________________
સ્વપુરૂષાર્થ વડે વિદેશ ખેડીને સમૃદ્ધિની વૃદ્ધિ કરી છે. એક ગૌરવવંતા પુરૂષમાં જે હોય તેમાં શું ખૂટે છે તેનો વિચાર કરજો.
પુનઃ બોલ્યા તમારી ઈચ્છા અન્યત્ર લગ્ન કરવાની હશે તો પણ તમને આનાથી વિશેષ વ્યક્તિત્વ ધરાવતો પુરૂષ શોધ્યો મળશે?
છેલ્લે મહામંત્રીએ સચોટ વાત કરી કે તમે મનથી તો મેતાર્યને વરી ચૂકી છો. પછી તમારા હૃદયમાં બીજો પુરૂષ સ્થાન લેશે? પુનઃ વિચારજો. કાલે વળી આપણે મળીશું.
મહામંત્રીની વત્સલતા ભરી સમજાવટ અને સત્ય હકીકતનો વિચાર કરી વડીલો સહમત થયા કે મહામંત્રીની વાત સાચી છે, મેતાર્યમાં શું ખૂટે છે? આ કન્યાઓને આવો પતિ કયાં મળશે. વળી એકવાર વિવાહિત થયેલી આ કન્યાઓનો કોણ સ્વીકાર કરશે ? કૂળની વાત જવા દઈએ તો મેતાર્ય ખરેખર શ્રેષ્ઠ અને પરાક્રમી પુરૂષ છે. વડીલોએ કન્યાઓ સાથે આ વિચાર વિનિમય કર્યો. કન્યાઓને પણ વાતમાં તથ્ય લાગ્યું. તે સર્વે પણ સંમત થઈ.
બીજા દિવસે મહામંત્રીને કંઈ વિશેષ વાત કરવાની ન રહી. વડીલો, કન્યાઓ સૌ સહમત હતા.
વડીલો જરા સંકોચાઈને બોલ્યા, કે મહારાજા પોતાની કન્યા મેતારજને આપે તો અમને વધુ આનંદ અને સ્પષ્ટતા થશે કે અમે ઉચિત કર્યું છે.
મેતારજ અને ધનદત્તને બોલાવવા રાજસેવકોને મોકલીને મહામંત્રી મહારાજા પાસે આવ્યા. પિતાપુત્ર પણ આવી ગયા. મહામંત્રીએ સઘળી બીનાની સ્પષ્ટતા કરી, તથા વડીલોનો રાજકન્યા માટેનો પ્રસ્તાવ તેમણે જણાવ્યો.
મહારાજાએ પ્રસન્ન થઈ સંમતિ આપી. મહારાજા સ્વયં શ્રેષ્ઠિ કન્યા સુનંદાને પરણ્યા હતા તેમની જ્યા સુવર્ણા. જો કે મેતારજ ઘડીક વિમાસણમાં પડયા.
મહામંત્રી : કન્યાઓ તમને મનથી વરી ચૂકી છે. હવે તેમને માટે બીજો પતિ શક્ય નથી. વડીલો સંમત છે. સઘળી વાત ન્યાયસરની છે. માટે તમે આ કન્યાઓને સ્વીકારી લો.
૧ ૨ ૨
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org