________________
વીર કહે છે તમને મળ્યો છે માનવદેહ, સૌની સાથે રાખજો નેહ, આ ભવ તરી જવાનોં છે એ નેમ, મને વહાલુ લાગે મહાવીરનું નામ. આ ગીતના ધીમા ગુંજારવ સાથે વિરૂપા શેઠાણીબાની હવેલી પાસે સફાઈ કરતી હતી.
ત્યાં તેણે અવાજ સાંભળ્યો. ‘સુરૂપા’ !
વિરૂપાએ ઉંચે જોયું. હવેલીના નકશીદાર ગવાક્ષમાં એક લાવણ્યમયી, સુંદર શણગાર સજ્જ પ્રૌઢ સ્ત્રી ઊભી હતી. તે વિરૂપાને જોઈને નીચે આવી. અને દિવાલ પાસે ઊભી રહી ગઈ.
બંને સ્ત્રીઓ સામ સામે ઉભી હતી. કુદરતને શુદ્ર શું સવર્ણ શું? અલબત્ત એક સ્ત્રીએ સોળ શણગાર સજયા હતા, એટલે રૂપ પણ સોળે કળાએ ખીલ્યું હતું. બીજી સ્ત્રી પાસે કુદરતનો શણગાર હતો. એટલે બંને પોત પોતાની રીતે શોભતા હતા.
હવેલીના દેવશ્રી શેઠાણી કહે, “સુરૂપા તું તો કેવી શોભે છે ! હું તને સુરૂપા કહીશ.’’
“અરે બા અમે તો જાતે ચાંડાલ અમને એવા નામ ન શોભે. અમારો પડછાયો પણ તમને અપવિત્ર કરે !”
“અરે સુરૂપા તમે શ્રમણોનો બોધ સાંભળો છો છતાં હજી કંઈ સમજયા જ નથી, આટલી હલકી મનોવૃત્તિ કયાં સુધી રાખશો ?’ હા, બા ભગવાનના દરબારમાં કોઈ ઉંચ નીચ નથી. સર્વે સમાન છે. સુરૂપા હવે તું સમજી. હું તને સુરૂપા કહેવાની. આપણે હવે મૈત્રી ભાવે રહેવાનું છે. આમ આ બંનેની મૈત્રી ઘણા સમયની હતી. ત્યાં તો શેઠાણીની નજર વિરૂપાના પુષ્ટ થયેલા દેહ પર ગઈ. ‘‘સુરૂપા તું તો કંઈ ફૂલીફાલી છું.”
""
“હા બા મને સાત પૂરા થયા, પણ બા તમને પણ.’ હા સાત પૂરા થયા, પણ મારું તો શું ઠેકાણું ? બોલતા બોલતા શેઠાણીનો કંઠ રૂંધાઈ ગયો.
થોડી વાર પછી બોલ્યા, સુરૂપા મારે તો આ પાંચમો પ્રસંગ છે. પણ કોઠાની ગરમી એવી છે કે બાળક જન્મીને મરણ પામે છે અને શેઠાણીના નયન સજળ બન્યા.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org