________________
કારણે તંદ્રામાં ખોવાઈ ગયો.
સૂર્યની પધરામણી સાથે સૌ સક્રિય બન્યા હતા. રડતી ઉંઘેલી વિરૂપા જાગી ત્યારે વરના વચનને યાદ કરી સ્વસ્થ થઈ ઉઠી.
“ભોર ભયો ને શોર થયો ત્યાં કોઈ હસે, કોઈ રૂએ ન્યારું, સુખીયો સૂએ, દુઃખીયો રૂએ, અકળ ગતિ છે વિચારું.”
વિરૂપાની દશા દયનીય હતી. માનસિક રીતે દુ:ખદ સુખદ પ્રસંગમાંથી ચાર દિવસ પસાર થયા હતા. જો કદાચ તેણે મેતાર્યને શેઠાણીને અર્પણ કર્યા પછી તે આ નગરીને બદલે અન્યત્ર હોત તો કદાચ તેને આટલી આકૂળતા ન થાત. વળી એજ હવેલીએ જવાનું, રોજ લાલને જોવાનો અને છતાં અળગા રહેવાનું, પારકા બનવાનું. તેમાં પણ જો તેને બીજું સંતાન થયું હોત તો આ વાત સુખરૂપે સમાપ્ત થઈ હોત, પરંતુ દેવે કંઈ જુદુ જ ધાર્યું હતું. તે કળવાનું માનવીનું શું ગજું? વળી તેને વારંવાર એ સંતાપ થતો કે તેને માટે પ્રાણ આપનાર, તેનો પડયો બોલ ઉપાડનાર ભડવીર એવા માતંગને તેણે આ ગુપ્ત રહસ્યથી છેતર્યો હતો. તેમાં વળી દેવે પૂરી કસોટી કરી બિમારીના નિમિત્તે મેતાર્યને તેના ખોરડામાં તેને વહાલ કરવાનો મોકો આપ્યો પણ પછી શું ? સંતાપ ? આ સંયોગમાં એક સ્ત્રીહૃદય માતૃત્વના ભાવોથી હાલી ઉઠે તેમાં આશ્ચર્ય શું ? યદ્યપિ તેને પુત્રને સખીને અર્પણ કર્યાનો અફસોસ ન હતો. તેમાં તેને સંતોષ હતો.
કથંચિત પ્રિય સ્વજન મૃત્યુ પામે, દુઃખ લાગે પરંતુ નજર સામે ન હોય તો તે દુઃખ ક્રમે ક્રમે દૂર થઈ જાય છે. કયારેક પ્રસંગે યાદ આવે તો પણ મન અતિ સંતપ્ત થતું નથી. વિરૂપાને રોજે જ નજરે ચઢતો “લાલ' તેમાં વળી આ પ્રસંગે તો સતત હાજરીમાં રહેવાનું અને પાછો છોડી પણ દેવાનો. નાનું સરખું વિરૂપાનું હૃદય આવા કપરા સંયોગમાં વ્યાકુળ થઈ ઉઠતું. છતાં વીરના બોધને યાદ કરી મન વાળતી. મનને શાંત કરવાનું એ એકજ સાધન તેની પાસે હતું. પ્રગટ રીતે તો કયાંય મુખ ખોલી શકે તેમ હતી નહિ. સ્ત્રીસહજ વાત્સલ્યના ભાવ તેના મનના ઉંડાણ સુધી હતા. તેથી તે વિચલિત થઈ જતી.
૬૮
:
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org