________________
સાથે સુરાપાન કરાવ્યું. તેથી તે અર્ધ બેભાન જેવો ફૂલ શય્યામાં પડ્યો હતો. સુંદરીઓના મૃદુસ્પર્શથી તે સુખમાં લીન થતો હતો. ત્યાં વળી તે કંઈક ભાનમાં આવ્યો. તેણે પુછયું કે હે, દેવીઓ તમે કોણ છો? અને મને કયાં લાવ્યા છો? મને આ બધુ અપરિચિત લાગે છે.
સ્વામી આ સ્વર્ગભૂમિ છે. તમે તમારા પુણ્યથી આ દેવવિમાનમાં આવ્યા છો. વળી સુંદરીઓ તેના દેહને પંપાળતી વહાલ કરતી હતી. પેલો પુરૂષ આશ્ચર્યથી જોઈ રહ્યો. ત્યાં બીજી કેટલીયે સુંદરીઓ નૃત્ય કરવા લાગી. આહારના રસ થાળ લઈને કેટલીક સુંદરીઓ હાજર થઈ. આમ રોજ નવા નવા નૃત્યો, નવું સુરાપાન નવા ભોગ એમ છે દિવસ પૂરા થયા. હવે છેલ્લા દિવસની પૂરી મહેનત કરવાની હતી.
દેવીઓ બોલી : સ્વામી, હવે તમે આ સૌના માલિક છો. આ સર્વ ભોગ તમારા માટે છે. હવે અમે તમને વિલેપન, અભિષેક કરીને સજ્જ કરીશું. પછી તમે ભોગ ભોગવજો. પણ તમારો અભિષેક કરતા પહેલા તમારે તમારા પૂર્વભવના સુકૃત્યો અને દુષ્કૃત્યોનું વર્ણન કરવું પડે. તેવી આ સ્વર્ગપુરીની વિધિ છે.
સુકૃત્ય અને દુષ્કૃત્ય !
હા ! દેવલોકમાં નવા સ્વર્ગવાસી માટે આ પ્રથા છે. રોહિણેય હવે પૂરા ભાનમાં હતો. એને કંઈક વિચાર આવ્યો. દેવલોકમાં વળી સુકૃત્ય અને દુષ્કૃત્યનો હિસાબ મંડાય છે? શું પેલો રોહિણેય મરીને અહિં જમ્યો છે ? તે અર્ધ વસ્ત્રધારી નૃત્ય કરતી સુંદરીઓ તરફ જોવા લાગ્યો. દરેકના કંઠમાં સુંદર સુગંધિત માળા હતી. ઋષિઓ પણ છળી ઉઠે તેવો શૃંગાર રસ છલકાઈ રહ્યો હતો.
સ્વામી, ચાલો હવે આપણે જળકુંડ પાસે જઈએ. હે સ્વામી! આ સ્વર્ગભૂમિ છે. તેમાં સદા છ ઋતુઓનું મૃદુ વાતાવરણ સર્જાયેલું જ રહે છે. ક્યારેય ફળ, ફુલ, પાન કરમાતા નથી. પશુઓ, મૃગલાઓ પણ સ્વર્ગીયરૂપવાળા હોય છે. સ્વામી આ સર્વેના તમે માલિક છો.
વળી એ પરી જેવી નવયૌવના તેને મૃદુ હાથ વડે પકડી બીજા ખંડમાં લઈ ગઈ. એ વિશાળખંડ અત્યંત શોભાયમાન ઉદ્યાનનો હતો. તેમાં ફરતી સુંદરીઓનું રૂપ અજબનું હતું. પેલો ગરીબ ખેડૂત ઘડીભર
અનોખી મૈત્રી
૯O Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org