________________
જ પેલી પાષાણ જેવી મૂર્તિ. તેના મનમાં ભાંજગડ ચાલતી હતી કે એક બાજુ પેલા મૂર્તિ જેવી મુનિની આકૃતિ, બીજી બાજુ આ ડાકણ જેવી આકૃતિ ? આમાં શું ભેદ હશે? કોઈ પ્રેમી યુગલનો આ કંઈ સંકેત હશે ? એ કંઈ નિર્ણય કરે ત્યાં તો પેલી સ્ત્રી પેલા મૂર્તિમંત મુનિ પાસે પહોંચી. મુનિને બાથમાં લીધા. માતંગને લાગ્યું કે નક્કી આ પાખંડ છે. હજી તે કંઈ વિચાર કરે તે જ વખતે તેણે જોયું કે સ્ત્રીનો ચમકતા છરાવાળો શસ્ત્રધારી હાથ ઉચકાયો અને જોરથી મુનિની છાતીમાં ઘા કર્યો. બે ઝાટકામાં તો મુનિ ધરતી પર ઢળી પડયા. સમતાભાવે મૃત્યુને ભેટયા.
માતંગથી ચીસ પડાઈ ગઈ “ખૂન ખૂન'એ ચીસના પડઘા સાંભળી પેલી સ્ત્રી ઝડપથી નાસવા લાગી. માતંગ તેને પકડવા પોતાના શસ્ત્ર - સાથે વૃક્ષની બહાર નીકળ્યો. ત્યાં તેણે સિંહનો ઘૂઘવાટો-મોટી ત્રાડ સાંભળી. સ્ત્રીના શરીર પર મુનિહત્યાના પ્રતિક રૂપે રકત સ્ત્રાવ છંટાયો હતો. સિંહને માનવ લોહીની ગંધ મળી પછી તો તે પોતાની પૂંછડી પછાડતો બેતાજ બાદશાહની જેમ પુનઃ ગજર્યો અને નાસતી સ્ત્રીની નજીક આવી એક પંજો ઉપાડયો, અને ગળેથી પકડી એકજ ચીસ અને સ્ત્રીનું પણ પ્રાણ પંખેરૂ ઉડી ગયું. વનરાજે ધરાઈને આહાર કરી લીધો બાકીના નિર્જીવ દેહને એક ખાડામાં પધરાવીને ઉદરપૂર્તિનો ઓડકાર લઈ સ્વસ્થાને ગયો.
માતંગ હથિયાર તૈયાર રાખી વૃક્ષની બહાર નીકળ્યો. આવું ભયંકર દશ્ય જોઈ તે ત્યાં થંભી ગયો.
એક બાજુ લોહીથી ખરડાયેલું મુનિનું શબ, બીજી બાજુ સિંહે ફાડેલું હાથ પગ ખાઈ લીધેલું વિચિત્ર સ્ત્રીનું શબ, ચારે બાજુ લોહીની જાણે નીક વહેતી હતી. ઘનઘોર રાત્રિનું આવું ભયાનક દશ્ય જોઈ સામાન્ય માનવી સ્વયં શબ બની જાય. માતંગ પરાક્રમી હતો. તો પણ હેબતાઈ ગયો. તેના પગ ધરતી સાથે જડાઈ ગયા.
જંગલમાં નિર્ભય રીતે ભમતો વનરાજ જેવો પરાક્રમી આ પુરુષ આ દશ્યથી ક્ષોભ પામી ગયો. આખરે તેણે વિચાર્યું કે હવે ધરાયેલો વનરાજ તો હમણા પાછો આવશે નહિ. કંઈક સાહસ કરી તે આગળ
૨૮
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org