________________
દાદાએ રોહિણેયની દેઢ પ્રતિજ્ઞા સાંભળી શાંતિ અનુભવી તે મૃત્યુની નજીક જતો હતો.
માતંગને લાગ્યું કે તેણે કંઈક ઉતાવળ કરી છે. સારું થયું કે રોહિણેયે બાજી સુધારી લીધી છે. જ્ઞાતપુત્રના બોધથી તેનામાં કરૂણા હતી. તેને થયું કે મરતાને શાતા પહોંચાડવી તે ધર્મ છે. તે દાદાની નજીક ગયો.
દાદા તમે શાંત થાઓ. રોહિણેયની ચિંતા ના કરશો આ પલ્લીવાસીઓ અને અમે સૌ તેના સ્વજનો છીએ. માતંગના ભાવભર્યા શબ્દોથી દાદાના મુખ પર શાંતિ છવાઈ ગઈ. અને તેજ પળે તેણે છેલ્લો શ્વાસ લીધો.
રોહિણેય પોકે પોકે રડયો. માતા-પિતાની છાયા ગુમાવ્યા પછી દાદા તેને માટે સર્વસ્વ હતા. સૌએ તેને શાંત કર્યો. સૌ અંતિમ વિધિ કરી વિદાય થયા. માતંગ પણ પાછો ફર્યો.
કાળનું વહેણ અવિરતપણે વહ્યું જાય છે. પુત્ર પાપા પગલી પાડતો થયો છે. ચાલે ત્યારે પગે બાંધેલા ઝાંઝર સાથે નાચતો હોય તેવું લાગે છે. ત્યારે શેઠ શેઠાણીના હૈયા પણ નાચે છે. કયારેક ગવાક્ષમાં મેતાર્યને આ રીતે પગલી ભરતો જોઈ વિરૂપા ઓવારણા લે છે. તે બીજુ શું કરે ! પુત્રનો અવર્ણનીય ઉછેર જોઈ તેનું પણ હૈયું આનંદિત થઈ ઉઠે છે. હવે તેનું મન આ રીતે ટેવાઈ ગયું છે.
એક વરસ પૂરૂ થયું ને પુત્રનો જન્મ દિવસ ઉજવાતો હતો.
વિરૂપાને આમંત્રણ હોય પણ દૂર રહેવાનું તો ખરું. છતાં રોજ પુત્રને નિહાળવાનું સદ્ભાગ્ય છે. તેમ માની વિરૂપા હવે નિશ્ચિત થઈ છે. કયારેક કામનું ભારણ વિશેષ હોય કે હવેલીઓમાં વિશિષ્ટ પ્રસંગ હોય ત્યારે વિરૂપાની મદદે કે ખાસ આમંત્રણથી માતંગ આ શ્રેષ્ઠિઓની હવેલીએ આવતો. ત્યારે વિરૂપા તેને ધનદત્ત શેઠની હવેલી પાસે ખાસ લઈ જતી. ત્યારે શેઠાણી ગવાક્ષમાં મેતાર્યને લઈને અચૂક આવતા. વિરૂપા તેના ભાવ મુજબ “મારો લાલ' કરીને ઓવારણા લેતી. આમ બે-ચાર વાર બન્યા પછી માતંગ કહેતો કે વિરૂપા તું તો મેતાર્ય પાછળ ઘેલી છે.
૩૯
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org