________________
વિરૂપા તું શું બોલી રહી છું તેનું ભાન છે ? વળી દર્દી સાથે વાત કરવાની મનાઈ છે. આનું પરિણામ શું આવશે ? બધું ધૂળ મેળવવા બેઠી છું. જા હવે સૂઈ જા.
વિરૂપા નંદાદાસીના કઠોર શબ્દોથી હેબતાઈ ગઈ જાણે તે સ્વર્ગથી પછડાઈને ધરતી પર પડી હોય તેમ તરત જ ઉભી થઈ ગઈ. અને માતંગના ખાટલા પાસે જઈ તેની સંભાળ લઈ રડતી રડતી વિચાર કરતી હતી. એક બાજુ પ્રાણ સમો મેતાર્ય જેને અન્યત્ર સુપ્રત કર્યો હતો. બીજી બાજુ મારા માટે પ્રાણ પાથરનાર આ માતંગ જેણે સંતાનની ઝંખનાના દુઃખને-દર્દને મનમાં ભરી રાખ્યું હતું, તેને મેં આ પુત્ર સુપ્રતની વાતથી અજાણ રાખી છેતર્યો !
પણ હા, દેવ બીજા સંતાનની આશામાં મેં કેવળ સખ્યભાવની પ્રેરણાથી કોઈ અન્ય અપેક્ષા વગર આ પગલું ભર્યું હતું. પરંતુ દેવ રૂઠયો ત્યાં શું થાય! આવા વિકલ્પોથી વ્યાકુળ, ઘણા દિવસથી થાકેલી વિરૂપા ઉંઘી ગઈ.
આકાશમાં સૂર્યદેવની પધરામણી થતા ઉષારાણી પ્રગટ થયા હતા. પ્રકાશના કિરણો ધરતીને સ્પર્શવા લાગ્યા હતા. દેવશ્રી શેઠાણી રાત્રે હવેલીએ ગયા હતા. પણ કંઈ નિરાંત ઓછી હોય ! તેથી સવાર થતાં તે વિરૂપાના ખોરડે આવી પહોંચ્યા.
મેતાર્ય હજી તંદ્રાવસ્થામાં હતો, તેણે જરાક આંખ ખોલી. શેઠાણીએ લલાટે હાથ ફેરવ્યો. કેમ છે બેટા?
મેતાર્યો ફરી આંખ ખોલી, હજી તેની સ્મરણ શક્તિ પૂરી સતેજ થઈ ન હતી. દર્દના કારણે બોલી ઉઠયો, મા કયાં છે ?
શેઠાણી તેના ખાટલામાં જ જરાક ટેકો દઈને બેઠા, “આ રહી બેટા તારી પાસે જ બેઠી છું.”
મેતાર્યની નબળી પડેલી સ્મરણ શક્તિમાં હજી સમજાતું ન હતું કે રાત્રે સાવ સાદા છતા નમણા મુખવાળી રૂપાળી સ્ત્રી કોણ હતી, જે તારી મા છું એમ કહેતી હતી, અને શણગાર સજ્જ આ સ્ત્રી કોણ
છે?
મેતાર્ય કંઈ વધુ વિચાર કરી શકે તેમ ન હતો. વળી દર્દને
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org