________________
આપેલી બત્રીસ ગૂટિકા ક્રમમાં લેવાની હતી તે તેણે એક સાથે લીધી હતી તેથી બત્રીસ ગર્ભ એક સાથે ગ્રહણ થયા ત્યારે તેને દેવે કહ્યું હતું કે તે ગંભીર ભૂલ કરી છે. હવે કોઈ ઉપાય નથી. તને બત્રીસ પુત્રો જન્મશે પણ તે મૃત્યુ પણ એક સાથે જ પામશે. આ વાત તેણે છેલ્લે સુધી અપ્રગટ રાખી હતી. નાગરથિ પણ જાણતા ન હતા.
વિરૂપાને આશ્વાસન લેવાનું આ સબળ કારણ મળ્યું હતું. તેથી મન મનાવી લેતી કે તુલસાના બત્રીસ યુવાનપુત્રો એક સાથે મરણ પામ્યા. પતિનું દુઃખ અને પુત્રવધુઓના કારમા દુઃખ પાસે મને તો કંઈ જ દુઃખ નથી. વળી મારો પુત્ર દૂર પણ હયાત છે. ઉજ્જવળ કારકીર્દિને વરેલો છે. મને દુઃખ શું?
મેતાર્ય માતંગની બિમારી જાણે એક અદ્વિતિય ઘટના બની ગઈ. વળી બંને માતાની સેવાથી મેતાર્ય જલ્દી સાજો થઈ રહ્યો હતો. આ માંદગીએ મેતાર્યના સ્વજનો વધી ગયા હતા. પૂરી નગરીમાં તે સન્માનીય વિરકુમાર તરીકે પંકાઈ ગયો.
વૈદ્યરાજે મેતાર્યને ઉઠવાની અને હવેલીએ જવાની રજા આપી હતી. વિરૂપાએ સુલતાના બત્રીસ પુત્રોની આહુતિના સમાચારથી સાંત્વન મેળવ્યું હતું. તેણે કરેલા વિકલ્પો નબળા મનના હતા. એમ જાણી વિખેરી નાંખ્યા. સમર્પણની ભાવનાને દઢ કરી, મેતાર્યને પ્રસન્ન મુખે વિદાય આપી. શેઠ શેઠાણી ઉલ્લાસિત ચિત્તે મેતાર્યને લઈને વિદાય થયા.
માતંગ હજી પથારીવશ હતો. શેઠના બેત્રણ સેવકોની સાથે વિરૂપાની વ્હાલભરી અવિરત સેવા, વૈદ્યરાજના ઔષધ, મહા અમાત્યની પણ વારંવાર પૃચ્છાના કારણે તે સાજો થયો. પથારીમાંથી ઉઠયો, હરતો ફરતો થયો. આ પરાક્રમની નિશાની તરીકે કપાળમાં લાંબા ઘાનો ચીરો કાયમ માટે તેના પરાક્રમને છતો કરવા એક નિશાની બની રહ્યો.
માતંગ વળી પાછા ઉચિત કાર્યોમાં જોડાઈ ગયો. માતંગને રાજ તરફથી હળવું કામ કરવાનો આદેશ હતો. મહારાણીના આશીષ મળ્યા પછી વિરૂપાને પણ હવેલીના માર્ગોની સફાઈનું કામ છોડાવ્યું હતું.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org