________________
આ બંને કંઈ નવરા બેસે તેવા ન હતા. વળી પ્રૌઢતા પણ દેખાતી હતી. વિરૂપા તો મેતવાસની સ્ત્રીઓને ભેગી કરી જીવન સુસંસ્કાર પાઠો શીખવતી. વીરનો બોધ સંભળાવતી, ભજનો શીખવતી, એમ જીવનને આનંદપૂર્ણ બનાવતી.
હવે મહામંત્રીએ માતંગને નિવૃત્ત કરી વર્ષાસન આપી મુકત કર્યો હતો. તે પણ મેત વાસના બાળકોને અને યુવાનોને સવર્ણોને છાજે તેવું શિક્ષણ આપતો. ગોપદાદાએ લૂંટવાનું શીખવીને હક્ક જમાવ્યો હતો. માતંગે વફાદારી અને સજ્જનતાના પાઠો શીખવી સૌના માટે સ્થાન મોકળું કરતો હતો. જો કે જે સામાજિક ભેદ હતા તે સાવ ભૂલાઈ ગયા ન હતા. છતાં તે સૌને સંતોષ હતો.
મેતાર્ય યુવાન હતો. ઘણી ઝડપથી સ્વસ્થ થઈ ગયો હતો. શરીરમાં હવે કશી જ તકલીફ ન હતી.
આ ઘટના પછી મેતાર્ય ધનદત્ત શેઠની સાથે ધંધા વ્યાપારમાં ગુંથાઈ ગયો હતો. તેમાં વળી તેણે વિચાર કર્યો કે આ તો પિતાની કમાઈ છે. મારે પણ કંઈ પુરૂષાર્થ કરવો જોઈએ. તેથી તેણે પરદેશ ખેડવાનો વિચાર કર્યો. માતા-પિતા પાસે પ્રસ્તાવ મૂક્યો. પ્રથમ માતા તો મુંઝાઈ ગયા. પણ મેતાર્યો માતાને યુવાનીમાં માનવે પુરૂષાર્થ કરવો જોઈએ એમ વાત સમજાવી. આખરે કચવાતે મને માતા-પિતાએ રજા આપી. ધન સંપત્તિ તો અઢળક હતી તેથી માતા-પિતા સચિંત હતા છતાં પુત્રના પુરૂષાર્થના ભાવને કારણે સંમત થયા.
કુમાર મેતાર્યનો પુરૂષાર્થ પ્રેરક પ્રવાસ મેતાર્યો હવે દેશ વિદેશ જવાની તૈયારી શરૂ કરી લીધી હતી. આમે તેમનો વ્યાપાર અનેક દેશોમાં ખેડેલો હતો. વળી શેઠ ધર્મ ભાવનાવાળા હતા. તેથી અતિ હિંસાયુક્ત વ્યાપારનો ધનપ્રાપ્તિ છતાં તેનો નિષેધ હતો. ધર્મની મર્યાદામાં રહીને નીતિથી ધંધો કરતા. મેતાર્ય તેમને અનુસરતો, તેને ધનની લોલુપતા ન હતી. તેથી ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરતા. કયારેક કોઈને છેતરવા કે અછતનો લાભ ઉઠાવી ભાવ વધારો કરતા નહિ. કયારેક વ્યાપારીઓને વિરોધ ખમવો પડતો. પણ તેમના પુણ્ય લક્ષ્મી તેમને ત્યાં વૃદ્ધિ પામતી.
૭૮
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org