? સૌ બોલવા લાગ્યા. આ તે કંઈ રોહિણેય છે ? આવો દુબળો પાતળો ગરીબડો રોહિણેય હોય ? સૌ હસતા હસતા વાતો કરતા. મહામંત્રી એ સાંભળીને મુંઝાયા. એમ આ વરઘોડો રોહિણેય સાથે રાજસભામાં પહોંચ્યો. સૌને આશ્ચર્ય થયું કે શું આ રોહિણેય છે ? મહામંત્રી વિચારમાં પડયા કે પકડેલો રોહિણેય કયાં અને હાલ બંધનમાં રહેલો માણસ કયાં ? શું બન્યું તે કંઈ કળી શકાયું નહિં. મહામંત્રી ક્ષોભ પામી ગયા. તેમને થયું રોહિણેય કંઈક પ્રપંચ કરી ગયો છે. કોઈ વિદ્યાબળે તેણે રૂપ બદલ્યું હશે ? પકડાયેલા રોહિણેયને મહારાજા સમક્ષ હાજર કર્યો. તે માણસ રાજાને કરગરવા લાગ્યો કે હું ગરીબ ખેડૂત છું. મને પકડીને લાવ્યા છે. મારો કંઈ વાંક ગૂનો નથી મને ન્યાય આપો. રોહિણેયને જીવતો પકડવાની યશગાથા રાજસભામાં ને નગરમાં ગવાતી હતી. મહામંત્રીનો જય જયકાર બોલાતો હતો ત્યાં વળી આ ગરીબ માણસે ન્યાય માંગ્યો. મહામંત્રી મુંઝાયા. તેમણે માતંગ અને મેતાર્યને બોલાવ્યા જેઓ રોહિણેયથી પરિચિત હતા. તેઓએ આવીને જાહેર કર્યું કે આ રોહિણેય નથી. ८८ અનોખી મૈત્રી Page #90 -------------------------------------------------------------------------- ________________ થોડીવાર પહેલા મહામંત્રીના રોહિણેયને જીવતો પકડવાના સમાચારે નગરમાં પ્રશંસાના અવાજો ઉઠતા હતા. તે સૌ હવે હસવા લાગ્યા. મહામંત્રી અને સૈનિકો હવે શરમાવા લાગ્યા. આ બધી મુંઝવણ ટાળવા મહારાજાએ સ્વયં રોહિણેયને પૂછયું કે રોહિણેય તું કુશળ છે ને? હું રોહિણેય નથી, તે તો રડવા લાગ્યો. હું તો ગરીબ ખેડૂત છું. રોહિણેય મારા ખેતર પાસેથી પસાર થતો હતો. તેણે શંકાથી મને પગે તીર માર્યું. અને ઉંચકી દૂર મૂકી દીધો. પછી આ સૈનિકોએ મને પકડી લીધો. મહામંત્રી ક્ષોભ પામી ગયા. પણ તેઓને લાગ્યું કે આ રોહિણેયનું કપટ છે તે વિદ્યાબળ દેહને બદલીને બેઠો છે. તેથી તેમણે કહ્યું કે મહારાજ આ જ રોહિણેય છે. તેણે ચાલાકી કરી છે. તેને સજા થવી ઘટે. મહારાજ: અપરાધીને સજા તો કરવી ઘટે પણ મગધના રાજ્યમાં ન્યાય છે કે ગુનેગારનો ગુનો પૂરવાર થવો જોઈએ. ત્યાં મેતાર્ય રોહિણેય પાસે આવ્યા. તેમણે ખૂબ ઝીણવટથી જોયું અને તેમને લાગ્યું કે આ છે તો રોહિણેય પણ તેણે કંઈક ચાલાકી કરી છે. તેથી કહ્યું કે મહારાજ આ રોહિણેય લાગે છે. એમ શંકા ભરેલા નિર્ણયથી સજા ન થાય. તેમાં કોઈ નિર્દોષ દિંડાઈ જાય તો મગધરાજયના ન્યાયને લાંછન લાગે. માટે શંકારહિત અપરાધ પૂરવાર થવો જોઈએ. આખરે મહારાજાએ જાહેર કર્યું કે મહામંત્રીજી સાત દિવસમાં તમે ગુનેગારની સાબીતિ આપો પછી ન્યાય કરશું. થાકેલા, ભૂખ્યા, તરસ્યા મહામંત્રી અને સૈનિકો નિરાશ થઈ ગયા. છતાં એ બધું ભૂલીને મહામંત્રી પોતાની કુશાગ્રતા કામે લગાડવા મધ્યા. મેતાર્ય પણ આશ્ચર્યમાં પડી ગયા કે આ શું બની ગયું ? રાહિણેય મહામંત્રીને આબાદ છેતરી રહ્યો છે. રોહિણેય સ્વર્ગમાં ? રોહિણેયને નીલકમલ સુંદર દેવીમહેલમાં રાખવામાં આવ્યો. સેવામાં પરી જેવી સ્ત્રીઓ અને નૃત્યાંગના રાખી હતી. ચારે બાજુ આકર્ષક ચિત્રો હતા. વળી પેલા ગરીબ જણાતા ખેડૂતને આહાર અનોખી મૈત્રી ૮૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ સાથે સુરાપાન કરાવ્યું. તેથી તે અર્ધ બેભાન જેવો ફૂલ શય્યામાં પડ્યો હતો. સુંદરીઓના મૃદુસ્પર્શથી તે સુખમાં લીન થતો હતો. ત્યાં વળી તે કંઈક ભાનમાં આવ્યો. તેણે પુછયું કે હે, દેવીઓ તમે કોણ છો? અને મને કયાં લાવ્યા છો? મને આ બધુ અપરિચિત લાગે છે. સ્વામી આ સ્વર્ગભૂમિ છે. તમે તમારા પુણ્યથી આ દેવવિમાનમાં આવ્યા છો. વળી સુંદરીઓ તેના દેહને પંપાળતી વહાલ કરતી હતી. પેલો પુરૂષ આશ્ચર્યથી જોઈ રહ્યો. ત્યાં બીજી કેટલીયે સુંદરીઓ નૃત્ય કરવા લાગી. આહારના રસ થાળ લઈને કેટલીક સુંદરીઓ હાજર થઈ. આમ રોજ નવા નવા નૃત્યો, નવું સુરાપાન નવા ભોગ એમ છે દિવસ પૂરા થયા. હવે છેલ્લા દિવસની પૂરી મહેનત કરવાની હતી. દેવીઓ બોલી : સ્વામી, હવે તમે આ સૌના માલિક છો. આ સર્વ ભોગ તમારા માટે છે. હવે અમે તમને વિલેપન, અભિષેક કરીને સજ્જ કરીશું. પછી તમે ભોગ ભોગવજો. પણ તમારો અભિષેક કરતા પહેલા તમારે તમારા પૂર્વભવના સુકૃત્યો અને દુષ્કૃત્યોનું વર્ણન કરવું પડે. તેવી આ સ્વર્ગપુરીની વિધિ છે. સુકૃત્ય અને દુષ્કૃત્ય ! હા ! દેવલોકમાં નવા સ્વર્ગવાસી માટે આ પ્રથા છે. રોહિણેય હવે પૂરા ભાનમાં હતો. એને કંઈક વિચાર આવ્યો. દેવલોકમાં વળી સુકૃત્ય અને દુષ્કૃત્યનો હિસાબ મંડાય છે? શું પેલો રોહિણેય મરીને અહિં જમ્યો છે ? તે અર્ધ વસ્ત્રધારી નૃત્ય કરતી સુંદરીઓ તરફ જોવા લાગ્યો. દરેકના કંઠમાં સુંદર સુગંધિત માળા હતી. ઋષિઓ પણ છળી ઉઠે તેવો શૃંગાર રસ છલકાઈ રહ્યો હતો. સ્વામી, ચાલો હવે આપણે જળકુંડ પાસે જઈએ. હે સ્વામી! આ સ્વર્ગભૂમિ છે. તેમાં સદા છ ઋતુઓનું મૃદુ વાતાવરણ સર્જાયેલું જ રહે છે. ક્યારેય ફળ, ફુલ, પાન કરમાતા નથી. પશુઓ, મૃગલાઓ પણ સ્વર્ગીયરૂપવાળા હોય છે. સ્વામી આ સર્વેના તમે માલિક છો. વળી એ પરી જેવી નવયૌવના તેને મૃદુ હાથ વડે પકડી બીજા ખંડમાં લઈ ગઈ. એ વિશાળખંડ અત્યંત શોભાયમાન ઉદ્યાનનો હતો. તેમાં ફરતી સુંદરીઓનું રૂપ અજબનું હતું. પેલો ગરીબ ખેડૂત ઘડીભર અનોખી મૈત્રી ૯O Page #92 -------------------------------------------------------------------------- ________________ મદમાં આવી ગયો. પણ તેને પેલી વાત યાદ આવી સુકૃત્યો અને દુષ્કૃત્યો કહેવાના ? - ત્યાં વળી ત્રીજા ખંડમાં આવ્યા તે ખંડની હવા જ માદકતાથી ભરેલી હતી. યોગી છળી જાય તેવા શૃંગાર ચિત્રોથી દિવાલો મઢી હતી. વળી બીજી સુંદરી તેની સામે આવી. પાતળા વસ્ત્રોમાં ખીલેલા યૌવન સાથે તેની નજીક આવી હાથ પકડી આગળના ખંડમાં લઈ ગઈ. તંદ્રામાં પડેલો ખેડૂત વિચારમાં પડી જતો. અહીં તો વળી સાક્ષાત મેઘરાજા પધાર્યા હતા. તેની વર્ષોમાં પણ કંઈ અભૂતતા હતી (એ વાસ્તવિક વર્ષા ન હતી પણ એવી રચના હતી.) નાથ તમે હવે શ્રમિત થયા હશો. હજી આવા તો ઘણા ખંડો છે. તમે તેમના સ્વામી છો. દેવીઓએ રોહિણેયને અભિષેક આદિ વિધિ માટે અતિ કોમળ એવા હાથ વડે ચલાવી અનેક પ્રકારના ભોગોથી ભરપૂર મોટા જળકુંડ પાસે લઈ આવી. હવે તે પૂરા ભાનમાં આવી ગયો હતો. તેના હાથને બન્ને બાજુ પકડીને અપ્સરાઓ ચાલતી હતી. તેના હાથ પરની ભીનાશ રોહિણેયને સ્પર્શતી હતી. છ છ દિવસના શ્રમ પછી આ માનવીય અપ્સરાઓ શ્રમિત થઈ હતી. તેમની આંખો શ્રમથી પલક પલક થતી હતી. પુનઃ વિનવવા લાગી. નાથ હવે અભિષેક કરતા પહેલા તમારા સુકૃત્યો અને દુષ્કૃત્યો કહો. વળી આ ભૂમિમાં અભિષેક થતાં તમારા બધા દુષ્કૃત્યો નાશ પામશે. કેવળ તમારા સુકૃત્યો જાહેર થશે. પછી ચિરકાળ સુધી આ સર્વ ભોગના તમે સ્વામી થશો. - રોહિણેય ઘડીભર તો શૃંગાર રસમાં આકર્ષાયો. પરન્તુ તરત જ સાવધ થયો. તેણે પોતાના સુકૃત્યો કહેવા માંડ્યા. હે, દેવીઓ ! હું પૃથ્વી પર સાધુસંતોની સેવા કરતો. નિર્દોષ જીવન જીવતો એના પરિણામે આ સ્વર્ગમાં આવ્યો છું. તમે જ વિચાર કરો દુષ્કૃત્યોવાળો આ સ્વર્ગપુરીમાં કેવી રીતે આવે ? ન્યાયના દિવસની અવધિ પૂરી થઈ હતી. શ્રમિત દેવીઓના શરીર પર પરસેવો થતો હતો. તેમની માળા કરમાતી હતી. વળી રોહિણેયે ધ્યાન દઈને જોયું કે તેમની આંખો પલક પલક થતી હતી. અનોખી મૈત્રી ( ૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ અને તે સર્વે જમીન પર પગ મૂકીને ચાલતી હતી. તરત જ રોહિણેયના મગજમાં વીજળીની જેમ એક ઝબકારો થયો. અને તેને જ્ઞાતપુત્રના ન છૂટકે સાંભળેલા વચનો યાદ આવ્યા. ' અરે, જ્ઞાતપુત્રના વચનોનું સ્વર્ગલોકનું વર્ણન અને આ દેવીઓનું દશ્ય બન્ને જુદા લાગે છે. અને તેણે વિચારી લીધું કુશળ મહામંત્રીએ મને ગુનો કબુલ કરાવવા ભારે શ્રમ કરીને આ રચના કરી છે. અને તેણે તરત જ નિર્ણય કર્યો કે ભલે દાદાનું વચન પાળી ન શક્યો. પણ જ્ઞાતપુત્રના વચન સાચા છે તે પૂરવાર થયું છે. એટલે ઘણી વિનવણી છતાં સાવધ બનીને તે સુકૃત્યો કહેતો રહ્યો. હવે અપ્સરાઓ નિરાશ થઈ વિમાસણમાં પડી. રોહિણેય નિષ ઠર્યો અને છૂટયો ત્યાં તો દૈવીમહેલના ગુપ્તદ્વારથી મુખ્યમંત્રી અને મેતાર્ય બહાર આવ્યા. સૌ અપ્સરાઓ બીજા ખંડોમાં ચાલી ગઈ. - મહામંત્રી : હે, નરવીર, તારી કળાને, સંયમ અને શુરવીરતાને ધન્ય છે. આવા કામ ભોગના સાધનો વચ્ચે તે પવિત્રતા જાળવી છે. તું રોહિણેય છે તે હું જાણું છું. અપરાધી તરીકે પૂરવાર થવાના અભાવે મગધનું ન્યાય તંત્ર તને મુકત કરે છે. તું હવે મુકત છે. હે, નરવીર, તારી શક્તિનો વ્યય ન કરતા સદુપયોગ કરજે. જ્ઞાતપુત્રનો બોધ સાચો છે કે માનવ તેના કર્તવ્યથી ઉંચા કે નીચ છે. તારૂ કલ્યાણ થાઓ અને તારી શક્તિનો સદુપયોગ કરજે. મેતાર્યો પણ તેને શુભાશિષ આપી. - રોહિણેય મુકત થયો. હજી સવારના પ્રકાશ પૂર્ણ પ્રગટયો ન હતો. માર્ગે જતાં આજે તેના પગ તેની ગિરિકંદરાઓ તરફ ઉપડતા ન હતા. તેના મનમાં ભારે મનોમંથન ચાલી રહ્યું હતું. - તે વિચારતો હતો કે મહામંત્રીએ મારો અપરાધ પૂરવાર થાય તેની કામભોગયુકત અદ્ભુત રચનાઓ કરી. જો હું સહેજ પણ લોભાયો હોત તો ફાંસીના માંચડો મારા માટે નક્કી હતો. હા, પણ આખરે મને સાચું ભાન કેમ થયું. કે આ માયાજાળ છે. સાચી સ્વર્ગપૂરી નથી. હા, પેલા જ્ઞાતપુત્રના કમને સાંભળેલા અનોખી મૈત્રી ૯૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ શબ્દો કે જે સાંભળીને દાદાને વચનભંગ થવાનો મને ધિક્કાર છૂટયો હતો. તે જ વચનોએ મને આજે બચાવ્યો છે. આથી લાગે છે કે જ્ઞાતપુત્ર સાચા જ્ઞાની છે. જેમના વચનોનું અમૃત જ મારે માટે અમૃત બન્યુ છે. દાદાએ જ્ઞાતપુત્રની અવગણના કરી, પોતે સમર્થ શક્તિવાળા છતાં અશાંતિમાં જીવ્યા. લૂંટફાટમાં જીવન વ્યર્થ ગુમાવ્યું. આમ વિચારતો તે પોતાને સ્થાને જવા નદી કિનારે આવ્યો. પણ તેના દિલમાં પેલા જ્ઞાતપુત્રનું સ્મરણ ઘૂંટાતું જ હતું. દાદા તેને પોતાના કુળનો શત્રુ ગણતા. પણ તેમણે મૃત્યુ સુધી મેળવ્યું શું? મને શું આપતા ગયા ? વૈરની જવાળા, જેમાં હું પણ શું સુખ પામ્યો ! મારા સાથીઓએ શું મેળવ્યું ! વળી આ જ્ઞાતપુત્ર સમૃદ્ધ ક્ષત્રિયકુળમાંથી આવે છે. એને જનકલ્યાણની ઝંખના સિવાય કંઈ અપેક્ષા નથી. તેના થોડા વચનથી હું બચ્યો. પણ હવે શું? પાછી એજ લૂંટફાટ અને અજંપાભર્યું જીવન ! તેના હૃદયમાં પોકાર ઉઠયો. “ના” મારે એવું જીવન જીવવું નથી. મારા દાદાની જ્ઞાતપુત્રને સમજવાની ભૂલ હતી. અને અમે સૌ પણ ભૂલ્યા. વળી તેના મનોમંથનને કારણે તેના ચિત્તમાં એક વીજળી જેવો ચમકારો થયો, કે મારે જ્ઞાતપુત્રના શરણે જવું. અને આ નિર્દયતા ભર્યા જીવનનો ત્યાગ કરવો. મને એ જ્ઞાતપુત્ર જ સાચો રાહ બતાવશે. આમ વિચારી તે નદીકિનારેથી સ્વસ્થાને ન જતા નગર તરફ પાછો ફર્યો. ત્યારે આકાશમાં સૂરજ સાત ઘોડે ચઢીને પ્રકાશ પાથરી રહ્યો હતો. તે પ્રકાશમાં રોહિણેયને પણ મનમાં અનેરો પ્રકાશ મળતો હતો. શ્રેણિક રાજા પ્રથમ બૌદ્ધધર્મના અનુયાયી હતા. પરંતુ વીર ભક્ત ચલ્લણાના સંપર્કથી તેઓ જ્ઞાતપુત્રના ધર્મ પ્રત્યે ઝૂકયા હતા. યદ્યપિ તેમણે ચેલણાની શ્રદ્ધાની કસોટીઓ પણ કરી હતી. પરંતુ ચેલૂણામાં એવું સત્વ હતું, તત્વના બોધનું જ્ઞાન હતું તેથી તે ખૂબ ધીરજપૂર્વક મહારાજાને જ્ઞાતપુત્રના ધર્મની વાતો સંભળાવતી. વળી શ્રેણિક રાજાને ચલ્લણા પ્રત્યે અતિ સ્નેહ હતો. તેની કુશળતામાં વિશ્વાસ હતો. તેની ૯૩ અનોખી મૈત્રી Page #95 -------------------------------------------------------------------------- ________________ સાથે સુનંદારાણી પણ એકમત હતા. મહામંત્રી તો પ્રથમથી જ જ્ઞાતપુત્રના ચાહક હતા. દિન પ્રતિદિન શ્રેણિક મહારાજ પ્રભુના સાચા ભકત તરીકે પ્રગટ થયા. આજે પ્રભુના પવિત્ર પગલા રાજગૃહીમાં થવાના હતા. તે પહેલા તે ચેત્યવનમાં બિરાજયા હતા. લોકો આનંદથી નાચતા ગાતા જતા હતા. વાજિંત્રો સુરો રેલાઈ રહ્યા હતા. તે લગભગ નગરના દરવાજે પહોંચ્યો ત્યારે મગધરાજ, મહારાણી, મગધના મહામંત્રી સપરિવાર તથા કુમાર મેતાર્ય જ્ઞાતપુત્રના સમવસરણ બાજુ જઈ રહ્યા હતા. તે ઉપરાંત નગરના સંઘો, અન્ય પ્રજાજનો પણ ભારે ઉત્સાહમાં સ્વાગતની સામગ્રી લઈને સઉલ્લાસ જઈ રહ્યા હતા. આ ઉપરાંત મેત જેવા શુદ્રોના મંડળો પણ નાચતા, ગાતા જઈ રહ્યા હતા. સૌને અપૂર્વ ઉલ્લાસ હતો. નિરાશ થયેલો રોહિણેય આ સર્વ જોઈને આશ્ચર્ય પામ્યો. તેણે પૂછયું તમે સૌ કયાં જઈ રહ્યા છો ? અમે સૌ જ્ઞાતપુત્રના દર્શને જઈ રહ્યા છીએ. ઘડીભર તેને દાદાના વચનો યાદ આવ્યા તે વિચારવા લાગ્યો કે દાદાને આપેલા વચનનું શું? પરતુ તરત તેને પેલા ચાર વાકયોથી ફાંસીની કમોતની સજામાંથી છૂટયાની સ્મૃતિ થઈ અને તે પણ ઉલ્લાસથી દોડડ્યો અને સૌથી પ્રથમ જ્ઞાતપુત્ર પાસે પહોંચી. તેમના ચરણમાં ઝૂકી ગયો. રોહિણેય જ્ઞાતપુત્રને શરણે. હે, સ્વામી ! હું રોહિણેય ચોર, લુંટારો, ડાકુ મને તમારા કમને સાંભળેલા વચને ફાંસીના માંચડે ચડતો બચાવ્યો છે. મારા પર આપનો મહા ઉપકાર છે. મને પાપીને આપ શરણ આપશો? ' અરે રોહિણેય ! ધર્મના ક્ષેત્રમાં પાપી કોણ પુણ્યવાન કોણ? ઉંચા કે નીચ કોણ ? ધર્મનું શરણ સૌને સમાન ગણે છે. તે ધર્મ અહિંસા, સંયમ અને તપ દ્વારા પ્રાપ્ત થાય છે. તેના પાલન માટે ક્રોધાદિ ત્યજી સમભાવની આરાધના માટે સાધુ થવું ઘટે. પણ પ્રભુ, હું તો મહા પાપી છું. મારા પાપનું વર્ણન શું કરું? હું કેવી રીતે આપના પવિત્ર ધર્મને પાત્ર બનું? તે પુનઃ બોલ્યો. અનોખી મૈત્રી ८४ Page #96 -------------------------------------------------------------------------- ________________ હું રોહિણેય સ્વયં લૂંટારો છું. મારું લોહી લૂંટના-ખૂનના કાર્યોની અપવિત્રતાથી ભરેલું છે. પરિષદમાં હાજર રહેલા માનવીઓ ચમકયા કોઈક વળી ગભરાયા કે આ રોહિણેયનો કોઈ નવો પ્રપંચ તો નહિ હોય ? આ મહાપાપી કેવી રીતે ધર્મ પ્રાપ્ત કરી શકે ? પ્રભુએ કરૂણાભીની દ્રષ્ટિથી કહ્યું જીવમાત્ર ધર્મને પાત્ર છે. ભયંકર પાપી પણ પશ્ચાતાપના અગ્નિમાં પાપને બાળી શકે છે. રોહિણેય તું સંયમી અને શૂરવીર છે. તું સાચો પશ્ચાતાપ કરી પોતાની જાતને પવિત્ર બનાવી શકે છે. હે પ્રજાજનો, તમે નિર્ભય રહેજો અને તેને ઉદાર ચિત્તથી નિહાળજો. રોહિણેય બે હાથ જોડી પ્રભુના ચરણની રજ લીધી, જ્ઞાતપુત્રનું શરણું લઈ યતિ ધર્મ સ્વીકારવા તૈયાર થયો. - હા, પણ પ્રભુ હું સાધુધર્મ સ્વીકારું તે પહેલા મારા પાપોનું પ્રાયશ્ચિત કરી લઉં. મગધરાજનો મેં મહા અપરાધ કર્યો છે. દેહ પલટો કરી મહામંત્રીને છેતર્યા છે. પ્રજાને લૂંટી ઘણું ધન ભેગું કર્યું છે. તે ધન સૌને સોપી દઉં. મહારાજ, મહામંત્રી, પ્રજા સૌની ક્ષમા માંગી લઉં ! વળી જો તેઓ મારા ગુનાની સજા કરે તો તે ભોગવી લેવા તૈયાર છું. કારણ કે ફાંસીની સજાના ભયથી મેં આપનું શરણું લીધું નથી. આપના સત્ય ધર્મનો મેં સ્વીકાર કરીને શરણું લીધું છે. ત્યાં તો મગધરાજ, મહામંત્રી ! પરિવાર સાથે આવી પહોંચ્યા. તેણે તરત જ મગધરાજ અને મહામંત્રીને ચરણે નમી ચરણરજ લીધી. હે મગધરાજ, હે મહામંત્રી હું રોહિણેય, તમારો ગુનેગાર. મેં કાયાપલટ કરી મહામંત્રીને છેતર્યા હતા. આ સાંભળતા સાથેના પરિવારના સૌ ગભરાઈ ઉઠયા. રોહિણેય ! ચોર, લૂંટારો ! હું તમારી તથા તમારી પ્રજાની મારા ભયંકર અપરાધ બદલ માફી માંગી રહ્યો છું. મેં પ્રભુનું શરણ સ્વીકાર્યું છે. પ્રભુ પાસે સાધુ ધર્મ અંગીકાર કરવાની ભાવના રાખું છું. અને તેણે અતિ નમ્રતાથી સૌને બે હાથ જોડી ક્ષમા માંગી. ત્યારે, સૌના ચિત્તમાંથી ભય તો નીકળી ગયો પણ સૌ ગદ્ગદ્ થઈ ગયા. અનોખી મૈત્રી ૯૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ હે મહારાજ, હું અને મારા પકડાયેલા સાથીઓ અમારા અપરાધની સજા ભોગવવા તૈયાર છીએ. જો મારા સાથીઓ છૂટા થશે તો તેઓ પણ મારા માર્ગે આવશે. તેની ખાત્રી આપુ છું. પોતાના સાથીઓનો આવો વિશ્વાસ! મહારાજ, મહામંત્રી, મેતાર્ય સોના મન આ નરવીરની દીલાવરી પર ઝૂકી ગયા. મહામંત્રી : તેઓ સ્વમાનભર્યા મુક્ત થશે. મગધરાજ તમારા સૌના ત્યાગ અને ઉદારતા માટે પ્રસન્ન છે. તમને કોઈ સજા કરવાની રહેતી નથી. પ્રભુનું શરણ લેનાર સજાને પાત્ર નથી. મહામંત્રીની આજ્ઞાથી સુભટો થોડીવારમાં પકડાયેલા તેના સાથીઓ અને તેના નિકટના મિત્ર કેયુરને લઈ આવ્યા. કેયુર મેં જ્ઞાતપુત્રનું સ્વેચ્છાએ શરણું સ્વીકાર્યું છે. મને સમજાયું છે કે તેમનો ધર્મ સત્ય છે. સમાનતાનો છે. પછી તેણે કેયુરને તમામ દ્રવ્ય મહારાજાને અર્પણ કરી દેવાની આજ્ઞા કરી. પ્રથમ કેયુર કંઈ સમજી ન શકયો. તેને લાગ્યું કે પોતાનો નેતા અપરાધી તરીકે પકડાઈ ગયો છે. તેથી ફાંસીની સજાના કારણે ખજાનો અર્પણ કરવાનું કહેતા હશે ? હે, સ્વામી ! તમારે બદલે હું સજા ભોગવવા તૈયાર છું. તમે શા માટે જ્ઞાતપુત્રની શરણાગતિ સ્વીકારો છો? દાદાની પ્રતિજ્ઞાનો ભંગ કરો છો ? હે, કેયુર ! મારા દાદાને અને મને જે રાજય મેળવવાની ઝંખના હતી તે અસત્ય હતી. તેના કરતાં પણ મને મોટું રાજય પ્રભુ પાસેથી મળી ગયું છે. હું તો જ્ઞાતપુત્રનો શિષ્ય બની ધન્ય થઈ ગયો. નિરર્થક ગુમાવેલું જીવન પાછું સાર્થક થવા મળ્યું છે. હું હવે સાધુ થઈશ. તે પહેલા દેવું ચૂકવી દેવું જોઈએ. માટે મહામંત્રીની આજ્ઞા મુજબ સુભટોને લઈને જા અને બધી જ મિલ્કત તેમને અર્પણ કરી દે. કેયુરે આજ્ઞા શિરોમાન્ય કરી કર્તવ્ય બજાવ્યું. સંપૂર્ણ સંપત્તિ સોંપીને કેયુર પાછો આવ્યો અને રોહિણેયને નમીને ઉભો રહ્યો. સ્વામી ! જયાં તમે ત્યાં અમે, અમને પણ પાપી જીવનથી તારો અને પવિત્ર જીવન જીવવાની તક આપો. ૯૬ અનોખી મૈત્રી Page #98 -------------------------------------------------------------------------- ________________ અરે ! તારનારા તો આ જ્ઞાતપુત્ર છે. તેમને ચરણે નમો. તેમના ચાર વચન માત્રથી હું તો મુક્તિના દ્વાર સુધી પહોંચી જઈશ. તમને સૌને પણ એનું શરણું મળો. આમ રોહિણેયના કેટલાક મિત્રોએ પણ સાધુપણું સ્વીકારવાની ભાવના કરી. મગધરાજ : પ્રભુ એક વિનંતીનો સ્વીકાર કરો, અમને ત્રણ દિવસ આપો. અમે આ નરવીર અને તેના સાથીઓના સંસાર ત્યાગના પ્રસંગને ઉજવવા માંગીએ છીએ. દાદાએ જે કાર્ય માટે ઊંધો માર્ગ પકડયો હતો અને રોહિણેયને પ્રતિજ્ઞાબદ્ધ કર્યો હતો. તે પણ ઊંધે માર્ગે દોરવાયો હતો. છતાં રોહિણેયના ભાગ્ય સાચો માર્ગ મળી ગયો. ઊંચ નીચના ભેદ વગર એ સૌના સંસાર ત્યાગનો ઉત્સવ રાજા પ્રજાએ એક મેક થઈ ઉજવ્યો. ત્યારે રાજગૃહીની ધરતી ધન્ય બની ગઈ. જ્ઞાતપુત્રની સુધાવાણીનો આ પ્રભાવ હતો. મંત્ર વિદ્યા વડે કાયાપલટ કરી રોહિણેયે મહામંત્રીને છેતર્યા હતા તે રોહિણેયે હવે જીવન પરિવર્તન વેશ, પરિવર્તન કરીને સૌને સાનંદાશ્ચર્યમાં મૂકી દીધા. આવું હતું પ્રભુ મહાવીરની ઉપસ્થિતિનું માહાભ્ય. ખૂનીઓ મુનિ બનીને મુક્તિ પામતા. અરે હિંસક પશુઓ પણ મિત્ર બની જતા. વાત્સલ્ય અને કરૂણાથી ભરેલું વાતાવરણ કેટલાયના વેરઝેરને પચાવીને અમૃતને રેલાવતું. અમૃતનું રસપાન કરી જીવો અમર બની જતાં. રોહિણેય અને અન્ય ભવ્યાત્માઓનો દીક્ષા મહોત્સવ ઉજવાઈ ગયો. સવિશેષ રાણી ચેલણાના આગમન પછી મહારાજામાં ધર્મનો નવો પ્રાણ પૂરાયો હતો. નગરવાસીઓમાં પણ તેની સુવાસ પ્રસરી હતી. પ્રભુની દેશનાનું અમૃતપાન કરવા માહોલ ઉમટયો હતો. દેવ રચિત સમવસરણમાં પ્રભુ સિંહાસન પર બિરાજમાન થયા. પછી રાજા, પ્રજા, ઉંચ, નીચ સૌ ભેદભાવ વગર યથાસ્થાને ગોઠવાઈ ગયા. આઠપ્રાતિહાર્યયુક્ત સમવસરણ દીપી ઉઠયું હતું. પ્રભુની દેશનાનું માહાભ્ય પ્રભુની દેશના શરૂ થઈ. સંસારમાં મોહનું સામ્રાજય પ્રબળ છે તેથી જીવ સ્વધર્મને ગૌણ કરે છે. પરંતુ આત્મગુણોમાં જે સુખ છે તે આ નશ્વર સુખમાં નથી. હે મહાનુભાવો ! ચાર દિવસની ચાંદની અનોખી મૈત્રી ૯૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ જેવા આ સુખોથી અંજાઈ ન જતા. હવે જાગો આવો અવસર પુનઃ પુનઃ નહિ મળે. હે મહાનુભાવો ! જીવમાત્રમાં શુદ્ધ ચૈતન્યનો વાસ છે. આ બધા ભેદ કર્મની વિચિત્રતાના છે. છતાં માનવ પોતાના ગુણ અને સદાચારથી યોગ્યતાને પ્રાપ્ત કરે છે. ત્યારે બ્રાહ્મણ શુદ્રના ભેદ રહેતા નથી. માટે સત્કર્મ વડે આત્માની શુદ્ધતા આરાધી દોષોની શુદ્રતાને દૂર કરી માનવજીવન સાર્થક કરો. એક પળ પણ ગુમાવવા જેવી નથી. ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘની સ્થાપનાને કારણે મગધરાજયમાં ધર્મનો ડંકો વાગી ગયો. ચારે બાજુ ભગવાન મહાવીરની વાણીના પડઘા હજી સંભળાતા હતા. પૂરી નગરી પ્રભુની અમૃતવાણીના જાદુથી આશ્ચર્યમાં ડૂબી ગઈ હતી. પ્રભુની દેશના સાંભળી કેટલાય ભવિ જીવોએ સંસારનો ત્યાગ કર્યો, યુવાન રાજકુમારો પણ સહસા ઉભા થઈ પ્રભુના શરણને સ્વીકાર્યું. સુલસા, આદિ કેટલાયે જીવો સમ્યકત્વ પામ્યા. કેટલાયે દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો, ધર્મ સભા પૂરી થતાં સૌ સ્વસ્થાને જવા લાગ્યા. મહામંત્રી અને મેતાર્ય નિકટના મિત્રો હતાં. ધર્મસભામાંથી પાછા ફરતા મહામંત્રીની પાછળ મેતાર્ય પોતાના અશ્વ પર આવતા હતા. તેમણે અશ્વને મહામંત્રીના અશ્વની સાથે ચલાવતાં પૂછ્યું. મંત્રીરાજ ! કોઈ મહા વિચાર સાગરમાં ડૂબી ગયા છો? મુખ પર ભારે ઉગ જણાય છે. તમે સદા સ્વસ્થ ચિત્તવાળા આજે શું વિચારમાં છો ? મેતાર્ય, સાચું કહું! રોહિણેયના પૂરા પ્રસંગ પછી મારા મનમાં આ રાજજીવનમાં રસ રહ્યો નથી. જ્ઞાતપુત્રના બોધના શ્રવણ પછી ઘણીવાર રાજજીવન છોડવાનો વિચાર કરું છું. પણ જાણે વધુ ગુંચાતો જાઉં છું. પિતા પ્રત્યેની ફરજનો એમાં કંઈક મોહ ખરો. વળી તેમની આજ્ઞા મળવી જોઈએ તેવી ભાવના ખરી, પણ પિતાજી મારી સંસાર ત્યાગની વાત સ્વીકારતા નથી. તે વાતથી તેઓ અત્યંત દુઃખી થાય છે. ત્યારે વળી મારો સંસાર ત્યાગનો ઉત્સાહ ધીમો પડે છે. છતાં મારે જ્ઞાતપુત્રને શરણે જવું છે. તે વાત નક્કી છે. તમે સંસાર ત્યાગ કરશો ? આવા મહાસામ્રાજયના મંત્રીપદને, ૯૮ અનોખી મૈત્રી Page #100 -------------------------------------------------------------------------- ________________ મહિમાવંત કીર્તિ અને પ્રજાની તમારા તરફની ચાહના સર્વને ત્યાગી જશો, અદભૂત ! રોહિણેયને પકડવાની પ્રતિજ્ઞા અટપટી રીતે પૂરી થઈ. હવે મારે આ રાજયની અન્ય ફરજનું કોઈ પ્રયોજન નથી. પણ તમારા તો લગ્ન લેવાયા છે. સાત સાત કન્યાના મોહપાશમાં તમે પણ જ્ઞાતપુત્રના બોધને વિસરી ન જશો. મેતાર્ય : મિત્ર સમા મહામંત્રી તમારી વાત સાચી છે. આજની ધર્મ સભામાં જે દશ્ય જોયું, વીરની વાણીનું શ્રવણ કર્યું, ત્યારે મનમાં વૈરાગ્ય પેદા થયો. પરંતુ હજી મને સંસારના સુખનો મોહ છૂટતો નથી. છતાં કુમાર જ્ઞાતપુત્રના બોધના-વાણીના રણકારને ભૂલશો નહિં. સંસારના સુખોથી કોણ તૃપ્ત થયું છે ? તૃષ્ણા તો આકાશ જેવી છે. જુઓ હું પ્રૌઢ છતાં હજી સંસારમાં રહ્યો છું. પણ હવે વધુ રહી શકું તેમ નથી. મેતાર્ય : હા, પણ મારા લગ્ન તમારા વગર શકય નથી. તે સમયે મહારાજા સેચનક હાથીની સવારી સહિત તેમની લગોલગ આવી ગયા. તેઓએ દૂરથી થોડીક વાતો સાંભળી હતી. - તમારી વાત સાચી છે. તમારા લગ્નમાં મંત્રીરાજ વગર ચાલે હા, મહારાજ, આપ કહો છો તેમ મારા લગ્ન તેમના વગર શકય નથી. મહામંત્રી મારા તો નજીકના વડીલ અને મિત્ર છે. પણ મહારાજ ! મહામંત્રી આપની આજ્ઞાને આધીન છે. અરે, તેમાં આજ્ઞાની જરૂર નહિ. મેતાર્ય તારા લગ્ન એતો મગધના રાજયની શોભા છે. પૂરા રાજયમાં આ ઉત્સવ મનાવાશે. તૈયારી ઝડપથી થવી જોઈએ. આમ કહી મહારાજાની સેચનક હાથીની સવારી આગળ વધી. વળી બન્ને મિત્રો પ્રભુના બોધની વાતને સ્મૃતિપટ પર લાવી ધર્મવાર્તા કરવા લાગ્યા. રોહિણેયને સંઘમાં સ્વીકારી પ્રભએ તો પૂરા રાજયમાં નાતજાતના અનોખી મૈત્રી Page #101 -------------------------------------------------------------------------- ________________ ભેટ મિટાવી દીધા. છતાં હજી આપણે આ ધનદોલત અને શ્રીમંતાઈમાં રાચીએ છીએ. અને આપણે આપણને ઉંચા માનીએ છીએ. આ પેલા વિરૂપા અને માતંગ પ્રભુના બોધને કેવા પચાવી રહ્યા છે. તેમનું જીવન કેવું પ્રસન્ન અને સ્વસ્થ છે. મહામંત્રી ! આ વિરૂપા તરફ મને ભારે લાગણી છે. તે મારી માતાની સખી છે. તેઓ લોકનિંદાથી પર છે. તેમાં વળી મારી બિમારીમાં વિરૂપાએ જે મારી સેવા કરી છે. તે તો મારા જીવનનો ચિરસ્મરણીય પ્રસંગ છે. મારી માતા પણ આવી સેવા કરવામાં પાછી પડી જાય તેવી તેણે સેવા કરી છે. ત્યારથી એ તો મને માતા જેવી જ લાગે છે. અમારા કુટુંબ વચ્ચે ઊંચનીચના ભેદ તો ભૂંસાઈ જ ગયા છે. છતાં એમાં મર્યાદા રહે છે. એક દિવસ એવો આવશે કે આ ભેદ મૂળમાંથી ભૂંસાઈ જશે. મારું તો એ એક સ્વપ્ન છે. તેમાં જ્ઞાતપુત્રના બોધનું સામર્થ્ય ભળશે. મેતાર્ય ! રોહિણેયને જીવતો પકડવા છતાં તેણે પૂરો પ્રસંગ જ પલટાવી નાંખ્યો. રૂપ પલટો કરી મારી જીતને હારમાં ફેરવી નાંખી તે તો ઠીક પણ હું તો હજી વિચાર કરું છું કે પિતાની આજ્ઞા મળે સંસાર ત્યાગ કરૂં પણ તેણે તો દાદાની પ્રતિજ્ઞાનો ભ્રમ છૂટી ગયો અને પૂરી શૂરવીરતાથી પ્રવજયા લઈ મને ઘણી મોટી ચેતવણી આપી. એ તો બધી રીતે જીતી ગયો. આથી મારા મન પર આવા પ્રસંગોની ઉદાસીનતા વ્યાપી ગઈ છે કે સંસારના આવા મહાહોદ્દાની સફળતા નિષ્ફળતાના અજંપા વચ્ચે કયાં સુધી જીવવું? આ સાંભળી મેતાર્ય ખૂબ ગંભીર થઈ ગયા ત્યાં બન્નેના માર્ગ જુદા પડતા તેઓ સ્વસ્થાને રવાના થયા. માનવમન ખરેખર અટપટું છે. પળમાં સાધુ થવાના ભાવ કરે પળમાં સંસારની મીઠાશને માણે. અભયમંત્રી તો સંસારત્યાગ માટે તૈયાર જ હતા. પિતાની આજ્ઞાની મર્યાદામાં હતા. મેતાર્યને બોધ તો રૂચિકર લાગ્યો. પરંતુ હજી સાત સાત રૂપવતીઓની સાથે સુખનું શમણું શમ્યું ન હતું. ધનદત્ત શેઠ અને શેઠાણીની હવે અવસ્થા પણ થઈ હતી. વળી અનોખી મૈત્રી Page #102 -------------------------------------------------------------------------- ________________ દેશદેશથી કન્યાઓના માંગા આવ્યા હતા. એટલે તેમાંથી સાત દેશની કુળવાન, રૂપવાન, ધનાઢય શ્રેષ્ઠિઓની કન્યાઓની પસંદગી કરી તે તે દેશમાં ઉત્તમ સેવકો દ્વારા સંદેશા મોકલી સંમતિ લેવાઈ ગઈ હતી. આ રીતે મેતાર્ય કુમારના લગ્નની તૈયારી થઈ રહી હતી. લગ્ન નિમિત્તે એકવાર મેતાર્ય સેવકોને લઈને મેતવાસમાં મિઠાઈ વહેંચવા આવી પહોચ્યા. કાર્ય પૂર કરી સેવકોને વિદાય કરી તેઓ વિરૂપાને આંગણે ઘોડા પરથી ઉતરી ઉભા રહ્યા. વિરૂપા અને મેતાર્યનું આશ્ચર્યજનક મિલન વિરૂપાએ બહાર આવી આંગણામાં દીવો પેટાવી મેતાર્યને એક પાટલી પર બેસાડ્યો. પોતે તેની સામે બેઠી. માતંગ હજી ઘરે આવ્યો ન હતો. વિરૂપાનું યુવાનનું જોમ ઓસર્યું હતું. ચિત્તમાં માતાના હેત તો એટલા જ ભર્યા હતા, કે તે પ્રગટવાની રાહ જોતા હતી ! બેટા, તને એક વાત કહેવાની છે. બેટા ! લાલ કહેવાને બદલે બેટા ! હા, બેટા માનું દિલ છે ને? કોણ મા ? હા, ભાઈ તારી “મા”. મેતાર્યના ચિત્તમાં બિમારીની તે પ્રસંગની આછી સ્મૃતિ અને તે પછીના વિરૂપાના વર્તનથી તેને કયારેક શંકા જતી કે વિરૂપા મને જુએ છે અને વિચ્છળ કેમ થાય છે? અને આટલું હેત કેમ ઉભરાય છે. પણ માતાની સખી છે તેમ માની મન વાળતો. તેણે કહ્યું, વિરૂપા, તમારા મન પર કંઈ મથામણ ચાલે છે. હા, ભાઈ, મનને ઘણું સમજાવું છું. જ્ઞાતપુત્રના બોધને યાદ કરું છું. પણ મનમાં ઉઠેલી આ ઝંખના છૂટતી નથી. કઈ ઝંખના ? સંતાનના સાન્નિધ્યની. સંતાનની? તમારે સંતાન છે? તમારું સંતાન તો મરણ પામ્યું તેમ મા કહેતા હતા. મનને વાળી લેવું જોઈએ. કારણકે હવે તેનો ઉપાય નથી. મરણ પામ્યું છે? કોનું મારું સંતાન? અરે ! મારું સંતાન તો અનોખી મૈત્રી ૧૦૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ જીવિત છે. તે તું જ છે. એક વાર મને ‘મા’ કહે બેટા ! મેતાર્ય : તમે મારું જીવન બચાવ્યું છે. તમે મારા માતા કરતા મહાન છો. મને તમને માતા કહેવામાં કંઈ નાનમ નથી. મેતાર્ય, અત્યારે મારું મન અસ્વસ્થ થઈ ગયું છે. હું શું કહી રહી છું તેનું મને ભાન નથી. તું ધનદત્ત શેઠનો કે દેવશ્રી માતાનો પુત્ર નહિં પણ મારો, વિરૂપા માતંગનો પુત્ર છું. સખીભાવ નિભાવવામાં મેં તને શેઠાણીને સુપ્રત કર્યો હતો. વિરૂપા, તમારી વાત મને સમજાતી નથી. તમે મને જીવતદાન આપ્યું છે. તે રીતે તમે મારી માતા જ છો. પણ મને તમારી આ વાત સમજાતી નથી. બેટા ! આજે તારી પાસે બધું પ્રગટ કરું છું. શેઠાણીને બાળક જીવતા ન હતા. મેં સખી ભાવથી તેમનું દુઃખ દૂર કરવા, કુદરતી સંકેતથી મેં તને તરત જ જન્મેલાને શેઠાણીને સુપ્રત કર્યો. હજી મેં તને પૂરો જોયો ન હતો. સ્તનપાન કરાવ્યું ન હતું. અને વચનબદ્ધ હતી તે પ્રમાણે નંદાદાસી દ્વારા શેઠાણીની બાળકીને મેં સ્વીકારી અને તને શેઠાણીને સુપ્રત કર્યો. બાળકી રોગથી ભરેલી હતી તે તો છે દિવસે મૃત્યુ પામી. પણ તારા પરકમ, તારી સજનતા, તારા ગુણો મને નિત્ય આકર્ષતા હતા. વળી માતંગને આ વાતથી અજાણ રાખવાનું મારું દુ:ખ મને નબળી પાડે છે. એટલે આજે તને પૂરા દિલથી ચાહવા માટે રોકયો છે. તારા ગુણ, પરાક્રમ, સજ્જનતા જેવા લક્ષણોથી તારા પ્રત્યે વધુ વાત્સલ્યથી ભીંજાઈ જાઉં છું, ત્યારે મારા મન પર કાબુ રહેતો નથી તેથી તને ભૂલી શકતી નથી. વ્રત તપ કરીને ભૂલવા મથું છું. પણ માંદગી વખતની નિકટતાથી મારા મનના ઉંડાણમાં ઉતરેલું આ વાત્સલ્ય ભૂલી શકતી નથી. આમ બોલી વિરૂપા ઉભી થઈ મેતાર્યને આલિંગન આપી માથે હાથ ફેરવ્યો. મેતાર્યના હૃદયમાં પણ વિરૂપા પ્રત્યે આદરભાવ થયો તે બોલી ઉઠયો “મા'. વિરૂપાને જાણે સ્વર્ગીય સુખ મળ્યું. ત્યાં વળી કોઈ પક્ષીના મધુર અવાજે વિરૂપા સ્વસ્થ થઈ. તેને તરત જ ભાન આવ્યું કે અરે ૧૦૨ અનોખી મૈત્રી Page #104 -------------------------------------------------------------------------- ________________ તેણે આજે આ શું ઘેલછા કરી ? આમાંથી કેવો અનર્થ ઊભો થશે? મેતાર્ય આશ્ચર્યથી આ વાત સાંભળી, વાસ્તવિકતા વિચારીને બોલ્યો, ત્યારે શું હું વિરૂપા માતંગનો પુત્ર મેતકુળનો ને ! અરે તને કોણ મેત કહે, જોઉં તો ખરી, તું તો આર્યપુત્ર છે. ના, “મા” તારી વત્સલતા પાસે મને કંઈ કીર્તિ ધનદોલતની જરૂર નથી. હું મેત તરીકે ઓળખાવા તૈયાર છું. તારું સમર્પણ તારી ઉદારતા, આર્યતાને પ્રગટ કરે છે. એવી માને પામીને આ વાત પ્રગટ કરવામાં મને કંઈ જ વાંધો નથી. મેતાર્યની ભાવનાપૂર્ણ વાણી સાંભળી વિરૂપા પૂરી સ્વસ્થ થઈ હતી. તેને વાસ્તવિકતાનું ભાન આવ્યું કે થોડા વખતમાં મેતાર્યના લગ્ન થવાના છે. ત્યાં તેણે માતા થઈને લાગણીના પૂરમાં કેવું કુકર્તવ્ય કર્યું ! બેટા ! ખરેખર તું મને ગરીબને માતાની જેમ ચાહે છે અને ચાહીશ ? હા, તેમાં શંકા નથી તમે તેની પરીક્ષા કરી લેજો. તો એક વાતની ખાત્રી આપ કે તું મારી આ કહેલી વાતને ભૂલી જજે. જાહેર ન કરતો. ના, હવે એ નહિ બને. મેતાર્ય તું વચનભંગ ના થઈશ ! મને કે દેવશ્રીને દુઃખી ના કરીશ. આ વાત જાહેર ન કરવાનું વચન આપી દે. ભલે, તારી ઈચ્છા મુજબ થશે. હવે માતંગ આવતો હશે તું ઝડપથી ચાલ્યો જા. મા, કોણ કહે છે આ મેત, શુદ્ર છે અભણ છે. આટલો ત્યાગ આટલું મનોમથંન, દુઃખ જીરવવાની આટલી ઉદારતા ! મેતાર્ય કોણ જાણે મારામાં આવી નબળાઈ કેમ આવી? સખીભાવે જે કાર્ય કર્યું હતું તેને નિભાવવાની મારી ફરજ છે તેમાં મને સંતોષ છે અને હતો. માટે બેટા મને માફ કરજે. તારા ઉજળા ભાવિ જીવનમાં હું કયાંય ભૂલ ન ખાઉં તેવું મને પ્રભુ બળ આપે. “મા”..મેતાર્યને ગળે ડૂમો ભરાઈ ગયો. આ વીર નારી તરફ અનોખી મૈત્રી ૧૦૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ જોતા તેને નયનો સજળ થયા. બેટા તારું કલ્યાણ થાઓ અને જલ્દી પાછો ફરી જા. તારી માને ભૂલે ચૂકે કંઈ વાત કરીને દુઃખી ના કરતો. મારું વચન બરાબર પાળજે. મને માફ કરજે. માફ ! ભલે તને આપેલું વચન પાળીશ. હવે જલ્દી રવાના થા. મેતાર્ય જવા ઉભો થયો પરંતુ તેના નયન સજળ હતા. તે ધીમે પગલે પોતાના અશ્વ પર રવાના થયો. માતંગ બિમારીમાંથી ઉઠયો, પણ મસ્તક પરનો ઘા અને શરીરના અતિ ઘાયલ થવાને કારણે શરીરે નબળો પડ્યો હતો. વિરૂપા તેની ખૂબ કાળજી રાખતી. શૂરવીર માતંગની નબળી દશા જોઈ વિરૂપાના ચિત્તમાં એક વાત જે છૂપી હતી તે વાતે હવે જાણે એક જખમનું સ્થાન લીધું. તેમાં મેતાર્યની માંદગીમાં નિકટપણાથી તેનું મન વાત્સલ્યભાવે કંઈક મંથનમાં પડી જતું. તેમાં આ માતંગથી છૂપાયેલી આ વાત તેના જખમ પર મીઠું પડતું હોય તેવી તેના મનમાં પીડા ઉપજતી. જ્ઞાતપુત્રના બોધને યાદ કરતી. તે કોઈવાર ભજનપદો ગાતી, પણ તેનું મન માનતું નહિ. વળી વ્રત તપ કરતી પરંતુ મેતાર્યને ભૂલવાનું બનતું નહિ. માતંગ જયારે સંતાનની વાત કરતો ત્યારે તેને સમજાવતી કે કોના છોરૂ, કોના વાછરૂ, કોના માને બાપજી? એક ભવની સગાઈ પછી કોના સગપણ રહેવાના છે. નબળો પડેલો માતંગ વિરૂપા સાથે હવે આ વાતોને વધુ લંબાવતો નહિં. અને શેરીના બાળકોને શિક્ષણ આપી સંતોષ માનતો. વિરૂપા પણ વયને કારણે નબળી પડી હતી. તેમાં કયારેક પેલું મંથન તેને અસ્વસ્થ કરી દેતું. ભગવાન કહેતા સંસારમાં રહેલા જીવને પુત્રાદિ પરિવારમાં પોતાપણાના ભાવ દુઃખી કરે છે. અજ્ઞાનવશ જીવ તે સૌમાં આત્મબુદ્ધિ કરી પુણ્યના યોગે સુખ માને છે અને પાપના યોગે દુ:ખ માને છે. અનંતકાળમાં તેણે કેટલાયે માતા પિતા આદિ સંબંધો બાંધ્યા અને છોડયા વળી દરેક જન્મે પાછી નવી રીત અને પ્રીત તે એક સ્વપ્ન અનોખી મૈત્રી ૧૦૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ જેવી છે. જ્ઞાન અને વૈરાગ્ય વગર જીવ આ મોહના સામ્રાજયનો તાગ પામી શકે તેમ નથી. આવું વિચારતી, માતંગને સમજાવતી. પરંતુ પોતે અંતરમાં સંતાપ સેવતી. વય વધવા છતાં તે અને માતંગ હજી સ્નેહથી બંધાયેલા જુવાની જેવા જ હતા. તેથી તેને માનસિક શાંતિ મળી રહેતી. મેતાર્ય વિરૂપા પાસેથી હવેલીએ પહોંચ્યો. લગ્નને થોડા દિવસોની જ વાર હતી. માતા પિતા લગ્નના કામમાં પ્રવૃત્ત હતા. મેતાર્યનું મંથન હવેલીમાં આવીને મેતાર્ય પોતાના ખંડમાં ગયો. એક આસન પર શૂન્યમનસ્ક થઈ બેસી રહ્યો. મનોમંથનમાં ગુંચવાઈ ગયો. તેને વિચાર્યું કે વિરૂપાએ કેવા સમયે ગુપ્ત વાત તેની પાસે પ્રગટ કરીને સંતાપ પેદા કર્યો? વળી વિચારવા લાગ્યો કે મેત ગણાતી આ નારીનું સમર્પણ કોઈ સત્વશીલ સન્નારીને છાજે તેવું છે. હા, પણ તેને લગ્નોત્સવના દિવસોમાં મને મુંઝવણમાં મૂકી દીધો ! તે માતા થઈને સમજી ન શકી કે પુત્રના વૈભવશાળી આ ઉત્સવમાં મારા મનમાં આ વાતે કેવો સંતાપ થશે? હા, પણ તે એક માતાનું હૃદય તો ખરું ને? જયારે હું લગ્નના માંડવે જવા અશ્વારૂઢ થઈશ ત્યારે માતા પિતા (પાલક) કેવા મહાલશે. સ્વજનો સૌ ગીતો ગાશે. નગરજનો વધાવશે અને મહારાજા અને મહામંત્રી મારા રથની સાથે રહ્યા હશે. પુત્રવધુઓ સૌના આશીષ મેળવશે, માતાને ચરણે નમશે. ત્યારે, ત્યારે, ત્યારે આ સાચા માતા પિતાનું સ્થાન કયાં હશે? મેત જાતિના મંડળમાં બેસીને દૂરથી જોવાનું જ, માત્ર દૂરથી આશિષ આપવાનું! તે વિચારતો હતો કે વિરૂપા કંઈ રીતે ઉતરતી હતી. રૂપ હતું, બુદ્ધિ હતી, માતંગ પણ ઉતરે તેવો ન હતો. પરાક્રમી, મંત્રરાજ, રૂપાળો, વળી બન્નેનું કેવું સ્નેહ ભર્યું દામ્પત્ય જીવન ! રોજે જ જુવાન થતા હોય તેવું લાગતું. હા, પરંતુ છેલ્લા બિમારીના પ્રસંગ પછી માતંગ શરીરે નબળો પડયો હતો. વિરૂપા મેતાર્યની નિકટતાથી અને માતંગથી આ રહસ્ય અનોખી મૈત્રી ૧૦૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ છૂપુ રાખવાથી મનમાં ખૂબ મૂંઝવણ અનુભવી નબળી પડી હતી. ત્યારે બન્નેને લાગતું કે આ વયે ટેકાની જરૂર છે. પણ કુદરતને તે માન્ય ન હતું તેથી આખરે બન્ને એકબીજાનો ટેકો બની જીવતા છતાં છેવટે વિરૂપા ખૂબ મૂંઝાઈ ત્યારે તેણે માતંગ નહિ પણ મેતાર્ય પાસે ભેદ ખૂલ્લો કર્યો. કરીને પણ શું? છેવટે તે છૂપાવવાનું વચન માગ્યું. સાંજે માતાપિતા સાથે ભોજન લઈ થોડું કામ પતાવી તે પુનઃ પોતાના ખંડમાં આવ્યો. તેની મનોવ્યથા હજી શમી ન હતી. એક બાજુ રૂપવતી નારીઓના સમાગમનાં શમણા સેવતો હતો. ત્યાં વિરૂપાએ જે વાત્સલ્ય પ્રગટ કર્યું તે તેને ખૂબ સ્પર્શી ગયું હતું. કેવો નિર્વ્યાજ પ્રેમ ! તેમાં કંઈ અર્થલાભ કે અન્ય અપેક્ષા ન હતી. જગતના માનવીઓના શુદ્ર મન કયાં અને આવી ઉજવળ ભાવના કયાં! એક સખીનું દુઃખ દૂર કરવા કેવું સમર્પણ. હા, જો તેને બીજું સંતાન હોત તો આ સમસ્યા ઉભી ન થાત. અરે ! દૈવ તને આ નારીના સમર્પણનો પણ અણસાર ન આવ્યો. તેનું મનોમંથન ઘેરું બનતું જતું હતું. તે આસન પરથી એકદમ ઉભો થઈ ગયો. “મા, મા', મારાથી તારૂ વચન નહિ પળાય. તારી મહાનતા આગળ મને મારા સુખ વૈભવ તુચ્છ લાગે છે. તારી વાડી સૂકી બનાવીને અન્યની વાડી લીલી બનાવી. શા માટે ? ના, મારે આ વૈભવ નથી જોઈતા. હું તારો જ પુત્ર થઈને રહીશ. ત્યાં તો તેના અંતરમાંથી અવાજ ઉઠયો. અરે ! તું વચનબદ્ધ છું. શેઠાણીના સુખમાં આગ ન મૂકતો. તું દેવશ્રી અને ધનદ શેઠનો પુત્ર છું. તેના ચિત્ત પર પડઘા પડતા હતા. ભૂલી જજે, મને ભૂલી જજે. મને દુઃખી ન કરતો તને દૂરથી નિહાળી હું આનંદ માનીશ. આમ ભારે મનોવ્યથા ભોગવતો તે મોડી રાત્રે નિદ્રાવશ થયો. લગ્નના માંડવે જતાં મેતાર્યનું અપૂર્વ સન્માન પ્રભાત થયું. આજથી લગ્નના ઉત્સવના કાર્યક્રમોનો પ્રારંભ થતો હતો. તે શવ્યાનો ત્યાગ કરે ત્યાં તો તેના આંગણે વિવિધ વાજિંત્રોના અવાજ ગાજતા થયા. અતિથિઓના આગમનથી આંગણું ઉભરાવા લાગ્યું. શેઠે ધનના ભંડારો ભંડારીઓને સોંપી દીધા હતા. કોઈ તોલ અનોખી મૈત્રી ૧૦૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ માપ કરવાના ન હતા. શેઠ શેઠાણીને માટે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હતું. વળી આ ઉત્સવમાં મહામંત્રીએ પૂરા ઉત્સાહથી ભાગ લીધો હતો. મેતાર્યના પરાક્રમ પછી મગધ નરેશના તેના પર ચારે હાથ હતા. નગરજનોએ તેમના આદેશથી પૂરી નગરીને શણગારી હતી. ઘરેઘરે તોરણ બંધાયા હતા. રંગોળીથી આંગણા શોભતા હતા. જાણે દેવનગરી જોઈલો. સાત દેશની રૂપ યૌવનાઓ સ્વજન સાથે જાન જોડીને આવી હતી. તેમના અંતઃપુરમાં આદરભર્યા સ્વાગત થયા હતા. પૂરી નગરીમાં મેતાર્યના લગ્નોત્સવનો ઉત્સાહ વર્તાતો હતો. સોના રૂપાની ઘંટડીઓ અને અનેકવિધ ચિત્રોથી સુશોભિત મેતાર્ય માટે અશ્વરથી સજાવવામાં આવ્યો હતો. તે સજાવટ પણ કૌતુકભરી હતી. અશ્વરથ જયાંથી પસાર થવાનો હતો ત્યાં માર્ગ પર અબીલ ગુલાલ અત્તર છાંટવામાં આવ્યા હતા.' શુભમૂહર્તે ચારે બાજુ વાજિંત્રોના ગુંજારવ સાથે અતિ શણગારથી રાજવંશી ઠાઠમાં મેતાર્ય કુમાર રથારૂઢ થયા ત્યારે ચારે બાજુથી મોતીનો વરસાદ વરસ્યો. સૌએ વધાવ્યા, ત્યારે મેતાર્યનું મન પણ નાચી ઉઠયું. રથ આગળ વધતો હતો. કંઠમાં હીરા મોતીની માળા લટકે છે. માથે જરીનો સાફો છે. અભૂત લાગે તેવું ઉત્તરિય વસ્ત્ર પહેર્યું છે. સૌને નમન કરતો સૌના શુભાશીષ ઝીલતો તે પ્રસન્ન છે. બીજી બાજુ વિદેશથી આવેલી સાત સ્વરૂપવાન કન્યાઓની અતિ સુસજ્જ પાલખીઓ તૈયાર હતી. એકને જુઓ અને એક ભૂલો તેવી તે સૌંદર્યવાન કન્યાઓનો પણ ભાવિ પતિને નીરખવા, વરવા માટે હૈયામાં ઉમંગ ઉભરાતો હતો. સોળ શણગાર ઓછા લાગે તેવી રીતે ચલ્લણા તથા અન્ય રાણીઓ દ્વારા રૂપસુંદરીઓની જેમ તેમને સજાવવામાં આવી હતી. ચારે બાજુ નગરજનોની ભીડ હતી. સૌ મેતાર્યને જૂએ અને તેના ગુણ, રૂપની પ્રશંસા કરે. વળી પેલી જરીથી ઢાંકેલી શિબિકાઓમાં છૂપાયેલું રૂપ જોવા સૌ ઉત્સુક હતા. વરઘોડાની યાત્રાની ગતિ ભીડને અનોખી મૈત્રી ૧૦૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ લીધે ધીમી હતી. મેતાર્યના રથ સાથે મહારાજા સેચનક હાથી પર અંબાડીમાં બિરાજમાન હતા. મહામંત્રી પોતાના સુસજ્જ રથમાં બિરાજમાન હતા. પાછળ અંતઃપુરનું રાણી મંડળ પણ હતું. રથ સાથે માતાપિતાની પાલખીઓ હતી. સૌ મેતાર્યના મહાભાગ્યની પ્રશંસા કરતા હતા. મેતાર્યનું અને તેના માતા પિતાનું સુખ જાણે ઉભરાતું હતું. શેઠાણી જાતે જ વિરૂપાને ખાસ આમંત્રણ આપી ગયા હતા. લગ્નમંડપની નજીક તેમને માટે સુંદર જગા પણ નક્કી કરી હતી. વિરૂપા કંઈ વિમાસણમાં હતી. વળી માતંગ કામમાં રોકાયેલો હતો, તે હજી આવ્યો ન હતો. માતંગ લગ્નમંડપના કામમાંથી છૂટીને ઉતાવળે ઘર તરફ જતો હતો. ત્યારે વરઘોડો નગરીના અર્ધ માર્ગે પહોંચ્યો હતો. તે જોઈને તેને મનમાં ભાવો ઉઠયા કે મારે પુત્ર હોત તો હું તેને પરણાવવાનો લહાવો લઈ શકયો હોત ! તે ઘરમાં પ્રવેશ્યો. વિરૂપા માનસિક વિમાસણને લીધે નિસ્તેજ લાગતી હતી. માતંગ તેનું મુખ જોઈને બોલ્યો વિરૂપા તું હવે વૃદ્ધ થઈ ગઈ છે. પણ તું હજી જુવાન થતો જાય છે તેનું શું? ના વિરૂપા તું ઘરડી થાય એટલે હું યે ઘરડો ? પણ તને કહું મેતાર્યનો વરઘોડો જોઈ મને વિચાર આવ્યો કે જો આપણને પુત્ર હોત તો આપણે પણ લગ્નોત્સવ કરતને? અરે પુત્રી હોત તો મેતાર્ય જેવો વર શોધીને પણ લગ્નોત્સવ કરતને ? વળી મને કોઈ વાર થાય છે કે શાસ્ત્રમાં આવે છે ને નિઃસંતાનની અવગતિ થાય. માતંગ જ્ઞાતપુત્રનો બોધ માની લીધા પછી આવી વાતો કયાંથી શીખ્યો? તો પછી બધા બ્રહ્મચારીઓની અવગતિ થાય એમને ? વિરૂપા ખરેખર કોઈ વાર મારા મનમાં નિઃસંતાનપણાનો સંતાપ થાય છે ત્યારે જ્ઞાતપુત્રનો બોધ ભૂલી જાઉં છું અને માતંગ ખૂબ જ શિથિલ થઈ નીચે બેસી ગયો. ૧૦૮ અનોખી મૈત્રી Page #110 -------------------------------------------------------------------------- ________________ છેવટે વિરૂપાએ એ રહસ્ય પ્રગટ કર્યું માતંગને પૂરા પ્રેમથી ચાહનારી વિરૂપા માતંગની આ શિથિલતા જીરવી ન શકી. તે પોતે ખૂબ લાગણીવશ થઈ ગઈ. તેને થયું કે અરે આવા પ્રેમાળ, પ્રાણ પાથરનાર પતિને મારે ખરૂ રહસ્ય કહેવું જોઈએ. તે તેની પાસે અડીને બેઠી. ખૂબ વહાલથી તેના હાથને હાથમાં લીધો. માતંગ સાંભળ ! તારા બધા સંતાપ દૂર થાય તેવી વાત મારે તને કહેવી છે. માતંગ સાંભળ! તું નિરાશ ન થા. આપણે પુત્ર છે અને તે જીવીત છે. માટે શાંતિ રાખી સંતાપ છોડી દે. વિરૂપા તને આવું ગાંડપણ કેમ સુઝે છે, મારા ઘા પર તું આમ ઘા કેમ કરે છે? માતંગ જેને તે વરઘોડે ચઢેલો જોયો, અને તેના પુત્રની તે કામના કરી તે મેતાર્ય તારો જ પુત્ર છે. વિરૂપા તું મને મારા પુત્ર મોહને દૂર કરવા આવું ખોટું આશ્વાસન આપે છે? ના હું ખોટું નથી કહેતી. તને એક સાચી ઘટના કહું છું. તું મને માફ કરજે, આમ કહેતા વિરૂપાના નયનો સજળ બની ગયા. માતંગે વિરૂપાનો હાથ હાથમાં લઈને પંપાળ્યો. વિરૂપા, તું માફી શાની માંગે છે? તારો કોઈ વાંક ગુનો છે જ નહિ પછી માફી? તને મેળવીને હું તો સ્વર્ગનું સુખ પામ્યો છું. પણ આ નિઃસંતાનપણાની વાત કરીને તને મુંઝવું છું. તેથી તું મને માફ કર. ના માતંગ, મેં તારો મહાન અપરાધ કર્યો છે. વર્ષો થયા તારાથી એક વાત છૂપાવી છે. તું નિઃસંતાન નથી છતાં મેં તને તેવા દુઃખમાં મૂક્યો છે તે મારો ગુનો છે, મને માફ કર. વિરૂ! તું આજે કંઈ ન સમજાય તેવી વાતો કરે છે. ના માતંગ સાંભળ, મેતાર્ય આપણું પ્રથમ સંતાન છે. તું મારી અને શેઠાણીબાની ભેદભાવ રહિત મૈત્રી જાણે છે, એ શેઠાણીબાને સંતાન જીવતા ન હોવાથી શેઠ અઢળક સંપત્તિના વારસ માટે બીજી સ્ત્રી લાવવાનો વિચાર કરતા હતા. તેથી શેઠાણીબા ખૂબ દુઃખી થતા અનોખી મૈત્રી ૧૦૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ હતા. ત્યારે મૈત્રીભાવનાને કારણે મેં તેમને મારું સંતાન આપી તેમની રોગીષ્ટ દીકરી લીધી હતી. જે સંતાન જનમ્યું તેનું મુખ મેં કે મેં જોયું નથી. જન્મેલા બાળકને મેં નંદાદાસી દ્વારા શેઠાણીબાને સુપ્રત કર્યું હતું. એ જ મેતાર્ય આપણો પુત્ર છે. અને રોગીષ્ટ દીકરી શેઠાણીબાની હતી. આ વાત સાંભળી પ્રથમ તો માતંગ મુંઝાઈ ગયો. વળી મન મનાવીને બોલ્યો, ભલે તે એક સુકૃત્ય કર્યું. હવે તેનો શો સંતાપ ! માતંગ, મેં મારું મન હળવું કરવા અને અપરાધની ક્ષમા માગવા તને આ વાત કરી. તારે મને જે શિક્ષા કરવી હોય તે કર. માતંગ આ વાત સાંભળી અસ્વસ્થ થઈ ગયો હતો. છતાં વિરૂપા પ્રત્યે તેનો પ્રેમ અણનમ હતો. શિક્ષા ! મારી વિરૂને શિક્ષા ! અને તેની વધુ નજીક જઈને આલિંગન આપ્યું. વિરૂપાના મનને પણ શાંતિ મળી. આમ બંને હળવા બનીને યુવાનીની મસ્તી માણી રહ્યા હતા. અરે માતંગ સાંભળ, વાજિંત્રોનો સ્વર સંભળાય છે. આપણને મેતાર્યના લગ્નના વરઘોડામાં ખાસ આમંત્રણ છે. આપણે માટે મેતાર્યને જોઈ શકાય તેવી ખાસ વ્યવસ્થા લગ્ન મંડપ પાસે શેઠાણીબાએ કરાવી છે. બંને જલ્દી તૈયાર થઈ બહાર નીકળ્યા. વરઘોડો બજારોના મધ્યભાગથી આગળ રાજમહેલ તરફ જઈ રહ્યો હતો. લગ્નવિધિ રાજમહેલના પ્રાંગણમાં થવાની હતી. બંને માંડ માંડ પોતાની જગા પર જઈ શકયા. મેતાર્યનો રથ તેમની જગા આગળથી પસાર થયો. મેતાર્ય જાણે ઈન્દ્રનું રૂપ ધરીને બેઠા હોય તેવો શોભતા હતા. પાછળ સાત સૌંદર્યવતી કન્યાઓની પાલખીઓમાં જાણે આકાશમાંથી સાક્ષાત પરીઓ ઉતરી આવી હોય તેવું લાગતું હતું. રાજમહેલ નજીક આવતા મગધરાજ, મહામંત્રી સૌ છૂટા પડીને રાજમહેલના પ્રાંગણમાં વરરાજાના સ્વાગત માટે પહોંચી ગયા હતા. મેતાર્યનો રથ રાજમહેલના પ્રાંગણમાં આવતા મેતાર્ય રથમાંથી નીચે ઉતર્યા અને પ્રથમ મગધરાજને નમ્યા. પછી મહામંત્રી, અંતઃપુરની રાણીઓને નમી સૌની આશિષ લીધી. માતા પિતાને નમ્યો ત્યારે ૧ ૧૦ અનોખી મૈત્રી Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રજાજનો પણ પોકાર કરી ઉઠયા. મેતાર્ય કુમાર ઘણું જીવો, ઘણું જીવો. આ દેશ્ય દેવોને પણ આશ્ચર્ય પમાડે તેવું હતું. વળી સાત કન્યાઓને સૌએ અક્ષતથી વધાવી. પછી મગધરાજ સ્વયં ધનદત્ત અને દેવશ્રી પાસે આવ્યા. તે ભાવપૂર્વક બોલ્યા, તમે બંને ધન્ય છો. આવા પુણ્યવંતા પુત્રને પ્રાપ્ત કર્યો છે. મહારાજના ધન્યવાદ સાથે ચારેબાજુથી સૌનો અવાજ નીકળ્યો. શેઠ શેઠાણીને ધન્ય હો, ધન્ય હો. પુનઃ પુનઃ સૌ મેતાર્યને વધાવતા હતા. શેઠ શેઠાણીને ધન્યવાદ આપતા. ' વળી ચારે બાજુ વાજિંત્રોના નાદ ગુંજતા હતા. એક અપૂર્વ ઉત્સવનો માહોલ રચાયો હતો. દેવોને આશ્ચર્ય પમાડે તેવું આ દશ્ય હતું. માતંગે રંગમાં પાડેલો ભંગ. વિરૂપા અને માતંગ લગ્નમંડપની નજીક જ પોતાને સ્થાને બેસી આ અનુપમ દશ્ય નિહાળી રહ્યા હતા. વિરૂપાનું ચિત્ત શાંત હતું. મેતાર્યની સાથે સાત કન્યાના પાણિગ્રહણથી મનમાં કંઈક આનંદ અનુભવતી હતી. ત્યાં તો માતંગ એકદમ ઉભો થઈ ગયો અને બોલવા લાગ્યો, વિરૂપા, આપણે જાહેર કરવું જોઈએ કે મેતાર્ય આપણો પુત્ર છે. મેતાર્ય મારો પુત્ર છે. ધનદત્તનો નથી. મેતાર્ય મારું સંતાન છે. એ વાત શા માટે છૂપાવવી? વિરૂપા તેને હાથ પકડી બેસાડવા ગઈ પણ નાજુક વિરૂપાના હાથ તેને રોકી ન શક્યા. તે તો દોડતો લગ્નમંડપમાં પહોંચ્યો. મગધરાજની પાસે જઈને બોલ્યો. મહારાજા ! મેતાર્ય મારો પુત્ર છે. ધનદત્ત શેઠનો નથી. લોક સમૂહમાં આ અવાજ સંભળાતા લોકોનો શોર બકોર વધી પડયો. પુનઃ માતંગ મહારાજને કહેવા લાગ્યો, મહારાજ મને ન્યાય આપો મેતાર્ય મારો પુત્ર છે. ત્યાં તો મહામંત્રી માતંગની નજીક આવ્યા, માતંગ તું શું બોલે છે તેનું ભાન છે? આનું પરિણામ શું આવશે તે વિચાર. વળી શેઠ પણ તેની પાસે આવ્યા. માતંગ ગાંડો થયો છું ! તું ૧૧ ૧ અનોખી મૈત્રી Page #113 -------------------------------------------------------------------------- ________________ મેત અને આવું સાહસ કરે છે ? તેનું પરિણામ જાણે છે ? પણ શેઠ હું સાચું કહું છું, પછી તેનું પરિણામ શું આવે ? મહારાજ કે મહામંત્રી આનો ન્યાય કરશે. ધનદત્ત શેઠ આવેશમાં આવી ગયા, મહારાજ કોઈ વિદનસંતોષીએ માતંગ દ્વારા કાવત્રું કર્યું છે. હું પણ ન્યાય માંગું છું. માતંગ પુનઃ મોટેથી બોલ્યો, મહારાજ હું પણ ન્યાય માંગું છું. મેતાર્ય મારો પુત્ર છે તે જાહેર થવું જોઈએ. હું સત્ય કહું છું. મહામંત્રી : જો તારી વાત ખોટી ઠરી તો તેની સજા શું થશે? મગધરાજના ન્યાયતંત્રમાં મને શ્રદ્ધા છે કે સત્યનો, ન્યાય મેળવવાનો ગરીબોને પણ હક્ક છે. અને હું ખોટો ઠરું તો શિક્ષા ભોગવવા તૈયાર છું. પ્રજામાંથી પણ જાત ભાતની વાતો થવા લાગી, જોયું ને આ શ્રમણોએ ચાંડાળોને કેવા ફટવ્યા છે ! આ માતંગ ઉદ્યાનનો સફાઈ કરનારો મેત શું બોલી રહ્યો છે ! તેને મગધરાજ કે મહામંત્રીની શરમ પણ લાગતી નથી. વળી કોઈ વૃદ્ધ ટપકી પડયો, આ નીચને ચઢાવ્યા જ ખોટા, જ્ઞાતપુત્રે સમાનતા શીખવી તેનું શું પરિણામ આવ્યું? આ માતંગને મગધરાજ ભયંકર શિક્ષા આપશે બિચારો રિબાઈને મરશે. મહામંત્રી સૌની વચ્ચે આવ્યા, સૌને શાંત રહેવા સમજાવ્યું. મેતાર્ય શાંત ચિત્તે એક બાજુ બેઠા હતા. વરઘોડાના સૌ સાજન પણ શાંત અને અવાક થઈને બેઠું હતું. અને નવયૌવનાઓના કોમળ મુખ પર લાલી ધસી આવી કે અરે અમારા પતિનું આવું અપમાન ? મનમાં મુંઝાતી હતી કે હવે લગ્નનું મુહુર્ત તો ચાલ્યું પછી શું થશે? ધનદત્ત શેઠ તો ખૂબ આવેશમાં હતા કે મારી સંપત્તિ, મેતાર્યના લગ્નોત્સવની વિશેષતા, મગધરાજ અને મહામંત્રીનો સાથ આ સર્વ જોઈને કોઈ ઈર્ષાળુએ માતંગ દ્વારા આ કાવત્રું કર્યું છે આમ પૂરું વાતાવરણ બદલાઈ ગયું. મહારાજ અને મહામંત્રીએ રાજકારભારમાં કેટલીય ગુંચવણો ૧ ૧ ૨ અનોખી મૈત્રી Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉકેલી હતી, પરંતુ આજની સમસ્યા તેમને માટે કસોટિની હતી. આખરે મહામંત્રીએ જાહેર કર્યું કે લગ્નનો થોડીવાર વિલંબ થશે. પરંતુ મગધના રાજયમાં ન્યાય આપવો વધુ અગત્યનો છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે માતંગની પત્ની વિરૂપાને બોલાવો. જો એણે મેતાર્યને જન્મ આપ્યો હશે તો તે જાહેર કરશે. પુત્રને જાણનાર તેની મા જ હોઈ શકે. પણ વિરૂપાનું શું થયું? માતંગને આવું બોલતો સાંભળી તે તો ગભરાઈ જ ગઈ. હવે શેઠ શેઠાણીની કીર્તિનું શું ? કેટલો મોટો અનર્થ થશે. આમે તે માનસિક રીતે અસ્વસ્થ તો હતી જ. તે આ બીના સહન ન કરી શકી અને બેભાન થઈને ઢળી પડી. - રાજ સેવકો તેને ઉપાડી લાવ્યા. શેઠાણી પણ આવી પહોચ્યા. વિરૂપાને રાજમહેલના એક ઓરડામાં સૂવડાવી દીધી. શેઠાણી તેની પાસે બેસી ગયા. વિરૂપા, મારી સખી, તને શું થયું? બોલ એકવાર બોલ, વિરૂપા ધીમે ધીમે બબડતી હતી. મહારાજ, મહામંત્રી, મારે કોઈ પુત્ર હતો નહિ હું પુત્રને વેચું તેવી હલકી નથી. વીર પ્રભુની ભક્ત છું. મેતાર્ય મારો પુત્ર નથી. ધનદત્ત શેઠ અને દેવશ્રી શેઠાણીનો છે. મેં પુત્ર વેચ્યો નથી. લોકો બોલ્યા માતંગ જૂઠો ઠર્યો. હવે સજાને પાત્ર બન્યો છે, તેની દશા ભૂંડી થશે. આટલું બોલી વિરૂપા પુનઃ બેભાન બની ગઈ. ત્યાં તો શેઠાણી ઓરડામાંથી બહાર આવ્યા. તેમણે મહામંત્રીને સંબોધીને કહ્યું. મહામંત્રી, મેતાર્ય અમારો પુત્ર નથી. મારા ચાર સંતાનો મારા પેટની ગરમીથી મરણ પામ્યા હતા, પાંચમો પ્રસંગ મને મુંઝવતો હતો. કારણકે અઢળક સંપત્તિના વારસ માટે શેઠ બીજી પત્ની કરે તેવી સંભાવનાથી હું ખૂબ દુઃખી થતી હતી. આટલું કહેતા શેઠાણી હાંફી ગયા. પુનઃ બોલ્યા મારી અને વિરૂપા વચ્ચે ઘણા સમયથી ભેદરહિત મૈત્રી હતી. તે મારા આ દુઃખથી દુ:ખી થઈ અને તેણે પ્રસ્તાવ મૂકયો કે મારું બાળક તમે સ્વીકારો, અનોખી મૈત્રી ૧ ૧ ૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ તમારા બાળકને હું લઉં, તો તમારા દુઃખનો અંત આવશે. અને અમે સખીઓએ આ અદલા બદલી કરવાનું નક્કી કર્યું. મેતાર્ય વિરૂપા માતંગનો પુત્ર છે. શેઠાણી આટલું બોલતા હાંફી ગયા. મહામંત્રી : એટલે સોદો કર્યો? શેઠાણી કંઈ જવાબ આપે તે પહેલા તે સ્વયં બેભાન થઈ ઢળી પડયા, તેમને દાસીઓએ અંદરના ઓરડામાં સૂવાયા. શેઠાણીએ કરેલા આ ખુલાસાથી મહામંત્રીને હવે શંકાનું કારણ ન રહ્યું. તેમને લાગ્યું વિરૂપાએ પુત્રનો સોદો કર્યો હતો. બહાર હાજર રહેલા માનવ સમુદાયમાં ખૂબ કોલાહલ થતો હતો. મહામંત્રી ઉભા થયા, તેમણે કહ્યું કે હે નાગરિકો ! તમે શાંત થાવ અને સાભંળો. મારો આ નિકટનો ગુણવાન મિત્ર આર્યપુત્ર નથી પણ વિરૂપા માતંગનો સંતાન છે. શેઠાણીને સંતાનો જીવતા ન હોવાથી વિરૂપાએ શેઠાણી સાથે પુત્રનો સોદો કર્યો હતો. માનવમેદનીમાંથી અવાજો ઉઠયા, છેવટે હલકી જાત, પુત્ર વેચ્યો! શ્રમણોએ સમાનતા આપી શું સાર કાઢયો ? માનવો વચ્ચે કુળના ભેદ ભૂસાતા હશે? એ તો શાસ્ત્રમાં કહેલી વાત છે. શુદ્ર તે શુદ્ર. વિરૂપા કંઈક ભાનમાં આવી બોલતી હતી. મેં પુત્ર વેચ્યો નથી. મેતાર્ય શેઠ શેઠાણીનો પુત્ર છે પુનઃ બેભાન બની ગઈ. માનવ સમુદાયમાં ગણગણાટ ચાલતો હતો. માએ પુત્રને વેચ્યો. જ્ઞાતપુત્રના બોધની વાતો કરનાર આ વિરૂપાએ પુત્રને વેચ્યો? વળી નંદા દાસી પણ મરણ પામી હતી તેથી સાચી હકીકત શું છે? તે કોણ કહી શકે? લોક મુખે આવેશભરી જ્ઞાતપુત્રની ટીકા સાંભળી મેતાર્ય ઉભા થયા. તેમણે બે હાથ જોડી મહારાજને વિનંતિ કરી, મને કંઈક કહેવાની આજ્ઞા આપો. મગધનરેશે તેમને આંખથી સંમતિ આપી, મેતાર્ય સ્વસ્થપણે બોલવા લાગ્યા. હે પ્રજાજનો ! મહામંત્રી માફ કરે, પણ તેમણે જે નિવેદન કર્યું તે યથાર્થ નથી. આજની આ પૂરી વિગત ખરેખર શુદ્ર સવર્ણના ભેદરહિત ૧૧૪ અનોખી મૈત્રી Page #116 -------------------------------------------------------------------------- ________________ થયેલા મૈત્રીભાવનું આત્મસમર્પણ છે. આવી બે જનેતાઓ મેળવી મેતપુત્ર જાહેર થવા છતાં હું મારી જાતને સદ્ભાગી માનું છું. આખરે ટૂંકમાં જણાવું કે મારી જન્મદાત્રી વિરૂપા છે. માતંગ મારા પિતા છે. હું મેતપુત્ર છું મારી માતા દેવશ્રીને સંતાન જીવતા ન હોવાથી પુત્રની ઝંખનાવાળા શેઠ બીજી પત્ની કરે તેવી મનોવ્યથાને દૂર કરવા મારી જન્મદાત્રી મા વિરૂપાએ નિર્વ્યાજ સખ્યભાવથી મને શેઠાણીને સુપ્રત કર્યો હતો. એમાં કોઈ વેચાણ કે સોદો ન હતો. વિરૂપાને એમ કે મને બીજો પુત્ર થશે, વળી શેઠાણીએ આપેલી પુત્રી મરણ પામી. ત્યાર પછી મારી માતા વિરૂપાને સંતાન ન થયું. આ આત્મસમર્પણ કરનાર વિરૂપાના કુળને હું હલકું માનતો નથી. પરંતુ તેના આ આત્મસમર્પણને હું વિરૂપાની મહાનતા માનું છું. મને પુનઃ કહેવા દો કે વિરૂપા મારી માતા, માતંગ મારો પિતા હું તેમનો પુત્ર મેતાર્ય નહિ પણ મેતારજ છું. વિરૂપાએ આ વાત મને મારા લગ્નના થોડા દિવસ પહેલા તેના મુખે કહેલી છે. આ હકીકત કોઈને કહેવી નહિ, તેવો તેનો આગ્રહ હોવાથી હું તેની સાથે વચનબદ્ધ હતો તેથી ગુપ્ત રાખી હતી. પરંતુ હવે આજે વિકટ સંયોગોમાં વચનભંગ થઈ મારે આ વાત જાહેર કરવી પડી છે. આ હકીકત સાંભળી મગધરાજ અને મહામંત્રીના નેત્રો સજળ બની ગયા. જનસમૂહમાં પણ કેટલાક ભાવાવેશમાં આવી ગયા. આવું આત્મસમર્પણ ! આખરે મગધરાજે કહ્યું, વિરૂપાને બહાર લાવો, એ આ વાતને વધુ સ્પષ્ટ કરશે. રાજસેવક અંદર ઓરડામાં જઈને તરત જ પાછો આવ્યો. મહારાજ, વૈદ્યરાજે કહ્યું કે વિરૂપા આ પ્રસંગથી આઘાત પામી મરણ પામી છે. શેઠાણી હજી કંઈક ભાનમાં આવ્યા. તેમણે સાંભળ્યું વિરૂપા મરણ પામી છે. મારી સખી મરણ પામી? અને તેઓ પણ આઘાતથી આ દુનિયાના આવા કુળભેદથી મુકત થઈ વિરૂપા સાથે ચાલી નીકળ્યા, ૧ ૧૫ અનોખી મૈત્રી Page #117 -------------------------------------------------------------------------- ________________ મરણ પામ્યા. જાણે મૈત્રીભાવની નિકટતા અને નિર્દોષતા પ્રગટ કરવા સખીઓએ એક સાથે ચિરવિદાય લીધી. મહારાજા કહે માતંગને બોલાવો. માતંગનો આવેશ શાંત થયા પછી તેને ભાન થયું કે તેણે ભયંકર ભૂલ કરી છે, તેથી ત્યાંથી ઘર તરફ ભાગી ગયો હતો. તેને રાજસેવકો શોધી લાવ્યા. માતંગ જલ્દી ચાલ, વિરૂપા મરણ પામી છે. ! મને પૂછયા વગર ? મને મૂકીને એ મરે જ નહિ. તે વિરૂપા પાસે આવ્યો. નિશ્ચેત વિરૂપાને જોઈને ડઘાઈ ગયો. અને ચીસ પાડી ઉઠયો ‘વિરૂ, વિરૂ.’ માતંગના મુખેથી વિરૂ શબ્દથી નાચી ઉઠતી વિરૂ આજે આ દુનિયામાં કયાં હતી કે જવાબ આપે ? વિરૂનો વળતો જવાબ ન મળવાથી તે ત્યાં ઊભો રહી ન શકયો, દોડતો પુનઃ ભાગી ગયો. હવે મેતાર્યને આપણે મેતારજ સંબોધન કરીશું. મેતારજ ઓરડામાં દાખલ થયા. એક બિછાના પર સદાને માટે પોઢી ગયેલી જન્મદાત્રી વિરૂપાના મુખ પર સંતોષનું તેજ હતું. મેતારજ તેની પાસે બેસી ક્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. માંડ બોલી શક્યા ‘મા મા’ આ તેનો હેતભર્યો છેલ્લો શબ્દ સાંભળવા ઝંખતી વિરૂપા કયાં હોશમાં હતી ? તે તો આ દુનિયાને ત્યજી ચાલી ગઈ હતી. બીજા બિછાનામાં દેવશ્રી ચિર નિદ્રામાં પોઢયા હતા. મેતારજ માતાની સામે જોઈ વધુ વેગથી રડી ઉઠયા. આ દૃશ્ય જોઈને મગધનરેશ જેવા શૂરવીર, મહામંત્રી જેવા બુદ્ધિનિધાન, અંતઃપુરની રાણીઓ અને પ્રજાજનો સૌ રડી ઉઠયા. મેતના શુદ્ર કુળનો ભેદ ભૂલી સૌના હૈયા રડી રહ્યા હતા. વિરૂપા અનુપમ જીવન જીવી ગઈ. તેનું આત્મસમર્પણ સૌના હૃદયને ભીંજવી ગયું. આખરે ધૈર્યવાન મહામંત્રીએ મેતારજને ધીરજ આપી, તેના વાંસે હાથ ફેરવી કહ્યું કે પરમ મિત્ર મેતારજ ! વિરૂપા તો જીવન સાર્થક કરી ગઈ. હવે તેનો શોક ન હોય. જે જન્મે તે એક દિવસ ૧૧૬ અનોખી મૈત્રી Page #118 -------------------------------------------------------------------------- ________________ મરણ પામવાનું છે. હવે આમાં કંઈ ફેરફાર કરવાનું આપણા હાથમાં નથી વળી તમારે પેલી સાત કુમળી કન્યાઓનો વિચાર કરવાનો છે. તે કેવી મુંઝાઈ ગઈ હશે? બંને જનેતા ચિર નિદ્રામાં પોઢેલી જોઈ મેતારજ એવા વિમાસણમાં હતા કે ત્યાંથી ખસી ન શકયા. મેતારજનું રૂદન કેમ અટકે? વળી ધનદત્ત જેવા શેઠ એક ખૂણે બેસી રડી રહ્યા હતા. મહા ઉલ્લાસમય જીવનનો આવો રકાસ ? મહામંત્રી ક્ષણભર ક્ષોભ પામી ઉભા રહ્યા. છેવટે પુનઃ મેતારજ પાસે આવ્યા, ખૂબ હેતભરી વાણીથી સમજાવ્યું કે આ બે સનારીઓના સખ્યભાવની જોડ આપણને ઘણું શીખવી જાય છે. ઊંચ નીચના ભેદ કયારે દૂર થશે તે તો કોણ જાણે પણ આ સહિયરોએ તો અભેદ જીવન જીવી અને મરી બતાવ્યું, માટે શોક ન કરો. ત્યાં તો જોશીઓ દોડી આવ્યા કે લગ્નનું મુહૂર્ત વીતી જાય છે. જલદી નિર્ણય કરો અને મુહૂર્ત સાચવી લો. વરઘોડે ચઢેલા વરરાજા ખાલી પાછો ન ફરે. આ સાંભળી મહામંત્રી બોલ્યા મેતારજ, હિંમત ધારણ કરે, ચાલો પ્રથમ લગ્ન વિધિ પૂરી કરો, તે પછી માતાઓની અંત્યેષ્ટિ ક્રિયા પણ કરવાની છે. પ્રાણસખા મહામંત્રી, તમે ન્યાયથી વિચારજો. હું હવે આર્યપુત્ર નથી. મેતપુત્ર છું. કન્યાઓના માતા પિતાએ ધનદત્ત શેઠના આર્યપુત્ર સાથે કન્યાઓના વિવાહ કર્યા છે. હવે તેઓ આ લગ્નમાં સંમત છે? કન્યાઓ અને તેમના માતા-પિતા ત્યાં હતા. કન્યાઓના માતાપિતા મહા વિમાસણમાં હતા. કન્યાઓ તો મુંઝવણથી મુરઝાઈ ગઈ હતી. તેમના મુખકમળ કરમાઈ ગયા હતા. અમારા પતિ મેતપુત્ર છે! મહામંત્રી : હે વડીલો ! મેતારક મેતપુત્ર છે તે જાણ્યા પછી તમારી કન્યાઓના તેની સાથે લગ્ન તમને મંજુર છે ? સઘળા માતા પિતાએ નકારમાં માથું હલાવ્યું. પછી મહામંત્રીએ કન્યાઓને પૂછયું, હે પુત્રીઓ! તમે સંકોચ ન રાખતા તમારો અભિપ્રાય જાહેર કરો. અનોખી મૈત્રી ૧ ૧૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ એક પછી એક કન્યાઓનો ધીમો અવાજ નીકળ્યો. ના અમે મેતપુત્રને નહિ પરણીએ. વારૂ તમે મુંઝાશો નહિ, તમારી ઈચ્છા મુજબ થશે. કન્યાઓ પણ ત્યારે મનોવ્યથામાં હતી. તેઓએ મેતારજ તરફ નજર કરી. વિચારતી હતી કે શણગારથી સજ્જ શોભતો રૂપાળો પડછંદ કાયાવાળો, પરાક્રમી, ગુણવાન, શોધ્યો ન જડે તેવા મનમોહક આ પુરૂષમાં શું ખૂટે છે ? ઉચ્ચ ગોત્ર ? અરે જ્ઞાતપુત્રનો બોધ શું છે? સમાનતાનો છે. છતાં તેઓ આ લગ્ન સ્વીકારી ન શકી. કુમળી કળી જેવી કન્યાઓની મુંઝવણ મહામંત્રી પારખી ગયા. તેમણે તાત્કાલિક ઉકેલ કઢયો કે હમણા ભલે આજનું મુહૂર્ત જાય. બીજું મુહૂર્ત મળી રહેશે. વળી સમય જતાં માર્ગ નીકળશે. તેમ વિચારી તેઓ બોલ્યા, ચાલો પ્રથમ બંને સન્નારીઓની અંતિમ ક્રિયા ઉજવીએ. બાજુમાં જ બેઠેલા મગધનરેશે આખથી સંમતિ આપી. મુંઝાતી કન્યાઓને રાણીઓને સોંપી અંતપુરમાં મોકલી આપી. લગ્નનું સાજન વાજન સૌ હવે અંતિમ ક્રિયાની શોક સભામાં ગોઠવાઈ ગયું. સંસારની ગતિ ખરેખર અકળ છે. કર્મની વિચિત્રતા કોણ ઉકેલી શક્યું છે ! જેણે ઉકેલી તેઓ આ વિનશ્વર સંસારનો ત્યાગ કરી ગયા. મગધરાજે આદેશ આપ્યો આ બંને મહાન નારીઓની અંતિમ ક્રિયા રાજવંશીઓના મરણોત્તરના જાહેર સ્થળે કરજો. લગ્નના ઉત્સવભર્યા અણ ઉકલ્યા પ્રસંગ પછી ભલે આ પ્રસંગ શોકમય હતો છતાં ગૌરવવંત સહિયરોની અંતિમ યાત્રા અવર્ણનીય બની ગઈ. પ્રગટ થયેલી ઘટનાને સૌ વાગોળતા, આદર કરતા, ઉંચનીચના ભેદને નકારતા હતા. આ યાત્રા આગળ વધતી નક્કી કરેલા નદીના કાંઠે પવિત્ર સ્થળે પહોંચી. સૌ માતંગને શોધવા લાગ્યા. માતંગ કયાં છે ? રાજસેવકો ચારે બાજુ શોધી વળ્યા. માતંગ ન મળ્યો. કોણ જાણે કયા ખૂણે ૧ ૧૮ અનોખી મૈત્રી Page #120 -------------------------------------------------------------------------- ________________ વિરૂની યાદમાં ભરાઈ બેઠો હશે ? એ સુંદરવન ઉપવનની યોગ્ય જગામાં ચંદનના કાષ્ટની બે ચિતાઓ રચવામાં આવી હતી. માનવ સમૂહ ઉમટયો હતો. સૌ બંને સન્નારીઓને અંતિમ સન્માન આપી રહ્યા હતા. આખરી ઘડીએ મહામંત્રી મેતારજનો હાથ પકડી બંને ચિતાઓ પાસે લાવ્યા. મેતારજે બંને માતાને અશ્રુભીની આંખે પ્રણામ કર્યા. ચંદનકાષ્ટની ચિતાઓ પર શુદ્ધ ઘીના ઘડા ઠલવાયા. મેતારજે આંસુ ભીની આંખે બંને ચિતાઓને અગ્નિ સંસ્કાર આપ્યા. ચારે બાજુ લોકોના ડૂસકા સંભળાતા હતા. આખરે અગ્નિએ પોતાનું કામ સમાપ્ત કર્યું. બંને સખીઓના નશ્વર દેહ રાખ બની ગયા. પ્રજાજનો વિખરાવા માંડયા. મેતારજ સ્તબ્ધ બનીને ત્યાં જ બેઠા રહ્યા. વળી કોઈ માતંગને શોધી લાવ્યું. પડછંદ કાયાવાળો મંત્રરાજ એક ખૂણામાં ચિત્તભ્રમ જેવી દશામાં બેઠો હતો. ન બોલ્યો કે ન રડ્યો, વળી ગણગણતો વિરૂપા મને મૂકીને ન જાય. વળી ઉભો થઈને ભાગી ગયો. સ્વજનો પણ વિદાય થયા હતા. છેવટે મહા ધર્યવાન મહામંત્રીએ ધનદત્ત શેઠને ઉભા કર્યા. મેતારજને માથે હાથ મૂકી સમજાવીને ઉભા કર્યા. તેમણે હવેલીએ પહોંચાડી મહામંત્રી ગંભીર વદને સ્વસ્થાને ગયા. સંસારની આ અકળ કળા જ છે. પૂરી રાજગૃહી નગરી સવારે તો વાજિંત્રોથી ગાજતી, માર્ગમાં ગુલાલ પાથરતી, મેતાર્યને ચોખાથી વધાવતી, ગીતો ગાતી હતી. તે જ નગરીની સાંજ સૂર્યાસ્ત સાથે નિસ્તેજ લાગવા માંડી. વાજિંત્રોના ગુંજન બંધ હતા. ઘરે ઘરે શોકઘેરી રાત વિતી ગઈ. લગ્નના દિવસો દૂર ઠેલાતા હતા. મહામંત્રી તો શું ભલભલા યોગીઓ પણ મુંઝાય એવા એક સાથે કેટલાયે શોચનીય પ્રસંગોના ભાર નીચે મહામંત્રી આવી ગયા હતા. મહારાજા ચેલ્લણા સાથેનું અપહરણ, તેમાં માર્યા ગયેલા યુવાન બત્રીસ સુલસા પુત્રો, રોહિણેયનો નગરી પર હૂમલો. જીવતો પકડાવા છતાં નિર્દોષ ઠર્યો. પ્રાણ સખા જેવા મેતાર્ય અને માતંગનું જીવના જોખમે પરાક્રમ, વળી મેતાર્ય મેતપુત્ર છે તેવું અચરજ ભર્યું રહસ્ય, ૧ ૧૯ અનોખી મૈત્રી Page #121 -------------------------------------------------------------------------- ________________ બંને સખીઓનું મૃત્યુ, હવે બાકી રહ્યો છે અણ ઉકલ્યો કોયડો મેતાર્યના લગ્ન માટેની સામે કન્યાઓનું શું કરવું? તેથી પણ મોટો પ્રશ્ન મહામંત્રી વિચારે છે હવે અહીંથી છૂટીને જ્ઞાતપુત્રને શરણે કયારે બેસું? હવે મારા જીવનનો શો ભરોસો ? જીંદગી તો હવે વૃદ્ધાવસ્થા તરફ જઈ પ્રૌઢા રહી છે. તો હવે વિલંબ શા માટે ? શોકઘેરી રાત વીતી. પ્રભાતે મહામંત્રી રાજમહેલે પહોંચ્યા. મગધરાજને મળ્યા. તેઓ પણ ઉપર મુજબના એક પછી એક બનેલી ઘટનાથી શોકાતુર હતા. એકાંતમાં બેઠેલા પિતાપુત્ર આજે મૌન ધરી રહ્યા હતા. છેવટે મહામંત્રીએ મૌન છોડી કહ્યું, મહારાજ, કર્મની ગતિ વિચિત્ર છે. જ્ઞાતપુત્રનો બોધ આ જ છે કે આવા અશરણ રૂપ સંસારમાં તમે કોના ભરોસે જીવન જીવો છો ! મરણ નિશ્ચિત છતાં હજી જીવો જાગતા નથી. મને તો થાય છે કે કયારે જ્ઞાતપુત્રના ચરણમાં શરણ લઉં? છેલ્લું વાકય સાંભળી મહારાજા વધુ શોકમય બની ધ્રૂજી ગયા. આથી મહામંત્રી ત્યાંજ અટકી ગયા. અને વાતને વળાંક આપ્યો કે હવે સાત કન્યાઓને મળીને કંઈ ઉકેલ લાવવો જરૂરી છે. હા એ પણ તમે જ કરી શકશો. રાજગૃહીની શોકભરી રાત્રિ વિતી ગઈ. મેતારજની હવેલીએ હજી સ્વજનોના ટોળા જામેલા છે. સૌ વિષાદમાં છે. મેતારજ મહામંથનમાં છે. માતંગ શોધ્યો મળતો નથી. ચિત્તભ્રમ દશામાં જંગલમાં ભમતો ક્યાંય કોઈ સાધુની સંગતમાં ભળી ગયો હશે? ત્રણેક દિવસ આમ પસાર થઈ ગયા. સ્વજનો સૌ વિદાય થયા. મેતારજના ચિત્રપટ પર કેટલીક સ્મૃતિઓ અંકાઈ રહી છે. વિરૂપાને પેટે જન્મ થવો. દેવશ્રીના ખોળે ઉછરવું. ઘણી કળા સહિત શિક્ષણ મેળવ્યું. ઘાયલ થયેલો વિરૂપાની સેવા પામ્યો. તે જ નિમિત્ત વિરૂપા માટે કારમું બન્યું. તેની વત્સલ્યતાએ મોહનું રૂપ ધારણ કર્યું. નિઃસંતાનનો સંતાપ સળવળ્યો. બળતા હૃદયને ઠારવા તેણે મને ગૂઢ સત્ય કહી દીધું. મને પણ વિમાસણમાં મૂકયો. ના પણ એથી મને ૧૨૦ અનોખી મૈત્રી Page #122 -------------------------------------------------------------------------- ________________ અનોખી મૈત્રીના આત્મસમર્પણની મહાનતા સમજાઈ. વળી ઘણા વર્ષોથી માતંગથી ગુપ્ત રાખેલી વાત પણ તેણે માતંગને છેતર્યાના અપરાધથી છૂટવા કદાચ કહી દીધી હશે. તેથી માતંગ લગ્નના ઉલ્લાસભર્યા મહોત્સવનું એ દશ્ય જોઈને પિતા તરીકેના ભાવથી ભાન ભૂલ્યો. અને પૂરી બાજી જ ઉલ્ટી બની ગઈ. તેના પરિણામે બંને જનેતા, બંને સખીઓ આઘાત પામી આ મેદવાળી ધરતીને ત્યજી હાથ મિલાવી ચાલી નીકળી. ઓહ ! આ થોડા સમયમાં પણ કેટકેટલું અણચિંતવ્યું બની ગયું. જેનો ઉપાય માનવીના હાથમાં નથી છતાં હજી મને આ દુનિયામાં જીવવા જેવું નથી એવું લાગતું નથી. આમ આવા મનોમંથનમાં ઘણો સમય નીકળી ગયો. વળી પિતાની પણ નાજુક સ્થિતિનો વિચાર કરી સચિંત થઈ ગયા. અને તેમની પાસે જઈને બેઠા. બંને સમદુખિયા શું વાત કરે ? વળી કોઈ વડીલ આશ્વાસન આપતા, એમ સમય પસાર થઈ રહ્યો હતો. મહામંત્રી ત્રીજે દિવસે અંતઃપુરમાં ગયા. મહારાણી ચેલ્લણાને લઈ સાતે કન્યા પાસે આવ્યા. તેમના માતા-પિતા પણ હાજર હતા. મહામંત્રી : વડીલો અને પુત્રીઓ ન ધારેલી કયારે ય આવી ન સાંભળેલી આશ્ચર્યજનક અને દુઃખદાયક ઘટના ઘટી ગઈ. તેનો ઉકેલ પણ એક સમસ્યા છે. તે હું જાણું છું, હું પોતે આ બધી ઘટનાથી સંસારના સ્વરૂપ પ્રત્યે ઉદાસીન થઈ ગયો છું. છતાં જે કાર્ય કરવાની મારી ફરજ છે તે માટે આવ્યો છું. મેં તમને કહ્યું હતું કે તમારી ઈચ્છા મુજબ થશે. છતાં કેટલીક વાત કરું તેના પર વિચાર કરી જૂઓ. મેતાર્ય મેતપુત્ર છે તે સાચું છે. તેનું શિક્ષણ મેં જ રાજવંશી કુમારો સાથે અપાવ્યું છે. તે મહા પરાક્રમી છે, તેણે રોહિણેય જેવા ઝનૂની લૂંટારાને પણ મોતને જોખમે ભગાડયો હતો. આ પરાક્રમ ઉચ્ચ ક્ષત્રિયથી ચઢે તેવું હતું. ગુણવાન તરીકે આ દેશ અને પરદેશમાં તેની ખ્યાતિ છે. રૂપવાન તો છે જ. પૂરી નગરીમાં અતિ ધનાઢય છે. અનોખી મૈત્રી ૧ ૨ ૧. Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્વપુરૂષાર્થ વડે વિદેશ ખેડીને સમૃદ્ધિની વૃદ્ધિ કરી છે. એક ગૌરવવંતા પુરૂષમાં જે હોય તેમાં શું ખૂટે છે તેનો વિચાર કરજો. પુનઃ બોલ્યા તમારી ઈચ્છા અન્યત્ર લગ્ન કરવાની હશે તો પણ તમને આનાથી વિશેષ વ્યક્તિત્વ ધરાવતો પુરૂષ શોધ્યો મળશે? છેલ્લે મહામંત્રીએ સચોટ વાત કરી કે તમે મનથી તો મેતાર્યને વરી ચૂકી છો. પછી તમારા હૃદયમાં બીજો પુરૂષ સ્થાન લેશે? પુનઃ વિચારજો. કાલે વળી આપણે મળીશું. મહામંત્રીની વત્સલતા ભરી સમજાવટ અને સત્ય હકીકતનો વિચાર કરી વડીલો સહમત થયા કે મહામંત્રીની વાત સાચી છે, મેતાર્યમાં શું ખૂટે છે? આ કન્યાઓને આવો પતિ કયાં મળશે. વળી એકવાર વિવાહિત થયેલી આ કન્યાઓનો કોણ સ્વીકાર કરશે ? કૂળની વાત જવા દઈએ તો મેતાર્ય ખરેખર શ્રેષ્ઠ અને પરાક્રમી પુરૂષ છે. વડીલોએ કન્યાઓ સાથે આ વિચાર વિનિમય કર્યો. કન્યાઓને પણ વાતમાં તથ્ય લાગ્યું. તે સર્વે પણ સંમત થઈ. બીજા દિવસે મહામંત્રીને કંઈ વિશેષ વાત કરવાની ન રહી. વડીલો, કન્યાઓ સૌ સહમત હતા. વડીલો જરા સંકોચાઈને બોલ્યા, કે મહારાજા પોતાની કન્યા મેતારજને આપે તો અમને વધુ આનંદ અને સ્પષ્ટતા થશે કે અમે ઉચિત કર્યું છે. મેતારજ અને ધનદત્તને બોલાવવા રાજસેવકોને મોકલીને મહામંત્રી મહારાજા પાસે આવ્યા. પિતાપુત્ર પણ આવી ગયા. મહામંત્રીએ સઘળી બીનાની સ્પષ્ટતા કરી, તથા વડીલોનો રાજકન્યા માટેનો પ્રસ્તાવ તેમણે જણાવ્યો. મહારાજાએ પ્રસન્ન થઈ સંમતિ આપી. મહારાજા સ્વયં શ્રેષ્ઠિ કન્યા સુનંદાને પરણ્યા હતા તેમની જ્યા સુવર્ણા. જો કે મેતારજ ઘડીક વિમાસણમાં પડયા. મહામંત્રી : કન્યાઓ તમને મનથી વરી ચૂકી છે. હવે તેમને માટે બીજો પતિ શક્ય નથી. વડીલો સંમત છે. સઘળી વાત ન્યાયસરની છે. માટે તમે આ કન્યાઓને સ્વીકારી લો. ૧ ૨ ૨ અનોખી મૈત્રી Page #124 -------------------------------------------------------------------------- ________________ ધનદત્ત તો સંમત હતા. મેતારજે સંમતિ આપી. મહારાજાએ સુનંદા રાણી અને તેમની પુત્રી સુવર્ણાને બોલાવ્યા, અને મેતારજની સાથે સુવર્ણાના લગ્ન થાય તેવી સંમતિ માંગી. મેતારજ વણિક કે મેતપુત્ર છતાં ક્ષત્રિયને યોગ્ય પરાક્રમી છે તે તમે સૌ રોહિણેયના પ્રસંગથી જાણો છો. આથી બધી રીતે યોગ્ય છે. સુનંદારાણીએ મેતારના શિક્ષણ કાળે આ વિચાર કરેલો તેથી નિર્ણય લેતા વાર ન લાગી અને સાત કન્યા સાથે આઠમી કન્યા ભળી. વાસ્તવમાં મેતારજ અને ધનદત્ત શોકની છાયામાં હતા તેથી પ્રથમ જેવો ઉત્સાહ કયાંથી આવે ? છતાં તરત જ લગ્ન થાય તે માટે સૌ સંમત હતા. આમ તો લગ્ન મંડપ તૈયાર હતો. વળી સંસારનું સ્વરૂપ જ આવું છે. ઘડીમાં હર્ષ, ઘડીમાં શોક. એટલે તૈયાર લગ્ન મંડપમાં સાદાઈથી આઠે કન્યાઓની સાથે મેતારજ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા. આ પ્રસગને ઉચિત માની મહારાજાએ પોતાની રાજકન્યાને પેલો નીલકમલ દેવમહેલ ભેટ આપ્યો. અને મેતારજને નગરશેઠનું બિરૂદ ભેટમાં આપ્યું. નગરીમાં આ સમાચાર ફરી વળ્યા. લોકોમાં કૌતુકભરી ચર્ચા થઈ. આખરે લોકોપવાદ કયાં સુધી ટકે ? સ્વર્ગસમા નીલકમલ મહેલમાં આઠ આઠ રૂપવતી, ગુણવતી કન્યાઓ સાથે મેતારજ સ્વર્ગીય સુખમાં મહાલવા લાગ્યા. તેમના પુણ્ય કન્યાઓમાં એકતા હતી. પતિને આઠે પ્રાણસમા માનીને સાચવતી. સુખની મગ્નતામાં દિવસો પસાર થઈ રહ્યા છે. જો કે મેતારકના મન પરથી હજી બનેલી ઘટનાની સ્મૃતિ, મેતવાસમાં મેતોના ઉદ્ધાર કરવાની ભાવના, માતંગની શોધ, ધનદત્ત પિતાની સંભાળ, જેવા સંયોગોથી કંઈક આકૂળ થતા, ત્યારે આઠે કન્યાઓ અવનવી પ્રીત દ્વારા મેતારજને આનંદમાં મૂકી દેતી. વળી મેતારજ પણ હજી ભોગ લાલસાવાળા હતા. તેથી એ સુખમાં ખોવાઈ જતા. એ સુખનો ઉભરો થોડો શમ્યો અને તારજને નગરશ્રેષ્ઠિનું અનોખી મૈત્રી ૧૨૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ પદ આપવામાં આવ્યું હતું તેથી કંઈક કાર્યની જવાબદારી હતી. તેમણે વ્યાપાર તો સમેટી લીધો હતો. સાત કન્યાઓ અઢળક ધન લઈને આવી હતી. આઠમી રાજકન્યા દૈવીમહેલ અને સંપત્તિ લઈને આવી હતી. નગરશ્રેષ્ઠિ તરીકે રાજય તરફથી પણ ઘણી સુવિધા હતી. આમ ચારે બાજુથી સુખથી છલકાતું જીવન હતું. તેનો મોહ છૂટવો સહેલું ન હતું. છતાં મેતારના મનમાં હજી બંને જનેતાના અકાળ અવસાનના પડઘા પડતા હતા. પિતા માતંગ કયાં હશે? તેની દશા શું હશે ? એ વિચાર પુનઃ પુનઃ ઉભરાતા, પરંતુ ચારે બાજુ સુખની લહેરો એ બધું શમાવી દેતી. ઝડપથી સમય પસાર થઈ રહ્યો હતો. નગરશ્રેષ્ઠિ તરીકે મેતારકે નગરીના વ્યાપારાદિ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી. દેશ પરદેશના શ્રેષ્ઠિઓ તેમના મેળાપ માટે વ્યસ્ત રહેતા, પરંતુ આઠ સુંદરીઓના પાશમાં કેદ નગરશ્રેષ્ઠિ કયારેક જ બહાર નીકળતા હતા. સમયોચિત કાર્યને ન્યાય આપતા. મેતારજનું મેતજનોના ઉત્કર્ષનું કાર્ય ધનદત્ત શેઠ અને શેઠાણીબા લગ્ન ઉત્સવમાં સુખની અવધિએ પહોંચ્યા હતા. પણ દવે કંઈ જુદુ જ ધાર્યું હતું. કર્મની વિચિત્રતા કોણ જાણી શકયું છે ? લગ્નોસ્તુ મરણોત્સવમાં પલટાઈ ગયો. ધનદત્ત શેઠે નહિ ધારેલી આકસ્મિક ઘટનાઓ બની, પુત્રના લગ્નનાં ઉત્સવમાં પડેલો ભંગ, દેવશ્રીનું અકાળ મૃત્યુ, તેમાં વળી જ્ઞાતપુત્રના બોધનો અવસર મળ્યો. તેથી તેમણે જીવનને ધર્મમાર્ગે વાળ્યું. મેતાર્થે વ્યાપાર સંભાળ્યા પછી તેઓ નિવૃત્ત થયા હતા. પણ હવે વિશેષ પ્રમાણે શ્રાવકાચાર વ્રત લઈ આરાધના કરવા લાગ્યા. દેવીમહેલના નિવાસ પછી હવે મેતારજ કયારેક પિતાની સંભાળ લેવા આવતા. આમ પૂરી હવેલીના ઠાઠમાઠ હવે કંઈ ઉપયોગી ન રહેતા શેઠે તેમાં સાદાઈભર્યા વાતાવરણમાં શ્રમણોના આવાગમન માટે વ્યવસ્થા કરી હતી. જેથી તેમને શ્રમણોનો સમાગમ મળી રહેતો. તે જીવનને બોધદ્વારા સાર્થક કરતા હતા. માતંગ પ્રારંભમાં કયાંય ફર્યા કરતો. કયારેક વિરૂપાની ખાંભી અનોખી મૈત્રી ૧ ૨૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ પાસે આવતો, શૂન્યમનસ્ક બેસતો. પછી કયાંય ચાલી જતો. વિરૂપાના સહવાસમાં સદાય યૌવન જીવન જીવતા માતંગની વિરૂપા વગરની નોંધારી દશા જોઈ મેતારજને દુઃખ થતું. મેતારજે પોતાનું નામ મેતાર્યને બદલે મેતારજ જાહેર કર્યું ત્યારે તેની ભાવના હતી કે મેતોને માટે કોઈ ઉત્તમ કાર્ય કરવું. તેથી તેણે મેતવાસમાં વિરૂપા-માતંગના ખોરડાની આજુબાજુના વિસ્તારમાં સુંદર ઉપવન કરી, વિરૂપાવાટિકા બનાવી. વાતાવરણ પવિત્ર રહે તેવી યોજના કરી. અહિં ભૂખ્યાને ભોજન મળતું. રોગીને ઔષધ મળતું. બાળકોને શિક્ષણ મળતું. યુવાનોને કામ મળતું. એવા અનેક કાર્યો ઉભા કરી મેતવાસને પણ સ્વચ્છ બનાવી સુંદર વાતાવરણ ઉભું કર્યું. વળી માતંગ કયારેક આવીને અહિં રહેતો. પ્રારંભમાં વિરૂપા વગરના એ સ્થાનમાં વિરહથી મુંઝાતો. વળી શ્રમણો ભેદભાવ વગર આવતા તેમનો બોધ મળતો એટલે સાંત્વન પામતો. સૌની સાથે કાર્યશીલ રહેતો છતાં તેનો માનસિક ઘા ઉંડો હતો. તે મેતારજ જાણતા હતા. છતાં માતંગ હવે વિરૂપાવાટિકામાં કંઈક ઠર્યો હતો, મેતવાસમાં સૌ તેની સંભાળ રાખતા. તેથી મેતારજ સંતોષ માનતા. મેતારની ભાવના વિરૂપાની જેમ આત્મસમર્પણની હતી તેથી તે મેતવાસમાં આવતા, પ્રેમથી સૌને આવકારતા. પોતે નગરશ્રેષ્ઠિ હતા. તેથી કેટલાકને વ્યાપાર તરફ વાળ્યા હતા. શકય તેટલા ભેદ દૂર કરવા તે નિરંતર પ્રયત્ન કરતા. પણ આ પ્રથાના મૂળ ઘણા ઉંડા હતા તેથી જોઈએ તેવી સફળતા મળતી નહિ. વળી રોહિણેયના સાથીઓ પાછા આવી મેતવાસમાં વસ્યા. તેઓ હજી તેમને મળેલા દાદાના સંસ્કાર છોડતા ન હતા. તેઓ તો માનતા કે મેતારજનું આ જ્ઞાતપુત્રની જેમ શુદ્રોને છેતરવાનું કામ છે. વળી મેતોના ઉત્કર્ષમાં સવર્ણોનો પણ વિરોધ હતો કે કાગડાને નવરાવ્યાથી તે હંસ બની જતો નથી. છતાં મેતારજે શકય તેટલા પ્રયત્ન કરીને મેતવર્ગનો ઘણો વિકાસ કર્યો. વળી કયારેક તેના માનસ પર બનેલી ઘટનાઓ ઉપસ્થિત થતી. અનોખી મૈત્રી ૧ ૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ બન્ને જનેતાનું અકાળ મૃત્યુ. દૈવી જેવા લગ્નોત્સવમાં પડેલું ભંગાણ, માતંગની અવદશા, અભયમંત્રી સાથે સંસારના સ્વરૂપની થયેલી ચર્ચાઓની યાદ, જ્ઞાતપુત્રનો સાંભળેલો બોધ, આવા સંસ્મરણો તેને કયારેક મુંઝવતા. તેમાંય સાંભળ્યું કે અભયમંત્રી પરમસખાએ પૂરા સામ્રાજયનું આધિપત્ય ધરાવતા મગધના મહામંત્રીપદનો ત્યાગ કરી જ્ઞાતપુત્રને શરણે જવાના છે. પરંતુ રાજાજ્ઞાના અભાવે રોકાયા છે. ત્યારે તો તેમનો જીવ અંદરથી હાલી ગયો. મેતારજ પરાગમાં ભ્રમરની જેમ કેદ હતા પણ, હા ! પેલી આઠ સૌંદર્યવતીનું સંપીલું એકમ રૂમઝૂમ કરતું હાજર થતું. અવનવા હાવભાવ, નૃત્ય, સંગીત જેવા કાર્યક્રમો કરીને પતિને રીઝવતી. એ આઠ ને મેતારજ એક, તેમના કામણગારા સ્નેહપાશમાં પરાગમાં ભ્રમરની જેમ તે પૂરાઈ જતા. અભયમંત્રી કહેતા મેતારજ ! કેટલાક જીવોના ભોગકર્મ એવા હોય છે કે કાદવમાં પગ મૂકે કાઢવા જાય અને ખૂંપતો જાય માટે તમે વેળાસર ચેતી જજો. વિષયભોગના મેદાનમાં હારી ન જતા. મેતારજને કયારેક આ શબ્દોના ભણકારા વાગતા ત્યારે મંથનનું વાવેતર થતું રહેતું. ન વળી આઠ કર્મની વેલડીઓ વીંટળાઈ હોય તેવી આઠ સુંદરીઓના મોહપાશમાં મેતારજ બંધાયા હતા. વળી નીલકમલનો દૈવીમહેલ કંઈ ઓછો આકર્ષક ન હતો. એક ખંડમાં પ્રવેશ કરતા જ જાણે વર્ષાઋતુ ચારે દિશાએ ખીલેલી જણાતી. તેમાં મેઘધનુષ રચાતા નિહાળવામાં સુંદરીઓ સાથે કલાકો વીતી જતા. વળી કોઈ ખંડમાં પાનખરની વસંત ઋતુની રચના કુદરતને પણ આંબી જાય. તે જોતાં મેતારજ વસંતમય બની જતા. વળી એક ખંડ ગ્રીષ્મઋતુનું દૃશ્ય ચોમેર ખડું કરતો. તેજ કિરણોથી ચમકતો એ ખંડ છતાં તેમાં સુંદરીઓ સાથે રાચતા મેતારજને ગરમીનો સ્પર્શ ન થતો. તેવી ચંદ્રકાંતમણિની અદ્ભૂત રચના હતી. એનાથી આગળ વધતા કોઈ ખંડમાં જયારે મેતારજ આઠ સુંદરીઓ સાથે પ્રવેશ કરતા તે આરિસાભવનમાં આઠની આઠ ૧૨૬ અનોખી મૈત્રી Page #128 -------------------------------------------------------------------------- ________________ હજાર સુંદરીઓ તેની દષ્ટિપથ પર છવાઈ જતી. કોઈ ખંડો શિલ્પકળા વડે શૃંગારિત હતા તેમાં કયા દશ્યને નિહાળવું તેનું આશ્ચર્ય થતું. વળી એક માળ તો પૂરા બારેમાસના ખીલેલા પુષ્પોને દર્શાવતો આશ્ચર્યકારી ઉદ્યાન હતો. તેમાં સુગંધી પવન વહેતો હતો. માનવને ત્યાંથી ઉઠવાનું મન ન થાય તેવા ઉદ્યાનમાં મેતારના આઠ સુંદરીઓ સાથે કલાકો પસાર થઈ જતા. કોઈ ખંડમાં નાટક મંડળીઓને ગોઠવવામાં આવી હતી. તે નટનટીઓ પણ સુંદરતાથી ઓપતા હતા. નાટકો ખેલાતા ત્યારે રાત ક્યાંય વ્યતિત થઈ જતી. વળી કોઈ ખંડમાં નૃત્યાંગનાઓ નૃત્ય કરતી અને મધુર સંગીત રેલાવતી ત્યારે તે સ્વરોની મિઠાશમાં સૌ ખોવાઈ જતા. શયન ખંડો પણ કંઈ એક બે ન હતા. તેમાં સુંવાળા શયનના સાધનો બેઠકના ભદ્રાસનો આંખને આકર્ષે, ચિત્તને ઉત્તેજિત કરે તેવા અભૂત ચિત્રોની રચનાવાળા હતા. તેમાંય પેલો જળકુંડ તેના સ્વચ્છ જળમાં ભૂમિતળની નીલા રંગની છાયા પડતી. જળકુંડની આજુબાજુ નાના જળકુંડમાં સોનેરી માછલીઓ તરતી. સવારના સ્નાનનો સમય તો તેમને માટે જગતની વિસ્મૃતિ કરાવે તેવો હતો. આ સર્વેની વચ્ચે પુણ્યરાશિના સંચયવાળા મેતારજ સુખભોગનો સ્વામી હતા. શું ભોગવે? કેટલુંક ભોગવે? અને કેવી રીતે છૂટે? કહે છે માનવ અતિ સુખથી પણ ઉબકે છે. મેતારજ આ સુખના અતિરેકથી કયારેક વિચાર વમળમાં ગુંચવાતા ત્યારે તેમના સ્મરણ પટ પર બન્ને માતાના અચાનક મૃત્યુના ઓળા તેમને ઘેરી વળતા. માતાના સમર્પણ પછી પણ રહેલી શુદ્રોની અવનતિ તેમને ખૂંચતી. તેમાં પણ વિરૂપા વગરનો માતંગ તેમને યાદ આવતો ત્યારે તેમનું મન દુઃખથી ઉભરાઈ જતું. શુદ્રતા ભૂલીને સદાય નવજીવન જીવતા દામ્પત્યનો આવો રકાસ ? વિરૂપા વગરનું માતંગનું બેહાલ જીવન તેમની નજરે આવતું ત્યારે તેમને તેના સુખભોગ આકરા લાગતા. વળી ધનદત્ત શેઠનું સંતાન પ્રાપ્તિ પછીનું સુખભર્યું જીવન, એક પનોતા પુત્રના લગ્નોત્સવમાં ઉભી થયેલી વિટંબણા અને તેમાં પણ દેવશ્રીનું ૧ ૨૭ અનોખી મૈત્રી Page #129 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ પિતાના સુખની અવધિમાં ઉપાધિરૂપ બન્યું. આવા તરંગો ઉઠતા, પણ વળી આઠ નવયૌવનાના શૃંગારના રંગભર્યા સહવાસથી તે તરંગો શમી જતા. છતાં તેના ઘેરા પડઘા ચિત્તમાંથી નષ્ટ થયા નહોતા. કયારેક એ પડઘા ઉઠતા અને મેતારજના હૃદય તંત્રને હલાવી દેતા. સમયનું વહેણ વહ્યું જાય છે. મેતારજથી વિશેષ અભયમંત્રીની મનોદશા વધુ વ્યથિત છે. તેઓ હવે પ્રૌઢતામાં પ્રવેશી ચૂકયા છે. રોહિણેયના પ્રસંગથી તેમના મન પર ઘેરી અસર ઉપજી હતી. મેતારજની માતાઓના મૃત્યુની પૂરી ઘટના પણ તેમને વિચારવમળમાં ગૂંચવતી. ઉંચનીચના ભેદના પ્રગટ થયેલા એ રહસ્યથી તેમની ઉદાસીનતા ઘેરી બનતી. એકવાર તેમણે મહારાજા પાસે મહામંત્રીપદેથી મુક્ત થવાની ભાવના જણાવી, કહ્યું કે હવે પોતે જ્ઞાતપુત્રના શરણે રહી જીવન સાર્થક કરવા ઈચ્છે છે. મહામંત્રી આગળ કંઈ બોલે ત્યાં તો મહારાજા આસન પરથી ઉભા થઈ ગયા. અભયમંત્રી! તે વાત અશકય છે. મારા જીવતા તમારે આ વાત ઉચ્ચારવી નહિ, મારી આજ્ઞા વગર એ વિચાર પણ ન કરશો. મહામંત્રી આ સાંભળી મૌન થયા પણ એ મૌન પાછળ ઘેરી વેદના હતી. પુનઃ પુનઃ વિચાર કરતા, મારા જેવા અચિંત્ય બુદ્ધિમાન, પરાક્રમી, વિચક્ષણ વ્યકતિને રોહિણેય છેતરી ગયો. પરંતુ જ્ઞાતપુત્રની વાણીના સ્પર્શમાત્રથી બૂઝયો. પિતાની પ્રતિજ્ઞા ભંગ કરી તેના મોહનો નશો છોડી, રાજય સ્થાપવા જેવા મનોરથો ત્યજી જ્ઞાતપુત્રને શરણે બેસી ગયો અને મહાન પ્રતિભા ધરાવતો હું આ પિતૃમોહ ત્યજી શકતો નથી ? આ ગહન વિચારમાં પોતે દિવસો વ્યતિત કરતા હતા. તેની અંતરભાવના સાચી હતી તેથી સંયોગો આવી મળ્યા. ચેલુણારાણી પણ જ્ઞાતપુત્રના ભકત તો હતા જ. વળી પ્રત્યક્ષ બોધ પ્રાપ્ત થયા પછી, અભયકુમારની ભાવના જાણ્યા પછી સુનંદારાણીની પણ સંસારત્યાગની ભાવના જાણી પોતે મનોમંથનમાં હતા. પરંતુ મહારાજની આજ્ઞા વગર તે શકય ન હતું. વળી મહારાજ ૧ ૨૮ અનોખી મૈત્રી Page #130 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા તેથી તેમને ચેલણાના સહવાસની જરૂર હતી તે જાણતા હતા. તેથી શકય તેટલું એકાંત ગાળતા. મહામંત્રી મહામુનિ બન્યા ચેલણાનો પુત્ર કુણીક પરાક્રમી હતો. તેને મહામંત્રીપદની અદમ્ય મહાત્વાકાંક્ષા હતી. અભયમંત્રી આ જાણતા હતા. પુનઃ પિતાને સમજાવી આજ્ઞા મેળવી કુણીકને મહામંત્રીપદ સોંપી પોતે નિવૃત્ત થઈ પ્રભુ જ્ઞાતપુત્રને શરણે બેઠા. મહામંત્રી મહામુનિ થયા. આ સમાચાર જાણી વળી મેતારજ પુનઃ મનોમંથનમાં આવી ગયા. પણ આ રહસ્યથી સજાગ પેલી આઠ પત્નીઓ તરત જ નવા નવા શણગાર સજી ભોજનના રસથાળ સાથે ચારે બાજુ વિંટળાઈ જતી. ત્યારે આ રસિક ભ્રમર તેમાં પૂરાઈ જતો. - નિકટના મિત્ર મહામંત્રીના પદત્યાગ પછી કણિક મહામંત્રી પદે આવ્યા. મેતારજની તેમની સાથે કંઈ નિકટતા ન હતી. તેથી જમાઈ એવા મહાશ્રેષ્ઠિ હવે રાજદરબારમાં ભાગ્યે જ જતા. તેથી મહાશ્રેષ્ઠિને મળવા ઈચ્છતા વ્યાપારીઓ પણ નિરાશ થઈ પાછા વળતા. આમ મેતારજની રાજકીય અને સામાજિક પ્રિયતા ઘટતી ચાલી. જો કે મેતારજને હવે એ મહાત્વાકાંક્ષા રહી ન હતી. અભયમંત્રી મુનિ થયા પણ કંઈ મિત્રને ભૂલ્યા ન હતા. સાચો મૈત્રીભાવ તેમના ચિત્તમાં પ્રદિપ્ત હતો. એકવાર દીક્ષિત થયેલા મિત્રને મેતારજ વંદન કરવા આવ્યા હતા. મુનિ મેતારજ ધન, વૈભવ, સુખભોગમાં જીવે કેટલાયે જન્મો વ્યર્થ ગુમાવ્યા છે. ભોગની પણ મર્યાદા સ્વીકારવી. જ્ઞાતપુત્ર જેવા સ્વામી મળ્યા પછી હવે સંસારના અંકમાં કયાં સુધી આળોટવું ? ભોગ રોગરૂપે પ્રગટ થાય તે પહેલા ચેતી જજો. હા, મુનિરાજ હું કોઈવાર મંથન કરૂં છું પણ મને હજી આ સુખભોગથી છૂટવાનું મન નથી થતું. શું આ સુખભોગને ત્યજી દેવાના અને જીવનને શુષ્ક બનાવવાનું ! એમ કોઈ વાર શંકા ઉઠે છે. ના, વાસ્તવમાં સાચા સુખનો વિવેક જન્માવીને નિર્ણય કરવાનો છે. આમ બોધનું શ્રવણ કરી ભારે મંથન સાથે મેતારજ વિદાય થયા. અનોખી મૈત્રી ૧૨૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ મુનિ પાસેથી મહેલે જવા નીકળ્યા પણ મન પરમ સખા મુનિરાજમાં હતું. તે પુનઃ પુનઃ વિચારતા હતા. કે મારા જ જીવનમાં કેવી ઘટનાઓ બની? દેવશ્રી મા અને ધનદત્ત પિતા, સંસારની દષ્ટિએ સુખની ટોચે પહોંચ્યા ત્યાં માતાના અકાળ મૃત્યુથી કેવો કરૂણ અંજામ આવ્યો. પિતા માતંગ અને જન્મદાત્રી વિરૂપાના સ્નેહાળ દામ્પત્ય જીવનમાં તેમને વય, જાતિ, શુદ્રતા કંઈ નડયું ન હતું. સદાય પ્રસન્ન જીવન જીવતા હતા. વિરૂપાના અકાળ અવસાનથી માતંગનો કેવો કરૂણ અંજામ આવ્યો. આર્યપુત્ર તરીકે દેશ વિદેશ પ્રશંસા પામ્યો અને મેતપુત્ર તરીકે હું જાહેર થયો. ભલે મને તેનું દુઃખ નથી પણ એ ઘટના ઘટી તો ખરી. તુલસા શ્રાવિકાના બત્રીસ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા. પાપના ઉદયે ચંદનાનું રાજકુમારી મટી દાસી તરીકે વેચાવું. વળી પુણ્યયોગ પણ કેવા કે પ્રભુવીરના પાવન પગલાનું સદ્ભાગ્ય પામી. કોણ જાણે પૂર્વના કયા પુણ્ય હું આ દૈવીમહેલ, આઠ ગુણવાન રૂપવાન સુંદરીઓનો યોગ પામ્યો પણ હા મિત્ર-મુનિ કહે છે, આ પુણ્યયોગ પાપમાં ફરે છે. તે ભોગ રોગ બને તે પહેલા ચેતી જા. વળી જ્ઞાતપુત્ર કહે છે, આ સંસાર પુણ્યયોગે લોભામણો છે પણ તેનું પરિણામ બિહામણું છે. માટે ભવ્યાત્માઓ સમયસર ચેતી જાવ. ચક્રવર્તીના પુણ્ય પણ પૂર્ણ વિરામ પામે છે. તેની આગળ તમારું સુખ તૃણ જેવું છે. તેમાં કાં રાચો છો? આ વિચાર વમળમાં મુંઝાતા મેતારજ નીલકમલ મહેલે પહોંચ્યા. પતિને આવતા વિલંબ થવાથી સચિંત સૌંદર્યવતીઓ રમણિય ઝરૂખામાં ઉભી હતી. દૂરથી અશ્વારૂઢ પતિને જોયા અને સૌ નીચે ઉતરી આવી. કોઈએ સ્નેહે હાથ પકડયો, કોઈએ ઉત્તરિય વસ્ત્ર પકડયું. કોઈ નુપૂરના ઝંકાર સાથે આગળ ચાલી કોઈ પાછળ પંખો વિંઝતી ચાલી. ચારે બાજુ સૌંદર્ય જ સૌંદર્ય. સ્નેહની વર્ષામાં મેતારજને સૌ નવરાવી રહ્યા હતા. પેલા કલાક બે કલાકનું મંથન ધોવાઈ તો ન ગયું પણ ૧૩૦ અનોખી મૈત્રી Page #132 -------------------------------------------------------------------------- ________________ કંઈક આચ્છાદિત થયું. જો કે રોજની જેમ મેતારજનું મન આજે નાચી ન ઉઠયું. ચતુર સોહાગણો સમજી ગઈ. એટલે હાથ પકડી એક ખંડમાં લઈ ગઈ. જયાં બધું જ શ્રૃંગારિક હતું. તેમાં વળી મનગમતી ભોજનથાળ આવ્યા. પતિના થાળમાં સૌ અતિ સ્નેહથી પીરસતી. કોઈ તો મેતારજના મુખમાં મિષ્ઠાન મૂકી સ્નેહથી નવાજતી. કોઈ ગીતના મધુર સ્વર રેલાવતી. કોઈ પંખો વિંઝતી. ત્યાં તો રાત્રિ ઘેરાઈ, મેતારજ સુંવાળી શૈય્યામાં સુંવાળા સ્પર્શને માણતા હતા. જો કે પેલું વિચારમંથન વચમાં ઝબકારા મારતું. રાત્રે નિદ્રામાં કંઈક ભંગ પડયો હતો પણ આ મહેલની રચના એવી હતી કે નિત્ય નવા સાધનોનું સર્જન થતું. પ્રાતઃવિધી પતાવી આઠ રૂપવતીઓથી વીંટળાયેલા મેતારજ જળકુંડ તરફ જઈ રહ્યા હતા. જળકુંડમાં સ્નાનને યોગ્ય સૌ અતિ બારીક અને અર્ધ વસ્ત્રથી શોભતા હતા. જળકુંડમાં પ્રવેશવા આતુર હતા. ત્યાં તો જળકુંડથી દૂર એક રાજસેવક નમ્રતાથી બોલતો હતો, મહારાજ બહાર પધારો. મેતારજ તેની નજીક ગયા તેણે કહ્યું કે મને ઉદ્યાનમાંથી એક દેવમુનિએ મોકલ્યો છે. તેઓ આપને તાત્કાલિક મળવા માંગે છે. તું એમને જણાવ કે હું તરત જ આવું છું. આ દિવસોમાં પૂરી ગરમી હતી. શીતળ જેવા જળકુંડનું સ્નાન ત્યજી એ ઉકળાટમાં બહાર નીકળવું અકારૂં તો હતું. પરંતુ જયારે દેવમુનિ-અભયમુનિ પધાર્યા છે ત્યાં વિલંબ પોષાય તેમ ન હતો. તેમણે જળકુંડ પાસે આવી રાહ જોતી રૂપ યૌવનાઓની રજા માંગી. મારા દેવમુનિ પધાર્યા છે. તેમને વંદન કરી હમણાં જ પાછો આવું છું. ભલે, પણ જલ્દી પાછા આવજો. વળી, એ અસહ્ય ગરમીમાં તકલીફ ન થાય તે માટે મેતારજ રથમાં સુગંધીજળના છંટકાવ સાથે, પંખો નાખનારા રાજસેવકોને લઈને વિદાય થયા. મેતારજ ઉદ્યાન નજીક પહોંચ્યા. રાજસેવકે દૂરથી બતાવ્યું કે અનોખી મૈત્રી ૧૩૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ પેલા વૃક્ષ નીચે જે શ્રમણો બેઠા છે તેમાં દેવમિત્રમુનિ છે. મેતારા રથને થોડે દૂર રાખી રથમાંથી ઉતરી ગયા. ગ્રીષ્મઋતુમાં એટલુ અંતર પણ એમની કોમળ કાયા માટે કઠણ લાગ્યું. મુનિઓ પ્રત્યે અહોભાવ ધારણ કરી તેમની નજીક ગયા, અહો ! મહામંત્રી ! નહિ, “અભયમુનિ'. મેતારજ વંદન કરીને બેઠા. શ્રમણોની શાતા પુછી. કલ્યાણમિત્ર અભયમુનિ કહે અમે જ્ઞાતપુત્રના દર્શને જઈ રહ્યા છીએ. તમને યાદ કરી બોલાવ્યા. કહો, મેતારજ હવે વિચાર કર્યો છે? વર્ષો વીતી ગયા વિષયભોગ તો વય જણાવા નહિ દે. પણ વીત્યો સમય કંઈ પાછો નહિ મળે. વળી સંસારના પરિભ્રમણમાં તો આવું કેટલીવાર ભોગવ્યું અને છોડયું. વમન કરેલું ગ્રહણ મૂર્ખ માનવ કરે. તમે તો કુશાગ્ર છો વધુ કહેવાનું ન હોય. જે કાર્ય સફળ કરવા આ માનવદેહ મળ્યો તે કાર્ય કરવાનું રહી જશે તો આ ભવસાગરમાં પછી કયાંય આ માર્ગ શોધ્યો નહિ જડે વિચાર કરજો. આત્મ કલ્યાણ સાધી લો. હા, દેવમિત્ર, કયારેક વિચારવમળ ઉઠે છે, બનેલી ઘટનાઓ ટંકાર કરે છે, પણ એ દૈવીમહેલની સુખભરી રચના, આઠ આઠ કોમલાંગીઓના સુખથી મોહવશ પાછો ઘેરાઈ જાઉં છું. છતાં પરમમિત્ર જરૂર વિચાર કરીશ. તમારા બોધને ભૂલી નહિ જાઉં. અભયમુનિ તથા સૌ ઉભા થયા. તેમને આગળ વિહાર કરવાનો હતો. પસીનાથી નીતરતા, અંતરથી વિચારતા મેતારજ પણ સ્વસ્થળે જવા રથારૂઢ થઈ વિદાય થયા. માર્ગમાં મુનિના શબ્દબોધ કર્ણમાં હજી ગુંજતા હતા. ત્યાં તો દૈવીમહેલ સુધી પહોંચ્યા અને ઝરૂખે ઉભેલી આઠ મદભરી આંખે જોતી સૌંદર્યવતીને જોતાં ઉપજેલું ત્યાગનું થોડું સાહસ મીણને ગરમી અડે અને ઓગળે તેમ ઓગળ્યું. પણ મુખ પર બોધની કંઈક છાયા ઉપસેલી તે ઉદાસીનતાને પત્નીઓ પારખી ગઈ. તે આઠેના એકમે અનેક રીતે સેવા સુશ્રુષા કરી. તેમાં વળી મેતારજ બહારની ગરમીથી શરીરે રેબઝેબ થયેલા તેથી તે સૌ તેમને પેલા શીતળ, આકર્ષક જળકુંડ તરફ દોરી ગઈ. તે સૌ એવી ચતુર અનોખી મૈત્રી ૧૩૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ અને સંપીલી હતી કે એકને વિચાર આવે અને દરેકમાં એ વિચાર આકાર લઈ લે. જળકુંડના શીતળ પાણીમાં આઠ કોમલાંગીઓથી વિંટળાયેલો, આઠેના હાથના છબછબીયા ઝીલતા મેતારના પૂરા દેહને શીતળતા પહોંચી. મેતારજના દેહને કંઈક ઠંડક મળી. પણ અંતરનો દાહ પૂરો શમ્યો ન હતો જેની ખબર સ્નેહભરી યુવતીઓ જાણી શકી નહિ. જળસ્નાનથી ઠંડક મેળવી. વસ્ત્ર પરિધાન કરી સૌ અતિ શોભાયમાન, અત્તર, પુષ્પો આદિની સુગંધથી મઘમઘતા શીતળતાયુકત ખંડમાં આવ્યા. ત્યાં ચાંદી સોનાના પાત્રમાં ભાવતા શિરામણ લઈ સેવકો સેવામાં હાજર હતા. આ સૌના આવવાથી રાજસેવકો દૂર થયા. આઠે પત્નીઓએ કાર્ય વહેચી લીધું. કોઈએ પંખો વિંઝયો, કોઈએ ભોજનના પાત્રો ગોઠવ્યા. કોઈએ વાજિંત્ર લઈ સૂર છેડયા. કોઈએ મોંમા આહાર મૂક્યો. બિચારા! મેતારજનું ભોગથી ટેવાયેલું, ભોગકર્મના ઉપાર્જનવાળું એ જીવનું શું ગજુ? છતાં અભયમુનિના બોધયુકત સાચા સ્નેહભર્યા શબ્દો ઉંડે ઉંડે ગુંજતા હતા. હવે પછી શું ? આમ સવાર પછી બપોર, બપોર પછી સાંજ અવનવા વેશ ભજવી સુખભર્યા વાતાવરણમાં વર્ષો વીતી ગયા. રાત્રિના વળી કામોત્તેજક સુખ સામગ્રી અને સુંદરીઓનો સહવાસ હાજર હતો પણ મેતારજના હૈયામાં એ પ્રત્યે કંઈક આહ ઉઠી કારણ કે અંતરમાં હવે સાચા સુખની ચાહ ઉઠી હતી. રાત્રે સુંદર શયનગૃહમાં સુંવાળી શૈયામાં સુંવાળા સ્પર્શમાં મેતારજ નિદ્રાધીન થયા. અર્ધી રાત્રે અર્ધનિદ્રાની દશામાં તેમને અભયમુનિના શબ્દોનો ધ્વનિ સંભળાયો “મેતારજ મોડું ના કરશો.' અને વહેલી પ્રભાતે પૂરા જાગૃત થઈ ધીમેથી શય્યાનો ત્યાગ કરી શયનખંડ ત્યજી બહાર ઝરૂખામાં આવીને વિચારસાગરમાં ડૂબી ગયા. સવાર થવા આવી હતી. સૂર્યદેવના કિરણો ઝળકી ઉઠયા. પક્ષીઓ પાંખો ફફડાવી મુકતપણે ગગન વિહાર કરી રહ્યા હતા! અરે આ પક્ષીઓ કેવા મુક્ત છે અને મને બંધન? એ વિચારની ગહનતા વધતી ગઈ. અનોખી મૈત્રી ૧૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ મેતારજના ઉઠવાના સંચારથી નિકટ સૂતેલી સુવર્ણ જાગી ઉઠી હતી. તે થોડી વારમાં શય્યા ત્યજી પતિ પાસે આવી ઝરૂખામાં ઉભી રહી. સ્વામી શું જોઈ રહ્યા છો ? સુવર્ણા ! સાંભળ, આ પક્ષીઓ કેવા મુકતપણે ગગનવિહાર કરી રહ્યા છે ? પિંજરામાં પૂરાયેલા પક્ષીઓની જેમ તેઓને કંઈજ બંધન નથી. હું પણ હવે આ સુખભોગના બંધનથી મુકત થઈ સાચા સુખને માર્ગે વિહરવા માંગું છું. જા અન્યને પણ બોલાવી લાવ તેમને પણ આ વાત સમજાવું. સુવર્ણા અન્ય સાત સુંદરીઓને બોલાવી લાવી. સાતેય નિદ્રામાંથી સફાળી બેઠી સચિંત મને આવી પહોચી. હે સુંદરીઓ! તમે સૌએ મને સુખ ઉપજે તેવો ઘણો શ્રમ કર્યો છે. પણ હું વીતેલી ઘટનાઓ યાદ કરું છું ત્યારે લાગે છે કે હવે પછી શું? માતાઓ ગઈ. સુલસા પુત્રો ગયા બાકી રહ્યા તે પણ જવાના ને? કાળના પંજામાં આવીને જવું તેના કરતા સ્વેચ્છાએ આ બધું ત્યજીને હું ચાલ્યો જઈશ! તમારી પાસે ઘણી સુખભોગની સામગ્રી છે. તમને એ રીતે કંઈ દુઃખ નહિ પડે ભૌતિક સુખમાં ઘણો કાળ વીત્યો હવે હું મોક્ષસુખની સાધના માટે ચાલ્યો જાઉં છું. સ્વામી ! એ નહિ બને અમે આપના વગર કેમ જીવી શકીએ? તો શું તમે ખાત્રી આપો છો કે આપણે સાથે જઈશું? વળી સાથે જ જન્મ લઈશું? વળી આ યૌવન પણ હવે સરવા માંડ્યું છે. વૃદ્ધાવસ્થાથી બચી શકશો? અને છેલ્લે આ નાશવંત શરીરને પણ સાચવી શકશો? વળી કોઈ ચતુરા બોલી કે સ્વામી ! શું એવા ભય શંકા રાખીને જીવવું? એ તો સંસારનો ક્રમ છે કે બાળાદિ અવસ્થાઓ થયા કરે. વળી અહીં આપણને દુઃખ પણ શું છે ? હે સુંદરીઓ ! આ ચેલ્લણા માતા, મહારાજા શ્રેણીક આપણા જેવા જ યુવાન હતા. આજે ક્યાં છે એ રૂપ અને યૌવન ! કેવું અજંપા ભર્યું જીવન માટે કાળ કોળિયો કરે તે પહેલા જેમ પરમમિત્ર મહામંત્રી મારા કરતા પણ અપાર ઐશ્ચર્યને ત્યજીને જ્ઞાતપુત્રને શરણે ગયા તેમ હું પણ ચાલ્યો જઈશ હવે મને આ સંસારનું કોઈ બંધન રોકી નહિ ૧ ૩૪ અનોખી મૈત્રી Page #136 -------------------------------------------------------------------------- ________________ શકે. તમે પણ વિચારજો અને જ્ઞાતપુત્રના માર્ગને અનુસરજો. પછી તો પૂરો દિવસ અને રાત્રિ આવી ઘણી ચર્ચાઓ થઈ. સુંદરીઓએ અન્ય સ્નેહભય ઉપાય યોજયા પણ મેતારજનો માહ્યલો જાગૃત થઈ ગયો હતો. શબ્દો ગુંજતા હતા. મેતારજ ! અમારે માર્ગે ચાલ્યા આવો આ તો ચાર દિવસની ચાંદની છે એની મમતા છોડો. મેતારજનું મહાભિનિષ્ક્રમણ રાત્રે સુવર્ણા રાજકન્યાએ માતાપિતાને સમાચાર આપ્યા. પછી તો પૂરા નગરમાં આ સમાચાર ફરી વળ્યા. મહારાજા કે પરિવાર દૈવીમહેલે આવે તે પહેલાં વહેલી પ્રભાતે જ મેતારજ કશા જ આડંબર વગર સંસારનો ત્યાગ કરી ચાલી નીકળ્યા. મેતારજના ત્યાગથી પૂરી નગરીમાં એક સન્નાટો વ્યાપી ગયો. હે! દૈવીમહેલ, સંસારનો આવો દૈવી વૈભવ, આઠ સુંદરીઓનો ત્યાગ કરી મેતારજ શ્રમણ બન્યા ! કોઈ કહેતું, ન હોય ! અરે ! શું ના હોય ! મહારાજા મગધનરેશના અંતઃપુરથી આ સંદેશો પ્રસાર થયો છે. શ્રમણભક્તો કહેતા ધન્ય મેતારજ, જીવન દિપાવ્યું. મેતારજને બોધ આપી અભયમુનિ વિહાર કરી ગયા હતા પણ હજી નજીકમાં જ હતા. એ જ મેતારજ ગ્રીષ્મઋતુની ગરમીમાં મુંઝાઈ જતા તેજ મેતારજનો દેહભાવ છૂટી ગયો. શીધ્રગતિ થી અભયમુનિને પહોંચી વળ્યા. દેહ ઢાંકવા પૂરતા સાદાવેશમાં હતા. વંદન કરીને દીક્ષાની ભિક્ષા માંગી. ધર્મલાભ, જીવન સફળ કરો. જ્ઞાતપુત્રનું શિષ્યત્વ સ્વીકારી. આજ્ઞાપૂર્વક મુનિપણાનું પાલન કરવા લાગ્યા. છકાય જીવની પૂરી રક્ષા. દેહભાવનો ત્યાગ, ઉગ્ર તપ, શમ દમના પૂરા ધારક, એક સમયના એ દેવીમહેલનો ભ્રમર હવે વનજંગલમાં વિહરવા લાગ્યો. જાણે કે કશું તેમનું હતું જ નહિ. પ્રભુની દિવ્યવાણી અહિંસા, સંયમ અને તપ એ ધર્મ છે. સૌ પ્રત્યે અભેદ સમભાવ-સમાનતા એ શ્રમણ ધર્મ છે. આ અભિગમ અનોખી મૈત્રી ૧૩૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારી શ્રમણ મેતારજ વન જંગલ સ્મશાનમાં ધ્યાન’ કાયોત્સર્ગ કરતા. ગામ નગરોમાં જતા ત્યારે ભગવાન મહાવીરની અહિંસાધર્મ અને સમાનતાની ભાવનાનો પ્રચાર કરતા. તેઓ કહેતા માનવ માનવ વચ્ચે ઉંચનીચના ભેદ ન હોય. દરેક જીવોને જીવવું ગમે છે માટે કોઈના પ્રાણ લેવાનો આપણને હક્ક નથી. એક જંતુને હણવો તે પણ પાપ છે. જંતુને બચાવવા શ્રમણો પોતાનો દેહ ત્યજી દે છે. મહાવીરનો આ માર્ગ છે. વળી તેઓ દિવસો સુધી તપારાધના માટે સ્મશાન કે વનભૂમિમાં ચાલી જતા. હૃષ્ટપુષ્ટ કાયાવાળા મેતારજ હવે જાણે હાડકાનો માળો લાગતા, ન મળે તે રૂપ ન મળે કાંતિ હા પણ સંયમનું તેજ તો મુખ પર ઝળકતું રહેતું. જાણે પૂર્વે કોઈ વિષયભોગ ભોગવ્યા જ નથી. અરે સ્મૃતિ પણ ફરકતી નહિ. ગૃહસ્થ હતા ત્યારે સમાનતા માટે ઝઝૂમ્યા. પરોપકારાર્થે સંપત્તિનો વ્યય કરતા. કહેતા માનવે માનવના ઉત્કર્ષ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. ત્યારે પણ જ્ઞાતપુત્રના બોધનો સૌને ખ્યાલ આપતા. અહિંસા, સત્ય, આત્મસમર્પણ માનવની મૂડી છે. પહેલા પરાક્રમી, નગરશ્રેષ્ઠિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ધન વૈભવમાં અગ્રગણ્ય સ્થાને રહ્યા. તેનાથી વિશેષ મુનિપણે ચમકયા. સમતાના ભંડાર, કરૂણાથી છલકતી દૃષ્ટિ જોઈ તેમના ગુણગાન ગાઈ લોકો ધન્યતા અનુભવતા. તેમની સમાનતાની વાતો લોકોને રૂચતી. અભયમુનિ અને મેતારજ મુનિનો આ રીતે સખ્યભાવ પ્રશંસનિય બન્યો. બંનેએ ઐશ્વર્ય અને દૈવીવૈભવને સાપ કાંચળી ઉતારે તેમ ઉતારી દીધો. હા પણ મગધનરેશ માટે તે શકય ન બન્યું. અભયમુનિ કયારેક બોધ આપતા કે ભલે તમારૂં ભાવિ નિર્માણ જ હોય તો પણ પુરૂષાર્થથી બધું જ શકય છે. તમારા શ્રદ્ધાના દીપને જલતો રાખજો. ભોગવિલાસ પાછળ પશ્ચાતાપને પણ જલતો રાખજો. એ આ ભવની ભૂલ જન્માંતરે પણ સુધારશે. મગધરાજની પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિ મગધરાજનો દરબાર ભરાયો છે. પડદાની પાછળ રાણી ચેલ્લણા બેઠા છે. નેપાળથી એક વ્યાપારી અતિ કિંમતી સોળ રત્ન કંબલ લઈ આવ્યો. એકની કિંમત એક લાખ સોનામહોર હતી. તે વ્યાપારીએ ૧૩૬ અનોખી મૈત્રી Page #138 -------------------------------------------------------------------------- ________________ મહારાજને રત્નકંબલ બતાવી. તેને એમ કે મહારાજ પળવારમાં સોળ રત્નકંબલ ખરીદી લેશે. પણ આ શું? મહારાજે તો નકારમાં શીર ફેરવ્યું. પડદામાંથી મહારાણી બોલ્યા, મહારાજ એક રત્નકંબલ તો ખરીદો. મહારાજ ઃ મારો ખજાનો પ્રજાના ધનનો છે. તેનો વ્યય આ રીતે ન કરાય. પ્રસાધન આપણા સુખ માટે નથી. થોડા દિવસ પછી ઉદ્યાનપાલક ખબર લાવ્યો કે નગરીની બહારના ગુણચંત્ય ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે. મહારાજે ઉદ્યાન પાલકને પોતાના કંઠનો દસ લાખ સોનામહોરનો હાર કાઢીને તરત જ આપી દીધો. આ હતી તેમની શ્રદ્ધા ભક્તિ. ભગવાન મહાવીર નં. ૧માં અને સંસાર નં. રમાં. મને ચારિત્રમોહનીયનો ઉદય છે. વ્રત પચ્ચખાણ કરી શકતો નથી. પ્રભુ મહાવીર મારા હૃદયમાં છે. તેથી તો તેમની જ કૃપા બળે જેલમાં રોજના સો કોરડા સમતાથી સહી શકયા. આ મોટું વ્રત નહિ? અને હાલ નરકમાં પણ સમતાથી કર્મ ભોગવી રહ્યા છે. શ્રદ્ધાનો આનાથી વિશેષ તમને શો પુરાવો જોઈએ ? સમયનું વહેણ અવિરત ગતિએ વહ્યું જાય છે. મગધરાજનું જીવન પ્રભુ મહાવીરની શ્રદ્ધા પર નભતું હતું. દેહની સુખશીલતા અને મોહવશ તેઓ મુનિપણાના કષ્ટોથી મુંઝાઈ જતા. આથી તેમણે પ્રભુ મહાવીરની ભક્તિ પ્રત્યે મન વાળ્યું. પ્રભુની પૂજાથે તેમણે એક સોનીને રોજે સોનાના જવ (ચોખા) ઘડીને પ્રભાતે સમયસર તૈયાર કરવા સૂચવ્યું. તે સુવર્ણજવ વડે તેઓ મુભની દિશા તરફ ઉભા રહી વંદન કરી, વધાવી સાથિયા પૂરતા. આંખોમાંથી અશ્રુધારા છૂટતી હે પ્રભુ ! હું કયારે તમારે શરણે રહીશ? મોહના અત્યંત આક્રમણ છતાં આ શ્રદ્ધા ભક્તિ તેમને મહાવીર જેવા જ થવાની ગતિ તરફ લઈ ગઈ. તેમની શ્રદ્ધામાં પ્રથમ પ્રભુ પછી સંસારના કાર્યો હતા. પૂર્વના કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો છે. પરંતુ પ્રભુની ભકિતથી મુક્તિ એ ભવે નહિ તો ત્રીજે ભવે તે ભગવાન સ્વરૂપ બની, પ્રભુની જ પ્રતિકૃતિ બની, પ્રભુ મહાવીરની જેમ જ ધર્મધ્વજા ફરકાવશે. તીર્થની અનોખી મૈત્રી ૧૩૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરી જગત ઉદ્ધારક થઈ તરશે અને સૌને સંસાર સાગર તરવાનો માર્ગ બદલાવશે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જેહસુ સબળ પ્રતિબંધ લાગો. ચમક પાષણ જેમ લોહને ખેચશે મુકિતને તેમ તુજ ભક્તિ રાગો. આ ભક્તિ કેવી ? આત્મા-પરમાત્માથી સંસારની સર્વ સુખ સામગ્રી વ્યર્થ લાગે તેની ભક્તિ મુક્તિની દૂતી બને. હવે કુણિકને રાજસત્તા જોઈતી હતી. તે એના પ્રપંચમાં પિતા સાથેનો આદર ચૂકી ગયો હતો. ચેલણાને સંસારનો મોહ છૂટયો હતો, મગધરાજ હજી મોહપાશમાં બંધાયેલા હતા. તે પુત્ર પિતા વચ્ચે એક સેતુ બની વ્યથિતપણે સમય પસાર કરતા હતા. છેવટે તેમણે તે પ્રયત્ન પણ છોડી દીધો અને એકાંતમાં રહેવા લાગ્યા. મેતારજ મનિને ઘોર ઉપસર્ગ એ દિવસો ગ્રીષ્મ ઋતુના હતા. ઘણે વર્ષે મેતારજ મુનિ માસક્ષમણના પારણા માટે રાજગૃહી પધાર્યા હતા. મુનિ મધ્યાન્ડે ગોચરી લેવા નીકળ્યા. તે ફરતા ફરતા એ જ સોનીને ત્યાં પહોંચ્યા, જે સોની મગધરાજના સુવર્ણજવનો માનીતો શિલ્પકાર હતો. સોની સુવર્ણજવ ઘડી રહ્યો હતો, તેણે માર્ગ પર મુનિને જોયા. સહસા આદરપૂર્વક ઉભો થયો. તે મુનિરાજને ઘરમાં લઈ ગયો. નિર્દોષ ગોચરી વહોરી સોનીને ધર્મલાભ આપી મુનિ પાછા ફર્યા. તેમણે ઘરમાં જતા જોયું કે પેલા જવ એક ક્રૌંચ પક્ષી ચણી રહ્યું છે. પણ મુનિને તેનો કંઈ વિકલ્પ ન હોય. તે તો ગોચરી વહોરી વિદાય થયા. સોની બહાર આવ્યો પણ અરે આ શું ! જવલા કયાં ગયા ! મુનિ સિવાય કોઈ અહીં આવ્યું નથી. ઘણી તપાસ કરી પણ જવા મળ્યા નહિ સમયસર જવ ન પહોંચે તો રાજસેવકો તેને સીધો જેલભેગો કરે. મનમાં મુંઝાયેલો તે વિચારવા લાગ્યો નક્કી સાધુ વેશમાં કોઈ ઠગ હોવા જોઈએ. તેના સિવાય કોઈ આવ્યું નથી. તેથી તે આવેશમાં ૧૩૮ અનોખી મૈત્રી Page #140 -------------------------------------------------------------------------- ________________ આવીને તેણે માર્ગે જતા મુનિને પકડી પાડયા. મુનિ, ઉભા રહો, મારી સાથે ઘરે ચાલો માટે અગત્યનું કામ છે. તેને એમ કે માર્ગમાં વળી કોઈ જૂએ અને સંકટ ઉભું થાય તેથી તે આગ્રહ કરીને મુનિને ઘરે લઈ ગયો. સોની સાથે મુનિ તેને ઘરે પહોંચ્યા. તરત જ સોનીએ ભ્રૂકુટિ ચઢાવીને કહ્યું, મુનિજી મારા સોનાના જવ આપી દો. મુનિ મનમાં, સોનાના જવ ? મુનિ મૌન રહ્યા એટલે સોનીને પૂરી ખાત્રી થઈ કે નક્કી આ જ ચોર. પુનઃ તેણે સુવર્ણજવ માંગ્યા. મુનિને તરત જ યાદ આવ્યું. ઓહ ! મેં જયારે ઘરમાં ગોચરી માટે પ્રવેશ કર્યો ત્યારે એક ક્રૌંચ પક્ષી સાચા જવ ગણીને સુવર્ણજવ ચણી ગયું હતું. જો સાચું કહે તો વૃક્ષ પર બેઠેલા પક્ષીને ગોફણથી સોની મારી નાંખે. તરત જ તેમને મહાવીરના અહિંસા ધર્મને યાદ કર્યો, છ કાય જીવની રક્ષાથી કરૂણા ઉપજી. તે મૌન રહ્યા. મુનિ તરફથી જવાબ ન મળતા સમય થઈ જવાના ભયથી સોની ખૂબ ક્રોધે ભરાયો. તેણે મુનિના પાત્ર જોયાં પણ કંઈ હોય તો મળેને? હે ચોર ! બોલ જવ કયાં છૂપાયા છે, તારા સિવાય કોઈ આવ્યું જ નથી. જવલા જાય કયાં ? મુનિ તો એ જ મૌન ધારીને ઉભા છે. સાધુવેશમાં આવા ધંધા ? ચાલ તને એવી સજા કરૂં કે ભવિષ્યમાં તને યાદ રહે. અને તરત જ તેણે સોનું ટીપવાની ચામડાની પાણીથી ભિંજાયેલી વાઘર તેમને માથે ખેંચીને બાંધી અને તડકામાં ઉભા રાખ્યા. મુનિરાજ તો દેહને એક લાકડાનું થડ જાણી જાણે જોયા કરતા હતા. કોનો દેહ ને કોની વાઘર ? હું તો શાયક છું. ગ્રીષ્મઋતુ તેમાં મધ્યાન્હના તપેલા સૂરજના કિરણોથી વાઘર સૂકાવા લાગી. કૃશકાય શરીર કેટલું સહન કરે ? શરીર ધ્રૂજવા લાગ્યું. મુનિ મનમાં સમતા ધારણ કરી રહ્યા હતા. કૌંચ પક્ષી ભલે તેનું પેટ ભરીને સુખી થાય. જો કે આ જવ તેને પચશે નહિ, બિચારૂં વેદના ભોગવશે. એમ વિચારતા કરૂણા ધારણ કરી રહ્યા હતા. સોની દૂર ઉભો જોતો હતો હવે આ ત્રાસથી મુનિચોર જરૂર અનોખી મૈત્રી ૧૩૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ સાચું બોલશે. અતિશય વેદના છતાં મુનિ તો કરૂણાસભર હતા. તેઓ વિચારતા હતા કે આ મારા પૂર્વકર્મનો ઉદય છે. સોનીનો તેમાં દોષ નથી. તે મારા કર્મો ખપાવવામાં સહાયક છે. મુનિ વિશેષ સમતા ધારણ કરી લાકડાના થડની જેમ ઉભા રહ્યા છે. કાયોત્સર્ગ કરી રહ્યા છે. આથી દેહ પણ સ્થિર થયો. માથે સગડી મૂકી હોય તેવી અપાર વેદના વધતી હતી. ખોપરીના હાડકા તડતડ તૂટતા હતા. તેમ તેમ મુનિની કાયોત્સર્ગ દશા વધતી હતી. આખરે તેઓ અંતરદશામાં સૌની કરૂણાની ભાવના ભાવતા. સર્વજીવોને ખમાવી અરિહંતનું શરણ સ્વીકારી, સ્વાત્માના આશ્રયે, સ્વરૂપલીનતા પામી શુકલધ્યાનની શ્રેણિએ ચઢી કૈવલ્ય પામ્યા અને કૃશકાયા ત્યજી નિર્વાણ પણ પામ્યા. નિત્ય માટે જન્મમરણથી મુક્ત થઈ સિદ્ધ બુદ્ધ થયા. જ્ઞાતપુત્રના શરણને સાર્થક કર્યું. મુખ પર અલૌકિક તેજ સાથે, સમતાપૂર્ણ રેખાઓ સાથે તેમની કૃશકાયા ધરતીને ખોળે ઢળી પડી. | સોનીને એમ કે ધૂર્ત ઢોંગ કરે છે. પણ આ શું? તેમનો દેહ તો ઠંડો છે. મુનિનો દેહોત્સર્ગ થયો? તે મુંઝાયો. મુનિ મૃત્યુ પામ્યા કે મેં ખૂન કર્યું. ખૂન? બદલો? મગધરાજનો ન્યાય એટલે ફાંસીના માંચડો. એ વિચાર આવતા જ તે ધ્રુજી ઉઠયો. કયાં ભાગી જાઉં? ત્યાં તો તેની કામવાળી સ્ત્રી કાષ્ટનો ભારો લઈને આવી તેણે તે જોરથી જમીન પર નાંખ્યો. તેના અવાજથી પેલું ક્રૌંચ પક્ષી ચમકીને ચરકી ગયું. પેટમાં સુવર્ણજવ પચે તો નહિ એટલે એવા જ આખાને આખા જ જવ જમીન પર પડયા. સુવર્ણકારની નજર ચમકતા જવ પર પડી. અરે ! આ તો એજ સુવર્ણ જવ? શું આ પક્ષી તે ચણી ગયું હતું? સુવર્ણજવ લેવા રાજસેવકોને આવવાનો સમય થયો હતો. સોની તો ખૂબ ગભરાઈ ગયો. શું કરવું તે સૂઝયું નહિ. ત્યાં વળી જીવ બચાવવા એકાએક સૂઝી આવ્યું કે આ જ મુનિનો દંડ અને ઓઘો ૧૪) અનોખી મૈત્રી Page #142 -------------------------------------------------------------------------- ________________ લઈ અહીંથી ભાગી જાઉં. તેણે પોતાનાં એક વસ્ત્ર સિવાય બધું જ ઉતારી નાંખ્યું. અને મુનિનો દંડ તથા ઓઘો હાથમાં લઈને ભાગી છૂટયો. રાજસેવકો જવ લેવા આવ્યા. મુનિના દેહને ધરતી પર ઢળેલો જોઈ ઉભા રહ્યા. વળી આજુબાજુથી લોકો ભેગા થઈ ગયા. ત્યાં વળી કોઈએ ઓળખી લીધા કે અરે ! આ તો મેતારજ મુનિ, મગધરાજના જમાઈ. અરે તેમને કોઈએ માથે વાઘર બાંધી ઉપસર્ગ કર્યો લાગે છે. પણ મુનિના મુખ પરની સૌમ્યતા જોઈ સૌ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. રાજસેવકોએ તરત જ મગધરાજને ખબર આપી. ત્યાં તો પ્રભુ મહાવીરના સમવસરણ તરફ જતાં કોઈ દેવે અવધિજ્ઞાન વડે મેતારજ મુનિના કેવળજ્ઞાનને જાણી તેમના સંયમધર્મવાળા દેહ પર પુષ્પવૃષ્ટિ કરી. રંગભર્યો દૈવીમહેલ તો એ જ હતો પરંતુ જાણે તેમાંથી પ્રાણ હણાઈ ગયા હોય તેવો શુષ્ક લાગતો. આઠે સુંદરીઓ મેતારજના અંતઃસ્તલથી અજાણ હતી. તે રોજ શણગાર સજી તૈયાર થતી. વાતો કરતી. આવા કોમળ સુખભોગના કામી પતિ સાધુપણાનું કષ્ટ કયાંથી સહન કરશે ? આજે કે કાલે જરૂર પાછા ફરશે. પછી તો એવા બાંધશું કે કયાંય જવાનું નામ ન લે. આવા વિચારોમાં એ વૃંદ રાચતું હતું. તેમ મહિનાઓ વીત્યા પણ મેતારજ ન જ આવ્યા. ત્યાં વીજળી ત્રાટકે તેમ ભરબપોરે સમાચાર આવ્યા કે મગધરાજ અને ચેલ્લણારાણી બોલાવે છે. તેઓ તરતજ હવેલીએથી નીચે ઉતરી. આંગણે ઉભેલા રથમાં બેઠેલા માતાપિતા સમ રાજારાણી પાસેથી સમાચાર મળ્યા કે મેતારજ કાળધર્મ પામ્યા છે. જાણે માથે આકાશ તૂટી પડયું. એ વૃંદ એક સાથે રડી ઉઠયું. રાજારાણીએ સાંત્વન આપ્યું અને સૌ ત્વરાથી સોનીના મકાન પાસે પહોંચ્યા ત્યાં કૃશકાય, તૂટેલી ખોપરી સાથે પડેલો મૃતદેહ જોઈ આઠે પત્નીઓના આક્રંદે ગગન ગજવી દીધું. ત્યાં મગધરાજ આગળ આવ્યા. પુત્રીઓ તમે તેમના મુખ પરનું અલૌકિક તેજ જુઓ. આ પુષ્પવૃષ્ટિ જુઓ, જેને દેવો પણ પૂજે અને વધાવે તેવા મુક્ત જીવ અનોખી મૈત્રી ૧૪૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ પાછળ રૂદન હોય! તેઓ તો સિદ્ધ બુદ્ધ થયા છે. મેતારજ તો આપણને બોધ આપતા ગયા. જાગો સંસારનું સ્વરૂપ આવું કર્માધીન છે. ધર્મ જ સ્વાધીન છે, સૌ જ્ઞાતપુત્રના માર્ગે ચાલ્યા આવો. રણમેદાનના યોધ્ધાની વીરગતિ ગણાય છે. મેતારજ મુનિ તો સિદ્ધિગતિ પામ્યા. મારા જેવો પરાક્રમી વીરયોધ્ધો પણ મોહરાજા પાસે હારીને બેઠો છે ત્યાં આ યુવાન મેતારજ તો જીવન લડાઈ જીતી ગયા. તેમને વંદો, નમન કરો. જ્ઞાતપુત્રની કૃપાથી આપણે સૌ આવું જ જીવન જીવીએ. તેમની પાછળ રડશો નહિ. થોડીવારમાં રાજસેવકો મુનિના ઓઘા સાથે સોનીને પકડી લાવ્યા. સોની ધ્રૂજતો હતો. મગધરાજે રાજસેવકોને આદેશ આપ્યો સોનીને છોડી દો. કોઈની જીવની મુક્તિ પાછળ દંડ ન હોય. તેણે મુનિનો વેશ ધારણ કર્યો છે તેને પશ્ચાતાપથી સાર્થક કરવાની તક આપો. તે સાચો સાધુ બનશે તેની મને ખાત્રી છે. જ્ઞાતપુત્રના પનોતા પગલામાં એ યોગબળ છે. આ સાંભળી સોનીનું હૃદય ખૂલી ગયું. ખરેખર પશ્ચાતાપથી જલતો તે સાચો સાધુવેશ અપનાવી જીવન મુકત થયો. મેતારજ સંસારમાં રહીને કેવળ ઉજ્વળ જીવન જીવ્યા. સંસારના સુખભોગ છતાં કયાંય ડાઘ લાગવા ન દીધો. નિઃસ્વાર્થ અને પરોપકારી જીવન જીવ્યા. મેતાર્યમાંથી મેતારજ બની શુદ્રસવર્ણ ભેદ ટાળવા અથાગ પ્રયત્નો કર્યા. મેતોને સારું શિક્ષણ આપી અને વ્યાપાર ખેડૂ બનાવ્યા. બંને પિતાને પણ સાચવી લીધા. મેતારક મુનિ મુકિત પામ્યા પૂર્વના ભાગ્યયોગે મળેલા દેવી સુખોને ભોગવ્યા અને પળવારમાં ત્યજી પણ દીધા. આ જ જન્મમાં ધર્મ અર્થ અને કામ પુરૂષાર્થને સુવ્યસ્થિતપણે જીવી અંતે મોક્ષ પુરૂષાર્થ સાધી લીધો. મુનિવેશ લઈ જ્ઞાતપુત્રની ધર્મધ્વજાને અહિંસા અને પવિત્રતા વડે ફરકાવતા જન્મ મરણથી મુકત થયા. નગરીમાં મેતારજમુનિ મુક્તિ પામ્યાના સમાચાર ક્ષણવારમાં પ્રસાર પામ્યા. મેતાર્યના લગ્નોત્સવમાં દેવોને પણ ઈર્ષા આવે તેવો અનોખી મૈત્રી ૧ ૪ ૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ અવસર બન્યો હતો. પણ મેતારજના નિર્વાણમાં તો દેવો આનંદિત થઈ પુષ્પવૃષ્ટિ કરી સંયમી દેહને વધાવ્યો ત્યારે નગરના નાગરિકોના હાર્દિક ધ્વનિથી ગગન ગાજી ઉઠયું. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો મેતારક મુનિ. અંતે એ ઉજવળ આત્માના પવિત્ર દેહને બંને જનેતાની ખાંભીઓની નજીક મહાતપોપતીરની પવિત્ર ભૂમિમાં ચંદનના કાષ્ટની ચિતાને અર્પણ કર્યો. એ દેશ્યના દર્શન પણ પાવનકારી હતા. આ પ્રસંગ પછી આઠે સ્ત્રીઓએ શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. કેટલાયે રાજકુમારોએ સંસાર ત્યાગ કર્યો. અંતઃપુરની રાણીઓએ વૈરાગ્ય પામી શ્રાવિકાચાર ગ્રહણ કર્યા. નાગરિકોમાંથી પણ કેટલાય ભવ્યાત્મા બોધ પામી સંયમ માર્ગે વળ્યા. મેતારજ જીવી ગયા જીવતા શીખવાડી ગયા. આમ આ કથાના દરેક મુખ્ય પાત્રોના જીવન ધન્યતા પ્રસરાવી ગયા. સાર્થક કરી ગયા. વિષમતાઓને ગળી જઈ અમૃત રેલાવતા ગયા. વિરૂપા અને દેવશ્રીનું સખ્યભાવ આત્મસમર્પણની કેડી કંડારતો ગયો. તેમાં મેતારજ સૌથી આગળ નીકળી ગયા અને જીવનને પૂર્ણ રીતે સાર્થક કરતા ગયા. ધન્ય મુનિવરા, ધન્ય તે નગરી, ધન્ય તે વેળા, ધન્ય માતપિતા કુળ વંશ. અનોખી મૈત્રી ૧૪ ૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ મેતારક મુનિવર, ધન મન તુમ અવતાર. શમ દમ ગુણના આગરૂજી, પંચમહાવ્રત ધાર, મા ખમણને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર. મે૦-૧ સોનીના ઘેર આવિયાજી, મેતારજ ઋષિરાય, જવલા ઘડતો ઉઠીઓ જી, વંદે મુનિના પાય. મે -૨ આજ ફળ્યો ઘર આંગણોજી, વિણ કાળે સહકાર, લો ભિક્ષા છે સૂઝતીજી, મોદકતણો એ આહાર. મે૦-૩ કૌંચ જીવ જવલા ચયોજી, વહોરી વળ્યા ઋષિરાય, સોની મન શંકા થઈજી, સાધુ તણાં એ કામ. મે૦-૪ રીસ કરીને ઋષિને કહેજી, દો જવલા મુજ આજ, વાઘર શીષે વીંટિયુંજી; તડકે રાખ્યા મુનિરાજ. મેo-૫ ફટ ફટ ફૂટે હાડકાંજી, તટ તટ ગૂટે રે ચામ, સોનીડે પરિસહ દિયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મે૦-૬ એહવા પણ મોટા યતિજી, મન્ન ન આણે રોષ, આતમ નિંદે આપણોજી, સોનીનો શો દોષ ? મે૦-૭ હવા ઋષિ સંભારતાંજી, મેતારજ ઋષિરાય, અંતગડ હુવા કેવલીજી, વંદે મુનિના પાય. મે૦-૮ ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તણિ વાર, ધબકે પંખી જાગિયો જી, જવલા કાઢયા તિણિ સાર. મેo-૯ દેખી જવલા વિષ્ટામાંજી, મન લાક્યો સોનાર, ઓઘો મુહપરી સાધુનાજી, લેઈ થયો અણગાર. મે-૧૦ આતમ તર્યો આપણોજી, થિર કરી મન વચ કાય, રાજવિજ્ય રંગે ભણેજી, સાધુતણી એ સજઝાય. મે-૧૧ ૧૪૪ અનોખી મૈત્રી Page #146 -------------------------------------------------------------------------- ________________ || શ્રી મેતારજ મુનિની સજઝાય| વીર જીનેશ્વર ચરણ સરોરૂહ, પ્રણમી નિજ મન ભાવે, મેતારજ મુનિ ગુણ ગાતાં, શિવરમણી સુખ આવે, મહાયશ ! મેતારજ મુનિ વંદો, ગયણાંગણ જિનચંદો. મ. 1 નયરી રાજગૃહીનો વાસી, વ્યવહારી સુત સાર, દેવમુનિ પ્રતિબોધ લીધો, દુષ્કર મહાવ્રત ભાર. મ.૨ મન શુદ્ધ ચિત્ત ચોખે ચાલે, પાળે પંચાચાર, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાજિત, દશવિધ યતિધર્મ. મ.૩ બેંતાલીસ દોષે કરી વર્જિત, દેહ ધારણ લે આહાર, ગોચરીએ વિચરતો એક દિન, આવે ઘર સોનાર. મ.૪ સોની મુનિ સામો તે આવી, વંદી ઘરમાંહિ જાવે, અશનાદિક દેવાને કાજે, મને ભલી ભાવના ભાવે. મ.૫ એહવે પૂરજ ભવ કોઈ વૈરી, કૌંચ જીવ થઈ આવે, જવ સોનાના શ્રેણિક કાજે, કીધા તે ચણી જાવ. મ.૬ હવે સોનાર આવી હોરાવે, રાખી નિજ મન નિષ્કામ, વ્હોરી મુનિ જબ પાછો વળિઓ, તવ નવિ દેખે તામ. મ.૭ પાછો મુનિને તેડીને પૂછે, જવ નવિ દીસે ભાઈ, મુનિ મુખથી લવલેશ ન ભાખે, જીવદયા ચિત્ત ધ્યાયી. મ.૮ રીસ તણે વશ મુનિને સારી, વાઘર વીંટયું માથે, તડકે બેસાડે તે પાપી, વળી તર્જન કરે હાથે. મ.૯ મુનિ મનમાંહિ રોષ ન લાવે, અતિ વિમાસી નિજ કર્મ, સહે વેદન ભેદન શિર કેરી, તોડ નિકાચિત કર્મ. મ. 10 ધનઘાતિ કર્મને ચૂરી, સરી આતમ કાજ, કેવલ પામી મુક્ત પહોંચ્યા, નમીયે એ મુનિરાજ. મ.૧૧ એહવો કઠિયારો કોઈ આવી, નાંખે કાઠી ભારો, શબ્દ સુણી જવ જીવે વમીયા, તે દેખે સોનાર. મ.૧૨ ચિંતે વીર જિનેશ્વર કહેશે, વાત સકલ વિસ્તાર, તો છૂટું જો સંયમ લેવું, વલી પામું ભવપાર. મ. 13 શ્રેણિકનો ભય મનમાં આણી, જાણી અથિર ધનકાય, સંયંમ લેઈ સહુ જન સાથે, પાળી સદ્ગતિ જાય. મ. 14 પંડિત જય વિજય કેરો, મેરૂ નમે ઋષિરાય, એહવા મહા મુનિવરને નામે, લહીયે અવિચલ રાજ. મ. 15