________________
- વિરૂપાનો ગર્ભ વૃદ્ધિ પામતો હતો. માતંગે શેરી સફાઈની બીજી વ્યવસ્થા ગોઠવી હતી. વિરૂપા આરામ કરતી. કયારેક શેરીમાં જઈ આવતી. શેઠાણીબાને મળી લેતી.
માએ દિકરાને વેચ્યો, ‘હે રાજગૃહીમાં શ્રેણિક રાજાએ ભવ્ય રંગશાળાનું આયોજન કર્યું હતું. કામ પૂર્ણ થવા આવ્યું, પરંતુ દરવાજો બંધાય અને તૂટી પડે. બે ચાર વાર આવું થયું ત્યારે રાજાએ કોઈ નિમિતજ્ઞને આનું કારણ પૂછ્યું. - રાજાજી આ ભૂમિમાં કયાંય પ્રેતનું સ્થાન છે. ભૂમિ શોધન કરવા છતાં તેની અસર રહી ગઈ છે. તેથી બત્રીસ લક્ષણા બાળકને હોમવામાં આવે તો આ પ્રેતની અસર દૂર થાય તે પછી દરવાજો ઊભો થશે.
રાજાએ સેવકોને ગામમાં ઢંઢેરો લઈને મોકલ્યા કે રાજયના કામ માટે જે બાળકને બલિ માટે આપણે તેને અઢળક સોનામહોરો મળશે. રંગશાળાની ભીંત ચણવામાં બાળકનો બલિ આપવાનો છે. - એ ગામમાં એક ગરીબ બ્રાહ્મણી રહેતી હતી. તેને ચાર બાળકો ન હતા તે સૌની હાલત ભૂખમરા જેવી હતી. બ્રાહ્મણીએ વિચાર્યું કે બધા
ભૂખે મરે છે તેને બદલે નાનાને આપી દઉં તો આ દરિદ્રતા ટળે અને સૌ સુખેથી રહી શકીશું.
નાનો બાળક અમર તે જંગલમાં કોઈ શેઠના પશુ ચરાવવા જતો. ત્યારે એક વાર મુનિને તેને ભયંકર ઠંડીમાં કાયોત્સર્ગ ધ્યાને ઉભેલા જોયા. તેને મનમાં વિચાર્યું કે મારી કામળી તેમને ઓઢાડી દઉં? અને તેણે કામળી મુનિને ઓઢાડી. મુનિ તો નિશ્ચલ ધ્યાનમાં હતા.
- અમર ત્યાંથી વિદાય થયો. બીજે દિવસે આવ્યો ત્યારે મુનિતો એજ દશામાં હતા. કામળી નીચે પડી હતી. નિદોર્ષ બાળક બોલ્યો તમે આ કામળી કેમ ઓઢતા નથી? મુનિએ આંખ ખોલીનિર્દોષ બાળક પ્રત્યે દ્રષ્ટિ કરી કરૂણાથી તેને નવકાર મંત્ર શીખવ્યો. અને આકાશગામી હોવાથી આકાશ ગમન કરી ગયા. અમર આશ્ચર્યથી આ જોઈ રહ્યો. અને નવકાર ગણતો ઘરે પહોંચ્યો. તેણે માન્યું કે
અનોખી મૈત્રી
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org