________________
પાસે આવ્યો.
વિરૂપા, દીકરી જન્મી ?
તેમાં તું શું મુઝાઈ ગયો ? દીકરી જન્મી તો મારી સાવરણી સૂંડલો ઉપાડશે. અને પરણાવીશું એટલે જમાઈ આવશે.
બધી રીતે બહાવરો બનેલો માતંગ વધુ વિચારી ન શક્યો. થાકેલો ખાટલામાં લાંબો થઈ સૂઈ ગયો.
વિરૂપા પણ સૂતિકા કર્મને સરખું કરી પ્રસૂતિની વેદનાથી થાકેલી ઉંઘી ગઈ. મોડી સવારે બંને જાગ્યા. પ્રાત:વિધિ પતાવી વળી માતંગનો અંદરનો સંતાપ કે દીકરી જન્મી? મને તો પુત્ર થાય તો કેવી વિદ્યાઓ આપવાના કોડ હતા ! હવે મારી વિદ્યા અને રાજકાજના માન શા કામના ?
વિરૂપાઃ અલ્યા દીકરી છે તો જમાઈ આવશે તેને વિદ્યા આપજે અને તને હજી હું ઘરડી થઈ ગઈ લાગું છું; બીજું સંતાન નહિ થાય?
માતંગ હંમેશા વિરૂપાની વાતોથી સમાધાન પર આવી જતો. પડોશમાં રહેતા સ્ત્રીને સમાચાર મળ્યા. તેણે વિરૂપાને મદદ કરી સઘળું કાર્ય પતાવ્યું.
માતંગ દીકરી તો દીકરી મનમાં એવો સંતોષ માની વિરૂપાના સંગમાં સ્વસ્થ થઈ ગયો હતો. ત્યાં તો બરાબર છ દિવસ પૂરા થયા અને રોગીષ્ટ દીકરી અવસાન પામી. વિરૂપાને તો આમ બનશે તેની ખબર હતી. પરંતુ માતંગ તો તદ્ન હતપ્રભ થઈ ગયો કે લગ્ન પછી ઘણા વર્ષે દીકરી જન્મી, તેમાં સમાધાન માન્યું. પણ તે મૃત્યુ પામી! માતંગ ઘણો હતાશ થઈ ગયો. જાણે જુવાન દિકરો ગુજરી ગયો હોય તેમ તેણે પોક મૂકી રડી ગયો.
પડોશના સૌ ભેગા થઈ ગયા. માતંગને સમજાવ્યો. અને અંત્યેષ્ટિ વિધિ પતાવી. વિરૂપાએ મન પર પ્રભુના બોધને બરાબર બેસાડી દીધો હતો. તે કહેતી માતંગ ભાગ્યમાં લખ્યું હોય તેમ થાય. ભગવાને પણ કર્યા કર્મ ભોગવ્યા હતા તો આપણે કોણ માત્ર ?
માતંગ કહે તો હું કંઈ તત્ત્વજ્ઞાની કે શ્રમણ નથી. મને તો હજી આવા મનોરથ છે. સંપત્તિને ભોગવનાર સંતતિ પણ જોઈએ. દીકરીથી
.૩૦
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org