________________
મેતાર્યના ખાટલા પાસે જતાં તેણે જોયું કે ખાટલા પાસેની બારીમાંથી મેતાર્યના મુખ પર પૂનમના ચંદ્રનો પ્રકાશ પડી રહ્યો છે. આમ ઘાયલ મેતાર્યના પોતાના જ ઘરમાં આવવું તેની સાથે આટલી નિકટતાથી રહેવું તે વિરૂપા માટે અકલ્પનીય આનંદ હતો. દુઃખદ છતાં તેને માટે માની લાગણીયુક્ત સ્વર્ગ રચાયું હતું. મોહરાજાની સવારી પર વિરૂપા આરૂઢ થઈ હતી. તે ચંદ્રના પ્રકાશમાં મેતાર્યનું મુખ નિહાળી ભાવાવેશમાં આવી તેના મુખને જોતી રહી ત્યાં તો મેતાર્ય પાસુ બદલવા જતાં ઘાના દર્દથી ચીસ પાડી ઉઠયો. ઓ મા..... આ ‘મા’ શબ્દ સાંભળી વિરૂપાનો ભાવાવેશ ઉછળ્યો. તે મેતાર્યના મુખ પર ઝૂકી, બોલી હા બેટા આ રહી.
મેતાર્થે જરા આંખ ખોલી વળી દર્દથી બોલી ઉઠયો ‘મા’ વિરૂપા : હા બેટા તારી ‘મા’ જ છું. એમ કહીને તેના લલાટે હાથ ફેરવી. વાળની લટ સરખી કરીને ગાલે ગાલ લગાડીને વહાલ કરવા લાગી. બેટા તારી ‘મા’ જ છું’.
દર્દથી ઘેરાયેલા મેતાર્યે વિરૂપાના લલાટે ફરતા હાથને પકડી લીધો. અને વિરૂપા જાણે ભાન ભૂલી. આ પ્રાણ સમા મેતાર્યથી વિશેષ મારે માટે શું હોય ! જાણે મારો પ્રાણ.
ત્યાં તો મેતાર્યે હાથને વધુ દબાવ્યો. ‘મા, મા'
વિરૂપાના વર્ષોના લાગણીના બંધ તૂટી ગયા. હા બેટા હું જ તારી મા. મેતાર્ય કંઈક ભાનમાં આવવા લાગ્યો હતો. થોડી આંખ ખૂલી હતી. વિરૂપા લલાટે વહાલ ભર્યો હાથ ફેરવતી ગઈ. બેટા તારી મા છું.
મેતાર્યો તો દેવશ્રીને માતાના રૂપમાં જોયેલી હતી. તેનું આછું સ્મરણ થતાં વળી પૂછ્યું. તું જ મારી મા ?
વિરૂપા : હા બેટા તારી સાચી મા છું. તે વિસરી ગઈ કે આજુબાજુ દાસદાસીઓ સૂતા છે. નંદાદાસીની હાજરી છે.
નજીકમાં સૂતેલી નંદાદાસી કંઈક ગણગણાટ સંભળાતા જાગી ઉઠી અને તેના કાને શબ્દો પડયા, ‘હા બેટા તારી સાચી મા છું.' તે તરત જ ખાટલા પાસે આવી.
૬૬
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org