________________
પોતાના કક્ષમાં આવ્યા. તેમના ચિત્તમાં ઘણા વિકલ્પો ઉઠયા પરંતુ મનમાં નિરાંત અનુભવાતી હતી.
વિરૂપા ઘરે પહોંચી ત્યારે ઘણો વિલંબ થયો હતો. માતંગ ઘરે આવી ગયો હતો. મનમાં બબડતો હતો આ બૈરાંની જાત મોઢે ચઢાવી ખોટી, જો ને એને કંઈ ભાન છે, પેટમાં ભાર છે છતાં કોણ જાણે કયાં સુધી આ સુંડલો સાવરણી લઈ શેરીઓ વાળે છે.
માતંગ રાજ્યના માર્ગોનો સફાઈદાર હતો. અને તેની કુશળતામાં મહારાજા અને મંત્રીના મનમાં તેનું માનભર્યું સ્થાન હતું. તેની પાસે સંપત્તિ પણ હતી. મંત્ર વિદ્યાનો જાણકાર, પોતાની જાતિના લોકોના ભૂતપ્રેત કાઢનાર, બાળકોની નજર ઉતારનાર જેવા કાર્યોથી પોતાના વાસમાં પણ તેનું માનભર્યું સ્થાન હતું. પરાક્રમી પણ તેવો જ હતો.
આમ મનમાં કંઈક બબડતો હતો ત્યાં વિરૂપા આવી. તેની સામે નજર મળીને શાંત થઈ ગયો. મનમાં વિચારવા લાગ્યો હવે વિરૂપાને થાક લાગે છે. કાલથી કામે જવાનું તેને બંધ કરાવી દઉં. વિરૂપાના મનમાં શેઠાણી સાથેની વાતો ઘૂમરાતી હતી. તે તો સાવરણી સુંડલો મૂકી સીધી રસોઈ કરવા લાગી.
માતંગ ઉઠયો વિરૂપા સામે આવીને ઉભો, તેના મો પર ઉદ્વેગ હતો. તે જોઈ વિરૂપા કામ પડતું મૂકી તેની પાસે આવી. કેમ તું આજે આવો ઉદાસ છે ?
આ તારા પેટ સામે જોઉં છું અને તને થાકેલી જોઉ છું, એની મને ચિંતા થાય છે કે તું કામ મૂકી આરામ કરે તો સારું. ઘણા સમયે સીમંત છે, વળી આ તારું રૂપ ખિલ્યું છે તે તો જો. કોઈની નજર લાગી જશે. તેની મને ચિંતા થયા કરે છે. તું મારી વાત તો સાંભળતી જ નથી. બૈરાની જાતને ચઢાવો એટલે તેમનું પોત પ્રગટ થયા વગર રહે નહિં. તુંય તારી મા જેવી જ જબરી છું હો.
અલ્યા જો મારી માનું નામ લીધું તો આ રોટલા રોટલાની જગાએ રહેશે. બંને ઝઘડી પડયા, અંતે મીઠા ઝઘડાને સમાવી પાછા પોતાની મસ્તીમાં આવી ગયા. રોટલા તૈયાર થયા, એકજ થાળમાં પ્રેમથી જમ્યા. જાણે સ્વર્ગ ઉતરી આવ્યું ન હોય ! અનોખી મૈત્રી
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org