________________
ધનદત્ત તો સંમત હતા. મેતારજે સંમતિ આપી.
મહારાજાએ સુનંદા રાણી અને તેમની પુત્રી સુવર્ણાને બોલાવ્યા, અને મેતારજની સાથે સુવર્ણાના લગ્ન થાય તેવી સંમતિ માંગી. મેતારજ વણિક કે મેતપુત્ર છતાં ક્ષત્રિયને યોગ્ય પરાક્રમી છે તે તમે સૌ રોહિણેયના પ્રસંગથી જાણો છો. આથી બધી રીતે યોગ્ય છે.
સુનંદારાણીએ મેતારના શિક્ષણ કાળે આ વિચાર કરેલો તેથી નિર્ણય લેતા વાર ન લાગી અને સાત કન્યા સાથે આઠમી કન્યા ભળી.
વાસ્તવમાં મેતારજ અને ધનદત્ત શોકની છાયામાં હતા તેથી પ્રથમ જેવો ઉત્સાહ કયાંથી આવે ? છતાં તરત જ લગ્ન થાય તે માટે સૌ સંમત હતા.
આમ તો લગ્ન મંડપ તૈયાર હતો. વળી સંસારનું સ્વરૂપ જ આવું છે. ઘડીમાં હર્ષ, ઘડીમાં શોક. એટલે તૈયાર લગ્ન મંડપમાં સાદાઈથી આઠે કન્યાઓની સાથે મેતારજ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા.
આ પ્રસગને ઉચિત માની મહારાજાએ પોતાની રાજકન્યાને પેલો નીલકમલ દેવમહેલ ભેટ આપ્યો. અને મેતારજને નગરશેઠનું બિરૂદ ભેટમાં આપ્યું. નગરીમાં આ સમાચાર ફરી વળ્યા. લોકોમાં કૌતુકભરી ચર્ચા થઈ. આખરે લોકોપવાદ કયાં સુધી ટકે ?
સ્વર્ગસમા નીલકમલ મહેલમાં આઠ આઠ રૂપવતી, ગુણવતી કન્યાઓ સાથે મેતારજ સ્વર્ગીય સુખમાં મહાલવા લાગ્યા. તેમના પુણ્ય કન્યાઓમાં એકતા હતી. પતિને આઠે પ્રાણસમા માનીને સાચવતી. સુખની મગ્નતામાં દિવસો પસાર થઈ રહ્યા છે.
જો કે મેતારકના મન પરથી હજી બનેલી ઘટનાની સ્મૃતિ, મેતવાસમાં મેતોના ઉદ્ધાર કરવાની ભાવના, માતંગની શોધ, ધનદત્ત પિતાની સંભાળ, જેવા સંયોગોથી કંઈક આકૂળ થતા, ત્યારે આઠે કન્યાઓ અવનવી પ્રીત દ્વારા મેતારજને આનંદમાં મૂકી દેતી. વળી મેતારજ પણ હજી ભોગ લાલસાવાળા હતા. તેથી એ સુખમાં ખોવાઈ
જતા.
એ સુખનો ઉભરો થોડો શમ્યો અને તારજને નગરશ્રેષ્ઠિનું
અનોખી મૈત્રી
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org