________________
માતંગનો અવાજ સાંભળી રોહિણેય પણ તાડૂકયો. માતંગ આપણે એક કુળના છીએ. તું વચ્ચેથી ખસી જા. મને સાથ આપ. ' અરે, રોહિણેય શ્રેષ્ઠીઓનું ધન લૂંટી તે તારૂં બળ વાપર્યું છે. ઘણું ધન મળ્યું છે. હવે અહિંથી પાછો વળ. મગધની કીર્તિ સામે બાથ ભીડવામાં સાર નહિં.
અરે, માતંગ મારૂં પરાક્રમ જ આજે અહીં બતાવવાનું છે. માટે તે વચ્ચેથી ખસી જા. મારે ધનની જરૂર નથી. તારે મગધની કીર્તિ બચાવવી છે. મારે મગધનો ખજાનો લૂંટી કીર્તિ મેળવવાની છે. માટે ખસી જા. અને તે રાજમહેલમાં આગળ વધ્યો. એક બાજુ મેતાર્ય બીજી બાજુ માતંગ અભૂત રીતે લડી રહ્યા હતા. બીજા સૈનિકો પણ ઝઝૂમતા હતા. રોહિણેયના સૈનિકો ખૂવાર થઈ ગયા હતા. માતંગ મેતાર્યની વચ્ચે રોહિણેય ઘેરાઈ ગયો હતો. મેતાર્યએ પૂરા સાહસથી ભાલો ફેંકયો પણ કુશળ રોહિણેયે ઘા ચૂકવી દીધો તે ઘાથી તેનો અશ્વ ધાયલ થઈને પડયો. તેણે સામો ઘા કર્યો તેમાં મેતાર્ય ઘાયલ થયો. છતાં તે બહાદુરીથી રોહિણેયની સામે ધસ્યો. મેતાર્યને અશ્વ પર વેગથી સામે આવતો જોઈ રોહિણેય હવે મૂંઝાયો. તેણે દોડીને ભાગવા માંડયું. આ બાજુ સૈનિકો સાથે લડવામાં માતંગ ખૂબ ઘાયલ થઈને પડયો હતો.
રોહિણેયને ભાગતો જોઈ ઘાયલ મેતાર્ય બહાદુરીપૂર્વક તેની પાછળ પડયો. રોહિણેયને અશ્વારૂઢ મેતાર્યપકડી પાડે તેટલી જ વાર હતી ત્યાં તો રોહિણેયે એક છરો ફેંક્યો. મેતાર્યનો ખભો ઘવાયો. અશ્વ પણ ઘાયલ થઈ ગયો. તેથી મેતાર્ય અશ્વ પરથી ઉતરી ગયો. અને પગપાળા રોહિણેયની પાછળ પડયો. મોટી છલાંગો મારતો રોહિણેયને પકડવો મુશ્કેલ હતો. છતાં મેતાર્ય દોડતો જ રહ્યો. બન્ને મેતના ખોરડા આગળ આવી પહોંચ્યા.
રોહિણેયે જોયું કે હવે બચવું મુશ્કેલ છે. તેણે તરત જ કમ્મરેથી છરો કાઢી હાથ ઉચક્યો.
મેતાર્ય ખૂબ ઘાયલ થયેલો થાકયો હતો. આંખની પલકમાં તેનું ભાન જાય તેવું ભયાનક દશ્ય હતું. ત્યાં તો તેણે જોયું કે એક સ્ત્રી
અનોખી મૈત્રી
૬૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org