________________
મને ખાત્રી થાય. ત્યાં તો માતંગ ઉભો થઈ ગયો કે દાદા તમને મરતાં મરતાં પણ આવી કુબુદ્ધિ કેમ સૂઝે છે ! જ્ઞાતપુત્રે સૌના કલ્યાણની વાતો કહી છે. કેટલાયે પાપીઓને સન્માર્ગે વાળ્યા છે. તમે શા માટે પ્રતિજ્ઞાનો આગ્રહ રાખો છો. સૌને યોગ્ય લાગશે તેમ કરશે.
આ વાત સાંભળી દાદો છેલ્લા શ્વાસે પણ બેઠો થઈ ગયો, જુઓ મારી શંકા સાચી છે ને?
ટોળામાં ગણગણાટ શરૂ થયો. પ્રથમ સૌને દાદાની વાત સાચી લાગી, પ્રતિજ્ઞા લેવા તૈયાર થયા પણ માતંગની દઢતાપૂર્વકની વાત સાંભળી કેટલાક લોકો વિચારમાં પડી ગયા. આમ ટોળામાં બે ભાગ પડી ગયા. માતંગના કથને ઉગ્ર ચર્ચાનું રૂપ પકડયું.
રોહિણેય દાદાના મૃત્યુની ચિંતામાં ખાટલા પાસે શાંતિથી નીચું જોઈને બેઠો હતો. તેણે જોયું કે ટોળામાં ક્યાંક મારામારી થશે તો દાદાનું મૃત્યુ બગડશે. તે તરત જ ઉભો થઈ ગયો અને બોલ્યો.
સૌ શાંત થાઓ દાદાની અંતિમ પળે આવા ઝઘડા આપણને શોભે નહિ. તે પછી તેણે ધ્રુજતા વૃદ્ધ દાદાને સંભાળીને સુવાડી દીધા. તે છેલ્લા શ્વાસ પર હતા.
તેણે કહ્યું દાદા, તમે પલ્લી મિલકત અને આ જનતા મને સોંપતા જાઓ છો ને ? તમારી અંતિમ પળ અકારણ બગાડો નહિ. આ ધનમાલનો માલિક મને જાહેર કર્યો છે તો મને જ પ્રતિજ્ઞા આપો. સૌની વતી હું જ પ્રતિજ્ઞા લઈ જીવ માટે પણ તમારી ઈચ્છા પૂર્ણ કરીશ.
હા, બેટા, તારા પરાક્રમમાં અને બુદ્ધિબળમાં મને શ્રદ્ધા છે. ભૂલે ચૂકે પણ તું એ જ્ઞાતપુત્રના દર્શન કરીશ નહિં. એનો એક પણ શબ્દ સાંભળીશ નહિં. તેની માયાજાળમાં ફસાઈશ નહિં. - રોહિણેય બે હાથ જોડી દાદા અને સૌની સમક્ષ પ્રતિજ્ઞા લીધી, કે દાદાની અંતિમ ઈચ્છા પ્રમાણે હું જ્ઞાતપુત્રના દર્શન કરીશ નહિ કે તેમની વાણીનું શ્રવણ કરીશ નહિં અન્યને પણ તેમ કરતા રોકીશ. દાદાએ સોપેલી આ પલ્લી તમારા સૌના સહકારથી તેની શોભામાં વૃદ્ધિ કરીશ.
૩૮
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org