________________
ધનાદિને પ્રાધાન્ય આપવા સાથે આ કથાવૈભવને પણ માણજો. આ અનોખી મૈત્રીમાં વિરલ વ્યકિતત્ત્વ ધરાવતી સન્નારી વિરૂપાની વિશેષતા છતાં મુનિ મેતારજનું કથાનક મુખ્ય છે.
આ લેખકનો તો અનુભવ જ છે કે જયારે જયારે જીવનમાં તકલીફો આવી ત્યારે ત્યારે તેને કથાઓએ મિત્રો જેવો જ સહારો આપ્યો છે. તેથી કહ્યું છે કે જૈન દર્શનમાં સાડા ત્રણ કરોડ કથાઓનો વૈભવ છે. તેમાંથી તમે કોઈ તુલસા, ચંદના, તારામતી, દમયંતી, કલાવતી, મદનરેખા, અંજના કે કોઈ સુદર્શન, નાગદત્ત, મેતારજ, શાલિભદ્ર કોઈને તમારી હૃદય તિજોરીમાં ભરી રાખો. સમય આવે તે તમને તે તે પ્રકારે અંતરથી સાદ આપશે.
યદ્યપિ આપણી શ્રદ્ધા પાંખી છે એટલે આપણે આ કથાઓ જાણવા છતાં તેને કેવળ શ્રવણ સુધી સીમિત કરી છે. પરંતુ અંતરભાવનામાં તેને આકાર આપ્યો નથી. ચાલો થઈ તે થઈ હવે જાગ્યા ત્યાંથી સુપ્રભાત. આ કથા મળતાં અગાઉ તમને સુલસા કથાનક મળ્યું હશે. આશા છે કે તમે તે માર્યું હશે.
હવે તમારા હાથમાં આવશે વિરલ વ્યક્તિત્વ ધરાવતી વિરૂપા સાથે મુનિ મેતાર્ય અથવા મુનિ મેતારજ કથાનક. મેત એટલે શુદ્ર (ચાંડાલ) ગાંધીયુગમાં તેઓ હરિજન કહેવાયા. નામ બદલાયું પણ લોકમાનસ બદલાયું? યુગોથી સામાજિક વ્યવસ્થાને નામે એક આખી માનવજાત દુનિયાભરમાં શુદ્ર તરીકે નિર્મિત થઈ ગઈ. મેત એટલે શુદ્ર અને આર્ય એટલે સવર્ણ એનો જાણે સુમેળ હોય તેમ આ મેતાર્ય નામ પાછળ જ આ કથાનક નિર્માયુ છે. જે ઘણું ગુપ્ત રહ્યું છે.
જૈન સમાજમાં પણ મેતારજ મુનિના ઉપસર્ગનો એક પ્રસંગ બાદ કરીએ તો તેમને વિષે કંઈ વિશેષ જાણવાનું મળતું નથી. ભારતના મહાન સાહિત્યસર્જક શ્રી જયભિખુના વરદ હસ્તે આ કથા લખાઈ. છે. તેઓ પણ લખે છે કે આવા મહાન મહર્ષિની કથા માટે કોઈ સજઝાય કે કયાંક ગ્રંથોમાં સમતાધારક મુનિ એટલા બે પાંચ વાક્યોના પરિચય સિવાય કાંઈ મળતું નથી. જો કે છતાં તેમણે આ કથાને ઘણી વિસ્તૃત અને રસપ્રદ કરી છે.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org