________________
વળી શેઠાણી બોલ્યા આ પ્રસંગ મારે માટે હવે છેલ્લો છે. જો બાળક જીવ્યું તો સુખ. અને મર્યું તો મારે માથે સપત્ની આવશે. કારણ કે આ અઢળક ધન સમૃદ્ધિનો વારસદાર જોઈશેને ! આવી ચિંતાથી મારી તો ઉંઘ ઉડી ગઈ છે. વડીલોની સલાહથી વારસ માટે શેઠ નવી સ્ત્રી લાવે પછી મારી દશા શી થશે ?
વિરૂપા મનમાં બોલી “ઓહ આ શણગાર પાછળ આવો સંતાપ?”
ઊંચા કુળમાં સમૃદ્ધિના વારસદારની આવી ઝંખના? માતંગ અને વિરૂપાના લગ્નને ઘણા વર્ષો વિત્યા પણ માતંગ તો નિઃસંતનનો સંતાપ મનમાં સંગ્રહી રાખતો. વિરૂપાને દુઃખી ન કરતો. વિરૂપાને હંમેશા સુખી જોવામાં તેના જીવનની ઉમેદ હતી. તેમાં વળી વિરૂપાને સીમંત છે જાણી તે તો સ્વર્ગમાં ઝૂલવા લાગ્યો હતો અને અહીં આવો સંતાપ હતો !
સજળ નયનયુકત શેઠાણીની વાત સાંભળી વિરૂપાના નયનો પણ સજળ બન્યા. હવેલીના ગવાક્ષમાંથી ઉતરી શેઠાણી નીચે આવ્યા. વિરૂપાના ચિત્તમાં એક ઝબકારો થયો. મૈત્રીભાવનું ઝરણું જાણે ફુટયું.
બા તમે પાછળ ઉદ્યાનમાં આવો. વિરૂપા તેમની પાછળ ઉદ્યાનમાં ગઈ. તેણે ચારે બાજુ જોઈ લીધું. પછી શેઠાણીની નજીક સરી, અને પૂછવા લાગી બા તમે તો અનુભવી છો તમે કહો મને કેવું બાળક થશે?
તારું રૂપ અને સજ્જનતા જ એવા છે કે તારૂં બાળક તારા અને માતંગ કરતા પણ સવાયું થશે. અને મારા બાળકની મેં તને વાત કહીને ચાર સંતાન તો પરવરી ગયા અને શેઠાણીથી એક નિસાસો નિંખાઈ ગયો.
એક ગૂઢ સંકેત બા, એક વાત પૂછું, દૈવયોગે તમારા બાળકને કોઈ મારી ગોદમાં મૂકે અને મારા પેટે જન્મેલું બાળક તમારી ગોદમાં મૂકે તો તમને કેવું લાગે ?
અલી તને આવી ઘેલી કલ્પના ક્યાંથી આવી? વિરૂપા શેઠાણીની વધુ નજીક ગઈ અને ધીમેથી બોલી બા આ મારા અંતરની વાત છે. જો તમારી ચિંતા ટળતી હોય, સપત્નીનું દુઃખ ટળતું હોય, સમૃદ્ધિનો
અનોખી મૈત્રી
૨ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org