________________
થયેલા મૈત્રીભાવનું આત્મસમર્પણ છે. આવી બે જનેતાઓ મેળવી મેતપુત્ર જાહેર થવા છતાં હું મારી જાતને સદ્ભાગી માનું છું.
આખરે ટૂંકમાં જણાવું કે મારી જન્મદાત્રી વિરૂપા છે. માતંગ મારા પિતા છે. હું મેતપુત્ર છું મારી માતા દેવશ્રીને સંતાન જીવતા ન હોવાથી પુત્રની ઝંખનાવાળા શેઠ બીજી પત્ની કરે તેવી મનોવ્યથાને દૂર કરવા મારી જન્મદાત્રી મા વિરૂપાએ નિર્વ્યાજ સખ્યભાવથી મને શેઠાણીને સુપ્રત કર્યો હતો. એમાં કોઈ વેચાણ કે સોદો ન હતો. વિરૂપાને એમ કે મને બીજો પુત્ર થશે, વળી શેઠાણીએ આપેલી પુત્રી મરણ પામી. ત્યાર પછી મારી માતા વિરૂપાને સંતાન ન થયું.
આ આત્મસમર્પણ કરનાર વિરૂપાના કુળને હું હલકું માનતો નથી. પરંતુ તેના આ આત્મસમર્પણને હું વિરૂપાની મહાનતા માનું છું. મને પુનઃ કહેવા દો કે વિરૂપા મારી માતા, માતંગ મારો પિતા હું તેમનો પુત્ર મેતાર્ય નહિ પણ મેતારજ છું.
વિરૂપાએ આ વાત મને મારા લગ્નના થોડા દિવસ પહેલા તેના મુખે કહેલી છે. આ હકીકત કોઈને કહેવી નહિ, તેવો તેનો આગ્રહ હોવાથી હું તેની સાથે વચનબદ્ધ હતો તેથી ગુપ્ત રાખી હતી. પરંતુ હવે આજે વિકટ સંયોગોમાં વચનભંગ થઈ મારે આ વાત જાહેર કરવી પડી છે.
આ હકીકત સાંભળી મગધરાજ અને મહામંત્રીના નેત્રો સજળ બની ગયા. જનસમૂહમાં પણ કેટલાક ભાવાવેશમાં આવી ગયા. આવું આત્મસમર્પણ !
આખરે મગધરાજે કહ્યું, વિરૂપાને બહાર લાવો, એ આ વાતને વધુ સ્પષ્ટ કરશે.
રાજસેવક અંદર ઓરડામાં જઈને તરત જ પાછો આવ્યો. મહારાજ, વૈદ્યરાજે કહ્યું કે વિરૂપા આ પ્રસંગથી આઘાત પામી મરણ પામી છે.
શેઠાણી હજી કંઈક ભાનમાં આવ્યા. તેમણે સાંભળ્યું વિરૂપા મરણ પામી છે. મારી સખી મરણ પામી? અને તેઓ પણ આઘાતથી આ દુનિયાના આવા કુળભેદથી મુકત થઈ વિરૂપા સાથે ચાલી નીકળ્યા,
૧ ૧૫
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org