________________
વધ્યો. ત્યાં વળી વિચાર આવ્યો કે આ સ્ત્રી કોણ હશે ? ચાંદની રાત હતી તેથી હિંમત કરી તે મનમાં મંત્રનું રટણ કરતો સ્ત્રીના શબ પાસે ગયો. ઓહ ! આ તો પેલી બ્રાહ્મણી હતી. અને આ પેલા બાળ અમરમુનિ. ચિરનિદ્રામાં સૌમ્યભાવે પોઢયો હતો.
અરે ! એક તો બાળકને વેચ્યો અને પાછો મુનિવેશે રહેલા બાળકની હત્યા ? જગતમાં સગપણનું આવું બેહૂદુ સ્વરૂપ ? તેને ભગવાનનો બોધ સાંભળ્યો. આ સંસાર સ્વાર્થી છે. કર્મની ભયંકર વિચિત્રતા છે. પૂર્વના વેરઝેર ઉદયમાં આવે ત્યારે કોણ મા અને કોણ પુત્ર? સાહસિક જેવા માતંગની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડયા. તે અત્યંત ક્ષોભ પામી ગયો.
માનવના લોહીની ગંધથી વળી કોઈ વન્ય પશુનો પગરવ સંભળાતા માતંગ હાથમાં હથિયારને સજ્જ કરી ભાગ્યો. ચારે બાજુ ગજબનો સુનકાર હતો. ભડવીર પણ છળી ઉઠે એવું ભયંકર વાતાવરણ હતું. હવે મોડું પણ થયું હતું. એટલે માતંગે દાદાની પલ્લીમાં જવાના બદલે પોતાના ઘર તરફ જવા પગ ઉપાડયા. જો કે પગની તાકાત હણાઈ ગઈ હતી. છતાં હાથમાં હથિયારની હિંમતથી મંત્ર ગણતો ઝડપથી ઘર ભણી ચાલવા લાગ્યો. હજી અંધારું હતું.
થોડો માર્ગ પસાર કર્યો ત્યારે કૂતરાને ભસતા સાંભળી તેણે કંઈ રાહત અનુભવી, કે હવે વસ્તીમાં આવી પહોંચ્યો છું. કંઈ હળવાશ અનુભવી પોતાના ખોરડા બાજુ પગ ઉપાડયા. પ્રભાતના આછા અજવાળામાં તેણે પોતાના ખોરડા પાસેથી ઝડપથી નંદાને જતી જોઈ. નંદા તું અહીં કયાંથી?
વિરૂપાને અસુખ હતું તેથી શેઠાણીબાએ ખબર લેવા મોકલી હતી. વિરૂપાએ તો લક્ષ્મીને જન્મ આપ્યો છે.
“લક્ષ્મી એટલે?' વિરૂપાએ દીકરીને જન્મ આપ્યો છે, એટલું બોલીને નંદા ત્વરાથી પસાર થઈ ગઈ.
વિરપાને દીકરી જન્મી ? માતંગનું મન ક્ષોભ પામેલું તો હતું. તેમાં તેના મનમાં પુત્ર પ્રાપ્તિના મનોરથ પર એક ઘા પડયો. દીકરીનો જન્મ? તે વિરૂપા અનોખી મૈત્રી
૨૯ For Private & Personal Use Only
Jain Education International"
www.jainelibrary.org