________________
મેતાર્યને વીંટળાઈને ઉભી છે. રોહિણેયે ગર્જના કરી.
અરે, મૂર્ણ સ્ત્રી ખસી જા.
નહિં ખસું તું નિરાંતે મારા પર ઘા કર, તારી કીર્તિમાં સ્ત્રી હત્યાથી વધારો થશે.
સ્ત્રી અને બાળ વધ માટે વજર્ય છે. તને નહિ મરાય. માટે ખસી જા. પણ આ સ્ત્રી ગભરાઈને ખસે તેવી ન હતી. તેથી રોહિણેય અકળાયો અને રોકાવામાં જોખમ હતું એટલે ત્વરાથી ભાગ્યો અને પોતાની ગિરિકંદરા તરફ પ્રયાણ કરી ગયો. બચેલા સૈનિકો તેને અનુસર્યા તે પણ પલાયન થઈ ગયા.
મેતાર્ય-માતંગની ગંભીર માંદગી. તે સ્ત્રી એટલે વિરૂપા, રોહિણેય અને મેતાર્યના હાકોટા સાંભળી તે બહાર આવી. ત્યારે તેણે ભયંકર દશ્ય જોયું. મેતાર્ય ખૂબ ઘાયલ થયો હતો. કંઈ પણ વિચાર ર્યા વગર તે મેતાર્યને વળગીને વચમાં ઉભી રહી ગઈ. રોહિણેય વિદાય થયો. મેતાર્યના ખભામાંથી ઘણું લોહી વહી ગયું હતું. તેથી તે લગભગ બેભાન જેવો થઈ ગયો હતો. વિરૂપા તેને પકડીને ઘરમાં લઈ ગઈ. તેને ખાટલામાં સુવાડયો. તેના ઘા પર તેલના પોતા મૂકતી હતી.
મેતાર્યની કંઈક સારવાર કરે ત્યાં તો રાજસેવકો ઘવાયેલા બેભાન હાલતવાળા માતંગને લઈને આવ્યા. વિરૂપાએ તેને બીજા ખાટલામાં સુવાડયો.
માતંગની દશા ગંભીર હતી. વિરૂપા ઘવાયેલા માતંગને જોઈને ગભરાઈ ગઈ. વિરૂપા કુશળ હતી. તેણે તરત જ રાજસેવકની મદદ લઈ ઘા ધોયા. તેલના પાટા બાંધ્યા. માતંગ વચ્ચે વચ્ચે હજી યુદ્ધ લડતા સૈનિકની જેમ હાકોટા પાડતો હતો. તે ઘાના દર્દના ન હતા પણ રોહિણેયની સામે ઝઝૂમવાના હતા.
મેત વસાહતમાં આ હકીકત તરત જ પ્રસરી ગઈ અને લોકો ભેગા થવા લાગ્યા. ધનદત્ત શેઠને હવેલીએ ખબર પહોંચ્યા તેથી તેઓ અને શેઠાણી હાંફળા, ફાંફળાં દોડી આવ્યા. વળી નગરમાં પણ મેતાર્યના શૌર્યની વાત પહોંચી ગઈ હતી. સહુના પ્રાણ જેવો શેઠ
અનોખી મૈત્રી
६१
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org