________________
હતા. રોહિણેય તો બે દિવસ માટે રાજ સિંહાસન પર બેસવાના મનોરથ કરતો હતો.
આ દેખાવ જોઈને માતંગ સમજી ગયો કે રોહિણેયની પલ્લીના લૂંટારાઓએ નગરમાં લૂંટ ચલાવી છે. ક્યાંકથી મહારાજા વિગેરેની ગેરહાજરીના સમાચાર મેળવીને પલ્લીના લૂંટારાઓએ નગરીને ઘેરી લીધી છે. વળી તેને કાને શબ્દો પડ્યા કે “પલ્લીપતિ રોહિણેય મહારાજની જય હો.”
આ બાજુ મેતાર્યને સમાચાર મળ્યા કે લૂંટારા રાજમહેલ તરફ ગયા છે. મેતાર્ય હથિયાર સજીને દોડવા લાગ્યો. માતાપિતાએ વાર્યો પરંતુ તે તો ત્વરાથી દોડી ગયો.
બીજી બાજુ માતંગે પણ તરત જ અંતઃપુર તરફ દોડવા માંડયું. તે રાજમહેલે પહોંચ્યો ત્યાં તો તેણે ભયંકર દશ્ય જોયું. મેતાર્ય રોહિણેયની સામે ઝઝૂમી રહ્યો છે. ત્યાં તો રોહિણેય અને મેતાર્ય સામ સામે આવી ગયા.
મેતાર્ય ગર્જયો, રોકાઈ જાવ એક ડગલું પણ આગળ ન વધશો. બન્ને વચ્ચે ઝપાઝપી ચાલી. મેતાર્ય ખૂબ ઘવાયો છતાં હાકોટા દેતો. રોહિણેયને રોકવા પ્રયત્ન કરતો હતો.
માતંગે જોયું કે અરે, આતો વિરૂપાનો લાલ મેતાર્યકુમાર તે તો મગધરાજની કીર્તિ માટે મોતને ભેટવા સજ્જ હતો. માતંગ તો આ ઘાયલ કુમારને જોઈને હેબતાઈ ગયો. ધનદ શેઠનો એકનો એક કુળદીપક હમણાં હોમાઈ જશે. ત્યાં તો બીજા સૈનિકો અને માતંગ વચ્ચે તૂટી પડયો અને તાડૂકયો.
હે, રોહિણયા આવો કાયર, નામર્દ, આવી રીતે રાજમહેલ પર છૂપો હૂમલો કરતા શરમાતો નથી.
તે લોઢાના બખ્તરથી સજજ અનેક હથિયારો કમ્મરે વીંટાળેલા હતા. વળી પીઠ પર તીર કામઠા હતા. માર્ગમાં આવતા કેટલાય સૈનિકોને મોતને ઘાટ ઉતારી તેણે રાજમહેલમાં પ્રવેશ કર્યો હતો. બીજી બાજુ મેતાર્ય અને માતંગ તો હાથમાં આવ્યા તે સામાન્ય હથિયારો સાથે તેની સામે પડયા.
અનોખી મૈત્રી
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org