________________
થોડીવાર પહેલા મહામંત્રીના રોહિણેયને જીવતો પકડવાના સમાચારે નગરમાં પ્રશંસાના અવાજો ઉઠતા હતા. તે સૌ હવે હસવા લાગ્યા. મહામંત્રી અને સૈનિકો હવે શરમાવા લાગ્યા.
આ બધી મુંઝવણ ટાળવા મહારાજાએ સ્વયં રોહિણેયને પૂછયું કે રોહિણેય તું કુશળ છે ને?
હું રોહિણેય નથી, તે તો રડવા લાગ્યો. હું તો ગરીબ ખેડૂત છું. રોહિણેય મારા ખેતર પાસેથી પસાર થતો હતો. તેણે શંકાથી મને પગે તીર માર્યું. અને ઉંચકી દૂર મૂકી દીધો. પછી આ સૈનિકોએ મને પકડી લીધો.
મહામંત્રી ક્ષોભ પામી ગયા. પણ તેઓને લાગ્યું કે આ રોહિણેયનું કપટ છે તે વિદ્યાબળ દેહને બદલીને બેઠો છે. તેથી તેમણે કહ્યું કે મહારાજ આ જ રોહિણેય છે. તેણે ચાલાકી કરી છે. તેને સજા થવી ઘટે.
મહારાજ: અપરાધીને સજા તો કરવી ઘટે પણ મગધના રાજ્યમાં ન્યાય છે કે ગુનેગારનો ગુનો પૂરવાર થવો જોઈએ.
ત્યાં મેતાર્ય રોહિણેય પાસે આવ્યા. તેમણે ખૂબ ઝીણવટથી જોયું અને તેમને લાગ્યું કે આ છે તો રોહિણેય પણ તેણે કંઈક ચાલાકી કરી છે. તેથી કહ્યું કે મહારાજ આ રોહિણેય લાગે છે.
એમ શંકા ભરેલા નિર્ણયથી સજા ન થાય. તેમાં કોઈ નિર્દોષ દિંડાઈ જાય તો મગધરાજયના ન્યાયને લાંછન લાગે. માટે શંકારહિત અપરાધ પૂરવાર થવો જોઈએ.
આખરે મહારાજાએ જાહેર કર્યું કે મહામંત્રીજી સાત દિવસમાં તમે ગુનેગારની સાબીતિ આપો પછી ન્યાય કરશું.
થાકેલા, ભૂખ્યા, તરસ્યા મહામંત્રી અને સૈનિકો નિરાશ થઈ ગયા. છતાં એ બધું ભૂલીને મહામંત્રી પોતાની કુશાગ્રતા કામે લગાડવા મધ્યા. મેતાર્ય પણ આશ્ચર્યમાં પડી ગયા કે આ શું બની ગયું ? રાહિણેય મહામંત્રીને આબાદ છેતરી રહ્યો છે.
રોહિણેય સ્વર્ગમાં ? રોહિણેયને નીલકમલ સુંદર દેવીમહેલમાં રાખવામાં આવ્યો. સેવામાં પરી જેવી સ્ત્રીઓ અને નૃત્યાંગના રાખી હતી. ચારે બાજુ આકર્ષક ચિત્રો હતા. વળી પેલા ગરીબ જણાતા ખેડૂતને આહાર
અનોખી મૈત્રી
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org