________________
વાસ્તવિકતાને સ્વીકારવી જ પડે છે.
વીરભકત સુલસા, નરવીર જેવો નાગરથિ ઘણી હિંમત રાખી રહ્યા હતા. પરંતુ જયારે મહામંત્રી બંનેને જયારે ચિરનિદ્રામાં સૂતેલા બત્રીસ પુત્રો પાસે લાવ્યા ત્યારે બંને આક્રંદ કરી ઉઠયા. મહામંત્રીના તથા સૌના હૈયા રડી ઉઠયા.
બંનેને એક એક પુત્ર પાસે લાવવામાં આવ્યા. સુલસા સૌના માથા સુંઘે છે, પણ તેમાં સુગંધ કયાં મળે? અને આક્રંદ કરે છે, બેટા બોલો એકવાર બોલો.
મહામંત્રી તેમને સમજાવી આગળ લઈ ગયા પણ નાગરથિ પુત્રોને જોઈને પૂછે છે, બે ચાર પણ જીવતા નથી? થોડાક ડગલા ભરીને પુનઃ એ જ પ્રશ્ન, એક પણ જીવીત નથી ! આખરે તેમનું મન ભાંગી પડે છે, તેઓ બેભાન થઈ ગયા.
અતિ કરૂણદશા તો હવે જોવાની છે. બત્રીસ પુત્રવધુઓ કે જેઓએ પતિની રાહ જોઈ હજૂ શણગાર ઉતાર્યા ન હતા તેમને લઈને રાણીઓ શબવાહિની પાસે લાવ્યા ત્યારે બત્રીસ મુખમાંથી આઝંદનો અવાજ ગગનને પણ ભેદી રહ્યો હતો. નબળા મનના કેટલાક સ્વજનો પણ મૂછમાં આવી ગયા ભડવીર મહામંત્રી પણ ક્ષોભ પામી ગયા.
અંત્યેષ્ટિ ક્રિયા કરાવનાર બ્રહ્મદેવો અવાક હતા છતાં સમયસર વિધિ કરવી જરૂરી હતી. તેમણે મહામંત્રી પાસે આવી નિવેદન કર્યું. મહામંત્રી મનોબળ મેળવી સૌની પાસે આવ્યા. સૌને યોગ્ય સ્થળે બેસાડી દીધા.
બ્રહ્મદેવોએ મંત્રોચ્ચાર સાથે અગ્નિસંસ્કાર કર્યો. આ એજ બ્રહ્મદેવો હતા કે જેમણે આ જ પુત્રો અને પુત્રવધુઓનો મંત્રોચ્ચાર વડે હસ્ત મેળાપ કર્યો હતા. તેઓ પણ બોલી ઉઠયા હા કાળ, દુર્દેવ તને પણ બે ચારને બાકી રાખવાની દયા ન આવી. છેવટે અગ્નિએ પોતાનું કાર્ય પૂરું કર્યું.
સૌ બોલતા આશ્ચર્ય, બત્રીસમાં એકનેજ તીર વાગ્યું અને સ્નેહની ગાંઠથી જાણે બંધાયેલા બાકીનાએ પ્રાણ ત્યજી દીધા. આ અંગેનું ગુપ્ત રહસ્ય જુલસાએ અપ્રગટ રાખ્યું હતું. દેવે
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org